2012 અને 2014 બાદ કોલકાતા નાઈટ રાઈડર્સે આ વર્ષે આઈપીએલનો ત્રીજી ખિતાબ જીત્યો છે. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ વાળી ટીમે ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવી ટ્રોફી પોતાના નામે કરી છે. આઈપીએલ 2024 ફાઈનલમાં હૈદરાબાદની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેતા ટીમ 113માં સમેટાય ગઈ હતી. જેના જવાબમાં કેકેઆરે માત્ર 10 ઓવરમાં જ 2 વિકેટ ગુમાવી આ લક્ષ્ય પૂર્ણ કર્યો હતો.
મેચ બાદ કાવ્યા મારનનું દિલ તુટી ગયું હતુ. તે પોતાના આસું રોકી શકી ન હતી. મેચ બાદ તેના રિએક્શનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દરેક મેચમાં પોતાની ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં પહોંચનારી કાવ્યા મારન હાર બાદ ઈમોશનલ જોવા મળી હતી. પોતાના આસું રોકી શકી નહિ. ચોંધારા આસુંએ રડતા રડતા પણ પોતાની ટીમનો ઉત્સાહ વધાર્યો હતો.
A season to be proud of #KKRvSRH #IPLonJioCinema #IPLFinalonJioCinema pic.twitter.com/rmgo2nU2JM
— JioCinema (@JioCinema) May 26, 2024
સનરાઈઝર્સ હૈદરાબાદ આ વખતે ચેમ્પિયન બનવાની દાવેદાર હતી. તેમણે લીગ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ અને મેચ પણ સારા સ્કોર સાથે જીતતી આવી હતી, પરંતુ ફાઈનલમાં તેને કારમી હાર મળી હતી. કેપ્ટન પેટ કમિન્સે ટીમ માટે સૌથી વધારે 24 રન બનાવ્યા હતા. એડન માર્કરમ 20 રનનું યોગદાન આપ્યું હતુ, આ સિવાય કોઈ પણ ખેલાડી 20 રનનો આંકડો બનાવી શકી ન હતી.
કાવ્યા મારનનો જન્મ રાજકારણ અને બિઝનેસના ધૂરંધરોના ઘરે થયો છે. કાવ્યા મારનના પિતા કલાનિધિ મારન તમિલનાડુના પૂર્વ મુધ્યમંત્રી એમ. કરુણાનિધિના પૌત્ર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરાસોલી મારનના દીકરા છે. કાવ્યા મારને ન્યૂયોર્ક યુનિવર્સિટી સાથે સંકળાયેલ લિયોનાર્ડ એન સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી MBAની ડિગ્રી મેળવી છે.
તેણે ચેન્નાઈની સ્ટેલા મેરિસ કોલેજમાંથી B.Com કર્યું છે. કાવ્યા સનરાઈઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઈઝીની સીઈઓ છે.IPLમાં ખેલાડીઓની હરાજીમાં જે રીતે તે બોલી લગાવતી જોવા મળે છે. મેચ દરમિયાન ટીમનો ઉત્સાહ વધારતી જોવા મળે છે
આ પણ વાંચો : IPL 2024 Prize Money : એવોર્ડ સમારોહમાં જોવા મળી BCCIની નવી પહેલ, જાણો કોને કયો એવોર્ડ મળ્યો