India vs South Africa, 3rd T20 Highlights Cricket Score: ભારતે 48 રને મેચ જીતી લીધી અને સીરિઝ જીવંત રાખી, હર્ષલ પટેલની 4, ચહલની 3 વિકેટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 10:30 PM

India vs South Africa 2022, 3rd T20 Highlights Score and Updates in Gujarati: ભારતે આ જીત સાથે સીરિઝ જીવંત રાખી હતી. જોકે સાઉથ આફ્રિકા હજુ આ પાંચ મેચની સીરિઝમાં 2-1 થી આગળ છે.

India vs South Africa, 3rd T20 Highlights Cricket Score: ભારતે 48 રને મેચ જીતી લીધી અને સીરિઝ જીવંત રાખી, હર્ષલ પટેલની 4, ચહલની 3 વિકેટ
IND vs SA Visakhapatnam

IND vs SA 3જી ટી20: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પાંચ મેચની ટી20 સીરિઝમાં ભારતે ત્રીજી મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ભારતે સીરિઝ જીવંત રાખી હતી. ભારતે આ મેચ બેટ્સમેન બાદ બોલિંગમાં શાનદાર પ્રદર્શનને પગલે જીત મેળવી હતી. આ મેચમાં ભારતના ઓપનર રુતુરાજ ગાયકવાડે પોતાની કારકિર્દીની પહેલી અડધી સદી ફટકરી હતી. જ્યારે ઇશાન કિશને પણ શાનદાર અડધી સદી ફટકારી હતી. જ્યારે ચહલે 3 અને હર્ષલ પટેલે 4 વિકેટ ઝડપી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 14 Jun 2022 10:24 PM (IST)

    IND vs SA: ભારતે 48 રને મેચ જીતી લીધી અને સીરિઝ જીવંત રાખી

    ભારતે પાંચ મેચની ટી20 સીરિઝમાં પોતાની પહેલી મેચમાં જીત મેળવી છે. આ જીત સાથે ભારતે સીરિઝ જીવંત રાખી છે.

  • 14 Jun 2022 10:22 PM (IST)

    IND vs SA: ભારત સીરિઝમાં પહેલી જીતની નજીક

  • 14 Jun 2022 10:19 PM (IST)

    IND vs SA: ભુવનેશ્વર કુમારે પોતાની પહેલી વિકેટ ઝડપી

    સાઉથ આફ્રિકાના કેશન મહારાજ આઉટ થઇ જતાં આફ્રિકાની જીત હવે દુર થતી જાય છે. કેશન મહારાજે 8 બોલમાં 11 રન કર્યા હતા. ભુવેશ્વર કુમારે પોતાની પહેલી વિકેટ ઝડપી હતી.

  • 14 Jun 2022 10:16 PM (IST)

    IND vs SA: કેશન મહારાજનો શાનદાર છગ્ગો

    કેશન મહારાજે મેચની 18મી ઓવરના પાંચમાં બોલ પર શાનદાર છગ્ગો ફટકાર્યો.

  • 14 Jun 2022 10:10 PM (IST)

    IND vs SA: હર્ષલ પટેલે રબાડાને આઉટ કરી ભારતને મોટી સફળતા અપાવી

    સાઉથ આફ્રિકાના સ્ટાર ખેલાડી રબાડા આઉટ થઇ જતાં ભારતને મોટી સફળતા મળી છે. હર્ષલ પટેલે રબાડાને આઉટ કર્યો હતો. રબાડા 8 બોલમાં 9 રન કર્યાં હતા.

  • 14 Jun 2022 10:05 PM (IST)

    IND vs SA: કાગિસો રબાડાનો શાનદાર ચોગ્ગો

  • 14 Jun 2022 10:01 PM (IST)

    IND vs SA: ચહલનો તરખરાટ, આફ્રિકાની 6 વિકેટ પડી

    સાઉથ આફ્રિકાના કાલસેન આઉટ થતાં ભારતને મોટી સફળતા મળી હતી. કાલસેને 24 બોલમાં 29 રન કર્યા હતા. આ સાથે યુઝવેન્દ્ર ચહલે મેચમાં પોતાની 3 વિકેટ ઝડપી છે.

