Video : વડોદરામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો, તાવના 100થી વધારે કેસ નોંધાયા
ગુજરાતમાં બેવડી ઋતુઓના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. વડોદરામાં પણ બેવડી ઋતુઓના પગલે વરસાદ વચ્ચે રોગચાળો વકર્યો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે.
ગુજરાતમાં બેવડી ઋતુઓના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. વડોદરામાં પણ બેવડી ઋતુઓના પગલે વરસાદ વચ્ચે રોગચાળો વકર્યો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ભારે વરસાદના પગલે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ થતા રોગચાળો વકર્યો છે. વડોદરામાં તાવ, ઝાડા – ઉલટીના કેસમાં વધારો નોંધાયો છે. દરરોજની OPDમાં પણ વધારો થયો છે. વડોદરામાં ઝાડા- ઉલટીના 200થી વધારે કેસ નોંધાયા છે. તો મેલેરિયાના 4, ડેન્ગ્યુના 5 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ વાયરલ તાવના 100થી વધારે કેસ નોંધાયા છે.
ડેન્ગ્યુથી એકનું મોત
બીજી તરફ સુરતના કાપોદ્રાની 20 વર્ષીય પરિણીતા ડેન્ગ્યુ થયા બાદ મોત થયુ છે. સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. નાના બાળકોમાં પણ વાયરલ ઈન્ફેકશનના કેસો વધારે જોવા મળ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. નાના બાળકોમાં શરદી, ખાસી, તાવના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અલગ – અલગ ઝોનમાં ટીમો દ્વારા સર્વેની કામગીરીમાં જોડાઈ છે.