RCB vs GT IPL 2022 Preview: વિજય રથ પર સવાર ગુજરાતનો સામનો બેંગલુરુ સામે થશે, RCBની આશા કોહલીના ફોર્મ પર છે

RCB vs GT IPL 2022 Preview: ગુજરાત ટીમે 8 માંથી 7 મેચ જીતી છે, આ મેચમાં જીતશે તો પ્લે ઓફમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરશે. તો બેંગ્લોરને પ્લેઓફની રેસમાં રહેવા માટે જીતવું જરૂરી છે.

RCB vs GT IPL 2022 Preview: વિજય રથ પર સવાર ગુજરાતનો સામનો બેંગલુરુ સામે થશે, RCBની આશા કોહલીના ફોર્મ પર છે
GT vs RCB, IPL 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 10:09 PM

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) આત્મવિશ્વાસથી ભરેલી ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે IPL 2022 મેચમાં ઉતરશે. ત્યારે બધાની નજર ફરી એકવાર વિરાટ કોહલી (Virat Kohli) ના બેટ પર રહેશે. જે લાંબા સમયથી મૌન છે. વિરાટ કોહલી આ સિઝનમાં 9 મેચમાં માત્ર 128 રન જ બનાવી શક્યો છે અને તેનો સર્વોચ્ચ સ્કોર 48 રન છે. છેલ્લી મેચમાં તેને ઇનિંગ્સની શરૂઆત કરવા માટે મોકલવામાં આવ્યો હતો. પરંતુ તે માત્ર 9 રન જ બનાવી શક્યો હતો. તે પ્રથમ 2 મેચમાં ખાતું પણ ખોલી શક્યો ન હતો. બેંગ્લોર ટીમના પ્રદર્શનમાં સાતત્યતાના અભાવનું એક મોટું કારણ કોહલીનું ફોર્મ છે. બેંગ્લોર ટીમ હાલ નવમાંથી પાંચ મેચ જીતી છે.

બીજી તરફ ગુજરાત ટાઇટન્સે સમગ્ર ટૂર્નામેન્ટમાં અસાધારણ રીતે સારો દેખાવ કર્યો છે. વિજયની અશ્વમેધી ઝુંબેશ પર સવાર થઈને ટીમ પાસે મેચ વિનર્સની સેના છે અને દરેક વખતે એક નવો ખેલાડી કટોકટીના સમયે સંકટમોચન તરીકે ઉભરી આવે છે. ગુજરાત ટાઇટન્સ જેણે 8 માંથી 7 મેચ જીતી છે. તેણે સળંગ 5 મેચ જીતી છે. આ મેચમાં જીત લગભગ ચોક્કસપણે પ્લેઓફમાં તેમનું સ્થાન સુનિશ્ચિત કરશે.

સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની પાછલી મેચમાં જીત માટે 196 રનનો પીછો કરતા તેની સ્થિતિ નબળી રહી હતી. પરંતુ પોતાના લેગ સ્પિન માટે જાણીતા રાશિદ ખાને બેટની મદદથી ટીમને ચમત્કારિક જીત અપાવી હતી. રાહુલ તેવટિયા અને રાશિદે છેલ્લી ઓવરમાં 4 સિક્સર ફટકારીને અશક્યને શક્ય બનાવી દીધું હતું.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ગુજરાત ટાઇટન્સે જણાવ્યું કે જો ટોપ ઓર્ડર નિષ્ફળ જાય તો તેમનો નીચલો ઓર્ડર પણ જીતાડી શકે છે. કેપ્ટન હાર્દિક પંડ્યા ભવિષ્યમાં પણ ખેલાડીઓ પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખશે. પંડ્યાએ અત્યાર સુધી 7 મેચમાં 305 રન બનાવ્યા છે અને તે ખૂબ જ શાનદાર કેપ્ટન સાબિત થઈ રહ્યો છે. જેનાથી તે ખેલાડીઓને કોઈપણ તણાવ વિના સારું રમવા દે છે. તેના સિવાય શુભમન ગિલ, ડેવિડ મિલર અને રિદ્ધિમાન સાહાએ પણ રન બનાવ્યા છે.

બેંગ્લોરની બેટિંગમાં પણ ઊંડાણની કમી નથી. પરંતુ એક ટીમ તરીકે તેઓ ચાલી શક્યા નથી. કોહલી ખરાબ ફોર્મમાં છે. જ્યારે ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ પણ 6 મેચમાં માત્ર 124 રન જ બનાવી શક્યો છે. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ, દિનેશ કાર્તિક અને શાહબાઝ અહેમદ માત્ર રન જ બનાવી શક્યા છે. પરંતુ તેમના પર દબાણ વધી રહ્યું છે.

બોલિંગમાં મોહમ્મદ શમીએ અત્યાર સુધીમાં ટાઇટન્સ તરફથી 13 વિકેટ ઝડપી છે. તેમની પાસે ઝડપી બોલર લકી ફર્ગ્યુસન અને સ્પિનર ​​રાશિદ પણ છે. RCB પાસે હર્ષલ પટેલ છે. જે છેલ્લી ઓવરોનો નિષ્ણાત છે. જેણે 12 વિકેટ લીધી છે. શ્રીલંકાના વાનિન્દુ હસરાંગાએ 13 વિકેટ લીધી છે. તેમની પાસે મોહમ્મદ સિરાજ અને જોશ હેઝલવુડ જેવા ઝડપી બોલર છે.

ગુજરાત ટાઇટન્સ

હાર્દિક પંડ્યા (સુકાની), રાશિદ ખાન, શુભમન ગિલ, મુહમ્મદ શમી, લકી ફર્ગ્યુસન, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, નૂર અહેમદ, સાઈ કિશોર, વિજય શંકર, જયંત યાદવ, ડોમિનિક ડ્રેક્સ, દર્શન નલકાંડે, યશ દયાલ, અલઝારી જોષી, પ્રદીપ સાંગવાન, ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, વરુણ એરોન, બી સાઈ સુદર્શન.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

ફાફ ડુ પ્લેસિસ (સુકાની), વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, મુહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, વાનિન્દુ હસરાંગા, દિનેશ કાર્તિક, જોશ હેઝલવુડ, શાહબાઝ અહેમદ, અનુજ રાવત, આકાશ દીપ, મહિપાલ લોમરોર, ફિન એલન, શેરફેન રધરફોર્ડ, જેસન બેહરેનડોર્ફ, પ્રભુદેસાઈ, ચમા મિલિંદ, અનીશ્વર ગૌતમ, કરણ શર્મા, ડેવિડ વિલી, રજત પાટીદાર, સિદ્ધાર્થ કૌલ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">