AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PBKS vs LSG Live Score, IPL 2023 Highlights: પંજાબ કિંગ્સ 201 રન નોંધાવી સમેટાયુ, લખનૌ સામે 56 રનથી પરાજય

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 11:34 PM
Share

Punjab Kings vs Lucknow Super Giants Live Score in Gujarati Highlights: પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે શુક્રવારે મોહાલીમાં મેચ રમાઈ રહી છે. બંને ટીમો અત્યાર સુધીમાં 4-4 મેચ જીતી ચુક્યા છે.

PBKS vs LSG Live Score, IPL 2023 Highlights: પંજાબ કિંગ્સ 201 રન નોંધાવી સમેટાયુ, લખનૌ સામે 56 રનથી પરાજય
Punjab Kings vs Lucknow Super Giants Live Score in Gujarati

IPL 2023 ની 38મી મેચ પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મોહાલીમાં રમાઈ રહી છે. બંને ટીમો અત્યાર સુધીમાં 7-7 મેચ રમી ચુકી છે. પંજાબ અને લખૌન બંને 4-4 મેચ જીત્યા છે. લખનૌનો નેટ રનેરેટ સારો હોવાને લઈ પંજાબ કિંગ્સ સરખી મેચ જીતીને પાછળ છે. જોકે આજે પંજાબ હોમગ્રાઉન્ડ પર જીત મેળવીને પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-4માં પહોંચવા માટે પ્રયાસ કરશે. આ પહેલા પંજાબ કિંગ્સે લખનૌ સામે તેના જ ઘરમાં જીત મેળવી હતી. આમ પંજાબ સામે આજે કેએલ રાહુલની ટીમ બદલો લેવાનો ઈરાદો રાખશે.

પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ 11

લખનૌ સુપર જાયન્ટ્સઃ કેએલ રાહુલ, કાયલ મેયર્સ, માર્કસ સ્ટોઈનીસ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, આયુષ બદોની, નવીન-ઉલ-હક, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, યશ ઠાકુર

ઈમ્પેક્ટ પ્લેયર વિકલ્પ: કૃષ્ણપ્પા ગૌતમ, માર્ક વુડ, ડેનિયલ સેમ્સ, પ્રેરક માંકડ, અમિત મિશ્રા

પંજાબ કિંગ્સઃ શિખર ધવન, અથર્વ તાઈડે, સિકંદર રઝા, લિયામ લિવિંગ્સ્ટન, સેમ કુરાન, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, કાગીસો રબાડા, રાહુલ ચાહર, ગુરનૂર બ્રાર, અર્શદીપ સિંહ

ઈમ્પેક્ટ પ્લેયર વિકલ્પો: પ્રભસિમરન સિંહ, મોહિત રાઠી, ઋષિ ધવન, મેથ્યુ શોર્ટ, હરપ્રીત બ્રાર

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 28 Apr 2023 11:24 PM (IST)

    PBKS vs LSG score now: કાગિસો રબાડા OUT

    મોહાલીમાં પંજાબ કિંગ્સની હાર નિશ્ચિત છે અને હવે લખનૌ ઔપચારીકતા પૂર્ણ કરી રહી છે. આ દરમિયાન નવીન ઉલ હકે કાગીસો રબાડાનુ મીડલ સ્ટંપ ઉખાડી દીધુ છે. પંજાબે 9મી વિકેટ ગુમાવી દીધી છે.

  • 28 Apr 2023 11:19 PM (IST)

    PBKS vs LSG score now: જિતેશ શર્મા અને રાહુલ ચાહર OUT

    કમાલની બોલિંગ કરતા યશ ઠાકુરે 18મી ઓવરમાં બે વિકેટ ઝડપી છે. ઓવરના પાંચમા બોલ પર જિતેશ શર્માને આઉટ કર્યો હતો. જ્યારે આગળનો બોલ વાઈડ કર્યા બાદ અંતિમ બોલ પર રાહુલ ચાહરને ગોલ્ડન ડક વિકેટ ઝડપીને પરત મોકલ્યો હતો

  • 28 Apr 2023 11:17 PM (IST)

    IPL score now: જિતેશની સળંગ 2 Sixer

    18મી ઓવર લઈને યશ ઠાકુર આવ્યો હતો. ઓવરના પ્રથમ બંને બોલ પર જિતેશ શર્માએ સળંગ બે છગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ છગ્ગો ફ્લીક કરીને ડિપ બેકવર્ડ સ્ક્વેર લેગ ઉપરથી અને બીજો લોંગ ઓન તરફ છગ્ગો ફટકાર્યો હતો.

