IND vs SA T20 Live Score Highlights: ભારતીય ટીમનો 8 વિકેટે વિજય, રાહુલ અને સૂર્યાએ અડધી સદી નોંધાવી
IND Vs SA T20 Match Live Updates Highlights: ટી-20 વર્લ્ડ કપ પહેલા આ સિરીઝ ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકા માટે પોતાની તૈયારીઓને પરખવાની અંતિમ તક છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાશે. આ સિરીઝ બંને ટીમો માટે વર્લ્ડ કપની તૈયારીઓની કસોટી કરવાની મોટી તક છે. ભારતે (Indian Cricket Team) તાજેતરમાં જ ત્રણ મેચની T20I શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. હવે તેની કોશિશ હશે કે આ સિરીઝ પણ તેના નામે થાય. ઉપરાંત, તે આ શ્રેણીમાં તેની ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરશે. સાઉથ આફ્રિકા હજુ સુધી ભારતમાં ટી-20 સિરીઝ હારી નથી. ટીમ ઈન્ડિયા (Team India) આ વખતે તેને આ ઘા આપવા ઈચ્છશે.
ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, અર્શદીપ સિંહ, દીપક ચહર, હર્ષલ પટેલ.
દક્ષિણ આફ્રિકાની ટીમ: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રાઈલી રુસો, ડેવિડ મિલર, એડન માર્કરામ, ટ્રીસ્ટન સ્ટબ્સ, વેઈન પેર્નેલ, કાગીસો રબાડા, એનરિક નોરખિયા, તબરેઝ શમ્સી, કેશવ મહારાજ
LIVE Cricket Score & Updates
-
IND vs SA T20 Live Updates: ભારતનો 8 વિકેટે વિજય
ભારતીય ઓપનર કેએલ રાહુલે અંતમાં વિજયી છગ્ગો ફટકાર્યો હતો. ભારતે 8 વિકેટે મેચને પોતાના નામે કરી લીધી હતી.
-
IND vs SA T20 Live Updates: સૂર્યકુમારે સિક્સ ફટકારી
સૂર્યકુમારે 13મી ઓવરના ચોથા બોલ પર સિક્સર ફટકારી હતી. સૂર્યકુમારે કેશવ મહારાજની ઑફ-સ્ટમ્પ બોલ પર ઇનસાઇડ આઉટ રમ્યો અને છ રન લીધા.
-
-
IND vs SA T20 Live Updates: સૂર્યકુમારની બાઉન્ડરી
સૂર્યકુમારે 12મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. શમ્સીનો બોલને સૂર્યાએ લોંગ ઓન અને ડીપ મિડવિકેટથી ચાર રન માટે મોકલ્યો હતો.
-
IND vs SA T20 Live Updates: સૂર્યાએ બાઉન્ડરી ફટકારી
11 મી ઓવર લઈને કેશવ મહારાજ આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર જ સૂર્યાકુમાર યાદવે ચોગ્ગો ફટકાર્યો હતો. તેણે બહારના બોલ પર જોરથી શોટ લગાવ્યો હતો અનેબોલ સીધો ડીપ પોઈન્ટ તરફ બાઉન્ડરીની પાર પહોંચ્યો હતો.
-
IND vs SA T20 Live Updates: કેએલ રાહુલે છગ્ગો ફટકાર્યો
કેએલ રાહુલ ધીમી પરંતુ મક્કમ રમત રમી રહ્યો છે. આ દરમિયાન તેણે મેચમાં પોતાના તરફથી પ્રથમ છગ્ગો ફટકાર્યો છે. 10 મી ઓવર લઈને આવેલા એનિરીક નોરખિયાના બોલ પર ફ્લિક કરી દઈને વાઈડ લોંગ ઓન પર છગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 10 રન મળ્યા હતા.
-
-
IND vs SA T20 Live Updates: ડીકોકને ઈજા
દક્ષિણ આફ્રિકાનો વિકેટકીપર ક્વિન્ટન ડી કોક ઈજાગ્રસ્ત થયો છે. 10મી ઓવરનો પહેલો બોલ નોરખિયાએ લેગ-સ્ટમ્પની બહાર ફેંક્યો હતો, જેને કેચ કરવા માટે ડીકોકે ડાઇવ મારી હતી અને તેના હાથમાં ઇજા પહોંચી હતી.
