વર્લ્ડ કપ 2023: ન્યુઝીલેન્ડ સામે ઘાતક બોલિંગ બાદ શમીએ પોતાની સફળતાનું રહસ્ય જણાવ્યું
મોહમ્મદ શમી માટે વર્લ્ડ કપ 2023 યાદગાર રહ્યો છે. તેણે આ વર્લ્ડ કપમાં ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. શમીએ ન્યુઝીલેન્ડ સામે સેમી ફાઈનલ મુકાબલામાં 7 વિકેટ લીધી હતી. આ સાથે શમીએ વર્લ્ડ કપમાં 54 વિકેટ ઝડપી છે. જેમાં વર્લ્ડ કપ 2023 માં જ તેણે 23 વિકેટ ઝડપી છે.

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વર્લ્ડ કપ 2023માં ધૂમ મચાવી રહ્યો છે. બુધવારે ન્યુઝીલેન્ડ સામેની સેમી ફાઈનલ મેચમાં તેણે 7 વિકેટ ઝડપી હતી. તેની બોલિંગના આધારે ટીમ ઈન્ડિયાએ કિવી ટીમને 70 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા હવે 19મી નવેમ્બરે અમદાવાદમાં ફાઈનલ મેચ રમશે.
શમી મેન ઓફ ધ મેચ બન્યો
વાનખેડેમાં શાનદાર બોલિંગ કરનાર શમીએ મેચ બાદ કહ્યું હતું કે તે પોતાની તકની રાહ જોઈ રહ્યો હતો અને તે ખુશ છે કે તેણે તેનો સારી બોલિંગ કરી. આ પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ ભારતીય બોલરે વનડે મેચમાં સાત વિકેટ લીધી હોય. આ શાનદાર પ્રદર્શન માટે શમીને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
મેચ બાદ શમીએ શું કહ્યું?
ભારતની શરૂઆતની મેચોમાં શમીને તક મળી ન હતી, પરંતુ આ પછી જ્યારે તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ત્યારે તેણે શાનદાર બોલિંગ કરી હતી. તેણે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 23 વિકેટ ઝડપી છે. શમીએ મેચ બાદ કહ્યું હતું કે, હું મારી તકની રાહ જોઈ રહ્યો હતો. હું બહુ મર્યાદિત ઓવરની ક્રિકેટ રમ્યો નહોતો. મેં ધર્મશાલામાં જ ન્યુઝીલેન્ડ સામે વાપસી કરી હતી. અમે વિવિધતા વિશે ઘણી વાતો કરીએ છીએ પરંતુ હું માનું છું કે બોલને આગળ પીચ કરવો અને નવા બોલથી વિકેટ લેવી મહત્વપૂર્ણ છે.
The star of the night – Mohd. Shami bags the Player of the Match Award for his incredible seven-wicket haul
Scorecard ▶️ https://t.co/FnuIu53xGu#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/KEMLb8a7u6
— BCCI (@BCCI) November 15, 2023
સેમી ફાઈનલમાં ભારતની જીત પર શમીની પ્રતિક્રિયા
ભારતે આખરે સેમી ફાઈનલની અડચણ પાર કરી તે અંગે શમીએ કહ્યું કે, આ એક શાનદાર લાગણી છે. છેલ્લા બે વર્લ્ડ કપમાં અમે સેમી ફાઈનલમાં હારી ગયા હતા. આવી તક તમને ફરી ક્યારે મળશે તે કોઈ નથી જાણતું, તેથી અમે આ વખતે કોઈ કસર છોડવા માંગતા ન હતા. અમે આ તકને જતી કરવા માંગતા ન હતા.
વર્લ્ડ કપ નોકઆઉટમાં સૌથી મોટો સ્કોર
ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને ચાર વિકેટે 397 રન બનાવ્યા હતા. આ રીતે તેણે વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કામાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 48.5 ઓવરમાં 327 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા માટે વિરાટ કોહલીએ 117 રનની અને શ્રેયસ અય્યરે 105 રનની ઈનિંગ રમી હતી. કોહલીએ તેની વનડે કારકિર્દીની 50મી સદી પણ ફટકારી હતી. તે મહાન સચિન તેંડુલકરની 49 સદીથી આગળ નીકળી ગયો છે.
આ પણ વાંચો: વિરાટ કોહલી પર વીરેન્દ્ર સેહવાગને કેમ અને ક્યારે આવ્યો ગુસ્સો, ખુદ સેહવાગે કર્યો ખુલાસો, જુઓ વીડિયો
