RR vs RCB IPL 2022 Qualifier 2 Live Score Highlights: રાજસ્થાન રોયલ્સ 7 વિકેટે જીત સાથે ફાઈનલમાં પહોંચ્યુ, બેંગ્લોરનુ સ્વપ્ન બટલરે સદી વડે રોળ્યુ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2022 | 11:23 PM

RR vs RCB IPL 2022 PlayOff Match Live Highlights: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. બીજી તરફ રાજસ્થાન રોયલ્સને પ્રથમ ક્વોલિફાયરમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

RR vs RCB IPL 2022 Qualifier 2 Live Score Highlights: રાજસ્થાન રોયલ્સ 7 વિકેટે જીત સાથે ફાઈનલમાં પહોંચ્યુ, બેંગ્લોરનુ સ્વપ્ન બટલરે સદી વડે રોળ્યુ
RR vs RCB: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થઈ રહી છે ટક્કર

IPL 2022 ના બીજા ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RR vs RCB) સામસામે છે. કોલકાતામાં થોડી મેચો બાદ હવે IPLનો જંગ ગુજરાત પહોંચ્યો છે. લીગની પ્રથમ મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. જે પણ ટીમ મેચ જીતશે તે ફાઈનલમાં પહોંચશે અને ત્યાં તેનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સાથે થશે. RCB એ નાટકીય અંદાજ સાથે નસીબના આધારે પ્લેઓફમાં જગ્યા બનાવ્યા બાદ એલિમિનેટરમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવી હતી. છેલ્લા ચૌદ વર્ષથી ખિતાબની રાહ જોઈ રહ્યુ છે બેંગ્લોર. રોયલ્સનો પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સામે પરાજય થયો હતો.

RR vs RCB: પ્લેઈંગ ઈલેવન ઓફ ધ મેચ

રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (કેપ્ટન-વિકેટકીપર), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, ઓબેદ મેકકોય

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમોર્ડ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ અને જોશ હેઝલવુડ.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 27 May 2022 11:00 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: જોસ બટલરની શાનદાર સદી

    જોસ બટલરે શાનદાર સદી ફટકારી હતી. તેણે આ સદી ટીમને ફાઈનલમાં પહોંચડવા માટેની ફટકારી હતી અને સાથે જ બેંગ્લોરના સપનાઓને પણ તેણે સદી વડે રોળી દીધા હતા.

  • 27 May 2022 10:59 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: પડિકલ આઉટ

    જોસ હેઝલવુડના બોલ પર દેવદત્ત પડિકલ આઉટ થયો હતો.

  • 27 May 2022 10:49 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: બટલરે હવે હસારંગાની ધોલાઈ કરી

    16 મી ઓવર લઈને વાનિન્દુ હસારંગા આવ્યો હતો. તેની ઓવરના ચોથા અને અંતિમ એમ બોલ પર સિક્સર લગાવી હતી. ઓવરમાં 14 રન આવ્યા હતા. આ સાથે જ હવે રાજસ્થાનની જીત નિશ્વિત થઈ ગઈ હતી.

  • 27 May 2022 10:43 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: મેક્સવેલે પણ સારી ઓવર કરી

    ગ્લેન મેક્સવેલ 14મી ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરમાં તેણે માત્ર 5 રન આપ્યા હતા. આમ રાજસ્થાને હવે શાંતીપૂર્વક રમત આગળ વધારી છે.

  • 27 May 2022 10:40 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: હેઝલવુડ તરફથી કરકસર ભરી ઓવર

    હેઝલવુડે તેની ત્રીજી ઓવરમાં માત્ર ત્રણ રન આપ્યા. આરસીબીને અહીં વિકેટ લેવાની જરૂર છે, ઇકોનોમી બોલિંગ નહીં.

  • 27 May 2022 10:28 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: સંજુ સેમસને આઉટ

    સંજુ સેમસન આગળ આવીને રમવાનો પ્રયાસ કરતા જ દિનેશ કાર્તિકે તેના સ્ટંપને ઉખેડી નાંખ્યુ હતુ. હસારંગાના ચતુરાઈ ભર્યા બોલ પર સેમસન થાપ ખાઈ ગયો અને પોતાની વિકેટ મોટો શોટ રમવાની લાલચમાં ગુમાવી બેઠો હતો. તેણે 21 બોલમાં 23 રન કર્યા હતા.

