AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહાજંગની તારીખ ફિક્સ ! રવિવારની રજામાં ભારત-પાક વચ્ચે થશે સીધો મુકાબલો, રોમાંચક ટક્કર માટે કાઉન્ટડાઉન શરૂ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ એટલે માત્ર રમત નહીં પણ કરોડો ફેન્સ માટે એક લાગણી અને હાઈ-વોલ્ટેજ ડ્રામા હોય છે. ફરી એકવાર આ બંને કટ્ટર હરીફો મેદાન પર સામસામે ટકરાવા માટે તૈયાર છે.

મહાજંગની તારીખ ફિક્સ ! રવિવારની રજામાં ભારત-પાક વચ્ચે થશે સીધો મુકાબલો, રોમાંચક ટક્કર માટે કાઉન્ટડાઉન શરૂ
| Updated on: May 05, 2026 | 12:37 PM
Share

ભારત અને પાકિસ્તાન વચ્ચે મેદાન પર ફરી એકવાર સામસામે જંગ જામવા જઈ રહ્યો છે. જો કે, હજુ આ મેચમાં સમય છે. ક્રિકેટના મેદાન પર જ્યારે આ મેચ હોય છે, ત્યારે રોમાંચ તેની ચરમસીમાએ પહોંચી જાય છે. આ મેચ ટી20 મહિલા વિશ્વ કપ દરમિયાન રમાશે.

ICC મહિલા ટી20 વિશ્વ કપ 2026 માં થશે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો

ICC મહિલા ટી20 વિશ્વ કપ 2026 નો પ્રારંભ 12 જૂનથી થવા જઈ રહ્યો છે. પ્રથમ દિવસે ઇંગ્લેન્ડ અને શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ સામસામે ટકરાશે. ભારતીય મહિલા ટીમની વાત કરીએ તો, તે 14 જૂનના રોજ પ્રથમ વખત મેદાનમાં ઉતરશે. તે દિવસે ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મેચ રમાશે. આ જ દિવસે પહેલા બાંગ્લાદેશ અને નેધરલેન્ડની ટીમો વચ્ચે ટક્કર થશે. ત્યારબાદ સાંજે સાત વાગ્યે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો રમાશે.

ભારતીય મહિલા ટીમનું ટી20 વિશ્વ કપ 2026 નું શેડ્યૂલ

પાકિસ્તાન સામે ટકરાયા બાદ ભારતીય મહિલા ટીમનો બીજો મુકાબલો 17 જૂનના રોજ નેધરલેન્ડ સામે થશે. ત્યારબાદ 21 જૂનના રોજ ભારતનો મુકાબલો સાઉથ આફ્રિકાની ટીમ સાથે થશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ 25 જૂનના રોજ રમાશે. ભારતનો છેલ્લો લીગ મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે 28 જૂનના રોજ થશે. ભારતીય મહિલા ટીમે અત્યાર સુધી એક પણ વાર ટી20 વિશ્વ કપનું ટાઇટલ જીત્યું નથી. એવામાં જોવાનું એ રહેશે કે, ટીમ આ વખતે કેવું પ્રદર્શન કરે છે અને શું આગામી રાઉન્ડમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ થાય છે કે નહીં?

હરમનપ્રીત કૌરને બનાવવામાં આવી ભારતીય ટીમની કેપ્ટન

ICC મહિલા ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. હરમનપ્રીત કૌરને કેપ્ટન્સીની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે સ્મૃતિ મંધાના ટીમની વાઇસ કેપ્ટન છે. ટીમમાં કેટલાક યુવા અને નવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. એવી આશા રાખવામાં આવે છે કે, ટીમ ગત વખત કરતા વધુ સારું પ્રદર્શન આ ટી20 વિશ્વ કપમાં કરતી જોવા મળશે.

ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ:

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટ કીપર), અરુંધતી રેડ્ડી, રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, શ્રેયંકા પાટિલ, ભારતી ફુલમાલી, યાસ્તિકા ભાટિયા, નંદની શર્મા, રાધા યાદવ

Breaking News: RCBને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો! ચેમ્પિયન બેટ્સમેન થયો ઈજાગ્રસ્ત, અધવચ્ચે જ છોડવો પડ્યો ટીમનો સાથ

Follow Us
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
g clip-path="url(#clip0_868_265)">