-
IND vs SA T20 Live Updates: સૂયાકુમારે સળંગ 2 છગ્ગા ફટકાર્યા
એનરિક નોરખિયાના બે સળંગ બોલ પર સૂર્યાકુમાર યાદવે સળંગ 2 છગ્ગા ફટકાર્યા હતા. ઓવરના પ્રથમ બોલ પર નોરખિયાએ કોહલીની વિકેટ ઝડપી હતી. પરંતુ ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર વિશાળ બે છગ્ગાએ સૂર્યાએ ફટકારી દીધા હતા.
-
IND vs SA T20 Live Updates: વિરાટ કોહલી આઉટ
સાતમી ઓવર લઈને આવેલા એનરિક નોરખિયાએ પહેલા જ બોલ પર કોહલીને આઉટ કર્યો હતો. નોરખિયાનો બોલ ઓફ-સ્ટમ્પની બહાર હતો જેને કોહલીએ કટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલે વધારે ઉછાળ લીધો અને બોલ તેના બેટની કિનારી લઈને વિકેટ કીપરના ગ્લોવ્સમાં ગયો.
નોરખિયા – 3 રન, 9 બોલ
-
IND vs SA T20 Live Updates: પાવર પ્લે સમાપ્ત, ભારતનો સ્કોર 17/1
દક્ષિણ આફ્રિકાની ખરાબ શરુઆતથી લાગી રહ્યુ હતુ, ભારત માટે મેચમાં આસાન સ્થિતી છે. પરંતુ ભારતીય ટીમની શરુઆત પણ સારી નથી રહી. પાવર પ્લેમાં ભલે એક જ વિકેટ ગુમાવી હોય પરંતુ માત્ર 17 રન નોંધાવ્યા છે.
-
IND vs SA T20 Live Updates: દક્ષિણ આફ્રિકાનુ રિવ્યૂ ખરાબ
દક્ષિણ આફ્રિકાનો બીજો રિવ્યુ પાંચમી ઓવરના પાંચમા બોલ પર ખરાબ થઈ ગ.ો હતો. રબાડાનો બોલ રાહુલના પેડ પર વાગ્યો અને દક્ષિણ આફ્રિકાએ અપીલ કરી. જ્યારે અમ્પાયરે આઉટ ન આપ્યો ત્યારે દક્ષિણ આફ્રિકાએ રિવ્યુ લીધો જેમાં જાણવા મળ્યું કે બોલ ઓફ સ્ટમ્પની બહાર પડ્યો હતો.
-
IND vs SA T20 Live Score: રોહિત શર્મા આઉટ
શૂન્ય રન પર જ રોહિત શર્મા પેવેલિયન પરત ફર્યો છે. તે કાગિસો રબાડાનો બહારનો બોલ રોહિતના બેટની કિનારીને અડકીને સીધો જ વિકેટકીપર પાસે પહોંચ્યો હતો. જોકે કીપર ક્વીન્ટન ડી કોકે તેની જમણી બાજુ ડાઈવ લગાવવી પડી હતી.
-
IND vs SA T20 Live Score: કેએલ રાહુલનો ચોગ્ગો
બીજી ઓવર લઈને વેઈન પાર્નેલ આવ્યો હતો. તેણે ઓવરનો પ્રથ બોલ વાઈડ કર્યો હતો. ઓવરના બીજા બોલ પર કેએલ રાહુલે ચોગ્ગો ફટકાર્યો હતો. તેણે મિડ ઓન અને મિડ વિકેટ વચ્ચેની ગેપમાંથી બોલને નિકાળી સીધો જ ચાર રન માટે મોકલ્યો હતો. આગળના બોલ પર એલબીડબલ્યૂની અપીલ કરાઈ હતી અને રિવ્યૂ લેવાયુ હતુ. જોકે રાહુલ સુરક્ષીત રહ્યો હતો.
-
IND vs SA T20 Live Score: ભારતની બેટીંગ શરુ
ભારતીય ટીમની બેટીંગ ઈનીંગ શરુ થઈ ચુકી છે. રોહિત શર્મા અને કેએલ રાહુલના રુપમાં ઓપનીંગ જોડી રન ચેઝ કરવા માટે ક્રિઝ પર આવી છે. કાગીસો રબાડાએ પ્રથમ ઓવર લઈને આવતા તેણે મેઈડન ઓવર કરી હતી. કેએલ રાહુલે તેનો સામનો કરતા એક પણ રન નોંધાવ્યો ન હતો.
