Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCIએ T20 વર્લ્ડ કપ ટીમમાં પોતાના મનપસંદ ખેલાડીઓની પસંદગી કરી, વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીનો મોટો આરોપ

T20 વર્લ્ડ કપ માટે રોહિત શર્માની આગેવાનીમાં 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનારી આ ટુર્નામેન્ટ માટે ચાર રિઝર્વ ખેલાડીઓને પણ જગ્યા આપવામાં આવી છે. પરંતુ આ ટીમ પર સવાલો ઉઠવા લાગ્યા છે. 1983 વર્લ્ડ કપ વિજેતા કૃષ્ણમાચારી શ્રીકાંતે BCCI પર ખેલાડીઓ સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે.

BCCIએ T20 વર્લ્ડ કપ ટીમમાં પોતાના મનપસંદ ખેલાડીઓની પસંદગી કરી, વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીનો મોટો આરોપ
BCCI
Follow Us:
| Updated on: May 02, 2024 | 5:55 PM

BCCIએ T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. રોહિત શર્માની કપ્તાની હેઠળ 15 સભ્યોની ટીમ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારી આ ICC ટૂર્નામેન્ટ માટે રવાના થશે. પરંતુ કેટલાક ક્રિકેટ નિષ્ણાતોએ અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિના નિર્ણય પર સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. જોકે, કેપ્ટન રોહિત શર્મા પ્રેસ કોન્ફરન્સમાં ટીમ સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ આપશે. પરંતુ આ પહેલા 1983ના વર્લ્ડ કપ વિજેતા કૃષ્ણમાચારી શ્રીકાંતે BCCI પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે. ઋતુરાજ ગાયકવાડની પસંદગી ન થવા પર તેમણે નારાજગી વ્યક્ત કરી છે.

ઋતુરાજને તક ન મળવા પર શ્રીકાંત ગુસ્સે થયા

કૃષ્ણમાચારી શ્રીકાંતે તેની યુટ્યુબ ચેનલ ‘ચીકી ચીકા’ પર ભારતની વર્લ્ડ કપ ટીમ વિશે વાત કરી. તે ટીમ સિલેક્શનથી ઘણો નારાજ દેખાયો અને બીસીસીઆઈ પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો. તેણે કહ્યું કે આ ટીમમાં તેના મનપસંદ ખેલાડીઓની જ પસંદગી કરવામાં આવી છે. શ્રીકાંત ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને રિંકુ સિંહના ટીમમાં ન હોવાને કારણે સૌથી વધુ નારાજ દેખાઈ રહ્યો હતો. તેણે ખરાબ પ્રદર્શન છતાં શુભમન ગિલને સતત તક આપવા પર પણ સવાલો ઉઠાવ્યા છે.

આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો
Waqf Meaning: વક્ફનો અર્થ શું છે, આ શબ્દ ક્યાંથી આવ્યો?
પિતૃદોષ હોય તો દેખાય છે આ સંકેત
અંબાણી પરિવારની નાની વહુએ પહેર્યો 35 વર્ષ જૂનો કોર્સેટ, જુઓ ફોટો
Plant in pot : ઘઉંના જવારા ઉગાડવા અપનાવો આ ટીપ્સ
Tulsi: શ્યામ તુલસીનો રંગ જાંબલી કેમ છે?

શુભમન ગિલ પસંદગીકારોનો ફેવરિટ

શ્રીકાંતે કહ્યું કે ગાયકવાડે T20Iમાં 500 રન બનાવ્યા છે, ત્રણ અડધી સદી છે અને ઓસ્ટ્રેલિયા સામે સદી પણ ફટકારી છે. IPL 2024માં પણ તે શાનદાર ફોર્મમાં છે, તેમ છતાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. જ્યારે ગિલ ફોર્મમાં નથી. તે ટેસ્ટ, વનડે અને T20માં સતત નિષ્ફળ જઈ રહ્યો છે, તેમ છતાં તેને ટીમમાં જગ્યા આપવામાં આવી રહી છે. તેણે કહ્યું કે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે શુભમન ગિલ પસંદગીકારોનો ફેવરિટ છે. તમને જણાવી દઈએ કે ગિલ ભારતની 15 સભ્યોની ટીમનો ભાગ નથી, પરંતુ તેને રિઝર્વ ખેલાડી તરીકે લેવામાં આવી રહ્યો છે.

રિંકુ સિંહ સાથે ભેદભાવ

શ્રીકાંતનું માનવું છે કે BCCIએ લાયક ખેલાડીઓને તક ન આપીને ભૂલ કરી છે. તેમના કહેવા મુજબ રિંકુ સિંહ સાથે પણ ભેદભાવ કરવામાં આવ્યો છે. તેણે કહ્યું કે રિંકુને વર્લ્ડ કપમાં ન લેવો એ ખૂબ જ ખરાબ નિર્ણય છે. કારણ કે તેણે દક્ષિણ આફ્રિકામાં રન બનાવ્યા છે. આ સિવાય તેણે અફઘાનિસ્તાન અને અન્ય ટીમો સામે પણ પોતાની અસર દેખાડી છે.

આ પણ વાંચો : IPL 2024 : ધોનીએ કરી એવી હરકત, ઈરફાન પઠાણે લાઈવ મેચમાં જ ધોનીના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">