IND vs BAN : બાંગ્લાદેશને હરાવી ભારત એશિયા કપ 2025ની ફાઇનલમાં પહોંચ્યું
IND vs BAN : ભારતે ફરી એકવાર પ્રભાવશાળી પ્રદર્શન કર્યું, એશિયા કપના સુપર 4 રાઉન્ડમાં બાંગ્લાદેશને હરાવ્યું. અભિષેક શર્મા અને કુલદીપ યાદવ ટીમની જીતના હીરો રહ્યા. ભારત ફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગયું છે.

પાકિસ્તાનને હરાવ્યા બાદ, ભારતે એશિયા કપના સુપર 4 રાઉન્ડમાં બાંગ્લાદેશને પણ હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયા એશિયા કપની ફાઇનલમાં પહોંચી ગઈ. ટીમ ઈન્ડિયાની જીતના હીરો અભિષેક શર્મા અને કુલદીપ યાદવ હતા, જેમણે બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું. અભિષેક શર્માએ માત્ર 37 બોલમાં 75 રન બનાવ્યા, જ્યારે કુલદીપ યાદવે 4 ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ લીધી. ભારતીય ટીમ હવે 26 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે તેની છેલ્લી સુપર 4 રાઉન્ડ મેચ રમશે. આ મેચ ઔપચારિકતા બની ગઈ છે કારણ કે ટીમ ઈન્ડિયા 28 સપ્ટેમ્બરે યોજાનારી ફાઇનલ મેચ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.
LIVE NEWS & UPDATES
-
ભારતે બાંગ્લાદેશને હરાવ્યું
ભારતે બાંગ્લાદેશને 41 રનથી હરાવ્યું, આ જીત સાથે ભારત એશિયા કપ 2025ની ફાઈનલમાં પહોંચ્યું. તિલક વર્માએ અંતિમ વિકેટ લીધી અને ટીમ ઇન્ડિયાએ જીત અપાવી.
-
અક્ષર પટેલે પકડી મજેદાર કેચ
બુમરાહે ભારતને અપાવી નવમી સફળતા, અક્ષર પટેલે પકડી મજેદાર કેચ, ભારત જીતથી માત્ર એક વિકેટ દુર
-
-
કુલદીપની બે બોલમાં બે વિકેટ
Ind vs Bangladesh, Asia Cup 2025 : કુલદીપ યાદવની બે બોલમાં બે વિકેટ, બાંગ્લાદેશ હાર તરફ
-
કુલદીપે ભારતને અપાવી સાતમી સફળતા
કુલદીપે ભારતને અપાવી સાતમી સફળતા, રીશાદ હુસેન થયો આઉટ, તિલક વર્માએ પકડ્યો કેચ
-
બાંગ્લાદેશને છઠ્ઠો ઝટકો
India vs Bangladesh Match : બાંગ્લાદેશને છઠ્ઠો ઝટકો, વરુણ ચક્રવર્તીએ સૈફુદ્દીને કર્યો આઉટ, વરુણ ચક્રવર્તીએ લીધી બીજી વિકેટ
-
-
કેપ્ટન રનઆઉટ
Ind vs Bangladesh, Asia Cup 2025 : બાંગ્લાદેશની અડધી ટીમ પોવેલિયન ભેગી, કેપ્ટન જેકર અલી થયો રનઆઉટ
-
શમીમ 0 પર આઉટ
બાંગ્લાદેશને ચોથો ઝટકો, વરુણ ચક્રવર્તીએ શમીમને કર્યો આઉટ, શમીમ 0 પર થયો આઉટ
-
બાંગ્લાદેશને ત્રીજો ઝટકો
બાંગ્લાદેશને ત્રીજો ઝટકો, અક્ષર પટેલે હૃદયોયને કર્યો આઉટ, હૃદયોય સિક્સર ફટકારવા જતા થયો કેચ આઉટ, અભિષેક શર્માએ પકડ્યો આસાન કેચ
-
કુલદીપે ભારતને અપાવી બીજી સફળતા
બાંગ્લાદેશને બીજો ઝટકો, કુલદીપ યાદવે ઈમોનને કર્યો આઉટ, કુલદીપે ભારતને અપાવી બીજી સફળતા, ઈમોન થયો કેચ આઉટ
-
બાંગ્લાદેશને પહેલો ઝટકો
બાંગ્લાદેશને પહેલો ઝટકો, બુમરાહે તમીમને કર્યો આઉટ, બુમરાહે ટીમ ઇન્ડિયાને અપાવી પહેલી સફળતા
-
બાંગ્લાદેશને જીતવા 169 રનનો ટાર્ગેટ
ભારતે બાંગ્લાદેશને જીતવા 169 રનનો આપ્યો ટાર્ગેટ, અંતિમ બોલ પર હાર્દિક પંડ્યા થયો આઉટ, અભિષેક શર્માએ સૌથી વધુ રન બનાવ્યો.
-
ભારતનો સ્કોર 150ને પાર
ભારતનો સ્કોર 150ને પાર, હાર્દિક-કક્ષર ક્રીજ્હ પર હાજર, હાર્દિક પંડ્યાએ ફટકારી જોરદાર બાઉન્ડ્રી
-
ભારતની અડધી ટીમ પોવેલિયન ભેગી
India vs Bangladesh Match : ભારતની અડધી ટીમ પોવેલિયન ભેગી, તિલક વર્મા માત્ર 5 રન બનાવી આઉટ, સિક્સર ફટકારવાના ચક્કરમાં તિલક બાઉન્ડ્રી પર થયો કેચ આઉટ
-
સૂર્યકુમાર સસ્તામાં આઉટ
ભારતને ચોથો ઝટકો, સૂર્યકુમાર યાદવ 5 રન બનાવી થયો આઉટ, બાંગ્લાદેશના કેપ્ટને પકડ્યો જોરદાર કેચ, મુસ્ત્ફીઝુર રહેમાને લીધી વિકેટ. મુસ્ત્ફીઝુર બાંગ્લાદેશ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર.
