ભારત વિ ઓસ્ટ્રેલિયા વિશ્વ કપ Match Highlights: તૂટી ગયુ 140 કરોડ ભારતીયોનું સ્વપ્ન, કાંગારુ છઠ્ઠીવાર બન્યા વિશ્વ વિજેતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2023 | 10:38 AM

ભારત વિ ઓસ્ટ્રેલિયા વિશ્વ કપ Final 2023 Match Highlights: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરના રોજ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમે પહેલી બેટિંગ કરીને 241 રનનો ટાર્ગેટ આપ્યો છે.

ભારત વિ ઓસ્ટ્રેલિયા વિશ્વ કપ Match Highlights: તૂટી ગયુ 140 કરોડ ભારતીયોનું સ્વપ્ન, કાંગારુ છઠ્ઠીવાર બન્યા વિશ્વ વિજેતા
India vs Australia World Cup 2023

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ 50 ઓવરમાં 240 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં ચાર વિકેટે 241 રન બનાવીને મેચ જીતી લીધી હતી. કાંગારૂ ટીમ માટે ટ્રેવિસ હેડે 141 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. મારંશ લાબુશેને અણનમ 58 રન બનાવ્યા હતા. મિચેલ માર્શ 15 રન બનાવીને, ડેવિડ વોર્નર સાત રન બનાવીને, સ્ટીવ સ્મિથ ચાર રન બનાવીને આઉટ થયો હતો. ગ્લેન મેક્સવેલે અણનમ બે રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. આ સાથે જ ભારતનું ત્રીજી વખત ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. તેણે ટૂર્નામેન્ટમાં સતત 10 મેચ જીતી હતી, પરંતુ ટીમ 11મી મેચમાં પાછળ રહી ગઈ હતી. ભારતને બીજી વખત ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી વખત રિકી પોન્ટિંગની કપ્તાની હેઠળની ટીમ 2003માં હાર્યું હતું.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 19 Nov 2023 11:25 PM (IST)

  India vs Australia World Cup LIVE Score : ભાવુક થયો ભારતીય ક્રિકેટર્સનો પરિવાર

  ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓની જેમ તેમની પત્ની અને પરિવારના લોકો પણ રડી પડયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

 • 19 Nov 2023 11:13 PM (IST)

  India vs Australia World Cup LIVE Score: કેપ્ટન રોહિત શર્માનું નિવેદન, ‘મને આ ટીમ પર ગર્વ છે

  ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. સતત 10 મેચ જીતીને ફાઇનલમાં પહોંચેલી ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયાએ તોડીને ફાઇનલમાં જીત મેળવી હતી. ભારતની આ હાર બાદ તમામ ખેલાડીઓ નિરાશ થયા હતા. કેપ્ટન રોહિત અને મોહમ્મદ સિરાજ પણ પોતાના આંસુ પર કાબુ રાખી શક્યા ન હતા. રોહિતની આ નિરાશા મેચ પછી પણ દેખાઈ રહી હતી. જો કે તેણે કહ્યું કે હાર છતાં તેને આ ભારતીય ટીમ પર ગર્વ છે.

 • 19 Nov 2023 11:05 PM (IST)

  India vs Australia World Cup LIVE Score: વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ

  • 1992: માર્ટિન ક્રો
  • 1996: સનથ જયસૂર્યા
  • 1999: લાન્સ ક્લુઝનર
  • 2003: સચિન તેંડુલકર
  • 2007: ગ્લેન મેકગ્રા
  • 2011: યુવરાજ સિંહ
  • 2015: મિશેલ સ્ટાર્ક
  • 2019: કેન વિલિયમસન
  • 2023: વિરાટ કોહલી
 • 19 Nov 2023 10:34 PM (IST)

  India vs Australia World Cup LIVE Score: વડાપ્રધાન મોદીના હાથે ઓસ્ટ્રેલિયન કેપ્ટને સ્વીકારી ટ્રોફી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના ઉપ વડાપ્રધાનના હાથે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન પેટ કમિંગે વર્લ્ડ કપ ટ્રોફી સ્વીકારી હતી.