  • 28 Apr 2023 11:16 PM (IST)

    live cricket score: સેમ કરન OUT

    17મી ઓવરના અંતિમ બોલ પર નવિન ઉલ હકે સેમ કરનનો શિકાર કર્યો હતો. મિડ ઓફ પર આયુષ બડોનીના હાથમાં તે કેચ ઝડપાયો હતો. કરન 21 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 28 Apr 2023 11:06 PM (IST)

    IPL score now: જિતેશની Sixer

    16મી ઓવર લઈને રવિ બિશ્નોઈ આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર જિતેશ શર્માએ મિડ વિકેટ પર છગ્ગો ફટકાર્યો હતો. ઓવરના અંતિમ બોલ પર ડીપ મિડ વિકેટ અને ડીપ સ્ક્વેર લેગ વચ્ચેથી ગેપ નિકાળીને ચોગ્ગો મેળવ્યો હતો.

  • 28 Apr 2023 11:00 PM (IST)

    PBKS vs LSG score now: લિવિંગસ્ટન OUT

    રવિ બિશ્નોઈએ લિવિંગ્સ્ટનનો શિકાર કર્યો છે. ફિલ્ડ અંપાયર સામે લેગબિફોરની અપિલ રવિએ કરતા આઉટ આપ્યો હતો. પરંતુ લિયામે તેની સામે રિવ્યૂ મેળવ્યો હતો. જોકે આઉટ જ જાહેર થયો હતો. આમ પંજાબે 5મી વિકેટ ગુમાવી હતી.

  • 28 Apr 2023 10:51 PM (IST)

    PBKS vs LSG score: સેમ કરનની સિક્સર

    પંજાબ કિંગ્સના બેટરોએ પણ મોટો સ્કોર સામે રન મોટા શોટ વડે નિકાળી રહ્યા છે. જોકે લક્ષ્યની નજીકમાં પહોંચવુ મુશ્કેલ છે. કૃણાલ પંડ્યા 14મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર લિવિંગસ્ટને ચોગ્ગો ફટકાર્યો હતો. જ્યારે સેમ કરને ચોથા બોલ પર ફુલર બોલને વાઈડ લોંગ ઓન પર છગ્ગો ફટકાર્યો હતો.

  • 28 Apr 2023 10:46 PM (IST)

    PBKS vs LSG score updates: અથર્વ તાયડે OUT

    13મી ઓવરમાં રવિ બિશ્નોઈએ અથર્વ તાયડેનો શિકાર કર્યો છે. તાયડે સ્વિપ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યાં જ બેટના ઉપરના કિનારીને સ્પર્શીને બોલ હવામાં ઉંચે ગયો હતો અને બોલ બિશ્નોઈના જ હાથમાં ઝડપાયો હતો.

  • 28 Apr 2023 10:43 PM (IST)

    PBKS vs LSG score updates: સિકંદર રઝા OUT

    યશ ઠાકુર રઝા અને તાયડેની જોડીને તોડવામાં સફળ રહ્યો છે. શોર્ટ બોલ પર લગાવેલ શોટ સીધો ફિલ્ડર કૃણાલ પંડ્યા પાસે પહોંચ્યો હતો. તેણે કોઈ ચૂક વિના જ કેચ ડીપ પોઈન્ટ પર ઝડપ્યો હતો.

  • 28 Apr 2023 10:42 PM (IST)

    PBKS vs LSG today: રઝાની સિક્સર

    11 મી ઓવર લઈને રવિ બિશ્નોઈ આવ્યો હતો, ઓવરના પાંચમા બોલ પર બેકવર્ડ સ્ક્વેર લેગ પર ચોગ્ગો ફટકારવા બાદ અંતિમ બોલ પર પુલ કરીને મિડ વિકેટ તરફ વિશાળ છગ્ગો જમાવ્યો હતો. ઓવરમાં 13 રન આવ્યા હતા.

  • 28 Apr 2023 10:34 PM (IST)

    PBKS vs LSG today: તાયડેની સિક્સર

    તાયડે રમતને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યો છે. તાયડેએ અમિત મિશ્રા લઈને આવેલ 7મી ઓવરના ચોથા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. ઓવરના અંતિમ બોલ પર સિકંદર રઝાએ ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 28 Apr 2023 10:06 PM (IST)

    PBKS vs LSG score updates: તાયડેની 3 બાઉન્ડરી

    પાંચમી ઓવર લઈને અવેશ ખાન આવ્યો છે. ઓવરની શરુઆતે જ તાયડેએ બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરના અંતિમ બંને બોલ પર સળંગ બે ચોગ્ગા તાયડેએ જમાવ્યા હતા.

