MI vs GT Live Score, IPL 2023 Highlights: રાશિદ ખાનની અડધી સદી એળ, ગુજરાત ટાઈટન્સની મુંબઈ સામે 27 રને હાર
MI vs GT Live Score in Gujarati Highlights: ગુજરાત ટાઈટન્સ હવે પ્લેઓફની ટિકિટ કપાવવા તૈયાર, મુંબઈ રેસમાં ટકી રહેવા માટે કરશે મરણિયો પ્રયાસ
IPL 2023 હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે શુક્રવારે ધમાલ મચશે. આજે ગુજરાતની ટીમને પ્લેઓફની ટિકિટ કન્ફર્મ કરવાનો સમય છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે ટિકિટ મેળવવાની રેસમાં ટકી રહેવાની લડાઈ લડવાની છે. મુંબઈ ઈન્ડિયન્સ ટોપ-4 માં સામેલ છે અને તેમાં સ્થાન જાળવી રાખવા માટે જીત જરુરી છે. જોકે સુકાની રોહિત શર્માની ફોર્મ મુંબઈને માટે ચિંતાજનક છે.
LIVE Cricket Score & Updates
-
MI vs GT today: રાશિદ ખાનની અડધી સદી
18મી ઓવરમાં બે છગ્ગા જમાવીને રાશિદ ખાને પોતાની અડધી સદી પુરી કરી હતી. આ દરમિયાન તેણે 6 છગ્ગા ફટકાર્યા હતા અને 3 ચોગ્ગા નોંધાવ્યા હતા. આમ હારના સંકટ વચ્ચે ગુજરાતને માટે તેણે રન નિકાળવાનુ જારી રાખ્યુ હતુ.
-
MI vs GT score: રાશિદ ખાનના બે સળંગ છગ્ગા
14મી ઓવરમાં રાશિદ ખાને 2 સળંગ છગ્ગા ફટકાર્યા હતા. એક તરફ હવે મુંબઈ માત્ર 2 વિકેટની શોધમાં છે, જીત વહેલા અપાવી શકે છે. જે પહેલા રાશિદે છગ્ગાવાળી કરતા શોટ જમાવ્યા છે.
-
-
MI vs GT today: ગુજરાતની હાર નિશ્ચિત
વિકેટ ગુમાવવાનો સિલસિલો જારી છે. ગુજરાતે 8મી વિકેટ નૂર અહેમદના રુપમાં 103 રનના સ્કોર પર ગુમાવી છે. હવે અલ્ઝારી જોસેફ બેટિંગ કરવા માટે મેદાને આવ્યો છે.
-
MI vs GT today: તેવટિયા OUT
પિયૂષ ચાવલાએ વધુ એક વિકેટ આજે ઝડપી છે. આ વખતે રાહુલ તેવટિયાને પોતાનો શિકાર બનાવ્યો છે. આ તેની બીજી વિકેટ છે. ગુજરાતની રાહ હવે આજે મુશ્કેલ બની ગઈ છે. તેવટિયા 14 રન નોંધાવીને પરત ફર્યો હતો.
-
MI vs GT score updates: ડેવિડ મિલર OUT
12મી ઓવરના અંતિમ બોલ પર ગુજરાત ટાઈટન્સે છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી છે. આમ આ સાથે જ હવે મુંબઈની ટીમ એક તરફી જીત તરફ આગળ વધવા લાગ્યુ છે. ડેવિડ મિલરને આકાશ મઘવાલે લેગબિફોર કરી પરત મોકલ્યો હતો. મિલરે 41 રન નોંધાવ્યા હતા.
-
-
MI vs GT today: ગુજરાતની મુશ્કેલ સ્થિતી OUT
8મી ઓવરની શરુઆત પણ આગળની ઓવર જેવી જ ગુજરાત માટે રહી છે. ગુજરાતે વધુ એક વિકેટ ગુમાવી દીધી છે. આ વખતે અભિનવ મનોહર વિકેટ ગુમાવી બેઠો છે. અભિનવ 3 રન નોંધાવીને કાર્તિકેયનો શિકાર થયો છે. આમ 55 રનમાં પાંચમી વિકેટ ગુમાવી દીધી છે.