 • 19 Nov 2023 10:02 PM (IST)

  India vs Australia World Cup LIVE Score: વિરાટ કોહલી બન્યો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ

  ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી આખા વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો છે.

  • 765 રન
  • 11 ઇનિંગ્સ
  • 95.62 સરેરાશ
  • 3 સદી, 6 અર્ધસદી
  • 6 કેચ
  • 1 વિકેટ
 • 19 Nov 2023 09:59 PM (IST)

  India vs Australia World Cup LIVE Score: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈમોશનલ મેસેજ

  ભારતીય ટીમની હાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવુક સંદેશ શેયર કર્યો હતો.

 • 19 Nov 2023 09:35 PM (IST)

  India vs Australia World Cup LIVE Score: વર્લ્ડ કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન

  • કોહલી - 765 રન.
  • રોહિત - 597 રન.
  • અય્યર - 530 રન.
  • રાહુલ - 452 રન.
  • ગિલ - 350 રન.
  • શમી - 24 વિકેટ.
  • બુમરાહ - 20 વિકેટ.
  • જાડેજા - 16 વિકેટ.
  • કુલદીપ - 15 વિકેટ.
  • સિરાજ - 14 વિકેટ.
 • 19 Nov 2023 09:29 PM (IST)

  India vs Australia World Cup LIVE Score: મેદાન પર રડયા ભારતીય ક્રિકેટ ટીમ

 • 19 Nov 2023 09:26 PM (IST)

  India vs Australia World Cup LIVE Score: ઓસ્ટ્રેલિયા છઠ્ઠીવાર બન્યુ વર્લ્ડ કપ ચેમ્પિયન

  ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ વનડે વર્લ્ડ કપમાં છઠ્ઠીવાર ચેમ્પિયન બન્યું છે.

   

 • 19 Nov 2023 09:22 PM (IST)

  India vs Australia World Cup LIVE Score: વર્લ્ડ કપ ટ્રોફીની નજીક પહોંચીને હાર્યુ ભારત

  વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી હાર્યુ છે. સતત 10 મેચ જીત્યા બાદ આજે ફાઈનલ મેચમાં હાર મળતા ભારતીય ફેન્સ નિરાશ થયા હતા. આ સમયે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિતના ખેલાડીની આંખોમાં આશું જોવા મળ્યા હતા.

 • 19 Nov 2023 09:01 PM (IST)

  India vs Australia World Cup LIVE Score: કપિલ દેવનું ચોંકાવનારુ નિવેદન

  ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે રવિવારે દાવો કર્યો હતો કે તેમને અહીં યજમાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ કપ ફાઇનલમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. 1983માં ભારતને પ્રથમ વનડે વર્લ્ડ કપ ટાઇટલ અપાવનાર કપિલે કહ્યું કે તે તેના બાકીના સાથી ખેલાડીઓ સાથે રમત માટે પ્રવાસ કરવા માંગે છે.

  “મને ત્યાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તેઓએ મને ફોન કર્યો નથી તેથી હું ગયો નથી. તેટલું સરળ. હું ઇચ્છતો હતો કે '83ની આખી ટીમ મારી સાથે હોય, પરંતુ મને લાગે છે કે તે આટલી મોટી ઇવેન્ટ છે અને લોકો જવાબદારીઓ સંભાળવામાં એટલા વ્યસ્ત છે, ક્યારેક તેઓ ભૂલી જાય છે," કપિલે એબીપી ન્યૂઝને જણાવ્યું હતું.

 • 19 Nov 2023 08:59 PM (IST)

  India vs Australia World Cup LIVE Score: ઓસ્ટ્રેલિયાના Dy PM રિચાર્ડ માર્લ્સ હોમ ટીમને ચીયર કરવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા

  ઓસ્ટ્રેલિયાના Dy PM રિચાર્ડ માર્લ્સ હોમ ટીમને ચીયર કરવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા

 • 19 Nov 2023 08:44 PM (IST)

  India vs Australia World Cup LIVE Score: હેડની સેન્ચુરી

  ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડે પોતાની સદી પૂરી કરી લીધી છે. તેણે 34મી ઓવરમાં કુલદીપ યાદવના પાંચમા બોલ પર એક રન લઈને પોતાની સદી પૂરી કરી હતી. ઓસ્ટ્રેલિયાએ 34 ઓવરમાં ત્રણ વિકેટે 185 રન બનાવ્યા છે. હેડ 100 અને માર્નસ લાબુશેન 41 રન બનાવીને અણનમ છે.