  • 28 Apr 2023 09:59 PM (IST)

    PBKS vs LSG score now: પ્રભસિમરન સિંહ OUT

    પંજાબ કિંગ્સે બીજી વિકેટ ગુમાવી દીધી છે. વિશાળ લક્ષ્ય સામે શરુઆત કરતા પંજાબ મુશ્કેલીમાં. નવીન ઉલ હકે ચોથી ઓવરમાં પ્રભસિમરન સિંહને સ્ક્વેર લેગ પર કેચ ઝડપાવ્યો છે. તે 9 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 28 Apr 2023 09:50 PM (IST)

    IPL score today: અથર્વ તાયડેની સિક્સર

    આ વખતે માર્કસ સ્ટોઈનીસની ઓવરની શરુઆત છગ્ગાના માર સાથે થઈ હતી. અથર્વ તાઈડેએ બેકવર્ડ સ્ક્વેર લેગની ઉપરથી છગ્ગો જમાવ્યો હતો. ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર બાઉન્ડરી મેળવી હતી.

  • 28 Apr 2023 09:48 PM (IST)

    PBKS vs LSG score now: પ્રભસિમરનની બાઉન્ડરી

    કાયલ મેયર્સ બીજી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના બીજા બોલને પ્રભસિમરને શાનદાર બાઉન્ડરી માટેનો શોટ જમાવ્યો હતો. ફાઈન લેગની દિશામાં તેણે શોટ ફટકાર્યો હતો.

  • 28 Apr 2023 09:40 PM (IST)

    PBKS vs LSG score updates: શિખર ધવન OUT

    પ્રથમ ઓવરમાં જ પંજાબ કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ઓપનર અને સુકાની શિખર ધવનની વિકેટ ગુમાવી છે. ધવન માત્ર 1 જ રન નોંધાવીને પરત ફર્યો છે. સ્ટોઈનીસના બોલ પર કૃણાલ પંડ્યાના હાથમાં તે કેચ ઝડપાયો હતો.

  • 28 Apr 2023 09:39 PM (IST)

    PBKS vs LSG today: પંજાબની બેટિંગ શરુ

    પ્રભસિમરન અને શિખર ધવને પંજાબ કિંગ્સની બેટિંગ ઈનીંગ શરુ કરી છે. માર્ક્સ સ્ટોઈનીસ લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી પ્રથમ ઓવર લઈને આવ્યો છે. પંજાબ સામે 258 રનનુ વિશાળ લક્ષ્ય છે.

  • 28 Apr 2023 09:18 PM (IST)

    PBKS vs LSG score updates: અર્શદીપ સિંહને મળી વિકેટ

    અર્શદીપ સિંહને અંતિમ ઓવરમાં વિકેટ ઝડપવામાં સફળતા મળી છે. નિકોલસ પૂરનને તેમે પોતાનો શિકાર બનાવ્યો હતો. પૂરન 45 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 28 Apr 2023 09:09 PM (IST)

    PBKS vs LSG score updates: સ્ટોઈનીસ OUT

    19 મી ઓવર લઈને સેમ કરન આવ્યો હતો. ઓવરની શરુઆતે ચોગ્ગાનો માર સહ્યો હતો, પરંતુ આગળના બોલ પર તેણે વિકેટ ઝડપી હતી. માર્ક્સ સ્ટોઈનીસ 40 બોલનો સામનો કરીને 72 રન નોંધાવી સેમ કરનનો શિકાર થયો હતો. સ્ટોઈનીસે 5 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 28 Apr 2023 09:07 PM (IST)

    PBKS vs LSG today: સ્ટોઈનીસ અને પૂરનની સિક્સર

    18મી ઓવર લઈને કાગિસો રબાડા આવ્યો હતો. મેચમાં પોતાની અંતિમ ઓવરમાં તેણે 19 રન ગુમાવ્યા હતા. ઓવરની શરુઆતે સ્ટોઈનીસ અને અંતમાં પૂરને છગ્ગો ફટકાર્યો હતો. આમ રાબડાએ વિના વિકેટે ખૂબ રન લુટાવી પરત ફરવુ પડ્યુ છે.