  • 14 Jun 2022 09:45 PM (IST)

    IND vs SA: ક્લાસેને ફટકાર્યો છગ્ગો

    ક્લાસેને ઇનિંગની 12મી ઓવરના ચોથા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો.

  • 14 Jun 2022 09:42 PM (IST)

    IND vs SA: ભારતને મળી મોટી સફળતા, ડેવિડ મિરલ આઉટ

    સાઉથ આફ્રિકાના આક્રમક બેટ્સમેન ડેવિડ મિલર આઉટ થઇ ગયો છે. હર્ષલ પટેલે પોતાની બીજી અને મોટી સફળતા મળી છે. તેણે ડેવિડ મિલરને 5 બોલમાં માત્ર 3 રનમાં આઉટ કરીને ભારતને મોટી સફળતા અપાવી છે.

  • 14 Jun 2022 09:32 PM (IST)

    IND vs SA: ચહલે ભારતને અપાવી ચોથી સફળતા

    સાઉથ આફ્રિકાના આક્રમક બેટ્સમેન પ્રિસ્ટોરિયસ આઉટ થઇ જતાં ભારતને મોટી સફળતા મળી છે. યુઝવેન્દ્ર ચહલે પ્રિસ્ટોરિયને આઉટ કર્યો હતો. પ્રિસ્ટોરિયસે 16 બોલમાં 20 રન કર્યાં.

  • 14 Jun 2022 09:22 PM (IST)

    IND vs SA: ભારતને મળી ત્રીજી સફળતા

    યુઝવેન્દ્ર ચહલે ભારતને મોટી સફળતા અપાવી. આફ્રિકાના વાન ડેર ડુસેનને માત્ર 1 રનના સ્કોર પર આઉટ કરી ચહલે ભારતને મોટી સફળતા અપાવી હતી. આફ્રિકાનો સ્કોર હાલ 3 વિકેટે 40 રનનો થયો છે.

  • 14 Jun 2022 09:18 PM (IST)

    IND vs SA: ભારતને મળી બીજી સફળતા

    સાઉથ આફ્રિકાના હેંડ્રિક્સ સસ્તામાં આઉટ થઇ જતાં ભારતને મોટી સફળતા મળી. હેંડ્રિક્સે 20 બોલમાં 23 રન બનાવ્યા હતા. હર્ષલ પટેલે ઝડપી વિકેટ.

  • 14 Jun 2022 09:07 PM (IST)

    IND vs SA: ભારતને મળી પહેલી સફળતા

    સાઉથ આફ્રિકાના સુકાની તેમ્બા બાવુમાના રુપમાં ભારતને પહેલી સફળતા મળી છે. સુકાની તેમ્બા 10 બોલમાં માત્ર 8 રનમાં આઉટ થઇ ગયો હતો. અક્ષર પટેલે લીધી સફળતા.

  • 14 Jun 2022 08:40 PM (IST)

    IND vs SA: સાઉથ આફ્રિકાને જીતવા માટે 180 રનનો લક્ષ્યાંક

    ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 179 રન બનાવ્યા અને સાઉથ આફ્રિકાને જીતવા માટે 180 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત તરફથી રુતુરાજ ગાયકવાડે શાનદાર બેટિંગ કરતા પોતાની પહેલી અડધી સદી ફટકારતા 57 રન કર્યા હતા. તો ઇશાન કિશને 54 રન અને હાર્દિક પંડ્યાએ 21 બોલમાં અણનમ 31 રન કર્યા હતા.

  • 14 Jun 2022 08:29 PM (IST)

    IND vs SA: દિનેશ કાર્તિક આઉટ

    જેની પાસેથી મોટી આશા હતી તે દિનેશ કાર્તિક સસ્તામાં આઉટ થઇ ગયો. તેણે 7 બોલમાં માત્ર 6 રન બનાવ્યા હતા.

  • 14 Jun 2022 08:27 PM (IST)

    IND vs SA: 31 બોલ રાહ જોયા બાદ હાર્દિક પંડ્યાએ ફટકાર્યો ચોગ્ગો

  • 14 Jun 2022 08:24 PM (IST)

    IND vs SA: છેલ્લા 31 બોલથી ટીમ ઇન્ડિયા તરફથી એક પણ ચોગ્ગો જોવા નથી મળ્યો

  • 14 Jun 2022 08:17 PM (IST)

    IND vs SA: સુકાની આઉટ

    રિષભ પંતે ફરી ભારતના ક્રિકેટ ચાહકોને નિરાશ કર્યા. તેણે એક ખરાબ શોર્ટ મારતા સસ્તામાં આઉટ થઇ ગયો હતો. તેણે 8 બોલમાં 6 રન બનાવી આઉટ થઇ ગયો હતો.