 • 19 Nov 2023 08:37 PM (IST)

  India vs Australia World Cup LIVE Score: ફાઈનલ મેચ જોવા પહોંચ્યા વડાપ્રધાન મોદી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચ્યા છે. તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ, રાજયપાલ આચર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળ્યા હતા.

 • 19 Nov 2023 08:03 PM (IST)

  India vs Australia World Cup LIVE Score: હેડે પૂરુ કરી હાફ સેન્ચુરી

  ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટ્સમેન ટ્રેવિસ હેડે પોતાની હાફ સેન્ચુરી પૂરી કરી છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 23 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 122 રન બનાવ્યા છે. હેડ 54 રન અને લાબુશેન 25 રન બનાવીને અણનમ છે.

 • 19 Nov 2023 07:59 PM (IST)

  India vs Australia World Cup LIVE Score: જુઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો અંદરનો નજારો

  ભવ્ય એર શો બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શાનદાર લેસર શો પણ જોવા મળ્યો હતો. આ લેસર શોનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 • 19 Nov 2023 07:27 PM (IST)

  India vs Australia World Cup LIVE Score: 10 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 60 રન પર 3 વિકેટ

  બીજી ઈનિંગની પહેલી 10 ઓવર સમાપ્ત થતા ઓસ્ટ્રેલિયાનો સ્કોર 60 રન પર ત્રણ વિકેટ છે. ટ્રેવિસ હેડ 19 રન બનાવીને અણનમ છે. માર્નશ લાબુશેન એક પણ રન બનાવ્યા વગર આઉટ થયો છે.

 • 19 Nov 2023 07:05 PM (IST)

  India vs Australia World Cup LIVE Score: જસપ્રીત બુમરાહે અપાવી મહત્વની સફળતા

  ભારતે ત્રીજી સફળતા જસપ્રીત બુમરાહ રુપે લીધી છે. તેણે સાતમી ઓવરની છેલ્લી બોલ પર સ્ટીવ સ્મિથને આઉટ કર્યો છે. સ્મિથ નવ બોલમાં ચાર રન બનાવીને એલબીડબ્લૂ થયો છે.

 • 19 Nov 2023 06:59 PM (IST)

  India vs Australia World Cup LIVE Score: બુમરાહે માર્શને આઉટ કર્યો હતો

  જસપ્રીત બુમરાહે ભારતને બીજી સફળતા અપાવી. તેણે પાંચમી ઓવરના ત્રીજા બોલ પર મિશેલ માર્શને આઉટ કર્યો હતો. માર્શ 15 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. તેનો કેચ વિકેટકીપર કેએલ રાહુલે લીધો હતો. માર્શના આઉટ થયા બાદ સ્ટીવ સ્મિથ ક્રિઝ પર આવ્યો છે.

 • 19 Nov 2023 06:32 PM (IST)

  India vs Australia World Cup LIVE Score: શમીએ લીધી વોર્નરની વિકેટ

  ભારતના સ્ટાર બોલર મોહમ્મદ શમીએ ભારતીય ક્રિકેટ ટીમને મોટી સફળતા અપાવી છે. તેમણે બીજી ઓવરની પહેલી બોલ પર ડેવિડ વોર્નરને આઉટ કર્યો છે. વોર્નર ત્રણ બોલ પર સાત રન બનાવીને આઉટ થયો છે. ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ અને મિચેલ માર્શ ક્રીઝ પર છે.

 • 19 Nov 2023 06:27 PM (IST)

  India vs Australia World Cup LIVE Score: Betting Rateમાં ભારત-ઓસ્ટ્રેલિયાના રેટ થયા સમાન

  ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલ મેચમાં LIVE Betting Rateમાં મોટા ફેરફાર, ભારત અને ઓસ્ટ્રેલિયાના રેટ સમાન થઈ ગયા. સટ્ટા બજારમાં હવે બંને ટીમો જીત માટે ફેવરિટ બની ગઈ.

