ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ થોડા દિવસ પહેલા કહ્યું હતુ કે, તે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રમવા માટે ફીટ છે. પરંતુ બીસીસીઆઈએ તેમને આ સીરિઝ માટે પસંદ કર્યો નથી. ત્યારબાદ શમીનો નિર્ણય ખોટો સાબિત થયો. ટીમની જાહેરાતના થોડા સમય બાદ મોહમ્મદ શમીએ વીડિયો શેર કરી બીસીસીઆઈની માફી માંગી હતી.
શમીએ પોતાના વીડિયો કેપ્શનમાં લખ્યું હું બોલિંગ માટે ફિટ અને સ્વસ્થ રહેવા માટે સતત પ્રયત્ન કરી રહ્યો છું. હું મેચ રમવા તેમજ રેડ બોલ ક્રિકેટ રમવા માટે તૈયાર થવા માટે મહેનત કરી રહ્યો છું. હું મારા ક્રિકેટ ચાહકો અને બીસીસીઆઈની પાસે પણ માફી માંગું છું. હું ટુંક સમયમાં રેડ બોલ ક્રિકેટ રમવા માટે તૈયાર થવા માટે મહેનત કરી રહ્યો છું. આપ સૌને મારો પ્રેમ, શમી ટુંક સમયમાં બંગાળ માટે રણજી ટ્રોફીમાં મેદાન પર ઉતરશે.
રોહિત શર્માએ થોડા દિવસો પહેલા શમીના ફિટનેસને લઈ મોટું અપટેડ આપ્યું હતુ. તેમણે કહ્યું કે, ઈમાનદારીથી કહું તો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર શમી પર નિર્ણય લેવો ખુબ મુશ્કેલ છે.તેમને વધુ એક ઝટકો લાગ્યો છે.તેના ઘૂંટણમાં સોજો આવી ગયો છે. શમી એનસીએમાં ડૉક્ટર અને ફીઝિયોની સાથે છે. અમે ઈજાગ્રસ્ત શમીને ઓસ્ટ્રેલિયા લઈ જઈ શકતા નથી.
મોહમ્મદ શમીને ગત્ત નવેમ્બર મહિનામાં ઈજા થઈ હતી. વર્લ્ડકપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડકપની ફાઈનલ બાદ શમીએ અત્યારસુધી કોઈ મેચ રમી નથી. તેની સર્જરી પણ થઈ છે. ત્યારબાદ સતત તે રિહૈબમાં છે. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે, શમી ફરીથી ઈજાગસ્ત થયો છે પરંતુ બાદમાં તેમણે કહ્યું આ માત્ર અફવા છે.
તમને જણાવી દઈએ કે, શમીની ટીમમાં પસંદગી ન થતા ચાહકો નિરાશ છે પરંતુ એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છેલ્લી 2 ટેસ્ટ મેચમાં તેની પસંદગી થઈ શકે છે.શમીના નામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કુલ 40 વિકેટ છે. શમીએ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં કુલ 11 ટેસ્ટ મેચ રમી છે.