IPL Breaking: હાર્દિક પંડ્યા ફરી થયો ઈજાગ્રસ્ત? મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પનો વીડિયો થયો વાયરલ

મુંબઈ ઈન્ડિયન્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે નવા કેપ્ટનની નિમણૂક કરી છે. રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપ આપવામાં આવી છે. જો કે, 17મી સિઝનની શરૂઆત પહેલા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત થયો છે. જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે હાર્દિક ઘાયલ છે કે નહીં.

IPL Breaking: હાર્દિક પંડ્યા ફરી થયો ઈજાગ્રસ્ત? મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પનો વીડિયો થયો વાયરલ
Follow Us:
| Updated on: Mar 15, 2024 | 5:01 PM

આઈપીએલ 2024ની શરૂઆત પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે મુંબઈ ઈન્ડિયન્સના કપાળ પર ચિંતાની રેખાઓ ઉભી કરી શકે છે. એવા અહેવાલ છે કે હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત થયો છે. મુંબઈ ઈન્ડિયન્સના ટ્રેનિંગ કેમ્પમાં હાર્દિક પંડ્યા સ્ટ્રેચર પર સૂતો હોય તેવી વીડિયો વાયરલ થતા મુંબઈ ઈન્ડિયન્સની ચિંતા વધી ગઈ છે.

હાર્દિક IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની કરશે કપ્તાની

IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે એક મોટો નિર્ણય લીધો અને રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવી દીધો. રોહિત શર્માની કપ્તાની હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વખત IPL જીતી હતી અને 17મી સિઝન પહેલા તેને કેપ્ટનશીપમાંથી હટાવીને હાર્દિક પંડ્યાને કમાન સોંપવામાં આવી હતી. મુંબઈ ઈન્ડિયન્સ હવે રોહિતથી આગળ જોવાનું વિચારી રહી હતી અને તેથી જ તેણે હાર્દિકને કેપ્ટનશિપ સોંપી દીધી.

Clove : રોજ રાતે સુતા પહેલા 2 લવિંગ ચાવવાથી શું થશે?
છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની ઈમોશનલ પોસ્ટ વાયરલ !
આજનું રાશિફળ તારીખ 05-01-2025
Headache in Winter : શિયાળામાં માથું કેમ દુખે છે?
Jaggery and Sesame Benefits : સફેદ તલ અને ગોળ સાથે ખાવાથી શરીરને થાય છે ચોંકાવનારા ફાયદા
Control Blood Sugar : તેજ પત્તા ડાયાબિટીસના દર્દીઓ માટે છે આશીર્વાદ સમાન

હાર્દિક પંડ્યાનો વીડિયો થયો વાયરલ

હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે સ્ટ્રેચર પર સૂતો જોવા મળી રહ્યો છે. એવું લાગે છે કે તે ઘાયલ છે અને ફિઝિયો તેની સારવાર કરી રહ્યો છે. આ વીડિયો પાછળનું સત્ય હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પંડ્યાના અભિવ્યક્તિને જોતા લાગે છે કે તે પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.

હાર્દિક અનેક વાર થયો ઈજાગ્રસ્ત

હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ તેને ટૂર્નામેન્ટમાંથી જ બહાર બેસવું પડ્યું હતું. આ ખેલાડી હવે ફિટ થઈ ગયો હતો, જેના પછી તેને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે ફરી એકવાર હાર્દિકના ઈજાગ્રસ્ત હોવાના અહેવાલો સામે આવ્યા છે.

શું રોહિત શર્મા ફરીથી મુંબઈની કમાન સંભાળશે?

હવે જો હાર્દિક ખરેખર ઈજાગ્રસ્ત થઈ જશે તો મુંબઈ ઈન્ડિયન્સની તમામ વ્યૂહરચના બરબાદ થઈ જશે. જો કે ટીમે તેના બેકઅપ વિશે વિચાર્યું હશે, તેમ છતાં હાર્દિક વગરની યોજના સચોટ હશે કે નહીં તે એક મોટી વાત છે. સવાલ એ પણ થશે કે જો હાર્દિક પંડ્યા કેટલીક મેચો માટે ઉપલબ્ધ ન હોય તો શું રોહિત શર્મા ફરીથી મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળશે? જો કે આ બધા સવાલો વિશે વિચારવું બહુ વહેલું છે, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો ચોક્કસપણે હાર્દિક પંડ્યા પર નજર રાખશે.

આ પણ વાંચો : IPL 2024માં ડેબ્યૂ કરી ધમાલ મચાવશે આ ખેલાડીઓ, એક તો છે કરોડપતિ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">