IPL 2024: MS ધોનીએ તે કર્યું જે તેણે તેની 20 વર્ષની કારકિર્દીમાં નહોતું કર્યું, 9 બોલમાં બાજી પલટી, જુઓ Video
મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર તેની હિટિંગથી મહેફિલ લૂંટી હતી. ધોનીએ 9 બોલમાં અણનમ 28 રન ફટકાર્યા હતા. ધોનીએ પોતાની ઈનિંગમાં કંઈક એવું કર્યું જે તેણે તેની આખી 20 વર્ષની કારકિર્દીમાં નથી કર્યું. ધોનીની શાનદાર ઈનિંગના આધારે ચેન્નાઈની ટીમ 176 રન સુધી પહોંચી શકી હતી.
મહેન્દ્ર સિંહ ધોની ભલે 42 વર્ષનો થઈ ગયો હોય પરંતુ તેના બેટની ધાર હજુ પણ અકબંધ છે. આ IPLમાં ધોનીએ પોતાના તમામ ટીકાકારોને ચૂપ કરી દીધા છે. IPL 2024ની 34મી મેચમાં ધોનીએ એવું કર્યું જે તેણે તેની આખી 20 વર્ષની કારકિર્દીમાં ક્યારેય નહોતું કર્યું. લખનૌના અટલ બિહારી વાજપેયી મેદાનમાં ધોનીએ શું ખાસ કર્યું તે અમે તમને આગળ જણાવીશું, પરંતુ પહેલા જાણીએ કે કેવી રીતે માહીએ લખનૌ સુપરજાયન્ટ્સના બોલરોને માર માર્યો. ધોનીએ માત્ર 9 બોલમાં 28 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેના બેટમાંથી 2 છગ્ગા અને 3 ચોગ્ગા આવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ પણ 311.11 હતો.
ધોનીએ રમત બદલી
ધોની 18મી ઓવરમાં ક્રિઝ પર આવ્યો હતો. મોઈન અલીની મહત્વની વિકેટ પડ્યા બાદ ધોની મેદાનમાં ઉતર્યો હતો. ધોનીએ આવતાની સાથે જ તેણે પહેલા બોલ પર સિંગલ લીધો પરંતુ બીજા બોલ પર તેણે શાનદાર ફોર ફટકારી. આ પછી ધોનીએ મોહસીન ખાનના બોલ પર ફાઈન લેગ એરિયામાં સિક્સર ફટકારી હતી. ધોનીએ સ્કૂપ શોટ રમીને આ સિક્સર ફટકારી હતી. ધોની ક્યારેય પણ તેની કારકિર્દીમાં આ પ્રકારનો શોટ રમતો જોવા મળ્યો ન હતો, પરંતુ તેણે લખનૌના એકાના સ્ટેડિયમમાં આ શોટ રમ્યો હતો.
છેલ્લા 4 બોલ પર 2 ચોગ્ગા, 1 સિક્સર ફટકારી
ધોનીએ 20મી ઓવરમાં પોતાની આક્રમકતા વધારી હતી. ધોનીએ યશ ઠાકુરના છેલ્લા 4 બોલ પર 2 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારી હતી. આ ખેલાડીની તોફાની હિટિંગના આધારે ચેન્નાઈએ છેલ્લી ઓવરમાં 19 રન બનાવ્યા હતા. આ રીતે ધોનીએ ચેન્નાઈને 176ના સ્કોર સુધી પહોંચાડી દીધું હતું. તમને જણાવી દઈએ કે ધોનીની બીજી સિક્સ 101 મીટરની હતી.
!
MS Dhoni smacks a 1⃣0⃣1⃣ metre SIX into the stands
Lucknow is treated with an entertaining MSD finish
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia #TATAIPL | #LSGvCSK | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/XIT3O43l99
— IndianPremierLeague (@IPL) April 19, 2024
IPL 2024માં ધોનીનો દબદબો
ધોનીએ આ IPLમાં પાંચ ઈનિંગ્સ રમી છે અને તેના બેટથી 87 રન બનાવ્યા છે. ધોનીનો સ્ટ્રાઈક રેટ 255થી વધુ છે અને તેના બેટમાંથી 8 છગ્ગા અને 7 ચોગ્ગા આવ્યા છે. તમને જણાવી દઈએ કે ધોની હજુ સુધી આ ટૂર્નામેન્ટમાં આઉટ થયો નથી અને તેનો કેમિયો ચેન્નાઈ ટીમ માટે ખૂબ જ ઉપયોગી છે.
આ પણ વાંચો : IPL 2024: મોહસીન ખાને એવું શું કર્યું કે પાકિસ્તાની બોલરો સાથે થવા લાગી તેની સરખામણી?