-
અભિષેક શર્મા રનઆઉટ
ભારતને ત્રીજો ઝટકો, અભિષેક શર્મા 75 રન બનાવી થયો આઉટ,માત્ર 37 બોલમાં 75 રન બનાવી અભિષેક શર્મા થયો રનઆઉટ.
-
ભારતનો સ્કોર 100ને પાર
Ind vs Bangladesh, Asia Cup 2025 : ભારતનો સ્કોર 100ને પાર, સુર્યકુમાર યાદવ અને અભિષેક શર્મા ક્રીઝ પર હાજર
-
10 ઓવર બાદ ભારતનો સ્કોર 96/2
Ind vs Ban Match : 10 ઓવર બાદ ભારતનો સ્કોર 96/2, સુર્યકુમાર યાદવ અને અભિષેક શર્મા ક્રીઝ પર હાજર
-
શિવમ દુબે 2 રન બનાવી આઉટ
India vs Bangladesh, Asia Cup : ભારતને બીજો ઝટકો, શિવમ દુબે માત્ર 2 રન બનાવી થયો આઉટ, શિવમ દુબને ત્રીજા ક્રમે બેટિંગ માટે મોકલવાનો જુગાડ ફ્લોપ સાબિત થયો
-
અભિષેક શર્માની ફિફ્ટી
Ind vs Ban : અભિષેક શર્માની ફિફ્ટી, માત્ર 25 બોલમાં અર્ધ સદી પૂરી કરી, અભિષેક શર્માનું શાનદાર ફોર્મ ચાલુ
-
ભારતને પહેલો ઝટકો
ભારતને પહેલો ઝટકો, શુભમન ગિલ 29 રન બનાવી થયો આઉટ, સિક્સર ફટકારવા જતા બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો.
-
ભારતનો સ્કોર 50ને પાર
India vs Bangladesh : શુભમન ગિલ-અભિષેક શર્માની દમદાર શરૂઆત, ભારતનો સ્કોર 50ને પાર, શુભમન ગિલ-અભિષેક શર્માએ શાનદાર સિક્સરો ફટકારી
-
ભારતની પ્લેઈંગ ઈલેવન
India vs Bangladesh Match : અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી
-
બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન
સૈફ હસન, તન્ઝીદ હસન તમીમ, પરવેઝ હુસૈન ઈમોન, તોહીદ હૃદોય, શમીમ હુસૈન, ઝાકિર અલી, મોહમ્મદ સૈફુદ્દીન, રિશાદ હુસૈન, તન્ઝીમ હસન સાકિબ, નસુમ અહેમદ, મુસ્તાફિઝુર રહેમાન.
-
ટીમ ઈન્ડિયામાં કોઈ ફેરફાર નહીં
Ind vs Bangladesh, Asia Cup 2025 : બાંગ્લાદેશની ટીમમાં કેપ્ટન લિટન દાસ સહિત ચાર ફેરફારો કરવામાં આવ્યા હતા. ટીમ ઈન્ડિયામાં કોઈ ફેરફાર થયો નથી.
-
ટીમ ઇન્ડિયા બેટિંગ ફર્સ્ટ
Ind vs Ban Match : બાંગ્લાદેશે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ભારત પહેલા કરશે બેટિંગ
-
લિટન દાસના રમવા પર સસ્પેન્સ
India vs Bangladesh, Asia Cup : બાંગ્લાદેશના કેપ્ટન લિટન દાસના આ મેચમાં રમવા પર સસ્પેન્સ છે. મેચના એક દિવસ પહેલા તેની ફિટનેસ અંગે પ્રશ્નો ઉભા થયા હતા, અને ટોસ સમયે જ ખરબ પડશે કે બાંગ્લાદેશી કેપ્ટન રમશે કે નહીં.
-
6 વર્ષ પહેલા બાંગ્લાદેશ જીત્યું હતું
Ind vs Ban : ભારત સામે બાંગ્લાદેશનો એકમાત્ર T20I વિજય છ વર્ષ પહેલાં થયો હતો. નવેમ્બર 2019 માં, બાંગ્લાદેશી ટીમે ત્રણ મેચની શ્રેણીની એક મેચમાં ભારતને હરાવ્યું હતું.
-
T20 માં રેકોર્ડ કેવો છે?
India vs Bangladesh : ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો T20I રેકોર્ડ એકદમ એકતરફી છે. બંને ટીમો વચ્ચે કુલ 17 T20I મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 16 વખત જીત મેળવી છે, જ્યારે બાંગ્લાદેશ ફક્ત એક જ વાર જીત્યું છે.
-
દુબઈમાં મુકાબલો
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આજની મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધીમાં ટૂર્નામેન્ટમાં ચાર મેચ રમી છે, જેમાંથી ત્રણ મેચ દુબઈના આ મેદાન પર રમાઈ છે.
-
ભારત vs બાંગ્લાદેશ
એશિયા કપ 2025માં સુપર ફોર રાઉન્ડમાં આજે ભારતનો સામનો બાંગ્લાદેશ સામે. ટીમ ઇન્ડિયા આજની મેચ જીતી ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચવા પ્રયાસ કરશે. બાંગ્લાદેશ પણ સતત બીજી મેચ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં.
Published On - Sep 24,2025 7:08 PM
