IPL 2022 : KL રાહુલે મુંબઈ સામે ઈતિહાસ રચ્યો, IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર બીજા ભારતીય બન્યો

IPL 2022, LSG vs MI: IPL 2022 માં આજે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં કેએલ રાહુલે સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો.

IPL 2022 : KL રાહુલે મુંબઈ સામે ઈતિહાસ રચ્યો, IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર બીજા ભારતીય બન્યો
KL Rahul (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 11:03 PM

IPL 2022 ની 37 મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ મુંબઈના સુકાની રોહિત શર્માએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે મુંબઈને 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લખનૌના સુકાની કેએલ રાહુલે આ મેચમાં અણનમ 103 રનની ઇનિંગ રમી હતી. આઈપીએલમાં કેએલ રાહુલની આ ચોથી સદી છે. આવું કરનાર તે બીજો ભારતીય ખેલાડી બની ગયો છે.

અત્યાર સુધી વિરાટ કોહલી IPL માં 5 સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. આઈપીએલમાં સૌથી વધુ સદી ક્રિસ ગેલ (6) ના નામે છે. જો ઓવરઓલ રેકોર્ડ જોવામાં આવે તો તે આવું કરનાર આઈપીએલ ઈતિહાસનો છઠ્ઠો ખેલાડી બની ગયો છે. રાહુલે મુંબઈ સામે 62 બોલમાં 103 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય લખનૌનો કોઈ પણ બેટ્સમેન મોટો સ્કોર બનાવી શક્યો ન હતો. રાહુલે પોતે ઈનિંગ્સને સંભાળી અને મોટા સ્કોર સુધી પહોંચી ગયો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મુંબઈ સામે રાહુલે બનાવ્યો અનોખો રેકોર્ડ

રાહુલે મુંબઈ સામે સદી નોંધાવી અનોખો રેકોર્ડ બનાવ્યો છે. કેએલ રાહુલ આઈપીએલના ઈતિહાસમાં મુંબઈ સામે 8 વખત સૌથી વધુ 50 થી વધુ સ્કોર કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે આ મામલે સુરેશ રૈનાને પાછળ છોડી દીધો છે. તેના નામે 7 વખત મુંબઈ સામે 50થી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ નોંધાયેલો હતો. ખાસ વાત એ છે કે અત્યાર સુધી કેએલ રાહુલે મુંબઈ ઈન્ડિયન્સ સામે 3 સદી ફટકારી છે. રાહુલે આ ટીમ સામે આઈપીએલમાં પ્રથમ સદી પણ ફટકારી હતી. મુંબઈ સામે રાહુલના બેટથી ઘણા રન બનાવ્યા છે અને તેણે આ મેચમાં પણ આ લય જાળવીને ઈતિહાસ રચ્યો હતો.

મુંબઈને મળ્યો 169 રનનો લક્ષ્યાંક

સુકાની કેએલ રાહુલની શાનદાર બેટિંગને કારણે લખનૌ સુપર જાયન્ટ્સે અહીંના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2022 ની 37 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 169 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લખનૌએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. ટીમ માટે સુકાની રાહુલ અને મનીષ પાંડે વચ્ચે 47 બોલમાં 58 રનની ભાગીદારી નોંધાઈ હતી. મુંબઈ તરફથી કિરોન પોલાર્ડ અને રિલે મેરેડિથે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે જસપ્રિત બુમરાહ અને ડેનિયલ સેમસે 1-1 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : Khelo India Games: પીએમ નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા, સફળતા માટે ટીમ ભાવનાનો મંત્ર આપ્યો

આ પણ વાંચો : LSG vs MI, IPL 2022: લખનૌએ કેએલ રાહુલની સદી વડે મુંબઈ સામે 6 વિકેટે 168 રનનો સ્કોર ખડક્યો, સિઝનમાં બીજી સદી

Latest News Updates

કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
g clip-path="url(#clip0_868_265)">