IPL 2023 ની 11 મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. ગુવાહાટાની બારાસપારા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે રાજસ્થાનના ઓપનરોએ તોફાની શરુઆત કરીને દિલ્હીના બોલરોને પરેશાન કરી દીધા હતા. જયસ્વાલ અને બટલરની અડધી-અડધી સદીની રમત વડે રાજસ્થાને 199 રનનો સ્કોર 4 વિકેટના નુક્શાન
દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પોતાની રણનિતી આધારે રમતમાં મેદાને ઉતર્યુ હતુ છતાં પણ જીત નસીબ થઈ શકી નહોતી. દિલ્હી માટે પ્રથમ જીત હજુ પણ દૂર બની છે. સિઝનમાં સળંગ આ ત્રીજી હાર સહેવાને વારો આવ્યો છે. ડેવિડ વોર્નરે એકલા હાથે ટીમના માટે સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે. રાજસ્થાન સામે દિલ્હીએ 142 રનનો સ્કોર 9 વિકેટના નુક્શાન પર નોંધાવ્યા હતા.
ફરી એકવાર સિઝનમાં દિલ્હી કેપિટલ્સે હારનો સામનો કર્યો છે. અગાઉ 2 મેચ હાર્યા બાદ આ ત્રીજી હારનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે કર્યો છે. ઓપનર તરીકે દિલ્હી માટે સુકાની ડેવિડ વોર્નર અને અને પૃથ્વી શો આવ્યા હતા. અંતિમ ઈલેવનમાં પૃથ્વી શોને બહાર રખાયો હતો. પરંતુ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે પૃથ્વીને લાવવામાં આવ્યો હતો. પરંતુ તેનાથી દિલ્હીને કોઈ ફાયદો થયો નહોતો, ઉલટાનુ દબાણની સ્થિતી સર્જાઈ ગઈ હતી. પૃથ્વી શો ત્રણ બોલનો સામનો કરીને શૂન્ય રને પ્રથમ ઓવરમાં જ વિકેટ ગુમાવી બેઠો હતો. તે સંજૂ સેમસનના હાથમાં કેચ ઝડપાયો હતો. ત્યાર બાદા આગળના બોલે મનીષ પાંડેએ ગોલ્ડન ડક વિકેટ ગુમાવી હતી. બંને વિકેટ ટ્રેન્ટ બોલે બે સળંગ બોલમાં ઝડપી હતી.
ઓપનર ડેવિડ વોર્નર એકલા હાથે ક્રિઝ પર પગ જમાવી સંઘર્ષ કરી રહ્યો હતો. તેણે 55 બોલનો સામનો કરીને 65 રન નોંધાવીને અતિમ એક ઓવર બાકી રહેતા આઉટ થઈ પરત ફર્યો હતો. રાઈલી રોસોવ ત્રીજી વિકેટના રુપમાં વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે 12 બોલનો સામનો કરીને 14 રન નોંધાવ્યા હતા. તેના બાદ લલિત યાદવે 24 બોલનો સામનો કરીને 38 રન નોંધાવ્યા હતા. તેણે 5 ચોગ્ગા નોંધાવ્યા હતા.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 7:23 pm, Sat, 8 April 23