LSG vs MI, IPL 2022: લખનૌએ કેએલ રાહુલની સદી વડે મુંબઈ સામે 6 વિકેટે 168 રનનો સ્કોર ખડક્યો, સિઝનમાં બીજી સદી

કેએલ રાહુલે (KL Rahul) મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર ઈનીંગ વાનખેડે સ્ટેડિયમમાં રમતા સદી ફટકારી હતી. સિઝનમાં રાહુલે બીજી વાર સદી ફટકારી છે.

LSG vs MI, IPL 2022: લખનૌએ કેએલ રાહુલની સદી વડે મુંબઈ સામે 6 વિકેટે 168 રનનો સ્કોર ખડક્યો, સિઝનમાં બીજી સદી
KL Rahul એ શાનદાર શતક ફટકાર્યુ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 12:19 PM

IPL 2022 ની 37મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ (Mumbai Indians vs Lucknow Super Giants) વચ્ચે રમાઈ રહેલી મેચમાં રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને રન ચેઝ કરવાની યોજના પસંદ કરી હતી. રોહિતની યોજના મુજબ મુંબઈના બોલરોએ લખનૌના બેટ્સમેનો પર હાવી રહેવામાં સફળતા મેળવી હતી. પરંતુ કેએલ રાહુલે (KL Rahul) કેપ્ટન ઈનીંગ રમીને ટીમના સ્કોરને મોટો કરવામાં સફળતા મેળવી હતી. રાહુલે સિઝનમાં બીજી સદી ફટકારી હતી. 6 વિકેટ ગુમાવીને 168 રનનો સ્કોર 20 ઓવરમાં ખડક્યો હતો.

લખનૌના કેપ્ટન કેએલ રાહુલે તેનુ શાનદાર પ્રદર્શન જારી રાખ્યુ છે. મુંબઈ સામે પણ તેણે જબરદસ્ત ઈનીંગ રમી હતી. ઓપનીંગમાં આવેલા રાહુલે શરુઆત થી જ એક છેડો સાચવી રાખીને સ્કોર બોર્ડને આગળ વધારવાનુ જારી રાખ્યુ હતુ. એક સમયે પાવર પ્લેના અંતમાં રન મેળવવામાં મુશ્કેલી સાથે દબાણ જણાતુ હતુ. પરંતુ તેણે 8મી અને 9મી ઓવર થી ગીયલ બદલ્યો હતો. તેણે ટીમનો સ્કોર ઝડપથી વધારવા માટે બેટ ખોલીને રમત શરુ કરી હતી. તેણે અંત સુધી ક્રિઝ પર રહીને અણનમ સદી નોંધાવી હતી. રાહુલે 62 બોલમાં 103 રન કર્યા હતા. આ દરમિયાન 4 છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા હતા.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

જોકે તેને સાથ આપનારા સાથી ખેલાડીઓ એક બાદ એક ઝડપથી આઉટ થઈ રહ્યા હતા. શરુઆતમાં જ ક્વિન્ટન ડીકોકની વિકેટ ગુમાવતા જ દબાણ સર્જાયુ હતુ. મનિષ પાંડેએ 22 બોલમાં 22 રનની ઈનીંગ રમીને રાહુલને સાથ પુરાવ્યો હતો. માર્ક્સ સ્ટોઈનીસ શૂન્યમાં અને કૃણાલ પંડ્યા 1 રનમાં જ આઉટ થયો હતો. દીપક હુડાએ પણ 10 રનમાં જ વિકેટ ગુમાવી દીધી હતી. આયુષ બદોનીએ 11 બોલમાં 14 રન નોંધાવ્યા હતા.

પોલાર્ડ-બુમરાહનો નિયંત્રણનો પ્રયાસ

કિયરોન પોલાર્ડે 2 ઓવર કરીને 2 વિકેટ ઝડપી હતી. તેણે માત્ર 8 રન ગુમાવ્યા હતા. જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 31 રન ગુમાવીને 1 વિકેટ ઝડપી હતી. ડીકોકને આઉટ કરીને તેણે લખનૌની ગતી શરુઆતમાં જ ધીમી કરી દીધી હતી. રિલે મેરિડીથે 2 વિકેટ અને ડેનિયલ સેમ્સે 1 વિકેટ ઝડપી હતી. હ્રિતીક શૌકીને 2 ઓવર કરીને 11 રન આપ્યા હતા. જયદેવ ઉનડકટે 4 ઓવરમાં 36 રન ગુમાવ્યા હતા.

આ પણ વાંચો : Sabarkantha: પૈસાનો વરસાદ અને અજબ-ગજબના ચશ્માની લાલચ દર્શાવી ઠગાઇ આચરતી ટોળકી ઝડપાઈ, 5 આરોપીઓ ઝડપાયા

આ પણ વાંચો : IPL 2022: વિરાટ કોહલી અને રોહિત શર્માના કંગાળ પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાની વધી ચિંતા, સિઝનમાં રન માટે તરસી રહ્યા છે બંને સ્ટાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
g clip-path="url(#clip0_868_265)">