 • 19 Nov 2023 06:02 PM (IST)

  India vs Australia World Cup LIVE Score: મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહી ભારતીય ટીમ

  ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપની ફાઇનલમાં ભારતીય ટીમ 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કાંગારૂ ટીમે જીતવા માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી કેએલ રાહુલે સૌથી વધુ 66 રન અને વિરાટ કોહલીએ 54 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 47 રન અને સૂર્યકુમાર યાદવે 18 રન બનાવ્યા હતા. કુલદીપ યાદવે 10 રનનું યોગદાન આપ્યું હતું. આ પાંચ ખેલાડીઓ સિવાય કોઈ ડબલ ફિગરને સ્પર્શી શક્યું નથી.

  રવિન્દ્ર જાડેજા નવ રન, મોહમ્મદ શમી છ, શ્રેયસ અય્યર અને શુભમન ગિલ ચાર-ચાર રન બનાવીને આઉટ થયા હતા. જસપ્રીત બુમરાહ માત્ર એક રન બનાવી શક્યો હતો. મોહમ્મદ સિરાજ નવ રન બનાવીને અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. પેટ કમિન્સ અને જોશ હેઝલવુડને બે-બે સફળતા મળી.

 • 19 Nov 2023 05:57 PM (IST)

  India vs Australia World Cup LIVE Score: અમદાવાદ પહોંચ્યા ઓસ્ટ્રેલિયાના ઉપ પ્રધાનમંત્રી

  ઓસ્ટ્રેલિયાના ઉપ પ્રધાનમંત્રી અને રક્ષા મંત્રી રિચર્ડ માર્લેસ ગુજરાતના અમદાવાદ પહોંચ્યા છે. તેઓ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ જોશે. વડાપ્રધાન મોદી નરેન્દ્ર મોદી પર અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચશે.

 • 19 Nov 2023 05:49 PM (IST)

  IND vs AUS LIVE Score :ટીમ ઈન્ડિયાનો સ્કોર 232-9

  49 ઓવર પછી ભારતનો સ્કોર 9 વિકેટે 232 રન છે. કુલદીપ યાદવ 14 બોલમાં 7 રન બનાવીને રમતમાં છે. અને મોહમ્મદ સિરાજ 5 બોલમાં 3 રન બનાવી રમી રહ્યો છે.

 • 19 Nov 2023 05:41 PM (IST)

  IND vs AUS LIVE Score : ભારતને 9મો ઝટકો

  ભારતીય દાવમાં 47.1 ઓવરની રમત પૂર્ણ થઈ ગઈ છે. ભારતનો સ્કોર અત્યારે 9 વિકેટે 224 રન છે. સૂર્યકુમાર યાદવ 16 રન બનાવીને આઉટ થયો છે

 • 19 Nov 2023 05:40 PM (IST)

  IND vs AUS LIVE Score : ઓસ્ટ્રેલિયાની ટીમની શાનદાર ફિલ્ડિંગ જોવા મળી રહી છે

 • 19 Nov 2023 05:39 PM (IST)

  IND vs AUS LIVE Score :ભારતીય ટીમનો સ્કોર 8 વિકેટે 223 રન

  47 ઓવર પછી ભારતીય ટીમનો સ્કોર 8 વિકેટે 223 રન છે. ભારતીય ટીમ ઓછામાં ઓછા 280 રનના સ્કોર સુધી પહોંચવા માંગે છે. ક્રિઝ પર કુલદીપ યાદવ અને સુર્યકુમાર યાદવ 16 રન પર રમી રહ્યા છે.

 • 19 Nov 2023 05:34 PM (IST)

  IND vs AUS LIVE Score : 46 ઓવર બાદ ભારતનો સ્કોર 221 /8

  46 ઓવર બાદ ભારતનો સ્કોર 221 /8 છે. સૂર્યકુમાર યાદવ 24 બોલમાં 15 રન અને કુલદીપ યાદવ 6 બોલમાં 5 રન બનાવી રમી રહ્યો છે.

