AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISSF Junior World Championships: મનુ ભાકરનો કમાલ, એક જ દિવસમાં બે ગોલ્ડ જીત્યા, ભારત મેડલ ટેબલમાં અમેરિકાને પછાડી ટોપ પર

મનુ ભાકરે (Manu Bhaker) દિવસમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ રીતે ચેમ્પિયનશિપમાં તેના ગોલ્ડ મેડલની સંખ્યા ત્રણ થઈ ગઈ છે. પુરુષોની 10 મીટર એર રાઇફલ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ISSF Junior World Championships: મનુ ભાકરનો કમાલ, એક જ દિવસમાં બે ગોલ્ડ જીત્યા, ભારત મેડલ ટેબલમાં અમેરિકાને પછાડી ટોપ પર
Manu Bhaker
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 10:10 PM
Share

ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ (Junior World Championships) માં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય શૂટર મનુ ભાકર (Manu Bhaker) ના નેતૃત્વમાં ભારતે રવિવારે દાવ પર રહેલા છ માંથી ચાર ગોલ્ડ મેડલ જીતીને મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. ભારતે 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ક્લીન સ્વીપ કર્યું હતું. તેમાં મિશ્ર, મહિલા અને પુરુષ ટીમ ચેમ્પિયનશિપનો સમાવેશ થાય છે.

આ સિવાય ભારતે પુરુષોની 10 મીટર રાઇફલ ટીમ ઇવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારત પાસે હવે છ ગોલ્ડ, છ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ છે. ચાર ગોલ્ડ, ચાર સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ સાથે અમેરિકા બીજા સ્થાને છે.

ભાકરે દિવસમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ રીતે ચેમ્પિયનશિપમાં તેના ગોલ્ડ મેડલની સંખ્યા ત્રણ થઈ ગઈ છે. સરબજોત સિંહ સાથે મિશ્ર ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યા બાદ, તેણે રિધમ સાંગવાન અને શિખા નરવાલ સાથે 10 મીટર એર પિસ્તોલ મહિલા ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. ભારતે ગોલ્ડ મેડલ મેચમાં બેલારુસને 16-12 થી હરાવ્યું હતું.

10 મીટર એર રાયફલ ટીમને ગોલ્ડ

નવીન, સરબજોત સિંહ અને શિવ નરવાલની પુરુષ ટીમે પણ બેલારુસને 16-14 થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. અગાઉ, પુરુષોની 10 મીટર એર રાઇફલ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલાઓની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં ભારતને સિલ્વર મેડલ મળ્યો. હંગેરીએ આ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ટીમે અગાઉ ક્વોલિફિકેશન ઓપનિંગ રાઉન્ડમાં 180 લક્ષ્યાંકમાંથી 1722 ના સ્કોર સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું. ટીમ બીજા રાઉન્ડમાં 569 પોઈન્ટ સાથે ટોપ પર છે. ફાઇનલમાં તેનો સામનો બેલારુસ સાથે થયો હતો પરંતુ ભારતીય શૂટરોએ મેચ જીતી લીધી હતી.

10 મીટર એર રાઇફલ મિક્સડમાં સિલ્વર

પુરૂષોની 10 મીટર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં ભારતીય નિશાનેબાજો બેલારુસના પડકારને પાર કરવામાં સફળ રહ્યા હતા. મહિલાઓની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં ભારતની નિશા કંવર, જીના ખિટ્ટા અને આત્મિકા ગુપ્તાએ પ્રાથમિક ક્વોલિફિકેશન રાઉન્ડમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. પરંતુ બીજા રાઉન્ડમાં એજેટર મેજોરોઝ, એજેટર ડેન્સ અને હંગેરીના લી હોર્વાથથી પાછળ રહીને બીજા સ્થાને રહી હતી.

હંગેરિયન ટીમ પણ ફાઇનલમાં ભારત કરતાં ચડિયાતી સાબિત થઇ હતી. ભારતીય ટીમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આત્મિકા ગુપ્તાએ રાજપ્રીત સિંહ સાથે 10 મીટર એર રાઇફલમાં મિશ્ર ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ રીતે આત્મિકા બે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી. જ્યારે રાજપ્રીતે એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો.

આ પણ વાંચોઃ IPL 2021: વિરાટ કોહલીની ટીમ RCB ને પણ આ ખેલાડી એ વિવાદમાં લપેટી લીધુ, કહ્યુ મારી સાથે પણ ડેવિડ વોર્નર જેવો વ્યવહાર કર્યો હતો

આ પણ વાંચોઃ IPL 2021: UAEમાં ધૂમ મચાવનાર યુઝવેન્દ્ર ચહલે બેટ્સમેનોને પરેશાન કરી મુક્યા છે, T20 વિશ્વકપ ટીમથી બહાર રાખી ભૂલ કરી દીધી?

g clip-path="url(#clip0_868_265)">