MS Dhoni નો નવો લૂક ફેન્સ જામી પડ્યો, ફેન્સને ખૂબ પસંદ આવ્યો કેપ્ટન કુલનો આ અંદાજ, જુઓ

|

Jul 30, 2021 | 8:50 PM

હેર સ્ટાઇલીસ્ટ આલિમખાને મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ની તસ્વીરો શેર કરી છે. ક્રિકેટરો પણ ધોનીના નવા લૂકને જોઇ ઇમ્પ્રેસ થયા હતા અને વખાણ કર્યા હતા.

MS Dhoni નો નવો લૂક ફેન્સ જામી પડ્યો, ફેન્સને ખૂબ પસંદ આવ્યો કેપ્ટન કુલનો આ અંદાજ, જુઓ
Mahendra Singh Dhoni

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) ની જબરદસ્ત ફેન ફોલોઇંગ ધરાવે છે. તે પોતાના લુક્સની સાથે ખૂબ એક્સપરિમેન્ટ કરતો રહે છે, ફેન્સ પણ તેના લૂક્સને ફોલો કરતા રહે છે. હાલમાં જ મહેન્દ્રસિંહ ધોની એ એકવાર ફરી થી અલગ હેયર સ્ટાઇલને ટ્રાય કર્યો છે. ધોનીને આ નવી હેર સ્ટાઇલ, આલિમ ખાને (Alim Khan) આપી છે. જે ખૂબ જ પોપ્યુલર હેયર સ્ટાઇલીસ્ટ છે. ધોની ના હેયર સ્ટાઇલ સાથે તેની બિયર્ડને પણ નવો લૂક આપવામા આવ્યો છે.

આલિમ ખાને ધોનીના ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. ફેન્સને પણ ધોનીનો આ લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. સૌ ક્રિકેટર પણ તેને પસંદ કરી રહ્યા છે. ધોનીએ આ હેયર કટનુ નામ ફોક્સ હોક છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ દરમ્યાન ધોનીએ પીળા રંગની ટી શર્ટ પહેરી છે અને તેની સાથે આલિમ ખાન પણ તેની સાથે છે.

અહી જુઓ મહેન્દ્રસિંહ ધોનીની નવી સ્ટાઇલ see mahendra singh dhoni new look

 

ધોનીએ આ મહિને જ 7 જૂલાઇએ પોતાનો 40 મો જન્મ દિવસ ઉજવ્યો હતો. એ વેળા ક્રિકેટરો થી લઇને બોલીવુડ સેલેબ્સ સુધી સૌ કોઇએ તેમને બર્થડેની શુભેચ્છાઓ પાઠવી હતી.

રણવીરની સાથે ફુટબોલ રમતા નજર આવ્યો હતો

ધોની કેટલાક દિવસો પહેલા રણવીર સિંહ (Ranveer Singh) સાથે ફુટબોલ મેચ રમતો નજર આવ્યો હતો. આ દમરમ્યાન રણવીર એ ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. એક ફોટોમાં રણવીર ધોનીના પગ પાસે બેઠો હતો. જેમાં લખ્યુ હતુ કે, મોટા ભાઇ ની ચરણોમાં હંમેશા.

ધોની અને રણવીર બંને ફુટબોલ ક્લબના હિસ્સો છે. તેઓ ક્લબ બોલીવુડ અને ક્રિકેટ સેલેબ્સ ઉપરાંત અન્ય લોકો વચ્ચે ફુટબોલ મેચ આયોજન કરતા હોય છે. જે મેચ દ્વારા ચેરિટી માટે ફંડ એકઠુ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ IND vs ENG: KL Rahulએ બીહાઈન્ડ ધ સીન તસ્વીર શેર કરી, થઈ રહી છે વાયરલ

 

આ પણ વાંચોઃ IND vs SL: શિખર ધવને T20 સિરીઝમાં પ્રથમવાર જ કેપ્ટનશીપ નિભાવતા આ શરમજનક રેકોર્ડ નોંધાવ્યો

Next Article