IPL 2021: વિરાટ કોહલીની ટીમ RCB ને પણ આ ખેલાડી એ વિવાદમાં લપેટી લીધુ, કહ્યુ મારી સાથે પણ ડેવિડ વોર્નર જેવો વ્યવહાર કર્યો હતો

TV9 GUJARATI

|

Updated on: Oct 03, 2021 | 8:33 PM

ડેલ સ્ટેને IPL 2020 માં RCB માટે માત્ર ત્રણ મેચ રમી હતી. જેમાં તેને માત્ર એક વિકેટ મળી હતી. આ પછી તેણે IPL 2021 પહેલા જ ટૂર્નામેન્ટમાંથી પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ હતુ.

IPL 2021: વિરાટ કોહલીની ટીમ RCB ને પણ આ ખેલાડી એ વિવાદમાં લપેટી લીધુ, કહ્યુ મારી સાથે પણ ડેવિડ વોર્નર જેવો વ્યવહાર કર્યો હતો
Virat Kohli-Dale Steyn

Follow us on

ડેવિડ વોર્નર (David Warner) સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ના ટીમ મેનેજમેન્ટનું ખરાબ વર્તન આ દિવસોમાં ચર્ચામાં છે. આ ટીમ IPL 2021 ની પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ખરાબ પ્રદર્શન બાદ હૈદરાબાદ દ્વારા વોર્નરને કેપ્ટનશીપમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને પ્લેઇંગ ઇલેવનમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. IPL 2021 ફરી શરૂ થાય ત્યારે UAE માં મેચ રમાઈ રહી છે અને અહીં પણ ડેવિડ વોર્નર સ્ટેડિયમમાં જોવા મળતો નથી.

સામે આવ્યું છે કે, સનરાઇઝર્સ હૈદરાબાદના ટીમ મેનેજમેન્ટે વોર્નરને સ્ટેડિયમમાં જવા ની પરમીશન નહોતી આપી. આ દરમ્યાન વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. ભૂતપૂર્વ દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેને (Dale Steyn) પણ આવા વર્તનનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે આઈપીએલ 2020 માં પણ તેની સાથે આવું જ થયું હતું.

મીડિયા રિપોર્ટ મુજબ એક વાતચીતમાં ડેલ સ્ટેને વોર્નર સાથે સંબંધિત બાબત, પર વાત કરતા કહ્યું હતું કે, દરેક લોકો જોઈ રહ્યા છે કે વોર્નર મેદાનમાં નથી આવી રહ્યો. જે સમજી શકાય તેવું છે કારણ કે ટીમ યુવાનોને તક આપવા માંગે છે. તેઓ જાણે છે કે તેમની પાસે ટુર્નામેન્ટમાં તકો નથી. આવી સ્થિતીમાં, મેદાન પર માત્ર થોડા જ ખેલાડીઓ લઈ શકાય છે. હું જાણું છું.

તેણે કહ્યુ, આઈપીએલ 2020 માં RCB સાથે આ નિયમનો ભોગ હું પણ બન્યો હતો. હું મેદાન પર જવા માંગતો હતો, પરંતુ જો ખેલાડીઓને લઈ જવા માટે એક નિશ્ચિત મર્યાદા હોય છે, તો તેટલા જ લોકો લઈ જઇ શકાય છે. આ સિવાયના ખેલાડીઓને મેદાનમાં આવવાની મંજૂરી નથી. તેથી જ કદાચ તેઓ આમ કરી રહ્યા હશે.

IPL 2020 માં માત્ર ત્રણ મેચ રમ્યો હતો

ડેલ સ્ટેને IPL 2020 માં RCB માટે માત્ર ત્રણ મેચ રમી હતી. આમાં તેને માત્ર એક વિકેટ મળી. આ પછી, તેણે આ IPL 2021 પહેલા જ ટૂર્નામેન્ટમાંથી પોતાનુ નામ પરત ખેંચી લીધુ હતુ. આવી સ્થિતિમાં RCB એ ડેલ સ્ટેન ને મુક્ત કર્યો. તેણે 95 IPL મેચ રમી અને 97 વિકેટ લીધી. તે આઈપીએલ માં ડેક્કન ચાર્જર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) , ગુજરાત લાયન્સ જેવી ટીમો માટે પણ રમ્યો હતો.

થોડા મહિના પહેલા IPL અંગે આપેલા નિવેદનને કારણે ડેલ સ્ટેન ટીકાઓથી ઘેરાયેલો હતો. તેણે આઈપીએલ કરતાં પાકિસ્તાન સુપર લીગ (PSL) ને સારી ગણાવી હતી. તેણે કહ્યું કે આઈપીએલમાં ઘણા પૈસા છે, તેના કારણે ઘણી વખત ક્રિકેટ પર વધારે ધ્યાન નથી મળતું. તેના કારણે સ્ટેનના સોશિયલ મીડિયા યુઝર્સે તેનો ક્લાસ લગાવ્યો હતો.

આ પણ વાંચોઃ IND Women vs AUS Women: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ડે-નાઇટ ટેસ્ટ મેચ ડ્રો રહી, કાગારુ ટીમ સામે સ્મૃતી મંધાના અને બોલરો ઝળહળ્યાં

આ પણ વાંચોઃ IPL 2021,RCB vs PBKS: વિરાટ કોહલી ની ટીમ બેંગ્લોર પ્લેઓફમાં પહોંચી, 6 રન થી પંજાબને હરાવ્યુ, ચહલની 3 વિકેટ

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati