IPL 2024 : વિરાટ કોહલીએ બોટલ ફેંકી અને અપશબ્દો બોલ્યો, સોશિયલ મીડિયા પર ફેન્સે લગાવ્યો આરોપ

RCB ફરી IPL જીતવામાં નિષ્ફળ રહ્યું. બુધવારે અમદાવાદમાં રમાયેલી એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે RCBને 4 વિકેટે હરાવ્યું હતું. આ સાથે RCB સતત 17મી સિઝનમાં IPL જીતી શક્યું નથી. આ હાર બાદ વિરાટ કોહલી પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે.

IPL 2024 : વિરાટ કોહલીએ બોટલ ફેંકી અને અપશબ્દો બોલ્યો, સોશિયલ મીડિયા પર ફેન્સે લગાવ્યો આરોપ
Virat Kohli
Follow Us:
| Updated on: May 23, 2024 | 8:01 PM

RCB IPL 2024 ની એલિમિનેટર મેચમાં હારી ગયું અને આ સાથે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું. આ હાર બાદ વિરાટ કોહલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના પર યશ દયાલ સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન તેણે બોટલ પણ ફેંકી દીધી હતી. ચાલો હવે તમને જણાવીએ કે આ બધું ક્યારે બન્યું?

વિરાટે ફેંકી બોટલ

રાજસ્થાનની ઈનિંગની 17મી ઓવરમાં યશ દયાલને બોલિંગ આપવામાં આવી અને તેણે પ્રથમ બે બોલ પર માત્ર 2 રન આપ્યા હતા. પરંતુ આ પછી તેણે બે ખૂબ જ ખરાબ બોલ ફેંક્યા જેના પર શિમરોન હેટમાયરે સતત બે ચોગ્ગા ફટકાર્યા. દયાલે ત્રીજા બોલ પર ફુલ ટોસ ફેંક્યો હતો અને તેણે આગલો બોલ ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો હતો. આ પછી, વિરાટ કોહલી ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો અને એનર્જી ડ્રિંક પીધા પછી તેણે બોટલ બાઉન્ડ્રી લાઈન પર ફેંકી દીધી.

Shilpa Shetty ની આ રેસ્ટોરન્ટમાં લગ્ન કરશે Sonakshi, આટલો લે છે ચાર્જ
ફ્રિઝરમાં વધારે પડતો જામી જાય છે બરફ? તો બસ આટલું કરી લો
'બદો બદી'ના ચાહત ફતેહ અલી ખાન પાકિસ્તાની ટીમને સુધારશે
રોજ દૂધની ચા પીવી શરીર માટે કેટલી જોખમી, નિષ્ણાતોએ જણાવ્યું
એકથી વધુ Bank Account રાખવાના જાણી લો ફાયદા અને ગેરફાયદા
મોહમ્મદ શમીની 'ફાધર્સ ડે' પર ખાસ પોસ્ટ, હસીન જહાંએ કર્યા આકરા પ્રહારો

અપશબ્દો બોલ્યા

આ ઉપરાંત, તે કંઈક ગણગણતો પણ જોવા મળ્યો હતો. આરોપ છે કે તે યશ દયાલથી નારાજ હતો પરંતુ TV9 આ વાતની પુષ્ટિ કરતું નથી. ઉલ્લેખનીય છે કે યશ દયાલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે શાનદાર છેલ્લી ઓવર નાખી RCBને જીત અપાવી હતી, પરંતુ રાજસ્થાન સામે આ ખેલાડીએ 3 ઓવરમાં 37 રન આપ્યા અને તેને કોઈ સફળતા મળી નહીં.

નોંધ: TV9 ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી

બેટિંગમાં કોઈ ખાસ કમાલ ન કરી શક્યો

જોકે, એલિમિનેટર મેચમાં RCBની બેટિંગ પણ કામ આવી ન હતી. કેપ્ટન ડુ પ્લેસિસ 17 રન બનાવીને આઉટ થયો હતો. કોહલીએ 24 બોલમાં 33 રન બનાવ્યા હતા અને ખરાબ શોટના કારણે તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. આ પછી ગ્રીને 27 અને પાટીદારે 34 રનની ઈનિંગ રમી, પરંતુ તેઓ સારી શરૂઆતને મોટી ઈનિંગમાં બદલી શક્યા નહીં. મેક્સવેલ તો ખાતું પણ ન ખોલવી શક્યો. RCBની ટીમ માત્ર 172 રન જ બનાવી શકી હતી જે રાજસ્થાન માટે ઓછો સ્કોર હતો.

આ પણ વાંચો : IPL 2024 : ગ્લેન મેક્સવેલનો એક રન RCBને 21 લાખમાં પડ્યો, પૂર્વ ક્રિકેટરે મેક્સવેલ પર સાધ્યું નિશાન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
કાયમી શિક્ષક ભરતીની માગ સાથે TET- TAT પાસ ઉમેદવારોનુ સરકાર સામે આંદોલન
કાયમી શિક્ષક ભરતીની માગ સાથે TET- TAT પાસ ઉમેદવારોનુ સરકાર સામે આંદોલન
SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો
SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો
ટ્રેન મોડી હશે તો ચુકવાશે 9 ટકા વ્યાજ સાથે નાણાં
ટ્રેન મોડી હશે તો ચુકવાશે 9 ટકા વ્યાજ સાથે નાણાં
MS યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમા બેઠકો વધારવાની માગ સાથે વિરોધ યથાવત
MS યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમા બેઠકો વધારવાની માગ સાથે વિરોધ યથાવત
કોર્ટ સંકુલના કેટલગાર્ડમાં મહિલાનો પગ ફસાયો
કોર્ટ સંકુલના કેટલગાર્ડમાં મહિલાનો પગ ફસાયો
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વાયરલ વીડિયો પર જેલ અધિકારીનો મોટો ખુલાસો
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વાયરલ વીડિયો પર જેલ અધિકારીનો મોટો ખુલાસો
ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો, ગારીયાધાર પંથકમાં વરસ્યો વરસાદ
ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો, ગારીયાધાર પંથકમાં વરસ્યો વરસાદ
ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી
ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી
સુરત પોલીસે બનાવતી ચલણી નોટ સાથે એકની ધરપકડ કરી
સુરત પોલીસે બનાવતી ચલણી નોટ સાથે એકની ધરપકડ કરી
g clip-path="url(#clip0_868_265)">