વિરાટ કોહલી પર વીરેન્દ્ર સેહવાગને કેમ અને ક્યારે આવ્યો ગુસ્સો, ખુદ સેહવાગે કર્યો ખુલાસો, જુઓ વીડિયો
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરના સૌથી વધુ વનડે સદીના રેકોર્ડને તોડ્યો હતો, જે બાદ દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સેહવાગે વિરાટ કોહલીને સોશિયલ મીડિયા પર વિરાટને શુભકામના પાઠવી હતી. પરંતુ શું તમે જાણો છો, એકવાર સેહવાગ કોહલી પર ખૂબ જ ગુસ્સો થઈ ગયો હતો. જેનો ખુલાસો ખુદ સેહવાગે એક શો દરમિયાન કર્યો હતો.
વિરાટ કોહલી અને વીરેન્દ્ર સેહવાગ લાંબા સમય સુધી ભારતીય ટીમ તરફથી સાથે રમ્યા છે અને બંનેની બેટિંગ સ્ટાઈલ પણ ઘણી સમાન છે. બંને દિલ્હીના છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે અનેક યાદગાર ઈનિંગ રમી અને રેકોર્ડ્સ પણ બંનેએ બનાવ્યા છે. છતાં બંને વચ્ચે એક સમયે કોઈક વાતને લઈ અણબનાવ થયો હતો અને વીરેન્દ્ર સેહવાગ વિરાટ કોહલી પર ગુસ્સે પણ થયો હતો.
વિરાટને મેદાનમાં ગુસ્સો કરવો પસંદ છે
વિરાટ કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના શરૂઆતના દિવસોમાં આક્રમક ક્રિકેટ રમવું ખૂબ જ પસંદ હતું, ડિફેન્સ કરતાં ફટકાબાજી કરવી વિરાટને વધુ પસંદ છે. સાથે જ તેને મેદાનમાં ગુસ્સો કરવો પણ પસંદ હતો. જે આજે પણ છે, પરંતુ હાલના સમયમાં વિરાટમાં ખૂબ જ પરિવર્તન આવ્યા છે, જે મેદાનમાં અને મેદાનની બહાર પણ જોવા મળે છે. તેના ગુસ્સાના કારણે વિરાટ અનેકવાર ટ્રોલ પણ થયો હતો.
દિગ્ગજ ખેલાડીઓ હતા નારાજ
વિરાટ કોહલીની ટેલેન્ટ અને તેની ક્રિકેટીંગ સ્કિલના બધા ફેન છે અને તેના આંકડાઓ પર જોરદાર રહ્યા છે, પરંતુ વિરાટની મેદાનમાં હરકતો અને તેના ગુસ્સાને કારણે વિરાટથી અનેક દિગ્ગજ ક્રિકેટરો નારાજ હતા. જેમાં એક હતો ભારતનો દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સેહવાગ.
વીરેન્દ્ર સેહવાગને વિરાટ કોહલી પર ગુસ્સો કેમ આવ્યો?
વીરેન્દ્ર સેહવાગ એક સમયે વિરાટ કોહલી પર ખૂબ જ ગુસ્સે થયો હતો, જે અંગે ખૂબ સેહવાગે એક શો દરમિયાન ખુલાસો કર્યો હતો. જેમાં સેહવાગે જણાવ્યું હતું કે, વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે વિરાટે સ્ટેડિયમમાં દર્શકો તરફ આંગળી બતાવી હતી, જે બાદ અમ્પાયરે તેને દંડ ફટકાર્યો હતો. જો વિરાટ પર બેન લગાવવામાં આવ્યો હોત તો ટીમની મુશ્કેલી વધી ગઈ હોત.
ઓસ્ટ્રેલિયા સીરિઝમાં એકમાત્ર સફળ ભારતીય ખેલાડી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક ટેસ્ટ સીરિઝ દરમિયાન વિરાટ કોહલી એકમાત્ર એવો બેસ્ટમેન હતો, જે ઓસ્ટ્રેલિયા સામે સફળ રહ્યો હતો. વિરાટે પર્થ ટેસ્ટમાં પહેલી ઈનિંગમાં 80 રન પણ બનાવ્યા હતા, એવામાં વિરાટની આવી હરકતના કારણે તેના પર બેન લાગી શક્યો હોત, જેના કારણે ટીમને નુકસાન થઈ જાત. સાથે જ ટીમે બીજી મેચમાં ટીમ કોમ્બિનેશનમાં પણ ફેરફાર કરવો પડ્યો હોત. જેના કારણે સેહવાગ વિરાટ પર ગુસ્સે થયો હતો.
આ પણ વાંચો: સદીઓનો રેકોર્ડ બનાવનાર વિરાટ કોહલીના જીવનની સૌથી દુઃખદ ઘટના વિશે ઈશાંત શર્માએ કર્યો ખુલાસો, જુઓ વીડિયો