  • 28 Apr 2023 09:05 PM (IST)

    PBKS vs LSG score updates: અર્શદીપે ત્રણ ચોગ્ગા સહ્યા

    17મી ઓવર લઈને અર્શદીપ સિંહ આવ્યો હતો. ઓવરમાં અર્શદીપે ત્રણ ચોગ્ગાનો માર સહન કર્યો હતો.ઓવરના બીજા બોલ પર સ્ટોઈનીસે અને અંતિમ બંને બોલ પર નિકોલસ પૂરને બાઉન્ડરી જમાવી હતી

  • 28 Apr 2023 08:53 PM (IST)

    PBKS vs LSG score: સ્ટોઈનીસની Sixer

    16મી ઓવર કાગીસો રબાડા લઈને આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. સરળતાથી સ્ટોઈનીસે લોંગ ઓફની દીશામાં છગ્ગો જમાવ્યો હતો. આ ઓવરમાં 200 રન લખનૌએ પુરો કર્યો હતો.

  • 28 Apr 2023 08:51 PM (IST)

    PBKS vs LSG today: સ્ટોઈનીસની અડધી સદી

    માર્કસ સ્ટોઈનીસે પોતાની અડધી સદી પૂરી કરી છે. તેણે 16મી ઓવરના બીજા બોલ પર લેગ સાઈડમાં શોટ વડે સિંગલ રન લઈને પોતાની અડધી સદી પુરી કરી હતી. આ દરમિયાન તેણે 3 છગ્ગા ફટકાર્યા છે.

  • 28 Apr 2023 08:50 PM (IST)

    PBKS vs LSG score now: પૂરનની સળંગ ત્રણ બાઉન્ડરી

    લિવિગસ્ટને 14મી ઓવરમાં વિકેટ ઝડપી પંજાબને રાહત અપાવી હતી, પરંતુ રનના નિયંત્રણની રાહત હજુ સર્જાઈ નથી. વિકેટ બાદના બાકીના ત્રણ બોલ પર પૂરને સળંગ ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 28 Apr 2023 08:41 PM (IST)

    PBKS vs LSG today: આયુષ બડોની OUT

    14મી ઓવર લઈને લિયામ લિવિંગસ્ટન આવ્યો હતો. ઓવરમાં શરુઆતે બીજા બોલ પર છગ્ગાનો માર સહન કર્યા બાદ આગળના બોલ પર બડોનીનો શિકાર કર્યો હતો. બડોનીએ સિધો જ સ્કેવર લેગ પર રાહુલ ચાહરના હાથમાં કેચ આપ્યો હતો. તેણે 24 બોલમાં 43 રન નોંધાવ્યા હતા.

  • 28 Apr 2023 08:40 PM (IST)

    PBKS vs LSG score updates: બડોનીએ જમાવ્યો છગ્ગો

    છગ્ગા ખૂબ વરસી રહ્યા છે. હવે આયુષ બડોનીએ છગ્ગા જમાવ્યો છે. લિવિગસ્ટન ઓવર લઈને આવ્યો છે અને જેના બીજા બોલ પર બડોનીએ સ્વિપ કરીને છગ્ગો ફટકાર્યો હતો.

  • 28 Apr 2023 08:37 PM (IST)

    PBKS vs LSG score now: નસીબદાર રહ્યો સ્ટોઈનીસ, મળી Sixer

    રાહુલ ચાહર 13મી ઓવર લઈને આવ્યો હતો. તેણે શાનદાર મોકો બનાવ્યો હતો. સ્ટોઈનીસને પોતાની જાળમાં ફસાવ્યો હતો અને તેણે કેચ બાઉન્ડરી પર આપ્યો હતો, પરંતુ ફિલ્ડરનો પગ બાઉન્ડરી લાઈનને અડકી જતા વિકેટના બદલે છગ્ગો મળ્યો હતો.

  • 28 Apr 2023 08:29 PM (IST)

    PBKS vs LSG score now: સ્ટોઈનીસની Sixer

    સેમ કરન 12મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર સ્ટોઈનીસે છગ્ગો મિડ વિકેટ પર ફટકાર્યો હતો. પુલ કરીને શાનદાર છગ્ગો જમાવ્યો હતો. ઓવરમાં 11 રન લખનૌના ખાતામાં જમા થયા હતા.

  • 28 Apr 2023 08:28 PM (IST)

    PBKS vs LSG score: સ્ટોઈનીસની બાઉન્ડરી

    રાહુલ ચાહર 11મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર સ્ટોઈનીસે બાઉન્ડરી ફટકારી હતી. સ્વીપ શોટ રમીને બેકવર્ડ સ્કેવર લેગ પર ચાર રન ફટકાર્યા હતા.

