Knowledge : ક્રિકેટ બેટ પર કેમ લગાડવામાં આવે છે તેલ ? જાણો તેના કારણો અને સંપૂર્ણ પ્રોસેસ, જુઓ Video

Cricket Bat Knowledge : ક્રિકેટના મેદાન પર ચોગ્ગા- સિક્સર્સનો વરસાદ કરતા બેટ્સમેનોને તમે જોયા જ હશે. ચોગ્ગા અને સિક્સર ફટકારવા માટે દરેક બેટ્સમેન પોતાને અનૂકુળ હોય તેવા બેટનો ઉપયોગ કરતા હોય છે. કેટલાક બેટ્સમેનો તેના પર તેલ પણ લગાવતા હોય છે.

Knowledge : ક્રિકેટ બેટ પર કેમ લગાડવામાં આવે છે તેલ ? જાણો તેના કારણો અને સંપૂર્ણ પ્રોસેસ, જુઓ Video
Oil on Cricket batImage Credit source: Keith Dudgeon photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2023 | 7:16 AM

Cricket Bat : ભારતમાં લગભગ દરેક બાળકને બાળપણમાં ક્રિકેટની બેટ હાથમાં આપવામાં આવતી હોય છે. કેટલાક બાળકો તો કપડા ધોવાના ધોકાનો ઉપયોગ કરતા હોય છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ ક્રિકેટના શોખીન લોકોની બેટની પસંદગી બદલતી હોય છે. બેટ્સમેનો પોતાને અનૂકુળ આવે તેવી બેટ પણ બનાવડાવતા હોય છે. તમારામાંથી ઘણા ઓછા લોકો જાણતા હશે કે ક્રિકેટના (Cricket) બેટ પર તેલ લગાડવામાં આવે છે.

ક્રિકેટની બેટ એક વિશેષ પ્રકારનું ઉપકરણ છે જેનો ઉપયોગ ક્રિકેટ રમતી વખતે બેટ્સમેનો બોલને હિટ કરવા માટે કરે છે. ક્રિકેટ બેટ સામાન્ય રીતે વિલોના લાકડાથી બને છે. સૌથી પહેલા બેટનો ઉલ્લેખ 16મી સદીમાં થયો હતો. આજકાલ વાંસ જેવા લાકડામાંથી પણ ક્રિકેટની બેટ બને છે. ક્રિકેટ બેટનું વર્તમાન સ્વરુપ 1880માં ચાર્લ્સ રિચર્ડસને ડિઝાઈન કર્યું હતુ.

આ પણ વાંચો : Chartered Flightથી ભારત પરત ફર્યો Virat Kohli, યુઝર્સે આ કારણે કર્યો ટ્રોલ

આજનું રાશિફળ તારીખ : 04-09-2024
ધોનીએ બતાવ્યા બાઈસેપ્સ, પત્ની થઈ ઈમ્પ્રેસ, પછી કર્યું આવુ
વિવાદ બાદ, IC 814 વેબ સિરીઝમાં હાઇજેકર્સના અસલી નામ દેખાડવામાં આવશે
જો આ લક્ષણો દેખાય તો સમજવું કે યુરિન ઈન્ફેક્શન થયું છે
જીવનમાં સફળ થવુ હોય તો આ ત્રણ લોકોને બનાવવા જોઈએ ખાસ દોસ્ત
ઈસબગુલનું સેવન કરવાથી થાય છે અઢળક ફાયદા

ક્રિકેટ બેટ પર કેમ લગાડવામાં આવે છે તેલ ?

માર્કેટમાંથી જ્યારે પણ ક્રિકેટ બેટ ખરીદવામાં આવે છે, ત્યારે આ બેટ સંપૂર્ણ રીતે તૈયાર નથી હોતા. ખરીદેલા ક્રિકેટ બેટને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે તેના પર તેલ લગાડવુ અને નોક ઈન કરવું જરુરી છે. તેના માટે પહેલા કાચા અળસીનું તેલ અથવા નાળિયેરનું તેલ લગાડવામાં આવે છે. ત્યાર બાદ તેના પર જૂના બોલ અને હથોડાનો ઉપયોગ કરીને તેને મજબૂત બનાવવામાં આવે છે.

તેનાથી બેટની અંદરના મુલાયમ તન્તુ ( ફાઈબર) કડક થઈ જાય છે, જેનાથી બેટની તૂટવાની સંભાવના નહીંવત થાય છે. બેટ પર 1-2 ચમચી જ તેલ લગાડવું જોઈએ. આ પ્રક્રિયા તમે 3 દિવસ સુધી કરી શકો છો. 24 કલાક માટે આ બેટને સૂકવવા મુકીને, કપડાથી તેના પરનું વધારાનું તેલ સાફ કરી દો.

આ પણ વાંચો : કોહલી પાસે છે કરોડો રુપિયાનું Watch Collection, મેચ દરમિયાન પહેરી લાખો રુપિયાની Watch

ક્રિકેટના કાયદાનો કાયદા નંબર 6 , બેટના કદને વિશે જણાવે છે. બેટની લંબાઈ 38 ઈંચ (965 મીમી) થી વધુ ન હોવી જોઈએ અને તેના બ્લેડની પહોળાઈ 4.25 ઈંચ (108 મીમી) થી વધુ ન હોવી જોઈએ. બેટનું સામાન્ય વજન 1.1 થી 1.4ની વચ્ચે હોવું જોઈએ, જો કે ત્યાં કોઈ નિર્ધારિત ધોરણો નથી. સામાન્ય રીતે હેન્ડલ પર રબર અથવા કાપડની સ્લીવ લગાવવામાં આવે છે, આ સ્લીવ તેને પકડવામાં સરળ બનાવે છે. બેટનો આગળનો ભાગ રક્ષણાત્મક કોટિંગ સાથે કોટેડ હોઈ શકે છે. ક્રિકેટના નિયમોનું પરિશિષ્ટ E વધુ ચોક્કસ સ્પષ્ટીકરણો આપે છે. હાથ વડે ક્રિકેટ બેટ બનાવવાની કળાને પોડશેવિંગ કહેવામાં આવે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">