India vs Ireland, 1st T20, Live Score Highlights: આયર્લેન્ડ સામે ભારતનો 7 વિકેટે વિજય, દિપક હૂડાની અણનમ રમત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 1:29 AM

IND Vs IRE T20 1st Match Live Updates Highlights: હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ, ભારત આયર્લેન્ડના પ્રવાસ પર છે જ્યાં ટીમને બે T20 મેચ રમવાની છે.

India vs Ireland, 1st T20, Live Score Highlights: આયર્લેન્ડ સામે ભારતનો 7 વિકેટે વિજય, દિપક હૂડાની અણનમ રમત
India vs Ireland: ડબલીનમાં રમાઇ રહી છે મેચ

ભારત અને આયર્લેન્ડ (India vs Ireland) વચ્ચે ડબલિનમાં બે T20 મેચોની સિરીઝની પ્રથમ મેચ રમાવાની છે. ભારત આ શ્રેણીમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની કપ્તાનીમાં ઉતર્યું છે, જે યુવાધનથી ભરપૂર છે. ટીમ ઈન્ડિયા તરફથી ટેસ્ટ રમી રહેલા ખેલાડીઓ ઈંગ્લેન્ડના પ્રવાસ પર હોવાના કારણે આ શ્રેણીમાં ભાગ લઈ રહ્યા નથી. સાઉથ આફ્રિકા સામે રમાયેલી ટી20 સિરીઝ બાદ પંત અને શ્રેયસની જગ્યાએ રાહુલ ત્રિપાઠી અને સંજુ સેમસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. સૂર્યકુમાર કાંડાની ઈજા બાદ ટીમમાં વાપસી કરી રહ્યો છે.

ભારત: હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ અને ઉમરાન મલિક.

આયર્લેન્ડ: એન્ડ્રુ બલબરની (કેપ્ટન), પોલ સ્ટર્લિંગ, ગેરેથ ડેલેની, હેરી ટેક્ટર, લોર્કન ટકર (વિકેટકીપર), જ્યોર્જ ડોકરેલ, માર્ક એડેયર, એન્ડી મેકબ્રાઈન, ક્રેગ યંગ, જોશ લિટિલ અને કોનોર ઓલ્ફર્ટ

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 26 Jun 2022 09:03 PM (IST)

    IND vs IRE, Live Score: ભારતની પ્લેઇંગ XI

    ભારતની પ્લેઈંગ ઈલેવન: હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ અને ઉમરાન મલિક.

  • 26 Jun 2022 08:54 PM (IST)

    IND vs IRE, Live Score: ભારતે ટોસ જીત્યો

    ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. તેણે કહ્યું, ‘અમે પહેલા બેટિંગ કરવા માંગતા હતા પરંતુ હવામાન અને આગાહીને જોઈને અમે નક્કી કર્યું કે પહેલા બોલિંગ કરવી એ વધુ સારો નિર્ણય હશે.’

  • 26 Jun 2022 08:40 PM (IST)

    IND vs IRE, Live Score: હળવો વરસાદ વરસ્યો, થોડીવારમાં થશે ટોસ

    ટોસ માટે થોડી વાર લાગી હતી. કારણ કે ડબલીનમાં મેચ શરુ થવા પહેલા હળવો પડી રહ્યો હતો. જેને લઈને સ્થિતીને અનુરુપ થવામાં મોડુ થયુ હતુ.

  • 26 Jun 2022 08:34 PM (IST)

    IND vs IRE, Live Score: હાર્દિક પંડ્યા કરી રહ્યો છે કેપ્ટનશીપ

    હાર્દિક પંડ્યાએ પ્રથમ T20 ઈન્ટરનેશનલની પૂર્વ સંધ્યાએ આયોજિત વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "પહેલા પણ મને જવાબદારી લેવામાં મજા આવતી હતી અને હવે તે જ છે પરંતુ હવે થોડી વધુ જવાબદારી આવી ગઈ છે." હું હંમેશા માનું છું કે જવાબદારી લીધા પછી મેં વધુ સારું કર્યું છે.

  • 26 Jun 2022 08:24 PM (IST)

    IND vs IRE, Live Score: ઉમરાન મલિક ડેબ્યૂ કરશે

    ઉમરાન મલિક આજની મેચમાં ડેબ્યૂ કરશે. મેચ પહેલા ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે તેને ડેબ્યૂ કેપ આપી હતી. તે T20 રમનાર ભારતનો 98મો ખેલાડી છે.

  • 26 Jun 2022 08:21 PM (IST)

    IND vs IRE, Live Score: ભારત અને આયર્લેન્ડ વચ્ચે આમનો સામનો

    ભારતીય ટીમ આજે આયર્લેન્ડ સામે પ્રથમ T20માં મેદાનમાં ઉતરવા જઈ રહી છે. આ મેચ ડબલિનમાં રમાઈ રહી છે. આ પ્રવાસમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે.

Published On - Jun 26,2022 8:11 PM

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">