AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs South Africa 1st t20 live Highlights : સતત પડતા વરસાદને કારણે પ્રથમ ટી20 રદ્દ , ફેન્સ થયા નિરાશ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2023 | 9:39 PM
Share

India vs South Africa 1st t20 Highlights in Gujarati : સાઉથ આફ્રીકાના ડરબનમાં આજે રવિવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાની ઉછાળવાળી પીચો પર ભારતની યુવા બ્રિગેડની કઠિન કસોટી થવાની. આજે ભારતીય સમય અનુસાર સાંજે 7.30 કલાકે મેચ શરુ થવાની હતી. પણ ભારે વરસાદને કારણે આજની મેચ રદ્દ થઈ છે.

India vs South Africa 1st t20 live Highlights : સતત પડતા વરસાદને કારણે પ્રથમ ટી20 રદ્દ , ફેન્સ થયા નિરાશ
india-vs-south-africa

ડરબનમાં સતત વરસાદને કારણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ T20 મેચ રદ કરવામાં આવી હતી. સતત વરસાદના કારણે ટોસ પણ થઈ શક્યો ન હતો. મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. દર્શકો નિરાશ થઈને પાછા ફરવું પડશે. હવે બંને ટીમો વચ્ચે બીજી મેચ 12 ડિસેમ્બરે ગકેબરહામાં રમાશે. ત્રીજી અને છેલ્લી મેચ 14 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં રમાશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 Dec 2023 09:30 PM (IST)

    India vs South Africa : ડરબનમાં વરસાદને કારણે મેચ રદ્દ

    ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે આજે 10 ડિસેમ્બરથી ટી20 સિરીઝ શરુ થવાની હતી. વરસાદને કારણે ટોસમાં વિલંબ થયો હતો. પણ સતત પડતા વરસાદને કારણે ટોસ ના થઈ શક્યો અને મેચ રદ્દ થઈ હતી.

  • 10 Dec 2023 08:59 PM (IST)

    India vs South Africa Live : ડરબનમાં નિરાશાજનક પરિસ્થિતિ

    કમનસીબે ડરબનમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. વસ્તુઓ અસ્પષ્ટ લાગે છે પરંતુ ચાહકો મેચ માટે આશાવાદી છે. ઓવરો સતત કાપવામાં આવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે અમ્પાયર શું નિર્ણય લે છે.

  • 10 Dec 2023 08:20 PM (IST)

    India vs South Africa Live : ડરબનમાં ભારે વરસાદ

    ડરબનમાં વરસાદે જોર પકડ્યું છે. આ કારણે અત્યાર સુધી ટોસ થઈ શક્યો નથી. બંને ટીમના ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં બેઠા છે. વરસાદને કારણે લાગે છે કે ઘણી ઓવર કપાઈ જશે.

  • 10 Dec 2023 07:59 PM (IST)

    India vs South Africa Live : ડરબનનો પિચ રિપોર્ટ

    ડરબનના Kingsmead Stadiumની પિચ બેટિંગ ફ્રેન્ડલી પિચ છે. 34માંથી 22 ઈનિંગમાં અહીં 150 + રન જોવા મળ્યા છે. આ પિચ પર આ વર્ષે ઓગસ્ટમાં સૌથી ઊંચો સ્કોર 226 રનનો હતો.

  • 10 Dec 2023 07:34 PM (IST)

    India vs South Africa Live : વરસાદને કારણે મેદાન પર કવર્સ

    ડરબનથી અત્યાર સુધી કોઈ સારા સમાચાર આવ્યા નથી. ત્યાં વરસાદ પડી રહ્યો છે અને પિચ પર કવર છે. વરસાદ બંધ થાય અને મેદાન સુકાઈ જાય પછી જ ટોસ શક્ય બનશે.

  • 10 Dec 2023 07:31 PM (IST)

    India vs South Africa Live : વરસાદ પડતો રહેશે તો શું થશે ?

    ભારત અને સાઉથ આફ્રીકાના સમયમાં 3.30 કલાકનું અંતર છે. સાઉથ આફ્રીકાના સમય અનુસાર 4.40 અને ભારત સમય અનુસાર 8.20 કલાક સુધી મેચ શરુ નહીં થઈ તો મેચની ઓવર્સ ઘટવાની શરુઆત થશે.

  • 10 Dec 2023 07:05 PM (IST)

    India vs South Africa Live : વરસાદને કારણે ટોસમાં વિલંબ

    સાઉથ આફ્રીકા અને ભારત વચ્ચેની મેચનો ટોસ સાંજે 7 કલાકે થવાનો હતો. વરસાદને કારણે ટોસમાં વિલંબ થયો છે. ડરબનમાં મેચ દરમિયાન વરસાદી વાદળ જોવા મળશે. સાઉથ આફ્રીકાના સ્થાનિક સમય 4 pm એટલે કે ભારતીય સમય અનુસાર સાંજે 7.30 PM એ મેચ શરુ થશે. વેધર રિપોર્ટ અનુસાર બપોરના સમયે વરસાદ પડવાની સંભાવના 20 ટકા છે. મેચ દરમિયાન થોડા સમય માટે વરસાદનું વિઘન જોવા મળશે.

  • 10 Dec 2023 07:02 PM (IST)

    India vs South Africa Live : સાઉથ આફ્રીકામાં ભારતીય ટીમનો રેકોર્ડ શું ?

    સાઉથ આફ્રીકા સામેની ત્રણ મેચની ટી20 સિરીઝ 10 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર વચ્ચે રમાશે. જણાવી દઈએ કે વર્ષ 2006થી હમણા સુધી સાઉથ આફ્રીકાની ધરતી પર ભારતીય ટીમ એક પણ ટી20 સિરીઝ હાર્યુ નથી.

  • 10 Dec 2023 07:00 PM (IST)

    India vs South Africa Live : 7.30 કલાકે શરુ થશે પ્રથમ ટી20 મેચ

    ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ 10 ડિસેમ્બર, રવિવારે રમાશે. આ મેચ સ્થાનિક સમય અનુસાર સાંજે 4 વાગ્યે શરૂ થશે. પરંતુ ભારતીય સમય અનુસાર તે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ટોસ મેચના અડધો કલાક પહેલા એટલે કે ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે થશે. આ સિરીઝમાં દક્ષિણ આફ્રિકાની કપ્તાની એઈડન માર્કરામના હાથમાં છે.

Published On - Dec 10,2023 6:57 PM

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">