  • 14 Jun 2022 08:04 PM (IST)

    IND vs SA: ભારતને લાગ્યો ત્રીજો ઝટકો

    મેદાન પર સેટ થયેલ ઇશાન કિશન આઉટ થઇ ગયો છે. આફ્રિકાના પ્રિસ્ટોરિયને ઇશાન કિશનને આઉટ કરીને ભારતને મોટો ઝટકો આપ્યો હતો. ઇશાન કિશને 35 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા.

  • 14 Jun 2022 08:01 PM (IST)

    IND vs SA: ભારતને લાગ્યો બીજો ઝટકો

    મેદાન પર આવતા જ આક્રમક મોડમાં જોવા મળેલ શ્રેયસ અય્યર આઉટ થઇ ગયો છે. શમ્સીએ શ્રેયસ અય્યરને આઉટ કર્યો હતો. અય્યરે 11 બોલમાં 14 રન બનાવ્યા હતા.

  • 14 Jun 2022 07:56 PM (IST)

    IND vs SA: ઇશાન કિશન પણ આક્રમક મુડમાં, ફટકારી અડધી સદી

    ઇશાન કિશને પણ શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું હતું અને 12મી ઓવરમાં ઉપરાઉપરી ચોગ્ગા બાદ છગ્ગો અને બાદમાં ચોગ્ગો ફટકારીને 31 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી.

  • 14 Jun 2022 07:49 PM (IST)

    IND vs SA: શ્રેયસ અય્યરનો શાનદાર ચોગ્ગો

    મેદાન પર આવતાની સાથે જ શ્રેયસ અય્યર આક્રમક મોડમાં જોવા મળ્યો હતો. તેણે 11 મી ઓવરના 5માં બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 14 Jun 2022 07:43 PM (IST)

    IND vs SA: સાઉથ આફ્રિકાને મળી પહેલી સફળતા

    પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય અડધી સદી ફટકારનાર રુતુરાજ ગાયકવાડ 35 બોલમાં 57 રન બનાવી આઉટ થઇ ગયો.

  • 14 Jun 2022 07:41 PM (IST)

    IND vs SA: રુતુરાજ ગાયકવાડનો શાનદાર ચોગ્ગો

    રુતુરાજ ગાયકવાડ અડધી સદી બાદ આક્રમક મોડમાં જોવા મળ્યો. તેણે 10મી ઓવરના બીજા બોલમાં ચોગ્ગો ફટકાર્યો અને ટીમનો સ્કોર 100 ની નજીક પહોંચાડ્યો હતો.

  • 14 Jun 2022 07:38 PM (IST)

    IND vs SA: રુતુરાજ ગાયકવાડની અડધી સદી

    રુતુરાજ ગાયકવાડે શાનદાર ઇનિંગ રમતા પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય અડધી સદી ફટકારી. તેણે 30 બોલમાં 50 રન બનાવ્યા.

  • 14 Jun 2022 07:31 PM (IST)

    IND vs SA: રુતુરાજનો શાનદાર ચોગ્ગો

    રુતુરાજ ગાયકવાડ ફરી આક્રમક મોડમાં જોવા મળ્યો. સાતમી ઓવરના અંતિમ બોલમાં ચોગ્ગો ફટકારીને ભારતનો સ્કોર વધુ મજબુત સ્થિતીએ પહોંચાડ્યો હતો.

  • 14 Jun 2022 07:26 PM (IST)

    IND vs SA: રુતુરાજ ગાયકવાડનો શાનદાર છગ્ગો

    રુતુરાજ ગાયકવાડ આક્રમક મોડમાં જોવા મળ્યો. છટ્ઠી ઓવરના 5માં બોલમાં રુતુરાજે શાનદાર છગ્ગો ફટકાર્યો.

