India vs New Zealand, WTC Final 2021 Day 2 Highlights : ખરાબ રોશનીને કારણ બીજા દિવસનો ખેલ ખતમ, ભારત 146/3

Pinak Shukla
| Edited By: | Updated on: Jun 19, 2021 | 11:20 PM

India vs New Zealand Live Score, WTC Final 2021 Day 2: ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ટેસ્ટ ક્રિકેટનો મહાસંગ્રામના પ્રથમ દિવસ વરસાદને કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી

India vs New Zealand, WTC Final 2021 Day 2 Highlights : ખરાબ રોશનીને કારણ બીજા દિવસનો ખેલ ખતમ, ભારત 146/3
India vs New Zealand Live Score, WTC Final 2021 Day 2

India vs New Zealand Live Score, WTC Final 2021 Day 2: ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ટેસ્ટ ક્રિકેટનો મહાસંગ્રામના પ્રથમ દિવસ વરસાદને કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી.સાઉથમ્પ્ટનમાં રમાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship) મેચને લઇને લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે.

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ટેસ્ટ ક્રિકેટનો મહાસંગ્રામના પ્રથમ દિવસ વરસાદને કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી.સાઉથમ્પ્ટનમાં રમાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship) મેચને લઇને લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે.

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) સિવાય દુનિયાભરના ક્રિકેટ પ્રશંસકોને જે સમાચારની રાહ જોઈ બેઠા છે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો મુકાબલો (ICC World Test Championship Final) 18 જૂનથી શરુ થવાની હતી, પરંતુ સાઉથમ્પ્ટનમાં સતત વરસી રહેલા વરસાદના કારણે પ્રથમ દિવસનો મેચ રદ્દ કરાઈ હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 19 Jun 2021 11:20 PM (IST)

    ખરાબ રોશનીને કારણ બીજા દિવસનો ખેલ ખતમ, ભારત 146/3

    ખરાબ રોશનીને કારણ બીજા દિવસનો ખેલ ખતમ

  • 19 Jun 2021 09:55 PM (IST)

    કોહલી-રહાણે ક્રિઝ પર, ત્રીજા સેશનની રમત ફરી શરૂ

    સાઉથૈપ્ટનમની સ્થિતિ વધુ ખરાબ થવા માંડી છે. કોહલી-રહાણે ક્રિઝ પર, ત્રીજા સેશનની રમત ફરી શરૂ કરી હતી ત્યાંજ  ઝરમર વરસાદ શરૂ થયો છે.  અને અમ્પાયરોએ જમીન પર કવર મૂકવા લાગ્યા છે. એટલે કે, ત્રીજા સેશનના બાકીના ભાગને સંપૂર્ણપણે ધોવાઈ જવાનો ભય ભયંકર છે.

  • 19 Jun 2021 08:42 PM (IST)

    સાઉથૈપ્ટનમાં ફરી ખરાબ રોશનીનું વિઘ્ન, ત્રીજું સેશન રોકાયું

    ખરાબ વાતાવરણને લઈને મેચ ફરીથી સ્થગિત કરવામાં આવ્યો છે. ત્રીજા સેશનમાં હજુ તો ત્રણ ઓવર પણ પૂરી નથી કરવામાં આવી ત્યાં ખરાબ વાતાવરણને લઈને મેચ રોકી દેવામાં આવી છે. પિચને ઢાકવા માટે કવર્સ લગાવી દેવામાં આવ્યા છે. ફિલહાલ કોહલી 40 અને રહાણે 22 રન બનાવી અણનમ રહ્યા છે. ભારત 134/3

  • 19 Jun 2021 07:57 PM (IST)

    Tea Break : ખરાબ રોશનીને કારણે જલ્દી થઈ Tea Break, ભારત 120/3

    56મી ઓવરમાં જ ખરાબ રોશનીને કારણે મેચ બંધ થઈ ગઈ હતી. ટી-બ્રેકમાં થોડો સમય જ બચ્યો હતો અને આવી સ્થિતિમાં અમ્પાયરોએ ટી-બ્રેક જાહેર કર્યો હતો. ભારતે આ સેશનમાં 27.3 ઓવરમાં 51 રન બનાવ્યા હતા અને એક વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન વિરાટ કોહલી 35 અને વાઇસ-કેપ્ટન અજિંક્ય રહાણે 13 રને અણનમ પરત ફર્યા હતા. બંને વચ્ચે 32 રનની ભાગીદારી થઈ છે.