-
MI vs GT score: ગુજરાતને ચોથો ઝટકો, વિજય આઉટ
પિયૂષ ચાવલા મેચમાં પોતાની પ્રથમ અને ઈનીંગની 7મી ઓવર લઈને આવ્યો છે. ઓવરના પ્રથમ બોલ પર જ તેણે કમાલ કરતા વિકેટ ઝડપી છે. વિજય શંકરને ચાવલાએ પોતાની જાળમાં ફસાવીને વિકેટ ઝડપી છે.
-
MI vs GT score now: પાવર પ્લે સમાપ્ત, ગુજરાતનો સ્કોર 48/3
ગુજરાત ટાઈટન્સની શરુઆત ખરાબ થઈ છે. જોકે રનની ગતિ થોડી સારી જળવાઈ રહી છે. ગુજરાતે પાવર પ્લેમાં બંને ઓપર સાહા અને ગિલ તેમજ સુકાની હાર્દિક પંડ્યાની વિકેટ ગુમાવી દીધી છે. હવે ગુજરાત સંઘર્ષની સ્થિતીમાં છે.
-
MI vs GT score: વિજય શંકરની સળંગ 3 બાઉન્ડરી
પાંચમી ઓવર લઈને બેહરનડોર્ફ આવ્યો હતો. જેની ઓવરના બીજા, ત્રીજા અને ચોથા બોલ પર સળંગ ત્રણ ચોગ્ગા વિજય શંકરે જમાવ્યા હતા. તેના આ સળંગ ચોગ્ગાએ ત્રણ વિકેટનો ગમ ભૂલાવવાનો પ્રયાસ કર્યો હોય એમ લાગી રહ્યુ છે.
-
MI vs GT score: શુભમન ગિલ આઉટ
આકાશ મઘવાલે વધુ એક ઝટકો ગુજરાતની ટીમ આપ્યો છે. ગુજરાતના ઓપનર શુભમન ગિલને પોતાનો શિકાર બનાવ્યો છે. આમ હવે ગુજરાતે વધુ એક ઝટકો વેઠ્યો છે. ગુજરાત ટાઈટન્સ માટે શરુઆત મુશ્કેલ બની છે. ગિલ 6 રન નોંધાવી પરત ફર્યો હતો.
-
MI vs GT today: હાર્દિક પંડ્યા OUT
ગુજરાત માટે મોટી મુશ્કેલી. શરુઆત ખાબ થઈ ચુકી છે અને બીજી વિકેટ હાર્દિક પંડ્યાના રુપમાં ગુમાવી દીધી છે. હાર્દિક વિકેટકીપરના હાથમાં બેહરનડોર્ફના બોલ પર વિકેટ ગુમાવી બેઠો હતો.
-
MI vs GT score updates: રિદ્ધીમાન સાહા OUT
બીજી ઓવરના પાંચમાં બોલ પર ગુજરાતે પોતાની પ્રથમ વિકેટ ગુમાવી છે. ઓપનર રિદ્ધીમાન સાહા લેગબિફોર થઈને પરત ફર્યો છે. તેણે રિવ્યૂ લીધો હતો, પરંતુ તે આઉટ જાહેર થયો હતો અને માત્ર 2 રન નોંધાવીને પરત ફર્યો
-
MI vs GT score: ગુજરાતની બેટિંગ શરુ
રિદ્ધીમાન સાહા અને શુભમન ગિલની જોડીએ ગુજરાતની બેટિંગ ઈનીંગની શરુઆત કરી છે. વાનખેડેમાં ગુજરાત સામે 219 રનનુ વિશાળ લક્ષ્ય છે, જેને ગુજરાતે પાર કરવાનુ છે.
