IPL 2021 નો લીગ તબક્કો હવે સમાપ્ત થવાને આરે આવી પહોંચ્યો છે. હવે પ્લેઓફના માત્ર ચોથા સ્થાનની જગ્યા ખાલી રહી છે. પહેલા થી પ્લેઓફ માંથી બહાર ફેંકાઇ ગયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે દુબઇમાં મેચ રમાઇ હતી. ટોસ જીતીને SRH ના કેપ્ટન કેન વિલિયમસ (Kane Williamson) ને બેટીંગ પસંદ કરી 8 વિકેટ ગુમાવીને 115 રન કર્યા હતા. જવાબમાં કોલકાતાએ ગિલના અર્ધશતક વડે હૈદરાબાદને હરાવ્યુ હતુ.
સિઝનમાં સંઘર્ષ ભર્યા માર્ગમાંથી પસાર થઇ રહેલ કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમને હવે કેટલાક અંશે રાહત વર્તાઇ રહી હશે. આજે જીત સાથે જ તેનામાં પ્લે ઓફની આશા જીવંત રહી છે. તેની આ છઠ્ઠી જીત સાથે તે પોઇન્ટ ટેબલમાં પોતાનુ ચોથા નંબર સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે. અને તે ઇચ્છશે કે લીગ તબક્કાના અંત સુધી તે આ સ્થાન જાળવી રાખવામાં સફળ રહે. આ પહેલા ચેન્નાઇ, દિલ્હી અને બેંગ્લોરની ટીમો પ્લેઓફના ચાર માંથી ત્રણ સ્થાન માટે ક્વોલીફાઇ થઇ ચુકી છે.
શુભમન ગિલે (Shubman Gill) મહત્વના સમયે તેનુ યોગદાન ટીમને પુરુ પાડ્યુ છે. તેણે શાનદાર અર્ધશતક સાથે ટીમને જીતના ઉંબરે લાવી દીધી મુકી હતી. તેણે 51 બોલમાં 57 રનની ઇનીંગ રમી હતી. આ દરમ્યાન તેણે 10 ચોગ્ગા લગાવ્યા હતા. ઓપનર વેંકટેશ ઐય્યર આજે માત્ર 8 જ રન બનાવી શક્યો હતો. તે 14 બોલની રમત રમીને હોલ્ડરનો શિકાર બન્યો હતો. તેના રુપમાં કોલકાતા એ પ્રથમ વિકેટ ગુમાવી હતી. જે વખતે ટીમનો સ્કોર 23 રન હતો.
રાહુલ ત્રિપાઠી પણ 38 રનના સ્કોર પર બીજી વિકેટના રુપમાં વિકેટ ગુમાવતા ટીમ પર દબાણ સર્જાયુ હતુ. પરંતુ ગીલ અને રાણાએ બાજી સંભાળી હતી. ત્રિપાઠી 6 બોલમાં 7 રન કરીને આઉટ થયો હતો. નિતીશ રાણા એ 33 બોલમાં 25 રનની રમત રમી હતી. દિનેશ કાર્તિક 12બોલમાં 18 રન કરી અણનમ રહ્યો હતો. જ્યારે ઇોન મોર્ગન 2 રન કરીને અણનમ રહ્યો હતો. કાર્તિકે વિજયી ચોગ્ગો લગાવીને ટીમને જીતની ભેટ આપી હતી.
દર વખતની માફક આજે પણ હૈદરાબાદની બેટીંગ નબળી રહી હતી. પ્રથમ ઓવરના બીજા બોલે જ હૈદરાબાદે તેના ઓપનર રિદ્ધીમાન સાહાની વિકેટ ગુમાવી દીધી હતી. સાહા ગોલ્ડન ડક આઉટ થયો હતો. જોકે તેના એલબીડલ્યુ આઉટને લઇને વિવાદ સર્જાયો હતો. જોકે તેની વિકેટ પર રિવ્યી લેવામાં આવ્યુ નહોતુ. જેસન રોય પણ ટીમના 16 રનના સ્કોર પર આઉટ થયો હતો. તેમે 13 બોલમાં 10 રન બનાવ્યા હતા. કેપ્ટન કેન વિલિયમસન પણ ખાસ કંઇ કરી શક્યો નહોતો. તે 26 રન કરીને રન આઉટ થયો હતો. તેણે 21 બોલમાં 26 રનનુ યોગદાન આપ્યુ હતુ. જે દરમ્યાન એક છગ્ગો લગાવ્યો હતો.
અભિષેક શર્મા એ 10 બોલનો સામનો કરીને 6 રન કર્યા હતા. પ્રિયમ ગર્ગ પાંચમી વિકેટના રુપમાં આઉટ થયો હતો. તેણે 31 બોલમાં 21 રન કર્યા હતા. આ દરમ્યાન તેણે એક છગ્ગો લગાવ્યો હતો. જેસન હોલ્ડર 9 બોલમાં માત્ર 2 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. આમ 80 રન ના સ્કોર પર હૈદરાબાદે 6 વિકેટ ગુમાવી હતી. અબ્દુલ સમદે (Abdul Samad) આક્રમક બેટીંગ કરી ને ટીમને સન્માનજનક સ્કોર પર પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે 18 બોલની રમતમાં 3 છગ્ગા લગાવી 25 રનનુ યોગદાન આપી આઉટ થયો હતો. રાશિદ ખાને 8 રન કર્યા હતા.
વરુણ ચક્રવર્તીએ તેની સ્પિનમાં 2 વિકેટને ફસાવી લીધી હતી. તેણે 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ટીમ સાઉથીએ 4 ઓવર કરીને 2 વિકેટ ઝડપી હતી. તેણે 26 રન આપ્યા હતા. શિવમ માવીએ 4 ઓવરમાં 29 રન આપી 2 વિકેટ ઝડપી હતી. સાકિબ અલી હસને પણ 4 ઓવરમાં 20 રન આપીને એક વિકેટ ઝડપી હતી. સુનિલ નરેને ખૂબ જ કસીને બોલીંગ કરી હતી. તેણે માત્ર 12 રન 4 ઓવરમાં આપ્યા હતા.