  • 28 Apr 2023 08:21 PM (IST)

    PBKS vs LSG score: બડોનીની સિક્સર

    10મી ઓવર લઈને સેમ કરન આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર સ્ટોઈનિસે ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરના ચોથા બોલ પર પુલ કરીને બેકવર્ડ સ્કેવર લેગ પર છગ્ગા ફટકાર્યો હતો. સ્ટોઈનીસે અંતિમ બોલ પર વધુ એક ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 28 Apr 2023 08:11 PM (IST)

    PBKS vs LSG score updates: સ્ટોઈનીસની સિક્સર

    આજે પંજાબને નો-બોલ પરેશાન કરી રહ્યા છે. 8મી ઓવરના પ્રથમ બોલ પર આયુષ બડોનીએ ચોગ્ગો ફટકાર્યા બાદ આગળ નો-બોલ કર્યો હતો. ફ્રિ-હિટ પર સ્ટોઈનીસે છગ્ગો સ્ક્વેર લેગ પર ફટકાર્યો હતો. આગળના બોલ પર ફરી ચોગ્ગો ફટકાર્યો હતો.આયુષ બડોનીએ અંતિમ બોલ પર છગ્ગો જમાવ્યો હતો. આમ લખનૌ માટે મોટી ઓવર આવી હતી.

  • 28 Apr 2023 08:02 PM (IST)

    PBKS vs LSG score: મેયર્સ OUT, રબાડાએ કર્યો શિકાર

    મેયર્સની આતશી ઈનીંગ અહીં સમાપ્ત થઈ છે. તેણે શાનદાર ચાર છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. 20 બોલમાં જ અડધી સદી પૂરી કરનાર મેયર્સ 54 રન નોંધાવીને શિખર ધવનના હાથમાં કેચ ઝડપાયો હતો. રબાડાએ બીજી મહત્વની સફળતા મેળવી હતી.

  • 28 Apr 2023 07:59 PM (IST)

    PBKS vs LSG today: મેયર્સની અડધી સદી

    પાવર પ્લેની અંતિમ ઓવર લઈને કાગિસો રબાડા આવ્યો હતો. રબાડાએ ઓવરમાં નો-બોલ કર્યો હતો અને એ બોલ પર છ રન મેળવ્યા હતા. આ સાથે જ પોતાની અડધી સદી 20 બોલમાં મેયર્સે પુરી કરી હતી. ફ્રિ હિટ પર ચાર રન મેળવ્યા હતા.

  • 28 Apr 2023 07:53 PM (IST)

    PBKS vs LSG score now: મેયર્સની Sixer

    સિકંદર રઝા પાંચમી ઓવર લઈને આવ્યો હતો. ઓવરનો પ્રથમ બોલ ડોટ રહ્યા બાદ, મેયર્સે બીજા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. ચોથા બોલ પર ચોગ્ગો અને પાંચમાં બોલ પર વધુ એક શાનદાર શોટ ફટકારતા છગ્ગો જમાવ્યો હતો.

  • 28 Apr 2023 07:50 PM (IST)

    PBKS vs LSG today: કેએલ રાહુલ OUT, રબાડાએ કર્યો શિકાર

    કાગીસો રબાડા ચોથી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર પંજાબને જેની જરુર હતી એ કામ પુરુ કર્યુ હતુ. કેએલ રાહુલને આઉટ કરીને તેણે ઓપનર જોડીને તોડી દીધી હતી. શાહરુખ ખાને શોર્ટ થર્ડમેન પર રાહુલનો કેચ ઝડપ્યો હતો. જેના આગળના બોલ પર રાહુલે છગ્ગો ફટકાર્યો હતો.

  • 28 Apr 2023 07:44 PM (IST)

    PBKS vs LSG score now: ફ્રી હિટ પર સિક્સર

    લખનૌએ શરુઆત આક્રમક બનાવવાનો પ્રયાસ કર્યો છે. રાહુલે આ વખતે ત્રીજી ઓવરના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરનો ત્રીજો બોલ લઈને આવેલ ગુરનૂરે નો-બોલ કર્યો હતો. જેની ફ્રિ હિટ પર મેયર્સે પૂરો ફાયદો ઉઠાવતા વિશાળ છગ્ગો જમાવ્યો હતો. પાંચમાં બોલ પર મેયર્સે ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 28 Apr 2023 07:37 PM (IST)

    PBKS vs LSG score: માયર્સની બાઉન્ડરી

    બીજી ઓવર લઈને અર્શદીપ સિંહ આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર કાયલ માર્યર્સે બાઉન્ડરીથી અર્શદીપનુ સ્વાગત કર્યુ હતુ. અર્શદીપના બોલ પર માયર્સે ચાર ચોગ્ગા ઓવરમાં જમાવ્યા હતા.

