India vs West Indies, Women’s World Cup 2022, Live Score Highlight: ભારતે મેળવ્યો શાનદાર વિજય, સ્નેહ રાણાની 3 વિકેટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 1:40 PM

India vs West Indies, Women's World Cup 2022, Live Score Highlight: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ બંને ટીમો આજે પોત પોતાની ત્રીજી મેચ રમી રહ્યા છે. ભારતે અગાઉ પાકિસ્તાન સામે એક મેચ જીતી હતી અને ન્યુઝીલેન્ડ સામેની એક મેચ હારી હતી

India vs West Indies, Women's World Cup 2022, Live Score Highlight: ભારતે મેળવ્યો શાનદાર વિજય, સ્નેહ રાણાની 3 વિકેટ
ભારત માટે આજે જીત મહત્વની છે

ICC મહિલા વર્લ્ડ કપ 2022માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો આમને-સામને છે. મેચનો ટોસ થઇ ચુક્યો છે અને ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમોએ પોતાની પ્લેઈંગ ઈલેવન પર પણ મહોર મારી દીધી છે. ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.વેસ્ટ ઈન્ડિઝે પણ તેમના વિનિંગ કોમ્બિનેશન સાથે છેડછાડ કરી નથી. ટૂર્નામેન્ટમાં બંને ટીમોની આ ત્રીજી મેચ છે. જ્યાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. સાથે જ ભારત સામે તેને રોકવાનો પડકાર રહેશે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારતની પ્લેઈંગ ઈલેવન: સ્મૃતિ મંધાના, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર, રિચા ઘોષ, સ્નેહ રાણા, પૂજા વસ્ત્રાકર, ઝુલન ગોસ્વામી

વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ ઈલેવન: ડિઆન્ડ્રા ડોટિન, હેલે મેથ્યુસ, કે. નાઈટ, સ્ટેફની ટેલર (સી), શીમન કેમ્પબેલ, ચિનેલી હેનરી, આલિયા અલીન, અનીસા મોહમ્મદ, શકેરા સેલમન, શમિલા કોનેલ

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 Mar 2022 01:23 PM (IST)

    ભારતનો 155 રન થી વિજય

  • 12 Mar 2022 01:11 PM (IST)

    ચિડયન નેશન રન આઉટ

    દીપ્તિ શર્માએ નેશનને રન આઉટ કરીને પેવેલિયન પરત મોકલી છે. નેશને 48 બોલમાં 19 કર્યા હતા. આમ હવે ભારત મોટી જીત થી માત્ર 1 વિકેટ દુર છે.

  • 12 Mar 2022 01:06 PM (IST)

    ઝૂલન એ અનિસાને આઉટ કરી મેળવી ખાસ ઉપલબ્ધી

  • 12 Mar 2022 12:53 PM (IST)

    નેશનની બાઉન્ડરી

    ઝૂલન ગોસ્વામીની ઓવર દરમિયા ચિડયન નેશને બાઉન્ડરી લગાવી હતી. એક તરફ વેસ્ટ ઇન્ડિઝની ટીમ હાલમાં સંઘર્ષની સ્થિતીમાં છે એવા સમયે નેશને બાઉન્ડરી વડે આશાઓ જીવંત રાખવા પ્રયાસ કર્યો છે.

  • 12 Mar 2022 12:34 PM (IST)

    આલિયા અલીન રન આઉટ

    પ્રથમ રન લીધા બાદ બીજો રન લેવા જવા દરમિયાન આલિયા અલીને રન આઉટ વિકેટ ગુમાવી હતી. રાજેશ્વરી અને સ્નેહ રાણાએ સારા તાલમેલ વડે વિકેટ ઝડપી હતી.

  • 12 Mar 2022 12:28 PM (IST)

    આલિયા અલીને બાઉન્ડરી ફટકારી

    આલિયા અલીને રાજેશ્વરની ઓવરમાં એક આસાન શોટ રમીને બાઉન્ડરી મેળવી હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમ હાલમાં સંઘર્ષની સ્થિતી અનુભવી રહી છે. આ પહેલા તેના 100 રન ઝડપથી નોંધાવ્યા હતા.

  • 12 Mar 2022 12:19 PM (IST)

    ચિનેલી હેનરી પેવેલિયન પરત

    ભારત હવે મોટી જીત થી 4 વિકેટ દૂર છે. અને તે અંતર હાલમાં ભારતીય બોલીંગના આક્રમણને જોતા હવે વધારે દુર નથી લાગતુ ચિનેલી હેનરી ને પણ હવે પેવેલિયન તરફ ચાલતી કરી દીધી છે. રાજેશ્વરી ગાયકવાડે તેને એલબીડબલ્યુ શિકાર કર્યો હતો.