  • 27 May 2022 10:27 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: સેમસને છગ્ગો જમાવ્યો

    હર્ષલ પટેલ 11 મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર સંજુ સેમસને છગ્ગો ફટકાર્યો હતો. લોંગ ઓન પરથી તેણે આ શાનદાર છગ્ગો લગાવ્યો હતો. ઓવરમાં 9 રન આવ્યા હતા.

  • 27 May 2022 10:26 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: સેમસનની બાઉન્ડરી

    10મી ઓવર લઈને વાનિન્દુ હસારંગા આવ્યો હતો. તેની ઓવરના પ્રથમ બોલ પર જ સંજુ સેમસને ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 6 રન મેળવ્યા હતા.

  • 27 May 2022 10:16 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: શાહબાઝની ફરી ધોલાઈ

    શાહબાઝ અહેમદ ફરી એકવાર બોલીંગ લઈને આવ્યો છે અને ફરી એકવાર તે મોંઘો રહ્યો છે. તેણે 9મી ઓવરમાં 16 રન આપ્યા હતા. જેમાં સંજુ સેમસને છગ્ગો ફટકાર્યો હતો. જ્યારે જોસ બટલરે બેક ટુ બેક બે ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 27 May 2022 10:11 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: હસારંગાની કરસકર ભરી ઓવર

    વાનિન્દુ હસારંગા હવે એટેક પર આવ્યો છે. તેણે ઈનીંગની 8મી ઓવરમાં માત્ર 4 રન જ આપ્યા હતા. ઓવરમાં ચાર સિંગલ રન આપીને બટલર અને સેમસનને બાંધી રાખ્યા હતા.

  • 27 May 2022 10:07 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: બટલરની વધુ બાઉન્ડરી

    હર્ષલ પટેલ 7મી ઓવર લઈને આવ્યો હતો. બટલરે ઓવરના ચોથા અને અંતિમ બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. જોસ બટલરે ચોગ્ગો ફટકારવા સાથે 23 બોલમાં જ પોતાની અડધી સદી બાઉન્ડરી ફટકારીને પુરી કરી લીધી હતી

  • 27 May 2022 10:01 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: બટલરની બાઉન્ડરી

    પાવર પ્લે રાજસ્થાન માટે સારો રહ્યો છે. 67 રન આ દરમિયાન આવ્યા છે. જોકે આ દરમિયાન એક વિકેટ ગુમાવી હતી. બટલરે છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો મેળવ્યો હતો.

  • 27 May 2022 09:58 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: જયસ્વાલ આઉટ

    જોસ હેઝલવુડ અંતે બેંગ્લોરની ચિંતાને હળવી કરાવતી પ્રથમ સફળતા અપાવી હતી. ઓપનીંગ જોડીએ બેંગ્લોરને પરેશાન કરી દીધુ હતુ. પરંતુ જયસ્વાલને વિરાટ કોહલીના હાથમાં કેચ કરાવીને રાહત અપાવી હતી. જયસ્વાલે 13 બોલમાં 21 રન નોંઘાવ્યા હતા. જોસ બટલર સાથે મળીને યશસ્વી જયસ્વાલે શાનદાર ઓપનીંગ કરાવ્યુ હતુ.

  • 27 May 2022 09:56 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: શાહબાઝની ધોલાઈ

    પાંચમી ઓવર લઈને શાહબાઝ અહેમદ આવ્યો હતો, તેની ઓવરમાં રાજસ્થાને 19 રન મેળવ્યા હતા. ઓવરના ત્રીજા અને પાંચમાં બોલ પર જોસ બટલરે બે છગ્ગા જમાવી દીધા હતા. જ્યારે અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો

  • 27 May 2022 09:55 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: મેક્સવેલની સારી ઓવર

    ગ્લેન મેક્સવેલને બોલીંગ કરવા માટે લાવવામાં આવ્યો હતો. તેણે ચોથી ઓવર કરકસર ભરી કરી હતી, ઓવરમાં 5 રન જ આપ્યા હતા.