-
IND vs SA T20 Live Updates: દક્ષિણ આફ્રિકાની ઈનીંગ સમાપ્ત, 107 રનનુ લક્ષ્ય
દક્ષિણ આફ્રિકાનો દાવ પૂરો થઈ ગયો છે. મહેમાન ટીમે આઠ વિકેટ ગુમાવીને 106 રન બનાવ્યા છે. એક સમયે એવું લાગતું ન હતું કે દક્ષિણ આફ્રિકા આ સ્થાને પહોંચશે, પરંતુ કેશવ મહારાજ અને એડન માર્કરામની મહત્વપૂર્ણ ઇનિંગ્સે તેમને સંપૂર્ણ 20 ઓવર આપી.
-
IND vs SA T20 Live Updates: કેશવ મહારાજ આઉટ
કેશવ મહારાજે ટીમ તરફથી સૌથી વધુ રન નોંધાવ્યા હતા. એ પણ મુશ્કેલ સમયમાં રન બનાવ્યા હતા. તેણે 35 બોલનો સામનો કરીને 41 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 2 છગ્ગા ફટકાર્યા હતા. તે 8મી વિકેટના રુપમાં આઉટ થયો હતો. હર્ષલ પટેલે તેને બોલ્ડ કરી દીધો હતો.
-
IND vs SA T20 Live Updates: મહારાજ અર્શદીપ પર હાવી થયો
19મી ઓવરના પાંચમા બોલ પર મહારાજે અર્શદીપ પર બીજો ચોગ્ગો ફટકાર્યો. બોલ ઓફ-સ્ટમ્પની બહાર ફુલ લેન્થ હતો, જેને મહારાજે રમતના કવરમાંથી ગેપમાં સરળતાથી ચાર રન લીધા હતા.
-
IND vs SA T20 Live Updates: કેશવ મહારાજે છગ્ગો ફટકાર્યો
18મી ઓવરમાં અર્શદીપ આવ્યો હતો. કેશવ મહારાજે બે જોરદાર શોટ માર્યા હતા. પ્રથમ બોલ પર, તેણે ઑફ-સ્ટમ્પની બહારથી સ્કૂપ રમ્યો અને ચાર રન લીધા. આ પછી તેણે અર્શદીપના બોલ પર છ રન ફટકાર્યા હતા.
-
IND vs SA T20 Live Updates: મહારાજનો ચોગ્ગો
મહારાજે 17મી ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. હર્ષલ પટેલે ફુલ ટોસ બોલ કર્યો, જેના પર મહારાજે ફાઈન લેગ તરફ શોટ રમતા ચાર રન લીધા.
-
IND vs SA T20 Live Updates: મહારાજના ખાતામાં ચાર રન
16મી ઓવરના છેલ્લા બોલ પર કેશવ મહારાજના ખાતામાં ચોગ્ગો આવ્યો હતો. અક્ષર પટેલના અંદર આવતા બોલ પર મહારાજે ફટકાર્યો હતો અને બોલ તેના બેટની અંદરની કિનારી લઈને ચાર રન માટે વિકેટકીપર પાસેથી ગયો હતો.
-
IND vs SA T20 Live Updates: અક્ષર પટેલે પાર્નેલની વિકેટ ઝડપી
પાર્નેલ 16મી ઓવરના પાંચમા બોલ પર આઉટ થયો હતો. અક્ષર પટેલના બોલ પર પાર્નેલ મિડવિકેટ તરફ હવામાં શોટ રમ્યો હતો. ત્યાં ઉભેલા સૂર્યકુમારે તેનો શાનદાર કેચ પકડ્યો.
પાર્નેલ – 24 રન, 37 બોલમાં 1×4 1×6
-
IND vs SA T20 Live Updates: કેશવ મહારાજે છગ્ગો જમાવ્યો
કેશવ મહારાજે 13મી ઓવરના બીજા બોલ પર સિક્સર ફટકારી હતી. દીપક ચહરના શોર્ટ બોલને મહારાજે ઊભી રીતે ખેંચ્યો અને બોલને મિડવિકેટની આરપાર મોકલ્યો.
-
IND vs SA T20 Live Updates: માર્કરામે આઉટ, હર્ષલ પટેલને સફળતા
દક્ષિણ આફ્રિકાને મોટો ઝટકો લાગ્યો છે. એડન માર્કરામ આઉટ થયો છે. હર્ષલનો બોલ માર્કરામના પેડ પર વાગ્યો અને ટીમ ઈન્ડિયાએ અપીલ કરી જેને અમ્પાયરે નકારી કાઢી. ભારતે રિવ્યૂ લીધો જે સફળ રહ્યો.