  • 12 Mar 2022 12:17 PM (IST)

    ચિનેલી હેનરી એ ક્રિઝ પર આવતા જ બાઉન્ડરી લગાવી

    વેસ્ટ ઇન્ડિઝ ટીમ તેની 5 વિકેટ ગુમાવીને દબાણની સ્થિતી અનુભવી રહ્યુ છે. ત્યા પૂજા વસ્ત્રાકરના બોલ પર ચિનેલી હેનરીએ બાઉન્ડરી ફટકારીને સ્કોર બોર્ડને આગળ વધારવા માટે પ્રયાસ કર્યો છે.

  • 12 Mar 2022 12:15 PM (IST)

    કેમ્પબેલે પેવેલિયન પરત ફરી

    કેમ્પબેલે 11 રનની ઇનીંગ રમીને પેવેલિયન પરત ફરી છે. આ સાથે જ ભારત હવે એક મોટી જીત તરફ આગળ વધવા લાગ્યુ છે. પૂજા વસ્ત્રાકરે કેમ્પબેલેનો શિકાર ઝડપ્યો હતો.

  • 12 Mar 2022 12:02 PM (IST)

    હેલે મેથ્યુઝ આઉટ, ચોથી સફળતા

    હેલે આક્રમક રમત અપનાવી હતી અને તેણે ડોટિન સાથે મળીને ભારતની ચિંતા વધારી હતી. પરંતુ ડોટિન બાદ તેની રમત ધીમી પડવા સાથે હવે તેને સ્નેહ રાણાએ પોતાનો શિકાર બનાવ્યો છે. હેલે 36 બોલમાં 43 રન કરીને પેવેલિયન પરત ફરી છે. આમ ભારતીય ટીમને હવે રાહત મળી છે.

  • 12 Mar 2022 11:58 AM (IST)

    ટેલર આઉટ

    મેઘના સિંહે વેસ્ટ ઇન્ડિઝ કેપ્ટન સ્ટેફની ટેલરની વિકેટ ઝડપી છે. તેણે રિચા ઘોષના હાથમાં કેચ આઉટ કરાવતા કેપ્ટને માત્ર એક જ રન કરીને પેવેલિયન પરત ફરવુ પડ્યુ હતુ.

  • 12 Mar 2022 11:49 AM (IST)

    નાઇટ આઉટ, ભારતને બીજી સફળતા

    ભારતીય ટીમને બીજી વિકેટ મેળવવામાં સફળતા મળી છે. કે નાઇટ નો મેઘના સિંહે શિકાર કર્યો હતો. નાઇટે સ્મૃતિના હાથમાં કેચ આપચા તે 10 બોલમાં 1 રન કરીને પેવેલિયન પરત ફરી હતી. વેસ્ટ ઇન્ડિઝની રમત હવે ધીમી પડી હતી.

  • 12 Mar 2022 11:29 AM (IST)

    ભારતને પ્રથમ સફળતા સ્નેહ રાણાએ અપાવી

    ડિઆન્ડ્રા ડોટિન અર્ધશતકીય ઇનીગ રમી હતી. તેની તોફાની રમત ભારતની મુશ્કેલીઓ વધારી રહી હતી. એવા સમયે સ્નેહ રાણાએ શાનદાર રીતે ડોટિનની વિકેટ ઝડપી હતી. મેઘના સિંહે તેનો કેચ ઝડપ્યો હતો.

  • 12 Mar 2022 11:17 AM (IST)

    ડોટિને ઝડપી અર્ધશતક ફટકાર્યુ

    ભારતના વિશાળ સ્કોર સામે વેસ્ટ ઇન્ડિઝે શરુઆતથી જ આક્રમક રમત શરુ કરી છે. ડોટિને આક્રમક રમક રમીને 35 બોલમાં 50 રન ફટકાર્યા છે. તેણે દીપ્તિ શર્માની ઓવરમાં છગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પુરી કરી હતી. ભારત માટે ડોટિન અને હેલેની જોડી મુશ્કેલ સાબિત થઇ શકે છે.