 • 19 Nov 2023 05:30 PM (IST)

  IND vs AUS LIVE Score : ભારતનો સ્કોર 45 ઓવર બાદ 215 /8

  ટીમ ઈન્ડિયાનો 8મો બેટ્સમેન જસપ્રીત બુમરાહ પણ આઉટ થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર સ્પિનર ​​એડમ ઝમ્પાએ પણ પ્રથમ સફળતા મેળવી છે.ભારતની અડધી ટીમ 215 રન પર પેવેલિયન પરત ફરી ગઈ છે.

 • 19 Nov 2023 05:26 PM (IST)

  IND vs AUS LIVE Score : બુમરાહ આઉટ

  હવે સૂર્યકુમાર યાદવ છેલ્લી આશા છે. હાલમાં સ્ટેડિયમમાં સન્નાટો છવાયો છે.એડમ ઝમ્પાએ જસપ્રિત બુમરાહને LBW આઉટ કર્યો હતો.

 • 19 Nov 2023 05:20 PM (IST)

  IND vs AUS LIVE Score : મોહમ્મદ શમી આઉટ

  મોહમ્મદ શમી 10 બોલમાં 6 રન બનાવી પેવેલિયન પરત ફર્યો છે.ફાઇનલમાં ભારતે સાત વિકેટ ગુમાવી હતી, કેએલ રાહુલ બાદ મોહમ્મદ શમી પણ આઉટ થયો હતો.ભારતીય ટીમે તેની સાતમી વિકેટ ગુમાવી છે. મોહમ્મદ શમી ઝડપી બોલર મિચેલ સ્ટાર્કના બોલ પર વિકેટકીપર જોશ ઈંગ્લિસના હાથે કેચ આઉટ થયો હતો. શમીએ 10 બોલમાં છ રન બનાવ્યા હતા. ભારતનો સ્કોર 43.4 ઓવરમાં સાત વિકેટે 211 રન છે.

 • 19 Nov 2023 05:19 PM (IST)

  IND vs AUS LIVE Score : સ્કોર પાંચ વિકેટે 210 રન

  ભારતની ઈનિંગ્સની 43 ઓવર પૂરી થઈ ગઈ છે. પાંચ વિકેટે 210 રન બનાવ્યા છે.

 • 19 Nov 2023 05:16 PM (IST)

  IND vs AUS LIVE Score :વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદમાં આગમન

 • 19 Nov 2023 05:12 PM (IST)

  IND vs AUS LIVE Score : મોહમ્મદ શમીએ ચોગ્ગાથી ખાતું ખોલ્યું

  ઓસ્ટ્રેલિયાના બોલરોએ ભારત સામે ટકી ગયા છે. મોહમ્મદ શમી અને સૂર્યકુમાર યાદવ ક્રિઝ પર છે. ભારતે 200 રનનો આંકડો પાર કરી લીધો છે.

 • 19 Nov 2023 05:10 PM (IST)

  IND vs AUS LIVE Score : કે.એલ રાહુલ આઉટ

  ભારતીય ટીમને છઠ્ઠો આંચકો લાગ્યો છે. કેએલ રાહુલ મિચેલ સ્ટાર્કના બોલ પર વિકેટકીપર જોશ ઈંગ્લિસના હાથે કેચ આઉટ થયો હતો. રાહુલે 107 રનનો સામનો કર્યો અને માત્ર 66 રન બનાવ્યા, જેમાં એક ચોગ્ગાનો સમાવેશ થાય છે.

 • 19 Nov 2023 05:08 PM (IST)

  IND vs AUS LIVE Score :ભારતનો સ્કોર 200 રનને પાર

 • 19 Nov 2023 05:07 PM (IST)

  IND vs AUS LIVE Score : ભારતનો સ્કોર 200 રનને નજીક

  ભારતની ઈનિંગ્સની 41 ઓવર પૂરી થઈ ગઈ છે. તેણે પાંચ વિકેટે 199 રન બનાવ્યા છે.