  • 27 May 2022 09:53 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: મોહમ્મદ સિરાજની વધુ એક મોંઘી ઓવર

    મોહમ્મદ સિરાજે ત્રીજી ઓવર નાખી અને 15 રન આપ્યા. ઓવરના ચોથા બોલ પર બટલરે કવર પર ચોગ્ગો ફટકાર્યો. પછીના બોલ પર બટલરે બીજો ચોગ્ગો ફટકાર્યો. છેલ્લા બોલ પર સ્ક્વેર લેગમાં સિક્સર ફટકારી હતી.

  • 27 May 2022 09:40 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: બટલરે ચોગ્ગો ફટકાર્યો

    જોસ હેઝલવુડ બીજી ઓવર લઈને આવ્યો હતો. બટલરે પોઈન્ટ પર બાઉન્ડરી ઓવરના બીજા બોલ પર ફટકારી હતી. ઓવરમાં 6 રન આવ્યા હતા

  • 27 May 2022 09:36 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: જયસ્વાલે છગ્ગો જમાવ્યો

    સિરાજની પ્રથમ ઓવર બેંગ્લોર માટે મોંઘી રહી છે. પ્રથમ ઓવરમાં જ જયસ્વાલે બે છગ્ગા અને એક ચોગ્ગા વડે 16 રન લુંટી લીધા છે. પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર રાજસ્થાને છગ્ગા વડે ખાતુ ખોલ્યુ હતુ. 142 કિલોમીટરની ઝડપના બોલ પર ફાઈન લેગ પર જયસ્વાલે પુલ કરી દીધો હતો. આગળના બોલ પર બાઉન્ડરી ફટકારી હતી. જ્યારે અંતિમ બોલ પર જયસ્વાલે ફરી એકવાર છગ્ગો જમાવ્યો હતો. મીડવિકેટ પરથી આ સિક્સર લગાવી હતી.

  • 27 May 2022 09:34 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: રાજસ્થાનની બેટીંગ શરુ

    યશસ્વી જયસ્વાલ અને જોસ બટલર ક્રિઝ પર આવ્યા છે અને બેંગ્લોરે આપેલા લક્ષ્યનો પિછો કરવા માટે બેટીંગની શરુઆત કરી છે. મોહમ્મદ સિરાજપ પ્રથમ ઓવર લઈને આવ્યો છે.

  • 27 May 2022 09:31 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: આરસીબીએ 157 રન બનાવ્યા

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ અગાઉની મેચમાં સદી ફટકારનાર રજત પાટીદાર (58)ની અડધી સદીની મદદથી બીજા ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સ સામે આઠ વિકેટે 157 રન બનાવ્યા હતા. ફાફ ડુ પ્લેસિસે 25 અને ગ્લેન મેક્સવેલે 24 રન બનાવ્યા હતા.

  • 27 May 2022 09:15 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: હર્ષલ પટેલ આઉટ

    મેકકોયે અંતિમ ઓવરમાં હર્ષલ પટેલને પ્રથમ બોલ પર જ ક્લિન બોલ્ડ કર્યો હતો.

  • 27 May 2022 09:14 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: શાહબાઝે છગ્ગો જમાવ્યો

    19મી ઓવરના પાંચમાં બોલ પર શાહબાઝ અહેમદે છગ્ગો જમાવ્યો હતો. લોંગ ઓનમાં છગ્ગો ફટકારતા ઓવરમાં કુલ 8 રન બેંગ્લોરને આવ્યા હતા.

  • 27 May 2022 09:08 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: હસારંગા બોલ્ડ

    19મી ઓવરની શરુઆતે જ પ્રસિદ્ધ કૃષ્ણાએ બેક ટુ બેક વિકેટ ઝડપી છે. પહેલા કાર્તિક અને બાદમાં વાનિન્દુ હસારંગાની વિકેટ ઝડપી છે. આ સાથે જ બેંગ્લોરે 7 વિકેટ ગુમાવી દીધી છે. હસારંગા શૂન્ય રન પર જ વિકેટ ગુમાવી બેઠો હતો.

