IPL 2025 : ફાઈનલમાં ’18’ ના આંકડાનો ગજબ સંયોગ…. RCB બનશે ચેમ્પિયન ?
IPL 2025ની ફાઈનલ પહેલા એક મોટો સંયોગ બની રહ્યો છે. જો આ સંયોગ સાચો પડે છે, તો લગભગ નિશ્ચિત લાગે છે કે RCB આ સિઝનમાં ટ્રોફી ઉપાડશે અને વિરાટની લાંબી રાહનો અંત આવી શકે છે.

IPL 2025ની ફાઈનલ મેચ આજે એટલે કે 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ બંને ટીમો અત્યાર સુધી એક પણ વખત IPL ટ્રોફી જીતી શકી નથી. જોકે, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ IPL 2025 ટ્રોફી જીતી શકે છે. વિરાટ કોહલીને લઈને એક મોટો સંયોગ બની રહ્યો છે.
18 ના આંકડાનો ગજબ સંયોગ
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીનો જર્સી નંબર 18 છે અને આ IPLની 18મી સિઝન પણ છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ફાઈનલની તારીખ 3-6-2025 છે. જો આપણે 3+6+2+0+2+5 ની ગણતરી કરીએ, તો કુલ 18 થાય છે.
RCBનું પહેલીવાર IPL ટ્રોફી જીતવાનું લક્ષ્યાંક
જો RCBનું નસીબ સારું રહેશે તો તેઓ પહેલીવાર IPL ટ્રોફી જીતી શકે છે. આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ બે વાર IPL ફાઈનલમાં પોતાનું સ્થાન કન્ફર્મ કર્યું છે. 2009માં, તેમને ફાઈનલમાં ડેક્કન ચાર્જર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે 2016 સિઝનમાં, RCB સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ખરાબ રીતે હાર્યું હતું. જોકે, આ વખતે તેઓ ચોક્કસપણે IPL ટ્રોફી જીતવા માંગશે.
પંજાબ કિંગ્સની નજર પણ ટ્રોફી પર
તમને જણાવી દઈએ કે, RCBની જેમ પંજાબ કિંગ્સે પણ એક પણ વખત IPL ટ્રોફી જીતી નથી. જોકે, આ સિઝનમાં પંજાબ કિંગ્સે શાનદાર પ્રદર્શન કરીને ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. હવે એ જોવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે RCB સામેની ફાઈનલ મેચમાં પંજાબ કિંગ્સના ખેલાડીઓ કેવું પ્રદર્શન કરે છે?
વિરાટ કોહલી ઓરેન્જ કેપની રેસમાં
હાલમાં, બંને ટીમો માટે સારી વાત એ છે કે તેમના ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે. શ્રેયસ અય્યરે ક્વોલિફાયર-2 માં આક્રમક બેટિંગ કરીને પોતાની ટીમ માટે મેચ વિજેતા અડધી સદી પણ ફટકારી હતી. એટલું જ નહીં, જો આપણે વિરાટ કોહલીની વાત કરીએ તો તે ઓરેન્જ કેપની રેસમાં પણ છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 14 મેચમાં 55.82ની સરેરાશથી 614 રન બનાવ્યા છે અને તે ઓરેન્જ કેપની રેસમાં પાંચમા સ્થાને છે. વિરાટ કોહલી ચોક્કસપણે ફાઈનલમાં પણ મોટો સ્કોર કરવા માંગશે.
આ પણ વાંચો: છેલ્લી વખત IPLમાં રમવા ઉતર્યો હતો રોહિત શર્મા ? મુંબઈની હાર સાથે તેની કારકિર્દીનો આવ્યો અંત !