માર્કરામ – 25 રન, 24 બોલ 3×4 1×6
-
IND vs SA T20 Live Updates: માર્કરામે છગ્ગો જમાવ્યો
માર્કરામે આઠમી ઓવરના ચોથા બોલ પર સિક્સર ફટકારી હતી. હર્ષલ પટેલે આ બોલ ખૂબ જ શોર્ટ ફેંક્યો હતો, જેના પર માર્કરામે પુલ કરીને બોલને મિડવિકેટ તરફ છ રન માટે મોકલ્યો હતો.
-
IND vs SA T20 Live Updates: પાવરપ્લે સમાપ્ત
પાવરપ્લે પૂરો થયો. આ છ ઓવર ભારતના નામે છે કારણ કે આ ઓવરોમાં સાઉથ આફ્રિકા માત્ર 30 રન જ બનાવી શકી હતી અને તેની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ છે
-
IND vs SA T20 Live Updates: ભારતનો રિવ્યૂ બેકાર રહ્યો
રોહિત શર્માએ છઠ્ઠી ઓવરના ત્રીજા બોલ પર રિવ્યુ લીધો હતો. અર્શદીપનો બોલ માક્રરામના બેટની નજીકથી બહાર આવ્યો હતો. ટીમ ઈન્ડિયાને પાકુ નહોતુ કે આ બોલ બેટ સાથે અથડાયો છે કે નહીં, છતાં તેમણે રિવ્યુ લીધો જે નિષ્ફળ રહ્યો.
-
IND vs SA T20 Live Updates: પાર્નેલે છગ્ગો ફટકાર્યો
પાર્નેલે પાંચમી ઓવરના છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી. ચહરના બોલ પર, પાર્નેલ આગળ નીકળ્યો અને લોંગ-ઓફ પર છગ્ગો ફટકાર્યો હતો. આમ 5 વિકેટ ગુમાવ્યા બાદ દક્ષિણ આફ્રિકાએ સ્કોર બોર્ડ આગળ ધપાવવા પ્રયાસ શરુ કર્યો હતો.
-
IND vs SA T20 Live Updates: દક્ષિણ આફ્રિકાને 5મો ઝટકો
ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર દીપક ચાહરે ટ્રીસ્ટન સ્ટબ્સની વિકેટ ઝડપી હતી. ખૂબ બહાર રહેલા બોલને સ્ટબ્સે ફટકારતા સીધો જ થર્ડમેનના હાથમાં કેચ ઝડપાઈ ગયો હતો. અર્શદીપે તેને દોડીને કેચ ઝડપી લીધો હતો અને આમ દક્ષિણ આફ્રિકાની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી.
-
IND vs SA T20 Live Updates: અર્શદીપનો કમાલ, ઓવરમાં ત્રીજી વિકેટ
બીજી ઓવરમાં અર્શદીપે કમાલ કરી દીધો, દક્ષિણ આફ્રિકાની હાલત શરુઆતમાં જ ખરાબ થઈ ગઈ છે. અર્શદીપ સિંહે ઓવરમાં ત્રીજી વિકેટ ઝડપી છે. તેણે ઓવરનો ત્રીજો અને દક્ષિણ આફ્રિકાની ટીમની ચોથી વિકેટના રુપમાં ડેવિડ મિલરને આઉટ કર્યો છે. મિલર અંદર આવેલા બોલને ચુક્યો અને મિડલ સ્ટંપ ઉખડી ગયુ હતુ. તે પણ શૂન્યમાં પરત ફર્યો હતો.
-
IND vs SA T20 Live Updates: અર્શદીપનો બીજો શિકાર, રુસો આઉટ
અર્શદીપે ભારતને ત્રીજી સફળતા અપાવી છે. બીજી ઓવરના પાંચમા બોલ પર તેણે રિલે રુસોને પેવેલિયન મોકલી દીધો. અર્શદીપે બોલને ઓફ-સ્ટમ્પની લાઈનમાં વાગ્યો અને બોલ બેટ્સમેનના બેટની કિનારી લઈને વિકેટકીપરના હાથમાં ગયો.
-
IND vs SA T20 Live Updates: ક્વિન્ટન ડીકોક આઉટ
ક્વિન્ટન ડી કોક આઉટ. બીજી ઓવરના બીજા બોલ પર તે અર્શદીપના હાથે આઉટ થયો હતો. ડીકોકે અર્શદીપના બહારના બોલને કટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના બેટની કિનારી લઈને સ્ટમ્પ સાથે અથડાયો.
