ગુજરાત ચૂંટણી 2024 : આખા ગુજરાતમાં લોકો એક-એક મત આપશે, પરંતુ આ પાંચ વિસ્તારના લોકો બે-બે મત આપશે, જાણો આવુ કેમ ?

લોકશાહીના પર્વમાં જેની આતુરતાથી રાહ જોવાતી હોય તે ઘડી આવી ગઈ છે. આજે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. જો કે તમને જાણીને નવાઇ લાગશે કે ગુજરાતના 5 વિસ્તાર એવા છે કે જ્યાં મતદારોએ 2-2 વાર મતદાન કરવું પડશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2024 | 10:59 AM

લોકશાહીના પર્વમાં જેની આતુરતાથી રાહ જોવાતી હોય તે ઘડી આવી ગઈ છે. આજે ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. જો કે તમને જાણીને નવાઇ લાગશે કે ગુજરાતના 5 વિસ્તાર એવા છે કે જ્યાં મતદારોએ 2-2 વાર મતદાન કરવું પડશે.

લોકસભા અને વિધાનસભા માટે મતદાન

ગુજરાતમાં લોકસભાની 25 બેઠકની સાથે વિધાનસભાની પાંચ બેઠકો પર પેટાચૂંટણી પણ આજે જ યોજાવાની છે. જેના પગલે આ પાંચ વિધાનસભા વિસ્તારમાં આવતા મતદારોએ લોકસભા અને વિધાનસભા બંને માટે મતદાન કરવાનું રહેશે.

જાણો કઇ બેઠક પર થશે મતદાન ?

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં લોકસભાની 26 પૈકી 25 બેઠક પર મતદાન હાથ ધરાશે. સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. આથી સુરત સિવાયની બાકીની 25 બેઠકો પર મતદાન હાથ ધરાશે. લોકસભાની 25 બેઠકોની સાથેસાથે ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે. જે મુખ્યત્વે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોને કારણે ખાલી પડેલી બેઠકનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આજે લોકસભાની 25 બેઠકોની સાથે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી પણ છે. 1-પોરબંદર, 2-વિજાપુર, 3-ખંભાત, 4-માણાવદર અને 5-વાઘોડિયા બેઠકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો- Gujarat Election 2024 LIVE Updates: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પરિવાર સાથે કર્યુ મતદાન

કોની કોની વચ્ચે ટક્કર?

આ બેઠકોમાં પોરબંદર, વિજાપુર, ખંભાત, માણાવદર અને વાઘોડિયા બેઠકનો સમાવેશ થાય છે. આ પાંચેય બેઠકોના ઉમેદવારની વાત કરીએ તો પોરબંદર બેઠક પર ભાજપના અર્જુન મોઢવાડિયા અને કોંગ્રેસના રાજુ ઓડેદરા વચ્ચે ટક્કર થશે. માણાવદર બેઠક પર ભાજપના અરવિંદ લાડાણી અને કોંગ્રેસના હરી પટેલ, વડોદરાની વાઘોડિયા બેઠક પર ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસના કનુ ગોહિલ, ખંભાત બેઠક પર ભાજપના ચિરાગ પટેલ અને કોંગ્રેસના મહેન્દ્રસિંહ પરમાર, વિજાપુર બેઠક પર ભાજપના સી. જે. ચાવડા અને દિનેશ પટેલ વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે.

Follow Us:
રાજકોટ અગ્નિકાંડમાં ગેમ ઝોનના સૌથી મોટા ભાગીદાર પ્રકાશ હિરનનું મોત
રાજકોટ અગ્નિકાંડમાં ગેમ ઝોનના સૌથી મોટા ભાગીદાર પ્રકાશ હિરનનું મોત
અગ્નિકાંડના ચોથા આરોપી ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજૂર
અગ્નિકાંડના ચોથા આરોપી ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજૂર
રાજકોટ અગ્નિકાંડ બાદ ગેમઝોન અને મનોરંજન સ્થળ અંગે લેવાયો મોટો નિર્ણય
રાજકોટ અગ્નિકાંડ બાદ ગેમઝોન અને મનોરંજન સ્થળ અંગે લેવાયો મોટો નિર્ણય
સૂત્રાપાડામાં પોલીસ લોકઅપમાં યુવકના મોત મામલે સામે આવ્યા CCTV- Video
સૂત્રાપાડામાં પોલીસ લોકઅપમાં યુવકના મોત મામલે સામે આવ્યા CCTV- Video
અગ્નિકાંડ બાદ અમદાવાદના દરેક ગેમઝોનમાં દર મહિને મોકડ્રીલ કરવા આદેશ
અગ્નિકાંડ બાદ અમદાવાદના દરેક ગેમઝોનમાં દર મહિને મોકડ્રીલ કરવા આદેશ
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસે RMC સુપરસીડ કરવાની માંગ કરી, જુઓ
રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસે RMC સુપરસીડ કરવાની માંગ કરી, જુઓ
સુરેન્દ્રનગરના ચુડા સહિત 5 ગામમાં 40 દિવસે પીવાનુ પાણી મળતા હાલાકી
સુરેન્દ્રનગરના ચુડા સહિત 5 ગામમાં 40 દિવસે પીવાનુ પાણી મળતા હાલાકી
હિંમતનગરમાં NOC અને ફાયર સેફટીના અભાવવાળા ટ્યૂશન ક્લાસિસોને નોટિસ
હિંમતનગરમાં NOC અને ફાયર સેફટીના અભાવવાળા ટ્યૂશન ક્લાસિસોને નોટિસ
વારંવારની નોટિસ બાદ પણ નથી નથી સુધરતુ સયાજી હોસ્પિટલનું તંત્ર - Video
વારંવારની નોટિસ બાદ પણ નથી નથી સુધરતુ સયાજી હોસ્પિટલનું તંત્ર - Video
મહેસાણાઃ કાળઝાળ ગરમીમાં પાણીની બોટલ લેવા જતા યુવક ઢળી પડ્યો, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીમાં પાણીની બોટલ લેવા જતા યુવક ઢળી પડ્યો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">