  • 27 May 2022 09:07 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: કાર્તિક આઉટ

    પ્રસિદ્ધ કૃષ્ણા 19મી ઓવર લઈને આવ્યો છે. ઓવરના પ્રથમ બોલ પર જ તેણે કાર્તિકની વિકેટ ઝડપી હતી. રિયાન પરાગે તેનો કેચ ઝડપ્યો હતો. તે માત્ર 6 રન ગુમાવીને જ વિકેટ ઝડપી હતી.

  • 27 May 2022 09:05 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: શાહબાઝની બાઉન્ડરી

    18મી ઓવરના પાંચમા બોલને શાહબાઝ અહેમદે બાઉન્ડરી માટે ફટકાર્યો હતો. ઓવરમાં 7 રન આવ્યા હતા

  • 27 May 2022 09:01 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: લોમરોર આઉટ

    મેકકોયએ વધુ એક સફળતા અપાવી છે. બેંગ્લોરની પાંચમી વિકેટ પરત ફરી છે. લોમરોર 8 રન નોંધાવીને જ પરત ફર્યો છે.

  • 27 May 2022 09:00 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: ચહલની રાહતભરી ઓવર

    યુઝવેન્દ્ર ચહલ 17મી ઓવર લઈને આવ્યો હતો અને આ ઓવરમાં તેને રાહત રહી હતી કે, તે રન ઓછા ગુમાવવામાં સફળ રહ્યો હતો. વિકેટો ગુમાવવવા થી હવે બેંગ્લોર પર પણ દબાણ સર્જાયુ છે. ત્યાં ચહલે સિંગલ રન આપીને માત્ર 7 રન ઓવરમાં આપ્યા હતા.

  • 27 May 2022 08:48 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: રજત પાટીદાર આઉટ

    રજત પાટીદારે આક્રમક અંદાજ શરુ કરતા જ રવિચંદ્રન અશ્વિને તેને પોતાની જાળમાં ફસાવી લીધો હતો. પાટીદાર બાઉન્ડરી પર જોસ બટલરના હાથમાં કેચ ઝડપાયો હતો. તેણે 42 બોલમાં 58 રન નોંધાવ્યા હતા.

  • 27 May 2022 08:47 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: રજતની ગજબ સિક્સર

    અશ્વિનની ઓવરમાં પાટીદારે છગ્ગો લગાવ્યો છે. તેણે ઓવરના બીજા બોલ પર મીડ વિકેટ પરથી છગ્ગો જમાવી દીધો હતો. તેણે કેરેમ બોલ પર આ જબરદસ્ત છગ્ગો લગાવ્યો હતો.

  • 27 May 2022 08:43 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: પાટીદારે છગ્ગો લગાવી અડધી સદી પુરી કરી

    40 બોલમાં જ પોતાની અડધી સદી રજત પાટીદારે પુરી કરી લીધી છે. છગ્ગો જમાવીને શાનદાર અંદાજમાં અડધી સદી નોંધાવી છે. યુઝવેન્દ્ર ચહલની ઓવરમાં તેણે લેગ બ્રેક ડિલિવરીને લોંગ્ ઓફ પરથી છગ્ગો જમાવ્યો હતો. ઓવરમાં 12 રન આવ્યા હતા.

  • 27 May 2022 08:42 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: ગ્લેન મેક્સવેલ આઉટ

    ટ્રેન્ટ બોલ્ટે મહત્વની વિકેટ ઝડપી છે. તેણે ગ્લેન મેક્સવેલનો શિકાર કર્યો છે. મેક્સવેલ 13 બોલમાં 24 રન નોંધાવીને મેકકોયને કેચ આપી બેઠો હતો.

  • 27 May 2022 08:34 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: મેક્સવેલની વધુ એક સિક્સર

    મેક્સવેલ માટે આમતો ખતરો હતો પંરંતુ એ ટળી ગયો હતો. યુઝવેન્દ્ર ચહલ 13 મી ઓવર લઈને આવ્યો હતો અને ઓવરના બીજા બોલને ગ્લેન મેક્સવેલે ડીપ મીડ વિકેટ પર થઈને છગ્ગો જમાવી દીધો હતો. ઓવરના પાંચમાં બોલ પર શોર્ટ થર્ડમેન પર થઇને સ્વિપ કરીને બાઉન્ડરી મેળવી હતી. ઓવરમાં 15 રન આવ્યા હતા.