 • 19 Nov 2023 05:05 PM (IST)

  IND vs AUS LIVE Score :40 ઓવરમાં 197 રન બનાવ્યા

  40 ઓવર પછી ભારતીય ટીમનો સ્કોર 5 વિકેટે 196 રન છે. ભારતીય ટીમ ઓછામાં ઓછા 280 રનના સ્કોર સુધી પહોંચવા ઈચ્છશે. કેએલ રાહુલ 64 અને સૂર્યકુમ યાદવ 8 રન પર રમી રહ્યા છે.

 • 19 Nov 2023 04:58 PM (IST)

  IND vs AUS LIVE Score :સૂર્યકુમાર યાદવે ચોગ્ગો ફટકાર્યો

  ભારતીય ટીમની અડધી ટીમ 192 રન પર પેવેલિયન પરત ફરી ગઈ છે. રવિન્દ્ર જાડેજા 22 બોલમાં નવ રન બનાવીને આઉટ થયો હતો. જોશ હેઝલવુડે તેને વિકેટકીપર જોશ ઈંગ્લિસના હાથે કેચ કરાવ્યો હતો. હવે સૂર્યકુમાર યાદવ લોકેશ રાહુલ સાથે ક્રિઝ પર છે. અડધી સદી ફટકાર્યા બાદ રાહુલ મજબૂત છે અને ભારતને તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા છે. રાહુલે અંત સુધી ક્રિઝ પર રહેવું પડશે અને મોટો સ્કોર બનાવવો પડશે. 39 ઓવર પછી ભારતનો સ્કોર 193/5 છે.

 • 19 Nov 2023 04:55 PM (IST)

  IND vs AUS LIVE Score : ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 વિકેટે 182 રન

  38 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 વિકેટે 182 રન છે. 12 ઓવરની રમત બાકી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા કયા સ્કોર સુધી પહોંચે છે તે જોવું રહ્યું. કેએલ રાહુલ 58 અને સૂર્યકુમાર યાદવ 1 રન પર રમી રહ્યા છે.

 • 19 Nov 2023 04:53 PM (IST)

  IND vs AUS LIVE Score : તુટ્યું સારા તેડુંલકરનું દિલ

  આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાય રહી છે. ત્યારે શુભમન ગિલ 4 રન બનાવી આઉટ થતાં. ભારતને મોટો ઝટકો લાગ્યો હતો. સાથે સારા તેડુંલકરે પણ પોસ્ટ કરી છે.જેમાં વિરાટ કોહલી જોવા મળી રહ્યો છે.

 • 19 Nov 2023 04:45 PM (IST)

  World Cup 2023 Final, India vs Australia: ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 વિકેટે 178 રન

  36 ઓવરના અંતે ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 વિકેટે 178 રન છે. કેએલ રાહુલ 55 અને સૂર્યકુમાર યાદવ રમી રમહ્યા છે.

 • 19 Nov 2023 04:42 PM (IST)

  World Cup 2023 Final, India vs Australia: રવિન્દ્ર જાડેજા આઉટ

  હવે  દરેક વ્યક્તિ અપેક્ષા રાખે છે કે રાહુલ તેની ઇનિંગ્સને મોટા સ્કોરમાં ફેરવે. રવિન્દ્ર જાડેજા આઉટ થતા સૂર્યકુમાર યાદવ ક્રિઝ પર આવ્યો છે.

 • 19 Nov 2023 04:38 PM (IST)

  IND vs AUS LIVE Score :કેએલ રાહુલની ફિફ્ટી ફટકારી

  કેએલ રાહુલે પોતાની ODI કારકિર્દીની 17મી અડધી સદી ફટકારી હતી.કેએલ રાહુલે મેચમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. ભારતે 35 ઓવરમાં ચાર વિકેટે 173 રન બનાવ્યા છે. કેએલ રાહુલ 50 અને રવિન્દ્ર જાડેજા નવ રન બનાવીને અણનમ છે. બંને ખેલાડીઓએ પાંચમી વિકેટ માટે 25 રનની ભાગીદારી કરી હતી. દરેક વ્યક્તિ અપેક્ષા રાખે છે કે રાહુલ તેની ઇનિંગ્સને મોટા સ્કોરમાં ફેરવે.

