જો આ લક્ષણો દેખાય તો સમજવું કે યુરિન ઈન્ફેક્શન થયું છે

03 Sep 2024

યુરિન ઈન્ફેક્શનને યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (UTI) પણ કહેવામાં આવે છે. આ ચેપ બેક્ટેરિયાના કારણે થાય છે.

પુરુષો કરતાં સ્ત્રીઓમાં યુરિન ઈન્ફેક્શન વધુ જોવા મળે છે અને જો સમયસર કાળજી લેવામાં ન આવે તો ક્યારેક પરિસ્થિતિ ગંભીર બની શકે છે.

યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (યુટીઆઈ)ને કારણે શરીરમાં ઘણા લક્ષણો જોવા મળે છે. આવી સ્થિતિમાં તેમની અવગણના ન કરવી જોઈએ.

UTI ને કારણે, વ્યક્તિ વારંવાર પેશાબ કરવાની ઇચ્છા અનુભવી શકે છે.

જ્યારે કોઈ વ્યક્તિ UTI સમસ્યા થાય તેને પેશાબ કરતી વખતે બળતરા અથવા દુખાવો થઈ શકે છે.

UTI ને કારણે પેટના નીચેના ભાગમાં દુખાવો કે દબાણ અનુભવાય છે.આ પીડા સતત થઇ શકે છે.

 યુટીઆઈને કારણે પેશાબમાં લોહી દેખાઈ શકે છે. આ લોહી લાલ અથવા ભૂરા રંગનું હોઈ શકે છે.

પેશાબના ચેપને રોકવા માટે, વ્યક્તિએ દરરોજ પુષ્કળ પાણી પીવાની સાથે દૈનિક દિનચર્યામાં વ્યક્તિગત સ્વચ્છતાનું ધ્યાન રાખવું જરૂરી છે