  • 28 Apr 2023 07:33 PM (IST)

    PBKS vs LSG score updates: લખનૌની બેટિંગ શરુ

    કેએલ રાહુલ અને માયર્સના રુપમાં ઓપનિંગ જોડી મેદાનમાં આવી છે. પંજાબ કિંગ્સને ટેબ્યૂટન્ટ ગુરનૂર બ્રાર પ્રથમ ઓવર લઈને આવ્યો હતો. પ્રથમ બોલ પર જ તેણે વિકેટનો મોકો ઉભો કર્યો હતો. ઓવરમાં તેણે માત્ર 2 જ રન આપ્યા હતા.

  • 28 Apr 2023 07:29 PM (IST)

    PBKS vs LSG score: ગુરનૂર બ્રારનુ પંજાબ માટે ડેબ્યૂ

    શિખર ધવન ટીમનુ સુકાન સંભાળવા માટે પરત ફર્યો છે. ખભામાં સમસ્યાને લઈ શિખર ઘવન આરામ પર હતો. આ દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ગુરનૂર બ્રારનુ ડેબ્યૂ કર્યુ છે. ગુરનૂર પોતાની પ્રથમ આઈપીએલ મેચ ટીમના હોમગ્રાઉન્ડ પર રમી રહ્યો છે. સિંકદર રઝા પણ ટીમમાં પરત ફર્યો છે. જ્યારે પંજાબની ટીમમાંથી મેથ્યૂ શોર્ટ બહાર થયો છે. લખનૌ સુપર જાયન્ટ્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

  • 28 Apr 2023 07:18 PM (IST)

    PBKS vs LSG score: પંજાબ કિંગ્સ પ્લેઈંગ 11

    પંજાબ કિંગ્સઃ શિખર ધવન, અથર્વ તાઈડે, સિકંદર રઝા, લિયામ લિવિંગ્સ્ટન, સેમ કુરાન, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, કાગીસો રબાડા, રાહુલ ચાહર, ગુરનૂર બ્રાર, અર્શદીપ સિંહ

    ઈમ્પેક્ટ પ્લેયર વિકલ્પો: પ્રભસિમરન સિંહ, મોહિત રાઠી, ઋષિ ધવન, મેથ્યુ શોર્ટ, હરપ્રીત બ્રાર

  • 28 Apr 2023 07:17 PM (IST)

    PBKS vs LSG score now: લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઈંગ 11

    લખનૌ સુપર જાયન્ટ્સઃ કેએલ રાહુલ, કાયલ મેયર્સ, માર્કસ સ્ટોઈનીસ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, આયુષ બદોની, નવીન-ઉલ-હક, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, યશ ઠાકુર

    ઈમ્પેક્ટ પ્લેયર વિકલ્પ: કૃષ્ણપ્પા ગૌતમ, માર્ક વુડ, ડેનિયલ સેમ્સ, પ્રેરક માંકડ, અમિત મિશ્રા

  • 28 Apr 2023 07:04 PM (IST)

    PBKS vs LSG today: પંજાબ કિગ્સે જીત્યો ટોસ, લખનૌ બેટિંગ કરશે

    પંજાબ કિંગ્સના સુકાની શિખર ધવને ટોસ જીત્યો હતો અને પ્રથમ ફિલ્ડીંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. મોહાલીમાં આમ લખનૌ સુપર જાયન્ટ્સ પ્રથમ બેટિંગ કરશે.

  • 28 Apr 2023 06:45 PM (IST)

    PBKS vs LSG today: મોહાલીમાં હિસાબ થશે

    પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે આ પહેલા લખનૌમાં ટક્કર થઈ હતી. જેમાં પંજાબે કેએલ રાહુલની ટીમને તેમના જ ઘરમાં હરાવીને જીત મેળવી હતી. જોકે હવે મોહાલીમાં પંજાબને તેના જ ઘરમાં હાર આપવાના ઈરાદે લખનૌ મેદાને ઉતરશે. આમ રાહુલ આજે હિસાબના મુડમાં મેદાને ઉતરશે.

Published On - Apr 28,2023 6:41 PM

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">