IPL 2024 : ધોનીએ કરી એવી હરકત, ઈરફાન પઠાણે લાઈવ મેચમાં જ ધોનીના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા

પંજાબ કિંગ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો પરાજય થયો હતો. આ મેચ બાદ ધોનીના એક્શન પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે જેમાં તેણે ડેરેલ મિશેલ સાથે રન લેવાનો ઈન્કાર કરી દીધો હતો. ઈરફાન પઠાણે ધોનીના આ વલણની ટીકા કરી છે. ચેન્નાઈ અને પંજાબ વચ્ચેની મેચમાં CSKની ઈનિંગની અંતિમ ઓવરમાં ધોનીએ કરેલી આ હરકત બાદ તેની ટીકા થઈ રહી છે.

IPL 2024 : ધોનીએ કરી એવી હરકત, ઈરફાન પઠાણે લાઈવ મેચમાં જ ધોનીના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા
Irfan Pathan & MS Dhoni
Follow Us:
| Updated on: May 02, 2024 | 5:18 PM

IPL 2023માં જ્યારે પણ ધોની મેદાનમાં ઉતરે છે ત્યારે ચાહકોનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળે છે અને ધોની છગ્ગા અને ચોગ્ગા મારવાનું શરૂ કરે તો મામલો કાબૂ બહાર જતો હોય એવું લાગે છે. પંજાબ સામેની મેચમાં પણ ધોની ક્રિઝ પર આવ્યો હતો. તેના બેટમાંથી એક સિક્સર અને એક ફોર પણ આવી, પરંતુ તેની ઈનિંગની વચ્ચે ધોનીએ કંઈક એવું કર્યું જેના પછી તેની ઘણી ટીકા થઈ રહી છે. ઈરફાન પઠાણે લાઈવ મેચમાં જ ધોનીના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા.

ધોનીએ મિશેલને સ્ટ્રાઈક આપી ન હતી

વાસ્તવમાં પંજાબ વિરૂદ્ધ 20મી ઓવરમાં ધોનીએ અર્શદીપ સિંહના બોલ પર એક્સ્ટ્રા કવર પર શોટ રમ્યો હતો અને તે પછી તે રન માટે દોડ્યો નહોતો. બીજી તરફ તેનો સાથી ખેલાડી ડેરેલ મિશેલ ધોની પાસે પહોંચ્યો અને જ્યારે માહીએ તેને રન લેવાની ના પાડી તો તે પણ નોન-સ્ટ્રાઈક એન્ડમાં ખૂબ જ સરળતાથી પહોંચી ગયો. ઈરફાન પઠાણને ધોનીની આ વાત પસંદ ન આવી, તેણે કોમેન્ટ કરતાં કહ્યું, ‘હું આની વિરુદ્ધ છું, બીજો છોકરો પણ રમવા આવ્યો છે. બીજો છોકરો પણ રન બનાવી શકે છે. આ એક ટીમ ગેમ છે જે અન્ય છોકરો પણ કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

ડેરેલ મિશેલ વધુ સારો ખેલાડી છે

ઈરફાન પઠાણ ધોની પર ગુસ્સે થયો કારણ કે ડેરેલ મિશેલ ધોની સાથે રમી રહ્યો હતો. આ એક એવો ખેલાડી છે જે મોટી સિક્સર મારી શકે છે અને તેથી જ ચેન્નાઈએ આ ખેલાડી પર 14 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. પરંતુ અહીં એક પાસું એ છે કે ધોનીએ આ ટુર્નામેન્ટમાં કેટલાક શોટ રમ્યા છે, તેનો સ્ટ્રાઈક રેટ પણ 200થી વધુ છે. પરંતુ મોટી વાત એ છે કે ધોની પોતે પંજાબ સામે ઝડપી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. પંજાબ સામે ધોનીએ 11 બોલમાં માત્ર 14 રન બનાવ્યા, તેનો સ્ટ્રાઈક રેટ 127.27 હતો. આ ઉપરાંત તે પોતે પણ છેલ્લા બોલ પર રનઆઉટ થયો હતો. અંતે ટીમ મેચ પણ હારી ગઈ હતી.

આ પણ વાંચો : IPL 2024: પંજાબે ચેન્નાઈને સતત ચોથી વખત હરાવ્યું, પ્રીટિ ઝિન્ટાની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
g clip-path="url(#clip0_868_265)">