રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની IPLની દરેક સિઝનમાં નબળા બોલિંગ લાઈનઅપને કારણે ટીકા કરવામાં આવે છે. હંમેશા એવું કહેવામાં આવે છે કે RCB માત્ર બેટિંગ પર જ પૈસા ખર્ચે છે અને બોલિંગ પર ધ્યાન નથી આપતું, પરંતુ IPL 2025ની હરાજીમાં તેણે આ વાત ખોટી સાબિત કરી છે. RCBએ આગામી સિઝન માટે બોલરો પર ઘણા પૈસા ખર્ચ્યા છે અને તેથી જ આ ટીમનું બોલિંગ આક્રમણ ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યું છે. સમાચાર લખાય ત્યાં સુધી RCBએ જેદ્દાહમાં યોજાયેલી હરાજીમાં 46.35 કરોડ રૂપિયાના શ્રેષ્ઠ બોલરોને ખરીદ્યા હતા. ચાલો RCBના બોલિંગ આક્રમણ પર એક નજર કરીએ.
તેના બોલિંગ આક્રમણને મજબૂત કરવા માટે, RCBએ જોશ હેઝલવુડ પર તેની સૌથી મોટી દાવ લગાવી. આ જમણા હાથના ફાસ્ટ બોલરને 12.50 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. હેઝલવુડ આ ટીમના બોલિંગ આક્રમણમાં લીડર સાબિત થઈ શકે છે. આ સિવાય RCBએ અન્ય એક મોટા બોલરને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
Straight from your wishlist to our squad. ❤️
And we can’t wait to see him taking the new ball and swinging the game in our favor! #PlayBold #ನಮ್ಮRCB #IPLAuction #BidForBold #IPL2025 pic.twitter.com/IAe10j7Xd9
— Royal Challengers Bengaluru (@RCBTweets) November 25, 2024
આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ભુવનેશ્વર કુમાર છે, જેને RCBએ 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ભુવનેશ્વર કુમારને IPLમાં 176 મેચોનો અનુભવ છે, તેણે 181 વિકેટ લીધી છે તેનો ઈકોનોમી રેટ પ્રતિ ઓવર 7.56 રન છે. ભુવનેશ્વર કુમાર અને હેઝલવુડ પાવરપ્લે અને ડેથ ઓવર્સમાં RCB માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. આ સિવાય RCBએ ઝડપી બોલર રસિક સલામ પર દાવ લગાવ્યો છે જે પોતાના ધીમા બોલથી બેટ્સમેનોને છેતરે છે.RCBએ રસિક સલામને 6 કરોડ રૂપિયા આપ્યા છે. આ ખેલાડી ડેથ ઓવરોમાં બોલિંગ કરવાની ક્ષમતા પણ ધરાવે છે.
A star all-rounder and a true match-winner, Krunal Pandya is #NowARoyalChallenger
We can’t keep calm to see — dazzling in Red, Blue, and Gold! #PlayBold #ನಮ್ಮRCB #IPLAuction #BidForBold #IPL2025 pic.twitter.com/EVPCDEkn1E
— Royal Challengers Bengaluru (@RCBTweets) November 25, 2024
આ સિવાય સ્પિન વિભાગમાં સુયશ શર્મા, કૃણાલ પંડ્યાને ખરીદવામાં આવ્યા છે. સુયશ શર્માને 2.6 કરોડ રૂપિયા અને કૃણાલ પંડ્યાને 5.75 કરોડ રૂપિયા મળ્યા છે. આટલું જ નહીં, RCBએ લિયામ લિવિંગ્સ્ટનને 8.75 કરોડ રૂપિયાની મોટી રકમ આપી છે, જે બેટિંગની સાથે સ્પિન બોલિંગ પણ કરે છે. તે લેગ સ્પિનર અને ઓફ સ્પિન બંને કરી શકે છે.
આ પણ વાંચો: IPL 2025 Auction: જે ખેલાડી માટે બેંગલુરુના ચાહકો મરતા હતા, RCBએ IPL ઓક્શનમાં તેનું કર્યું ‘અપમાન’ !