  • 27 May 2022 08:25 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: ગ્લેન મેક્સવેલની સિકસર

    12 ઓવર લઈને રવિચંદ્નન અશ્વિન આવ્યો હતો. તેની ઓવરના બીજા બોલ પર ગ્લેન મેક્સવેલે છગ્ગો ફટકાર્યો હતો. જે બોલ સીધો જ સાઇટ સ્ક્રિનને જઈને અથડાયો હતો. ઓવરમાં 11 રન આવ્યા હતા.

  • 27 May 2022 08:22 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: ફાફ ડુ પ્લેસિસ આઉટ

    મેકકોયે રાજસ્થાનને રાહત અપાવી છે. પાટીદાર અને ફાફ ડુ પ્લેસિસની જોડીને તોડી દેવામાં સફળતા મેળવી છે. પ્લેસિસ ઓબદ મેકકોયના બોલ પર અશ્વિનના હાથમાં કેચ ઝડપાયો હતો. તે 27 બોલમાં 25 રન નોંધાવીને આઉટ થયો હતો.

  • 27 May 2022 08:21 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: પાટીદારે ચોગ્ગો ફટકાર્યો

    11મી ઓવરના પ્રથમ બોલને રજત પાટીદારે બાઉન્ડરીને પાર મોકલી દીધો હતો. મેકકોય આ ઓવર લઈને આવ્યો હતો. તેણે 139 પ્રતિ કલાકની ઝડપે બોલ નાંખ્યો હતો, જે બોલને તેણે થર્ડમેનમાં અશ્વિન તરફ ફટકાર્યો હતો.

  • 27 May 2022 08:19 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: અશ્વિનની વધુ એક સારી ઓવર

    10મી ઓવર લઈને રવિચંદ્ન અશ્વિન આવ્યો હતો. આ તેની બીજી ઓવર હતી. તેણે સળંગ બીજી ઓવર ઇકોનોમીના રુપમાં સારી રહી હતી. ઓવરમાં માત્ર 5 જ રન આપ્યા હતા. આમ બે ઓવરમાં તેણે 11 રન આપ્યા છે. જ્યારે ક્રિઝ પર પાટીદાર અને ફાફ બંને મોજૂદ છે.

  • 27 May 2022 08:12 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: ચહલ પર પાટીદારનો છગ્ગો

    9મી ઓવર લઈને યુઝવનેન્દ્ર ચહલ આવ્યો હતો. આ ઓવરમાં બેંગ્લોરને 11 રન મળ્યા હતા. ઓવરના ત્રીજા બોલ પર રજત પાટીદારે છગ્ગો જમાવી દીધો હતો. જે લોંગ ઓનમાં 86 મીટર લાંબો હતો.

  • 27 May 2022 08:10 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: અશ્વિન બોલીંગ એટેક પર

    મેકકોય બાદ અશ્વિને પણ કસીને બોલીંગ કરીને પાટીદાર અને પ્લેસિસને નિયંત્રણમાં રાખ્યા હતા. ઓવરમાં સિંગલ રન જ તેણે આપ્યા હતા. જ્યારે ચોથો બોલ વાઈડ ડિલિવર કર્યો હતો. આમ એક એક્સ્ટ્રા રન સાથે 6 રન બેંગ્લોરને અશ્વિને 8મી ઓવરમાં આપ્યા હતા.

  • 27 May 2022 08:10 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: મેકકોયની સારી ઓવર

    ઓબેદ મેકકોય સાતમી ઓવર લઈને આવ્યો હતો. તેણે આ ઓવરમાં માત્ર 6 રન આપ્યા હતા. ઓવરમાં ચાર સિંગલ અને એક ડબલ રનનો જ મોકો આપ્યો હતો.

  • 27 May 2022 07:58 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: પાટીદારની સળંગ બાઉન્ડરી

    પ્રસિદ્ધ કૃષ્ણાના બોલ પર રજત પાટીદારે સળંગ બે બાઉન્ડરી ફટકારી દીધી હતી. ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર પાટીદારે ચોગ્ગા લગાવ્યા હતા. છઠ્ઠી ઓવરનમાં 9 રન આવ્યા હતા.