  • 19 Jun 2021 07:17 PM (IST)

    ટિમ ઈન્ડિયા 100ને પાર

    બીજા સેશનમાં ભારતીય ટીમે લગભગ દોઢ કલાકની રમતમાં 100 રન પૂરા કર્યા છે. લંચ બાદ ભારતે 31 રન બનાવ્યા છે અને 1 વિકેટ ગુમાવી દીધી છે. બોલ્ટની ઓવરમાં વિરાટ કોહલી મિડવિક્કેટ સામે ફ્લિક કર્યું, પરંતુ તે પછી ધીમો આઉટફિલ્ડ મુશ્કેલ બની ગયો અને તેણે ત્રણ રન લઈ કામ ચલાવવું પડ્યું. ત્યારબાદ અજિંક્ય રહાણે કવર્સ તરફ ગયો અને બે રન બનાવ્યા અને ભારતના 100 રન પૂરા થયા.

  • 19 Jun 2021 07:01 PM (IST)

    ભારતને ત્રીજો ઝટકો

    ભારત ત્રીજી વિકેટ ખોઈ બેઠું છે. લંચ બાદ પોતાની પ્રથમ ઓવર નાંખવા આવેલા ટ્રેંટ બોલ્ટ આવતાની સાથે જ પૂજારની વિકેટ મેળવી લીધી હતી. બોલ્ટે પૂજારાને LBW OUT કરી દીધો હતો. પૂજારાએ 8 રન બનાવ્યા, ભારત 95/3

  • 19 Jun 2021 06:31 PM (IST)

    આક્રમક શૉટ રમવાનો કોહલીનો પ્રયાસ

    આ વખતે કોહલીએ વેગનર સામે આક્રમક વલણ અપનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નસીબે સાથ આપ્યો નહીં. વેગનરે શોર્ટ બોલ નાખ્યો, કોહલીએ પંજા પર કૂદકો લગાવતા તેને પોઈન્ટ ઉપર રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ચૂકી ગયો. સદભાગ્યે બેટને સ્પર્શતો ન હતો. ભૂતકાળમાં કોહલી આવી શોટ રમવાના પ્રયાસમાં OUT થઈ ચૂક્યો છે.

  • 19 Jun 2021 06:11 PM (IST)

    ચોગ્ગાથી પૂજારાએ ખોલ્યું ખાતુ

    લાંબી રાહ અને ધૈર્ય પછી પૂજારાએ તેનું ખાતું ખોલ્યું. વેગનરની ઓવરનો છેલ્લો બોલ શોર્ટ હતો અને ઓફ સ્ટમ્પની બહાર એટલી જગ્યા હતી કે પુજારા બેકફૂટ પર ગયો અને સ્ક્વેર કટ ફટકાર્યો અને ચોગ્ગાથી ખાતું ખોલ્યું. પૂજારાએ 36માં બોલ પર પહેલો રન બનાવ્યો.

  • 19 Jun 2021 05:47 PM (IST)

    બીજા સેશનની શરૂઆત, કોહલીની સામે વેગનર

    બીજા સેશન માટેની રમત શરૂ થઈ ગઈ છે. નીલ વેગનર પ્રથમ ઓવર નાંખી રહ્યો છે અને વિરાટ કોહલી તેની સામે સ્ટ્રાઈક પર છે.