  • 14 Jun 2022 07:21 PM (IST)

    IND vs SA: રુતુરાત ગાયકવાડે સતત પાંચ બોલમાં 5 ચોગ્ગા ફટકાર્યા

    પાંચમી ઓવરમાં રુતુરાજે ગાયકવાડે શાનદાર બેટિંગ કરતા સતત પાંચ બોલમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 14 Jun 2022 07:20 PM (IST)

    IND vs SA: રુતુરાજે છગ્ગો ફટકાર્યો

    હજુ પણ સંઘર્ષ કરી રહેલા ઋતુરાજે ત્રીજી ઓવરના ચોથા બોલે સિક્સર ફટકારી હતી. રબાડાએ આ બોલ તેના પગમાં આપ્યો અને જમણા હાથના બેટ્સમેને તેને ફ્લિક કરીને છ રન માટે મોકલ્યો.

  • 14 Jun 2022 07:08 PM (IST)

    IND vs SA: મેચ શરૂ

    મેચ શરૂ થઈ ગઈ છે. ભારત તરફથી ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ ઇનિંગ્સની શરૂઆત કરવા આવ્યા છે. દક્ષિણ આફ્રિકા માટે કાગિસો રબાડા પ્રથમ ઓવર નાખવા આવ્યો હતો.

  • 14 Jun 2022 06:55 PM (IST)

    IND vs SA: સાઉથ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન

    સાઉથ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવનઃ ટેમ્બા બાવુમા (સુકાની), રીઝા હેન્ડ્રીક્સ, ડ્વેન પ્રિટોરિયસ, રાસી વાન ડેર ડ્યુસેન, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, વેઈન પાર્નેલ, કાગીસો રબાડા, કેશવ મહારાજ, તબરેઝ શમ્સી, એનરીખ નોરખિયા.

     

  • 14 Jun 2022 06:52 PM (IST)

    ભારતની પ્લેઇંગ 11

    ભારતની પ્લેઇંગ ઇલેવનઃ રિષભ પંત (સુકાની/વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન.

     

  • 14 Jun 2022 06:41 PM (IST)

    IND vs SA: સાઉથ આફ્રિકાએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી

    સાઉથ આફ્રિકાએ પહેલા ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. આ મેચમાં બંને ટીમોએ પોતાની પ્લેેઇંગ 11 માં કોઇ પણ બદલાવ કર્યો નથી.

  • 14 Jun 2022 06:28 PM (IST)

    IND vs SA: શું ટીમ ઇન્ડિયા પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ કરશે.?

    આ મેચમાં ટીમ ઈન્ડિયા તેના પ્લેઈંગ-11માં ફેરફાર કરશે કે નહીં તેના પર બધાની નજર છે. શરૂઆતની બંને મેચમાં ભારતે એક જ ટીમને મેદાનમાં ઉતારી હતી. પરંતુ તેઓને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં આશા રાખી શકાય છે કે કોચ રાહુલ દ્રવિડ આ મેચમાં કેટલાક નવા ખેલાડીઓને તક આપી શકે છે.

  • 14 Jun 2022 06:20 PM (IST)

    IND vs SA: સીરિઝ પર સાઉથ આફ્રિકાની નજર

    ભારતમાં ભારતને હરાવવાનું આ અન્ય ટીમોનું સપનું હોય છે. જેમાં બહુ ઓછી ટીમો સફળ રહી છે. જો કે આ સિરીઝમાં દક્ષિણ આફ્રિકા આ ​​મુકામ પર ઉભું છે. આ મેચમાં જીત તેને જીતની હેટ્રિક અને શ્રેણી જીતવાની પણ તક આપશે.

  • 14 Jun 2022 06:19 PM (IST)

    IND vs SA: ભારત માટે કરો યા મરોની સ્થિતી

    આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ છે અને આ મેચ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આ મેચમાં ભારતનો પરાજય થશે તો તે શ્રેણી ગુમાવશે અને આવી સ્થિતિમાં તેના માટે ઘરઆંગણે શ્રેણી ગુમાવવી મોટી વાત હશે. તો દક્ષિણ આફ્રિકા માટે આ એક મોટી ઉપલબ્ધિ હશે.

Published On - Jun 14,2022 6:16 PM

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">