-
MI vs GT score: સૂર્યકુમારની સદી
સૂર્યકુમાર યાદવે શાનદાર સદી નોંધાવી છે. આઈપીએલ 2023 માં સૂર્યા શાનદાર ફોર્મમાં છે અને તેણે વાનખેડે સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ સામે સદી નોંધાવી હતી. 49 બોલમાં તેણે 103 રન નોંધાવ્યા હતા. 20મી ઓવરના અંતિમ બોલ પર છગ્ગો ફટકારીને તેણે સદી નોંધાવી હતી.
-
MI vs GT score updates: ટિમ ડેવિડ OUT, રાશિદનો તરખાટ
રાશિદ ખાને કમાલની બોલિંગ કરી છે. 4 વિકેટ ઝડપી છે. ચોથી ઓવર મેચમાં લઈને આવતા અંતિમ બોલ પર તેણે ટિમ ડેવિડને પોતાની જાળમાં ફસાવ્યો હતો. ટિમ ડેવિડ માત્ર 5 રન નોંધાવીને પરત ફર્યો હતો.
-
MI vs GT score: સૂર્યાની અડધી સદી
સૂર્યકુમાર યાદવે પોતાની વધુ એક અડધી સદી સિઝનમાં નોંધાવી છે. બેકવર્ડ સ્ક્વેર લેગ પાસેથી ગેપ નિકાળીને બાઉન્ડરી ફટકારી ચોગ્ગો ફટકાર્યો હતો. સૂર્યાએ 32 બોલમાં અડધી સદી પૂરી કરી હતી.
-
MI vs GT score updates: વિષ્ણુ વિનોદ OUT
મોહિત શર્માએ 16મી ઓવરના અંતિમ બોલ પર વિકેટ ઝડપી હતી. આક્રમક રમત વડે જામેલી જોડીને તેણે તોડી દેતા વિષ્ણુ વિનોદનો શિકાર કર્યો હતો. વિષ્ણુએ 30 રન નોંધાવ્યા હતા. ગુજરાતને મોટી રાહત જોડી તૂટવાને લઈ થઈ હતી.
-
MI vs GT score updates: સૂર્યા અને વિષ્ણુની તોફાની રમત
15 ઓવરની રમત સમાપ્ત થઈ છે. આ દરમિયાન સૂર્યા અને વિષ્ણુ વિનોદે આક્રમક બેટિંગ કરીને સ્કોર બોર્ડને આગળ વધાર્યુ છે. 15મી ઓવરના પાંચમાં બોલ પર સૂર્યાએ શાનદાર છગ્ગો ફટકાર્યો હતો.
-
MI vs GT score now: 10 ઓવર સમાપ્ત, મુંબઈનો સ્કોર 96/3
મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગની ઈનીંગની 10 ઓવરની રમત સમાપ્ત થઈ ચુકી છે. મુંબઈએ ત્રણ મહત્વની વિકેટ ગુમાવી છે અને આ તમામ ત્રણેય વિકેટ રાશિદ ખાને ઝડપી હતી. જોકે રનની ગતિ મુંબઈની સારી રહી છે અને 10 ઓવરના અંતે 96 રનનો સ્કોર નોંધાવ્યો છે. સૂર્યા ક્રિઝ પર મોજુદ છે.
-
MI vs GT today: રાશિદનો તરખાટ, વઢેરા OUT
રાશિદ ખાને મુંબઈને ત્રીજો ઝટકો આપ્યો છે. તરખાટ મચાવતા પહેલા રોહિત બાદમાં ઈશાન અને હવે નેહલ વઢેરાની વિકેટ ઝડપી છે. નેહલ વઢેરા બોલ્ડ થઈને 9મી ઓવરમાં પરત ફર્યો છે. અંતિમ બોલ પર બોલ્ડ થયેલ વઢેરા 15 રન નોંધાવીને પરત ફર્યો હતો.