  • 12 Mar 2022 11:17 AM (IST)

    ગાયકવાડે સર્જેલી તક ગૂમાવી

    રાજેશ્વરી ગાયકવાડે હેલે મેથ્યુઝને પોતાની જાળમાં ફસાવતો કેચ નો મોકો સર્જ્યો હતો. પરંતુ તાનિયા ભાટીયાએ આ મોકો ગુમાવ્યો હતો. હેલેનો કેચ ગુમાવવાને લઇને ભારતને મળેલી તક હાથમાંથી સરી ગઇ હતી.

  • 12 Mar 2022 11:05 AM (IST)

    હેલી મેથ્યુના સળંગ ત્રણ ચોગ્ગા, ઓવરમાં 5 બાઉન્ડરી

    ઝૂલન ગોસ્વામી 5મી ઓવર લઇને આવી હતી. જેમાં હેલે મેથ્યુઝે સળંગ ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ ત્રણેય બોલ પર બાઉન્ડરી બાદ અંતિમ બંને બોલ પર પણ બાઉન્ડરી મેળવી હતી. જેને પાંચમી ઓવરમાં 21 રન વેસ્ટ ઇન્ડિઝે મેળવ્યા હતા. આમ 5 ઓવરના અંતે કેરેબિયન ટીમનો સ્કોર 50 રન પર પહોંચ્યો હતો.

  • 12 Mar 2022 10:59 AM (IST)

    ડોટિને સતત બે ચોગ્ગા ફટકાર્યા

    ત્રીજી ઓવરમાં જમણા હાથની બેટ્સમેન ડિઆન્ડ્રા ડોટિને સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. ગોસ્વામીની ઓવરના ચોથા બોલ પર, તેણે મિડ-વિકેટ પર પ્રથમ ચોગ્ગો ફટકાર્યો. તે જ સમયે, પાંચમા બોલ પર, તેણે વધારાના કવર પર ચોગ્ગો ફટકાર્યો. આ ઓવરમાં એકંદરે નવ રન આવ્યા.

  • 12 Mar 2022 10:58 AM (IST)

    વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ શરૂ

    વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ડિઆન્ડ્રા ડોટિન અને હેલી મેથ્યુઝ ઓપનિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યા છે, જ્યારે અનુભવી ઝડપી બોલર ઝુલન ગોસ્વામી ભારત માટે બોલિંગની શરૂઆત કરી છે.

  • 12 Mar 2022 10:44 AM (IST)

    ભારતે 50 ઓવરમાં 317 રન બનાવ્યા

    ભારતે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 317 રન બનાવ્યા હતા. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 123, હરમનપ્રીત કૌરે 109 અને યાસ્તિકા ભાટિયાએ 31 રન બનાવ્યા હતા. કૌર અને સ્મૃતિની શાનદાર ભાગીદારીએ ટીમને વર્લ્ડકપમાં પ્રથમ વખત 300થી આગળ પહોંચાડી હતી.વેસ્ટ ઈન્ડિઝની વાત કરીએ તો અનીસા મોહમ્મદને બે, આલિયા, ડિઆન્ડ્રા ડોટિન, શકેરા સેલમેન, હેલી મેથ્યુસ અને શામિલિયા કોનેલે 1-1 વિકેટ મળી હતી.

  • 12 Mar 2022 10:03 AM (IST)

    ઝૂલન ગોસ્વામીએ ગુમાવી વિકેટ

    311 ના સ્કોર થી 315 સુધીમાં ભારતે ત્રીજી વિકેટ ગુમાવી દીધી છે. જોકે ભારતીય ટીમ બે શતકીય ઇનીંગને લઇને મજબૂત સ્થિતીમાં છે. ઝૂલન ગોસ્વામી નિયમીત કરતા થોડા ઉપરના ક્રમે રમતમાં આવી હતી. પરંતુ તે ઝડપથી પરત ફરી છે. આમ ભારતે 8મી વિકેટ ગુમાવી છે.

  • 12 Mar 2022 10:00 AM (IST)

    હરમનપ્રીતની શતકીય ઇનીંગ સમાપ્ત

    109 રનની ઇનીંગ રમીને હરમનપ્રીત પેવેલિયન પરત ફરી હતી. તેણે 107 બોલમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે આ વિશાળ ઇનીંગ રમી હતી.