-
IND vs SA T20 Live Updates: ચાહરે અપાવી પ્રથમ સફળતા
દીપક ચાહરે જબરદસ્ત સફળતા અપાવી છે. પ્રથમ ઓવરમાં જ તેણે દક્ષિણ આફ્રિકાની ટીમને ઝટકો આપ્યો છે. આફ્રિકી સુકાની ટેમ્બા બાવુમાનો મિડલ સ્ટંપ દીપકે ઓવરના અંતિમ બોલ પર ઉખાડી દીધુ છે. બાવુમા આવતા બોલને સારી રીતે રમી શક્યો ન હતો અને બોલ તેના બેટ-પેડની વચ્ચેથી જતો રહ્યો હતો. તે શૂન્ય રને જ બોલ્ડ થઈ પરત ફર્યો હતો.
-
IND vs SA T20 Live Updates: મેચ શરુ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ T20 મેચ શરૂ થઈ ગઈ છે. ભારત માટે પ્રથમ ઓવર બોલિંગ કરી રહ્યો છે દીપક ચાહર. ક્વિન્ટન ડી કોક અને ટેમ્બા બાવુમાની જોડી ઇનિંગ્સની શરૂઆત કરી રહી છે.
-
IND vs SA T20 Live Updates: બુમરાહને ઈજા
જસપ્રીત બુમરાહ આ મેચમાં નથી રમી રહ્યો. તે ઈજાને લઈને આ મેચમાં પ્લેઇંગ-11નો હિસ્સો નથી. મંગળવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન તેણે પીઠના દુખાવાની ફરિયાદ કરી હતી.
-
IND vs SA T20 Live Updates: દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન
દક્ષિણ આફ્રિકાની ટીમ: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રાઈલી રુસો, ડેવિડ મિલર, એડન માર્કરામ, ટ્રીસ્ટન સ્ટબ્સ, વેઈન પેર્નેલ, કાગીસો રબાડા, એનરિક નોરખિયા, તબરેઝ શમ્સી, કેશવ મહારાજ
TEAM ANNOUNCEMENT 🚨
🇿🇦 It all starts here ⚪️ @BCCI have won the toss and will bowl first
🗒️ Ball by ball https://t.co/KNz7vLXE1d 📺 SuperSport Grandstand 201#INDvSA #BePartOfIt pic.twitter.com/L8V8fcRdm4
— Proteas Men (@ProteasMenCSA) September 28, 2022
-
IND vs SA T20 Live Updates: ભારતીય પ્લેઈંગ ઈલેવન
ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, અર્શદીપ સિંહ, દીપક ચહર, હર્ષલ પટેલ.
🚨 Team News 🚨
A look at #TeamIndia‘s Playing XI for the first #INDvSA T20I 🔽
Follow the match ▶️ https://t.co/L93S9jMHcv pic.twitter.com/Uay6kuQJbE
— BCCI (@BCCI) September 28, 2022
-
IND vs SA T20 Live Updates: અશ્વિન અને ચહરનો સમાવેશ
આ શ્રેણીમાં હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવ્યો છે. તેમની જગ્યાએ પંત અને અર્શદીપને તક મળી છે. જસપ્રીત બુમરાહ ઈજાને લઈ આજે રમી રહ્યો નથી, યુઝવેન્દ્ર ચહલ બહાર છે. રવિચંદ્રન અશ્વિન અને દીપક ચહર પણ ટીમમાં સમાવવામાં આવ્યા છે.
-
IND vs SA T20 Live Updates: ભારતે ટોસ જીત્યો, ફિલ્ડીંગ પસંદ કરી
ભારતીય સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો છે. આમ દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલા બેટીંગ કરશે. રોહિત શર્માના મુજબ તિરુવનંતપુરમની પિચ બેટીંગ માટે અનુકૂળ છે અને તેઓ જીતનો સિલસિલો જાળવી રાખવા ઈચ્છે છે.
-
IND vs SA T20 Live Updates: બધાની નજર વર્લ્ડ કપની તૈયારીઓ પર છે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી ત્રણ મેચની T20 શ્રેણી શરૂ થઈ રહી છે, બંને ટીમો આવતા મહિને યોજાનાર T20 વર્લ્ડ કપ પહેલા તેમની તૈયારીઓનું પરીક્ષણ કરવા માંગે છે. વર્લ્ડકપની દૃષ્ટિએ બંને ટીમો માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Published On - Sep 28,2022 6:27 PM