-
MI vs GT score: નૂર પર છગ્ગાનો માર
નૂર અહેમદ 8મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર નેહલ વઢેરાએ કવર્સ તરફ ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરના પાંચમાં બોલ પર સીધો શોટ રમતા નૂરના માથા પરથી જ બોલને બાઉન્ડરીની પાર મોકલતા છગ્ગો ફટકાર્યો હતો.
-
MI vs GT score updates: ઈશાન કિશન OUT
7મી ઓવર લઈને આવેલા રાશિદ ખાને કમાલની બોલિંગ કરીને મુંબઈને 2 ઝટકા આપ્યા છે. ઓવરમાં પ્રથમ બોલ પર રોહિત શર્માની વિકેટ ઝડપ્યા બાદ ઈશાન કિશનની વિકેટ ઝડપી હતી. રાશિદ ખાને તેને લેગબિફોર કરીને તેને આઉટ કર્યો હતો. ઈશાને 31 રન નોંધાવ્યા હતા. આમ મુંબઈની ઓપનિંગ જોડીએ એક જ ઓવરમાં પરત ફરી છે.
-
MI vs GT today: રોહિત શર્મા OUT
7મી ઓવર લઈને રાશિદ ખાન આવ્યો હતો અને ફરી એકવાર તે રોહિત શર્માનો શિકાર કરવામાં સફળ રહ્યો છે. રોહિત સેટ થઈ ચૂક્યો હતો અને એ દરમિયાન જ સ્લીપમાં રોહિતનો કેચ ઝડપાવ્યો હતો. રોહિત 29 રન નોંધાવીને પરત ફર્યો હતો.
-
MI vs GT score now: પાવર પ્લે સમાપ્ત, મુંબઈનો સ્કોર 61/0
પાવર પ્લે સમાપ્ત થયો છે. મુંબઈની ઓપનિંગ જોડી રોહિત શર્મા અને ઈશાન કિશને મળીને ટીમને વિના વિકેટે 61 રનનો સ્કોર નોંધાવ્યો છે. આમ સારી શરુઆત મુંબઈ માટે ઓપનરોએ કર્યો છે.
-
MI vs GT score: રોહિત અને ઈશાનની આક્રમક શરુઆત
અંતિમ 7 બોલમાં ઈશાન અને રોહિત શર્માએ મળીને ત્રણ છગ્ગા જમાવ્યા છે. જેમાં 2 છગ્ગા રોહિતના બેટથી નિકળ્યા હતા. પ્રથમ ત્રણ ઓવરમાં જ મુંબઈએ 37 રન નિકાળી લીધા છે.
-
MI vs GT Match Updates: મુંબઈની બેટિંગ શરુ
રોહિત શર્મા અને ઈશાન કિશને મુંબઈની બેટિંગ શરુ કરી છે. ઈશાન કિશને પ્રથમ ઓવરના અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. મોહમ્મદ શમી પ્રથમ ઓવર લઈને આવ્યો હતો.
-
MI vs GT Match Updates: ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ-11
ગુજરાત ટાઇટન્સ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, મોહિત શર્મા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, નૂર અહેમદ
-
MI vs GT Match Updates: મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ-11
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, નેહલ વઢેરા, ટિમ ડેવિડ, ક્રિસ જોર્ડન, વિષ્ણુ વિનોદ, પીયૂષ ચાવલા, જેસન બેહરેનડોર્ફ, કુમાર કાર્તિકેય
-
MI vs GT Live Score: ગુજરાતે જીત્યો ટોસ
વાનખેેડેમાં ગુજરાત ટાઈટન્સના સુકાની હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યો હતો અને પ્રથમ બોલિંગ પંસદ કરી હતી. આમ મુંબઈ પ્રથમ બેટિંગ કરવા માટે હોમ ગ્રાઉન્ડ પર ઉતરશે.
Published On - May 12,2023 7:11 PM