IPL 2024 CSK vs LSG: સ્ટોઇનિસે લખનૌને આપવી જીત, ચેન્નાઈને 6 વિકેટે હરાવ્યું

Smit Chauhan
| Edited By: | Updated on: Apr 23, 2024 | 11:39 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં આજે 39માં મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો લખનૌ સુપર જાયન્ટ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી અને ચેન્નાઈ સુપર કિંગ્સને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

IPL 2024 CSK vs LSG: સ્ટોઇનિસે લખનૌને આપવી જીત, ચેન્નાઈને 6 વિકેટે હરાવ્યું
CSK vs LSG

આજે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં હોમ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો લખનૌ સુપર જાયન્ટ્સ સામે છે. બંને ટીમોના હાલ પોઈન્ટ ટેબલમાં સમાન પોઈન્ટ છે. બંનેઆ 4 મેચમાં જીત મેળવી છે અને 8 પોઈન્ટ છે. ચેન્નાઈ ચોથા અને લખનૌ પાંચમા ક્રમે છે. આજની મેચમાં બંને ટીમો જીત મેળવી પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવા અને પ્લેઓફની રેસમાં આગળ વધવા પ્રયાસ કરશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Apr 2024 11:35 PM (IST)

    સ્ટોઇનિસે સદી ફટકારી અને લખનૌને જીત તરફ દોરી, ચેન્નાઈને 6 વિકેટે હરાવ્યું

    લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું. લખનૌ માટે માર્કસ સ્ટોઇનિસે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે અણનમ સદી ફટકારી હતી. તેણે 63 બોલનો સામનો કરીને અણનમ 124 રન બનાવ્યા હતા. તેણે 13 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. પુરણે 15 બોલમાં 34 રન બનાવ્યા હતા. દીપક હુડ્ડાએ 6 બોલમાં અણનમ 17 રન બનાવ્યા હતા.

  • 23 Apr 2024 11:18 PM (IST)

    લખનૌને 18 બોલમાં 47 રનની જરૂર

    લખનૌએ 17 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા. સ્ટોઇનિસ 92 રન બનાવીને રમી રહ્યો છે. દીપક હુડ્ડા 1 રન બનાવીને રમી રહ્યો છે. લખનૌને જીતવા માટે 18 બોલમાં 47 રનની જરૂર છે.

  • 23 Apr 2024 10:55 PM (IST)

    લખનૌએ 14 ઓવરમાં 124 રન બનાવ્યા

    ચેન્નાઈના બોલરો હજુ સુધી સ્ટોઈનિસને તોડી શક્યા નથી. તે 44 બોલમાં 79 રન બનાવીને રમી રહ્યો છે. પુરણ 9 રન બનાવીને રમી રહ્યો છે. લખનૌએ 14 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 124 રન બનાવ્યા છે. તેને જીતવા માટે 87 રનની જરૂર છે.

  • 23 Apr 2024 10:34 PM (IST)

    લખનૌને ત્રીજો ફટકો, પડિક્કલ આઉટ

    લખનઉની ત્રીજી વિકેટ પડી. દેવદત્ત પડિક્કલ 19 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. પથિરાનાએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. લખનૌએ 11 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 88 રન બનાવ્યા હતા. સ્ટોઇનિસ 54 રન બનાવીને રમી રહ્યો છે.

  • 23 Apr 2024 10:31 PM (IST)

    સ્ટોઇનિસે શાનદાર અડધી સદી ફટકારી

    લખનૌ સુપર જાયન્ટ્સે 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 83 રન બનાવ્યા હતા. માર્કસ સ્ટોઇનિસ અડધી સદી સાથે રમી રહ્યો છે. તેણે 28 બોલમાં 52 રન બનાવ્યા છે. દેવદત્ત પડિકલ 12 રન બનાવીને રમી રહ્યો છે.

  • 23 Apr 2024 10:24 PM (IST)

    સ્ટોઇનિસ અડધી સદીની નજીક

    લખનૌએ 9 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 78 રન બનાવ્યા છે. સ્ટોઇનિસ તેની અડધી સદીની નજીક છે. તે 49 રન બનાવીને રમી રહ્યો છે. દેવદત્ત પડિક્કલ 11 રન બનાવીને રમી રહ્યો છે. નવમી ઓવર ચેન્નાઈ માટે મોંઘી પડી. આ ઓવરમાં મોઈન અલીએ 15 રન આપ્યા હતા.

  • 23 Apr 2024 10:04 PM (IST)

    લખનૌ 5 ઓવર બાદ 33/2

    5 ઓવર પછી લખનોઉનો સ્કોર 2 વિકેટે 33 રન છે. આ ઓવરમાં મુસ્તફિઝુર રહેમાને 16 રનના સ્કોર પર કેએલ રાહુલને કેચ આઉટ કરાવ્યો હતો.

  • 23 Apr 2024 10:04 PM (IST)

    કેએલ રાહુલ 16 રન બનાવીને આઉટ

    5મી ઓવરમાં મુસ્તાફિઝુર રહેમાન બોલિંગ કરવા આવ્યો હતો. રહેમાને રાહુલને ઓવરના ચોથા બોલ પર ઋતુરાજ ગાયકવાડના હાથે કેચ કરાવ્યો હતો. રાહુલે 14 બોલ રમીને 16 રન બનાવ્યા હતા.