  • 12 Mar 2022 09:59 AM (IST)

    રિચા ઘોષ આઉટ

    વેસ્ટ ઈન્ડિઝે 47મી ઓવરના બીજા બોલ પર રિચા ઘોષને રનઆઉટ કરી દીધી હતી. સિંગલ રન લીધા પછી, રિચા બીજો લેવા દોડી હતી પરંતુ કેમ્પબેલે કવરમાંથી બોલ હેલી મેથ્યુસ તરફ ફેંક્યો જેણે સ્ટમ્પને ઉડાવી દીધા અને તેને પેવેલિયન પરત મોકલી દીધી હતી. રિચાએ 10 બોલમાં માત્ર પાંચ રન બનાવ્યા હતા.

  • 12 Mar 2022 09:57 AM (IST)

    હરમનપ્રીતની સદી

    આલિયા એલેને 47મી ઓવરના પહેલા જ બોલ પર લોંગ ઓન શોટ રમ્યો અને પોતાની સદી પૂરી કરી. 100 બોલમાં 100 રન પૂરા કર્યા હતા. અત્યાર સુધીમાં 8 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા છે. વર્લ્ડ કપમાં આ તેની ત્રીજી સદી છે. તેણે આજે અંતિમ મેચની કમી પૂરી કરી હતી.

  • 12 Mar 2022 09:33 AM (IST)

    મંધાના શાનદાર ઇનીંગ રમી પેવેલિયન પરત ફરી

    કોનેલ 42મી ઓવરમાં આવી હતી અને આ વખતે મંધાનાને પેવેલિયન મોકલી હતી. ઓવરના ત્રીજા બોલ પર, મંધાનાએ ડીપ મિડ પર શોટ રમી હતી, સેલમેને દોડીને કેચ લીધો અને મંધાનાની ઇનિંગ્સનો અંત કર્યો હતો. મંધાનાની શાનદાર ઇનિંગ્સ. 119 બોલમાં 123 રન બનાવ્યા. પોતાની ઇનિંગમાં તેણે 13 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. હરમપ્રીત સાથેની સારી ભાગીદારીએ તેની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી છે.

  • 12 Mar 2022 09:15 AM (IST)

    સ્મૃતિ મંધાનાની શાનદાર સદી

    40 મી ઓવરમાં સ્મૃતિ મંધાના એ બાઉન્ડરી ફટકારીને પોતાનુ શતક પૂર્ણ કર્યુ હતુ. તેણે 2 છગ્ગા અને 9 ચોગ્ગા સાથેની રમત વડે મહત્વના સમયે ઉપયોગી શતક નોંધાવ્યુ છે. આ દરમિયાન હરમનપ્રીતે પણ તેને સારો સાથ પુરાવ્યો હતો અને બંને વચ્ચે 150 કરતા વધુ રનની ભાગીદારી રમત નોંધાઇ છે.

  • 12 Mar 2022 09:13 AM (IST)

    સ્મૃતિ મંધાનાએ ફટકાર્યો છગ્ગો

    મંધાનાએ શાનદાર ઇનીંગ રમી છે અને હવે શતકની નજીક પહોંચી ચુકી છે. આ દરમિયાન તેણે વધુ સિક્સર ફટકારી છે. મંધાનાએ મહત્વની મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ટૂર્નામેન્ટમાં ભારતનુ સ્થાન મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. આમ ભારતનો સ્કોર પણ વિશાળ કરવા તરફ પ્રયાસ કર્યો છે.

  • 12 Mar 2022 08:51 AM (IST)

    હરમનપ્રીત કૌરની અડધી સદી

    હરમનપ્રીત કૌરે જરુરિયાતના સમયે શાનદાર અર્ધશતકીય ઇનીંગ રમી છે. 33 મી ઓવરના અંતિમ બોલ પર સેલમને નો બોલ ડીલીવરી કરી હતી. જેને લઇને મળેલા મોકા પર હરમનપ્રીતે બાઉન્ડરી ફટકારીને પોતાનુ અર્ધશતક પુર્ણ કર્યુ હતુ.

  • 12 Mar 2022 08:48 AM (IST)

    મંધાનાએ ફટકાર્યો વિશાળ છગ્ગો

    સ્મૃતિ મધાનાએ શાનદાર પ્રદર્શન કર્યુ છે. તેણે જબરદસ્ત રમત દરમિયાન એક વિશાળ છગ્ગો ફટકાર્યો હતો. જે લગભગ 80 મીટર લાંબો હતો. સકેરા સેલમનના બોલ પર આ છગ્ગો ફટકાર્યો હતો.

