Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓમાનના કેપ્ટને લીધો T20 વર્લ્ડ કપનો સૌથી શાનદાર કેચ, ગ્લેન મેક્સવેલના પગ નીચેથી જમીન સરકી ગઈ

ગ્લેન મેક્સવેલ છેલ્લી 10 ઈનિંગ્સમાં 5 વખત શૂન્ય પર આઉટ થયો છે. IPLમાં તેનો ખરાબ તબક્કો T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં પણ ચાલુ રહ્યો અને તે ફરીથી ગોલ્ડન ડક પર પેવેલિયન પરત ફર્યો. આમાં સૌથી મોટી ભૂમિકા ઓમાનના કેપ્ટન આકિબ ઈલ્યાસે ભજવી હતી, જેણે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ કેચ લીધો હતો.

ઓમાનના કેપ્ટને લીધો T20 વર્લ્ડ કપનો સૌથી શાનદાર કેચ, ગ્લેન મેક્સવેલના પગ નીચેથી જમીન સરકી ગઈ
Oman Team
Follow Us:
| Updated on: Jun 06, 2024 | 6:28 PM

આ વખતે T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. આ વખતે ICCએ ક્વોલિફાયર દ્વારા ઘણી નાની ટીમોને તક આપી છે, જેમાં ઓમાન પણ સામેલ છે. ઓમાન બીજી વખત T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું છે. જોકે ટીમ ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ મેચ હારી ગઈ હતી, પરંતુ કેપ્ટન આકિબ ઈલ્યાસે ટૂર્નામેન્ટનો શાનદાર કેચ લઈને બધાને ચોંકાવી દીધા હતા. તેના કેચ પર આઉટ થયેલા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ગ્લેન મેક્સવેલને પણ વિશ્વાસ ન આવ્યો. ICCએ આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે વાયરલ થયો છે.

ઓમાનનો કેપ્ટન બન્યો ‘સુપરમેન’

ઓસ્ટ્રેલિયા અને ઓમાન વચ્ચેની મેચ બાર્બાડોસમાં રમાઈ હતી. પીચ બેટિંગ માટે મુશ્કેલ હતી અને ઓમાનના બોલરોએ ઓસ્ટ્રેલિયાને બે ઝટકા આપ્યા હતા. મેહરાન ખાને નવમી ઓવરના બીજા બોલ પર કેપ્ટન મિચેલ માર્શને આઉટ કર્યો હતો. આ પછી ગ્લેન મેક્સવેલ ક્રિઝ પર આવ્યો પરંતુ IPLમાં શરૂ થયેલો ખરાબ તબક્કો અહીં પણ ચાલુ રહ્યો અને તે ગોલ્ડન ડક પર પાછો ફર્યો. તેણે મેહરાન ખાનની બોલ પર કવર તરફ બોલ માર્યો પરંતુ ત્યાં ઊભેલા ઓમાનના કેપ્ટન આકિબ ઈલ્યાસે T20 વર્લ્ડ કપનો શાનદાર કેચ લીધો.

આજનું રાશિફળ તારીખ : 18-04-2025
10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?

ટૂર્નામેન્ટનો બેસ્ટ કેચ

આકિબ ઈલ્યાસ એક ક્ષણ માટે ‘સુપરમેન’ બની ગયો હતો. ગ્લેન મેક્સવેલનો કેચ એટલો સરળ ન હતો, તેણે ડાબી બાજુએ લાંબો કૂદકો માર્યો અને બંને હાથે કેચ પકડ્યો. હવે ચાહકો તેને ટૂર્નામેન્ટનો બેસ્ટ કેચ કહી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સારી બોલિંગ બાદ ઓમાનની ટીમ બેટિંગમાં પોતાની તાકાત બતાવી શકી ન હતી અને 39 રનથી મેચ હારી ગઈ હતી.

View this post on Instagram

A post shared by ICC (@icc)

મેક્સવેલનો 10 મેચમાં પાંચમો ડક

ગ્લેન મેક્સવેલ IPLમાં ફ્લોપ રહ્યો હતો. આખી સિઝનમાં તેનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું, જેના કારણે તેણે પોતે બહાર બેસવાનો નિર્ણય લીધો. IPL 2024ની 10 મેચોમાં તે માત્ર 52 રન જ બનાવી શક્યો હતો. આ સિવાય તે છેલ્લી 10 T20 મેચમાં 5 વાર શૂન્ય પર આઉટ થયો. T20 વર્લ્ડ કપમાં તેનો ખરાબ તબક્કો ચાલુ રહ્યો અને સારા શોટ રમવા છતાં તે ફરીથી શૂન્ય પર આઉટ થયો.

આ પણ વાંચો : T20 World Cup : શું પાકિસ્તાન સામે નહીં રમે કેપ્ટન રોહિત શર્મા? ઈજાને લઈ આવ્યું મોટું અપડેટ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">