  • 23 Apr 2024 09:51 PM (IST)

    લખનૌએ 2 ઓવરમાં 11 રન બનાવ્યા

    ચેન્નાઈએ બીજી ઓવર તુષાર દેશપાંડેને આપી. રાહુલે તેની ઓવરના ચોથા બોલ પર સિક્સર ફટકારી હતી. લખનૌએ 2 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 11 રન બનાવ્યા હતા. રાહુલ 9 રન બનાવીને રમી રહ્યો છે. સ્ટોઇનિસ 2 રન બનાવીને રમી રહ્યો છે.

  • 23 Apr 2024 09:41 PM (IST)

    ચાહરે લખનૌને પહેલો ઝટકો આપ્યો, ડી કોક શૂન્ય પર આઉટ

    પહેલો ફટકો લખનૌને લાગ્યો. દીપક ચાહરે ક્વિન્ટન ડી કોકના સ્ટમ્પ ઉખાડી નાખ્યા હતા. તે શૂન્ય પર આઉટ થયો હતો. લખનૌનું ખાતું પણ હજી ખોલવામાં આવ્યું નથી.

  • 23 Apr 2024 09:20 PM (IST)

    લખનૌને જીતવા 211 રનનો ટાર્ગેટ

    ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને જીતવા 211 રનનો આપ્યો ટાર્ગેટ, એમએસ ધોનીએ અંતિમ બોલ પર જોરદાર બાઉન્ડ્રી ફટકારી

  • 23 Apr 2024 09:11 PM (IST)

    શિવમ દુબેની ફિફ્ટી

    શિવમ દુબેની જોરદાર ફિફ્ટી, 22 બોલમાં ફટકારી અર્ધ સદી, કેપ્ટન ગાયકવાડ સાથે કરી મજબૂત પાર્ટનરશિપ, સિક્સર ફટકારી ફિફ્ટી પૂર્ણ કરી

  • 23 Apr 2024 09:06 PM (IST)

    ઋતુરાજ ગાયકવાડની શાનદાર સદી

    ઋતુરાજ ગાયકવાડની શાનદાર સદી, બાઉન્ડ્રી ફટકારી સેન્ચુરી પૂર્ણ કરી, કેપ્ટન ઈનિંગ

  • 23 Apr 2024 08:53 PM (IST)

    ચેન્નાઈનો સ્કોર 150ને પાર

    ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 150 ને પાર, શિવમ દૂબેની જોરદાર ફટકાબાજી, યશ ઠાકુરને ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારી

  • 23 Apr 2024 08:45 PM (IST)

    શિવમ દુબેની ફટકાબાજી

    શિવમ દૂબેની ફટકાબાજી, ઋતુરાજ ગાયકવાડની મજબૂત બેટિંગ, શિવમ દુબેએ ફટકારી જોરદાર સિક્સર

  • 23 Apr 2024 08:30 PM (IST)

    જાડેજા 16 રન બનાવી આઉટ

    ચેન્નાઈ સુપર કિંગ્સને ત્રીજો ઝટકો, રવીન્દ્ર જાડેજા 16 રન બનાવી થયો આઉટ, મોહસીન ખાને લીધી વિકેટ

  • 23 Apr 2024 08:15 PM (IST)

    ઋતુરાજ ગાયકવાડની ફિફ્ટી

    કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની ફિફ્ટી, ચેન્નાઈ સુપર કિંગ્સ 74/2, જાડેજા ક્રિઝ પર

  • 23 Apr 2024 07:57 PM (IST)

    ડેરીલ મિશેલ આઉટ

    ચેન્નાઈ સુપર કિંગ્સને બીજો ઝટકો, ડેરીલ મિશેલ માત્ર 11 રન બનાવી થયો આઉટ, યશ ઠાકુરે લીધી વિકેટ

  • 23 Apr 2024 07:35 PM (IST)

    રહાણે 1 રન બનાવી આઉટ

    ચેન્નાઈ સુપર કિંગ્સને પહેલો ઝટકો, અજિંક્ય રહાણે માત્ર 1 રન બનાવી થયો આઉટ, મેટ હેનરીએ લીધી વિકેટ

  • 23 Apr 2024 07:13 PM (IST)

    લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ 11

    ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, દીપક હુડા, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, મેટ હેનરી, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, યશ ઠાકુર.

  • 23 Apr 2024 07:13 PM (IST)

    ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ 11

    અજિંક્ય રહાણે, ઋતુરાજ ગાયકવાડ(કેપ્ટન), ડેરીલ મિશેલ, મોઈન અલી, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની(વિકેટકીપર), દીપક ચહર, તુષાર દેશપાંડે, મુસ્તફિઝુર રહેમાન, મતિશા પથિરાના

  • 23 Apr 2024 07:12 PM (IST)

    લખનૌમાં કોઈ ફેરફાર નહીં

    લખનૌ સુપરજાયન્ટ્સની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

  • 23 Apr 2024 07:11 PM (IST)

    રચિન રવિન્દ્ર બહાર

    ચેન્નાઈ સુપર કિંગ્સે પ્લેઈંગ ઈલેવનમાં કર્યો મોટો ફેરફાર, રચિન રવિન્દ્રને કર્યો બહાર

  • 23 Apr 2024 07:10 PM (IST)

    લખનૌએ જીત્યો ટોસ

    ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં આજે 39માં મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો લખનૌ સુપર જાયન્ટ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી અને ચેન્નાઈ સુપર કિંગ્સને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

Published On - Apr 23,2024 7:09 PM

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">