  • 12 Mar 2022 08:19 AM (IST)

    સ્મૃતિ મંધાનાની અડધી સદી

    સ્મૃતિ મંધાનાએ શાનદાર રમત દર્શાવી છે. તેણે અર્ધશતકીય ઇનીંગ રમી છે. ઓપનર મંધાનાએ પોતાનો છેડો સાચવી રાખીને જવાબદારી પૂર્વક રમત રમી ને ભારતને એક સારા સ્કોર તરફ આગળ વધાર્યુ છે. મંધાનાએ અડધી સદી દરમ્યાન 6 ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 12 Mar 2022 08:17 AM (IST)

    હરમનપ્રીત નસીબદાર રહી

    હેલે મેથ્યુઝના બોલ પર બાઉન્ડરી ફટકારતા બોલ હવામાં રહ્યો હતો અને નિચે ફિલ્ડર પણ હાજર હોવાને લઇને એક સમયે શ્વાસ ઉંચો થઇ ગયો હતો. પરંતુ નસીબદાર રહેતા બોલ કેચ થઇ શક્યો નહોતો અને બોલ બાઉન્ડરી તરફ જતા ભારતના સ્કોરમાં 4 રન ઉમેરાયા હતા. આ પહેલા કૌરે ત્રીજા બોલ પર પણ એક બાઉન્ડરી ફટકારી હતી. આમ ઓવરમાં બીજો ચોગ્ગો મળ્યો હતો.

  • 12 Mar 2022 08:10 AM (IST)

    સ્મૃતિ મંધાનાની બાઉન્ડરી

    ડિઆન્ડ્રા ડોટિન 23 મી ઓવર લઇને આવી હતી, તેના 5 માં બોલનો સામનો કરી રહેલ સ્મૃતિ મંધાનાએ શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો. બહારની તરફના બોલ પર તેણે આ ચોગ્ગો લગાવ્યો હતો.

  • 12 Mar 2022 07:57 AM (IST)

    ભારતનો સ્કોર 100 રનને પાર

    20 મી ઓવરના અંતે ભારતનો સ્કોર 100 રન પર પહોંચ્યો હતો. ભારતે 3 વિકેટ ગુમાવીને આ સ્કોર પાર કર્યો હતો. હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના બંને ક્રિઝ પર છે અને ભારતીય ટીમના સન્માનજનક સ્કોરની જવાબદારી પણ તેમની પર છે.

  • 12 Mar 2022 07:49 AM (IST)

    હરમનપ્રીત કૌરે બાઉન્ડરી લગાવી

    18 મી ઓવર લઇને આવેલ અનિસા મોહમ્મદના પાંચમાં બોલ પર હરમનપ્રીત કૌરે ચોગ્ગો ફટકાર્યો હતો. તેણે ગેપમાંથી બોલને નિકાળીને સિધો જ બાઉન્ડરીના પાર મોકલ્યો હતો.

  • 12 Mar 2022 07:36 AM (IST)

    ભારતને ત્રીજો ઝટકો

    દીપ્તિ શર્મા પિચ પર સેટ થઇ રમવા લાગી હતી એવા સમયે જ તેણે વિકેટ ગુમાવી હતી. તેને અનિસા મોહમ્મદે કેચ આઉટ કરાવી પેવેલિયન પરત મોકલી હતી. દીપ્તિએ 21 બોલમાં 15 રનની ઇનીંગ રમી હતી. આ દરમિયાન તેણે 2 બાઉન્ડરી ફટકારી હતી.

  • 12 Mar 2022 07:34 AM (IST)

    દીપ્તિ શર્માની 2 બાઉન્ડરી

    13 મી ઓવરમાં દીપ્તિ શર્માએ બાઉન્ડરી ફટકારી હતી. ત્રીજા અને પાંચમા બોલ પર દીપ્તિ શર્માએ ચોગ્ગો ફટકાર્યા હતા. આ ઓવરમાં ભારતને બંને બાઉન્ડરી વડે 8 રન મળતા સ્કોર 77 રને પહોંચ્યો હતો

  • 12 Mar 2022 07:15 AM (IST)

    મિતાલી રાજ પેવેલિયન પરત ફરી

    ભારતીય ટીમની કેપ્ટન મિતાલી રાજ પાસે આજે ખૂબ અપેક્ષા વર્તાઇ રહી હતી. પરંતુ તે માત્ર 5 રનની ઇનીંગ રમીને પેવેલિયન પરત ફરી હતી. આ માટે તેણે 11 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન તેણે 1 ચોગ્ગો ફટકાર્યો હતો. તેને હેલે મેથ્યુઝે આઉટ કરી હતી.