  • 27 May 2022 07:56 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: પ્લેસિસની બાઉન્ડરી

    ટ્રેન્ટ બોલ્ટ પાંચમી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ચોથા અને અંતિમ બંને બોલ પર ફાફ ડુ પ્લેસિસે બાઉન્ડરી ફટકારી હતી. ઓવરમાં 12 રન આવ્યા હતા.

  • 27 May 2022 07:48 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: રજત પાટીદારે ચોગ્ગો ફટકાર્યો

    પ્રસિદ્ધ કૃષ્ણા ચોથી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર જ તેણે બાઉન્ડરીનો માર સહન કરવો પડ્યો હતો. ત્યાર બાદ ઓવરના ત્રીજા બોલ પર બાયમાં ચાર રન બેંગ્લોરને મળ્યા હતા. ઓવરમાં 8 રન મળ્યા હતા.

  • 27 May 2022 07:47 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: ફાફ ડુ પ્લેસિસની બાઉન્ડરી

    ત્રીજી ઓવર લઈને ટ્રેન્ટ બોલ્ટ આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર ફાફ ડુ પ્લેસેસિ બાઉન્ડરી મેળવી હતી. બહારની સાઈડમાં આવેલા બોલને જબરદસ્ત ટાઈમીંગ સાથે કવર પરથી બાઉન્ડરી માટે મોકલ્યો હતો. ઓવરમાં માત્ર ચાર રન મળ્યા હતા.

  • 27 May 2022 07:40 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: વિરાટ કોહલી સસ્તામાં આઉટ

    બીજી ઓવર લઈને પ્રસિદ્ધ કૃષ્ણા આવ્યો હતો. તેણે મોટી સફળતા રાજસ્થાનને અપાવી છે. વિરાટ કોહલીને સસ્તામાં આઉટ કરાવી દીધો હતો. સંજુ સેમસને કોહલીનો કેચ ઝડપ્યો હતો. 7 રન નોંધાવીને તે પરત ફર્યો હતો.

  • 27 May 2022 07:35 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: કોહલીએ જમાવ્યો છગ્ગો

    વિરાટ કોહલીએ પ્રથમ ઓવરના અંતિમ બોલ પર છગ્ગો લગાવ્યો છે. ડીપ સ્કવેર લેગ પર હવામાં જ સિધો બોલ બાઉન્ડરીને પાર મોકલ્યો હતો. ઓવરમાં 8 રન આવ્યા હતા.

  • 27 May 2022 07:33 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: મેચ શરુ

    વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ ક્રિઝ પર આવી પહોંચ્યા છે. બેંગ્લોરની ટીમ ટોસ હારીને પ્રથમ બેટીંગ કરી રહી છે. જ્યારે ટ્રેન્ટ બોલ્ટ પ્રથમ ઓવર લઈને આવ્યો છે.

  • 27 May 2022 07:23 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવન

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમોર્ડ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ અને જોશ હેઝલવુડ.

  • 27 May 2022 07:23 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: રાજસ્થાનની પ્લેઈંગ ઈલેવન

  • 27 May 2022 07:04 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: રાજસ્થાન રોયલ્સે જીત્યો ટોસ, બેંગ્લોર પ્રથમ બેટીંગ કરશે

    રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પ્રથમ બેટીંગ કરશે.

  • 27 May 2022 07:02 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: RCB એ એલિમિનેટર મેચ જીતી

    ગ્રુપ સ્ટેજ પર નજર કરીએ તો નસીબના આધારે RCB પ્લેઓફમાં પહોંચી હતી. અંતે, દિલ્હી કેપિટલ્સનો વિજય તેમને પ્લેઓફમાં લઈ ગયો. પરંતુ, તેણે એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને જે રીતે હરાવ્યું હતું.

  • 27 May 2022 07:01 PM (IST)

    Rajasthan vs Bangalore, LIVE Score: રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે ટક્કર

    IPL 2022 ના બીજા ક્વોલિફાયરમાં રાજસ્થાનનો સામનો બેંગ્લોર સામે થશે. આજે જે પણ ટીમ મેચ જીતશે તે 29મી મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામે ફાઇનલ રમશે.

Published On - May 27,2022 6:53 PM

Follow Us:
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">