  • 19 Jun 2021 05:17 PM (IST)

    Lunch Break સુધી ભારત 69/2, વિરાટ અને પૂજારાથી ઉમ્મીદ

    પહેલા સેશનની રમત પૂરી થઈ. રોહિત શર્મા અને શુભમન ગિલની 62 રનની શરૂઆતની ભાગીદારીના આધારે ભારતે આ સત્ર પહેલા દોઢ કલાક સુધી પોતાના કબજામાં રાખ્યું હતું. જોકે, કાયલ જેમિસન અને નીલ વેગનેરે રોહિત અને શુબમેનની વિકેટ લઇને ન્યુઝીલેન્ડે મેચમાં વાપસી કરી હતી. ભારતની આશા વિરાટ કોહલી (અણનમ 6) અને ચેતેશ્વર પૂજારા (અણનમ 0) પર છે અને તેઓએ લંચ બાદ બીજા સત્રમાં સારી ભાગીદારી બનાવવી પડશે.

  • 19 Jun 2021 04:55 PM (IST)

    લંચ પહેલા જ ભારતને બીજો ઝટકો, રોહિત બાદ શુભમન પણ OUT

    ન્યુઝીલેન્ડ આ સેશનમાં વાપસી કરી રહ્યું છે અને આ વખતે ભારતને બીજો ઝટકો મળ્યો છે. મેચમાં પહેલી વખત બોલિંગ કરવા આવેલા ડાબોડી બોલર નીલ વેગનેરે શુબમેન ગિલની વિકેટ લીધી છે.

  • 19 Jun 2021 04:50 PM (IST)

    ભારતને પહેલો ઝટકો, રોહિત શર્મા OUT

    ન્યુઝીલેન્ડને પહેલી સફળતા મળી છે. રોહોત શર્માની રમતનો અહી અંત આવ્યો છે. જૈમીસને રોહિત શર્માનો શિકીયાર કરીને ભારતને પહેલો ઝટકો આપ્યો હતો. રોહિતે બનવ્ય 34 રન, ભારત 62/1

  • 19 Jun 2021 04:15 PM (IST)

    WTC Final 2021 Day 2 : ભારત - 49/ 0

    ભારત વિરુદ્ધ ગત્ત વર્ષ ફ્રેબુઆરીમાં ટેસ્ટ ડેબ્યુ કરનાર કાઈલ જેમિસનની પ્રથમ ઓવરના બીજા બોલ પર ભારતને ચોગ્ગો મળ્યો છે, સ્પીડ વધુ ન હોવાના કારણે ગિલની પાસે યોગ્ય તક હતી અને તેમણે સ્ટ્રેટ ડ્રાઈવની મદદથી ચોગ્ગો ફટકાર્યો

  • 19 Jun 2021 03:39 PM (IST)

    WTC Final 2021 Day 2 : ભારત - 26/0

    6ઠ્ઠી ઓવરમાં ભારતીય ટીમે પ્રથમ ચોગ્ગો ફટકાર્યો છે. ભારતીય બેટ્સમેને તેમના શાનદાર શૉર્ટની મદદથી મિડવિકેટ પર ઈન્ગિસનો પ્રથમ ચોગ્ગો પોતાના ખાતામાં જમા કર્યો હતો.

  • 19 Jun 2021 03:26 PM (IST)

    WTC Final 2021 Day 2 : કાળી પટ્ટી બાંધી ભારતીય ટીમ મેદાન પર ઉતરી

    WTC Final 2021 Day 2 : ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહના નિધનથી દેશમાં શોકનો માહોલ છે,સાઉથમ્પ્ટનમાં ભારતીય ટીમ ફાઈનલમાં મિલ્ખા સિંહના નિધનને લઈ હાથમાં કાળી પટ્ટી બાંધી મેદાન પર ઉતરી છે.

  • 19 Jun 2021 03:16 PM (IST)

    WTC Final 2021 Day 2 : વિરાટ કોહલીનો સૌથી મોટો રેકોર્ડ

    WTC Final 2021 Day 2 :આ સૌથી મોટા મુકાબલાની સાથે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ પોતાને નામ કરી લીધો છે, માત્ર ભારત માટે જ નહિ પરંતુ એશિયાની બધી જ ટીમોમાં સૌથી વધુ ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરનાર કેપ્ટન બની ગયો છે.

Published On - Jun 19,2021 11:20 PM

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">