  • 12 Mar 2022 07:11 AM (IST)

    ભારતે પ્રથમ વિકેટ ગુમાવી

    આક્રમક અંદાજમાં રમી રહેલી યાસ્તિકા ભાટીયા શાકેરા સેલમનની શિકાર બની હતી. તે 21 બોલમાં 31 રન બનાવીને આઉટ થઇ હતી. તેમે ઇનીંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 12 Mar 2022 06:57 AM (IST)

    મંધાનાએ ચોગ્ગો ફટકાર્યો

    છઠ્ઠી ઓવરમાં પણ બાઉન્ડરીનો સિલસિલો જારી રહ્યો હતો. સ્મૃતિ મંધાનાએ હેલે મેથ્યુઝના બોલ પર મીડ ઓફ પર શાનદાર બાઉન્ડરી ફટકારી હતી.

  • 12 Mar 2022 06:55 AM (IST)

    સ્મૃતિ મંધાનાની બાઉન્ડરી

    શમિલાના બોલ પર મંધાના યાસ્તિકાના એક રન બાદ સ્ટ્રાઇક પર આવતા પાંચમા બોલ પર બાઉન્ડરી લગાવી હતી. આમ પાંચમી ઓવરમાં ત્રણ ચોગ્ગા આવતા એક રન એકસ્ટ્રા સહિત ભારતને 15 રન મળ્યા હતા.

  • 12 Mar 2022 06:52 AM (IST)

    યાસ્તિકા ભાટીયાના સળંગ 2 ચોગ્ગા

    શમિલા કોનેલ ઇનીંગની પાંચમી ઓવર લઇને આવી હતી. જેનો પ્રથમ બોલ વાઇડ ફેંક્યો હતો. ઓવરના બીજા અને ત્રીજા બોલ પર યાસ્તિકાએ શાનદાર બે ચોગ્ગા લગાવ્યા હતા. આમ યાસ્તિકાએ શરુઆત આક્રમક દર્શાવતા કેરેબિયન કેમ્પમાં સન્નાટો છવાઇ ગયો હતો.

  • 12 Mar 2022 06:42 AM (IST)

    બીજી ઓવરમાં યાસ્તિકાની 3 બાઉન્ડરી

    આ પછી યાસ્તિકાએ બીજી ઓવરમાં યાસ્તિકાએ આક્રમક અંદાજ બતાવ્યો હતો. ચિનેલી હેનરી બીજી ઓવર લઇને આવી હતી. તેના બીજા, ત્રીજા અને ચોથા બોલ પર યાસ્તિકા ભાટીયાએ શાનદાર બાઉન્ડરી લગાવી હતી. હેનરીએ બીજા બોલ પર ચોગ્ગો ખાધા બાદ ત્રીજો બોલ વાઇડ કર્યો હતો. જેના આગળના યોગ્ય બોલ અને બાદના બોલ પર સળંગ બાઉન્ડરી ભાટીયાએ લગાવી હતી.

  • 12 Mar 2022 06:41 AM (IST)

    રમત શરુ

    ભારત તરફથી યાસ્તિકા ભાટિયા અને સ્મૃતિ મંધાના ઓપનિંગ કરવા ઉતર્યા છે. બંને બેટ્સમેનોએ પ્રથમ ઓવરમાં એક ચોગ્ગા સાથે 6 રન બનાવ્યા હતા. આ ચાર રન યાસ્તિકાના બેટમાંથી નીકળ્યા હતા.

  • 12 Mar 2022 06:35 AM (IST)

    વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ ઈલેવન

    વેસ્ટ ઈન્ડિઝ ટીમ: ડિઆન્ડ્રા ડોટિન, હેલે મેથ્યુસ, કે. નાઈટ, સ્ટેફની ટેલર (સી), શીમન કેમ્પબેલ, ચિનેલી હેનરી, આલિયા અલીન, અનીસા મોહમ્મદ, શકેરા સેલમન, શમિલા કોનેલ

  • 12 Mar 2022 06:35 AM (IST)

    ભારતની પ્લેઈંગ ઈલેવન:

    ભારતીય ટીમઃ સ્મૃતિ મંધાના, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા, મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર, રિચા ઘોષ, સ્નેહ રાણા, પૂજા વસ્ત્રાકર, ઝુલન ગોસ્વામી

Published On - Mar 12,2022 6:33 AM

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">