 • 19 Nov 2023 04:33 PM (IST)

  IND vs AUS LIVE Score : રાહુલ અડધી સદીની નજીક

  વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ પોતાની અડધી સદીની નજીક પહોંચી ગયો છે. 33 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટે 165 રન છે. રાહુલ 47 રને અને રવિન્દ્ર જાડેજા 6 રને રમી રહ્યા છે.

 • 19 Nov 2023 04:31 PM (IST)

  IND vs AUS LIVE Score : અભિનેતા શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન અમદાવાદ પહોંચ્યા

  અભિનેતા શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન અમદાવાદ પહોંચ્યા

  #WATCH | Actor Shah Rukh Khan and his wife Gauri Khan arrive in Ahmedabad, Gujarat #ICCCricketWorldCup pic.twitter.com/eorOQtvgUG

  — ANI (@ANI) November 19, 2023

 • 19 Nov 2023 04:29 PM (IST)

  IND vs AUS LIVE Score : ભારતનો સ્કોર 33 ઓવરમાં 165/4

  ભારતની ઈનિંગ્સની 33 ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ ચાર વિકેટે 165 રન બનાવ્યા છે. કેએલ રાહુલ 48 અને રવિન્દ્ર જાડેજા 6 રન બનાવીને અણનમ છે. ટીમ ઈન્ડિયાને બંને પાસેથી મોટી ભાગીદારીની અપેક્ષા છે.

 • 19 Nov 2023 04:23 PM (IST)

  IND vs AUS LIVE Score :જાડેજા-રાહુલ ઇનિંગ્સ સંભાળી રહ્યા છે

  ઇનિંગની 32મી ઓવર બાદ ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 162 રન સુધી પહોંચી ગયો છે,વિરાટ કોહલીની વિકેટ બાદ ભારતીય ટીમની ઈનિંગ્સ ડગમગતી જોવા મળી રહી છે.

 • 19 Nov 2023 04:21 PM (IST)

  IND vs AUS LIVE Score : 32 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર ચાર વિકેટે 162 રન

 • 19 Nov 2023 04:16 PM (IST)

  IND vs AUS LIVE Score : ભારતનો સ્કોર 150 રનને પાર

  31 ઓવરમાં ભારતનો સ્કોર ચાર વિકેટે 156 રન છે. રવિન્દ્ર જાડેજા 2 રને અને કેએલ રાહુલ 43 રને રમી રહ્યા છે.

 • 19 Nov 2023 04:11 PM (IST)

  IND vs AUS LIVE Score :ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે

  ભારતની 4 વિકેટ પડતા ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે જોવા મળી રહ્યું છે.

 • 19 Nov 2023 04:09 PM (IST)

  IND vs AUS LIVE Score : રવિન્દ્ર જાડેજા અને કે.એલ રાહુલ ક્રિઝ પર

  ઓસ્ટ્રેલિયાને વિરાટ કોહલીની મોટી વિકેટ મળી છે. કોહલીએ 54 રન બનાવ્યા હતા. કોહલીએ 63 બોલની ઈનિંગમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. કોહલીને પેટ કમિન્સે બોલ્ડ કર્યો હતો. 29 ઓવરમાં ભારતનો સ્કોર ચાર વિકેટે 149 રન છે. રવિન્દ્ર જાડેજા 0 રને અને કેએલ રાહુલ 37 રને રમી રહ્યા છે.

 • 19 Nov 2023 04:04 PM (IST)

  IND vs AUS LIVE Score : વિરાટ કોહલી આઉટ

  વિરાટ કોહલી 63 બોલમાં 54 રન બનાવી પેવેલિયન પરત ફર્યો છે.ફાઇનલમાં ભારતને મોટો ફટકો, પેટ કમિન્સે વિરાટ કોહલીને બોલ્ડ કર્યો.વિરાટ કોહલી આઉટ થતાં ક્રિઝ પર રવિન્દ્ર જાડેજા આવ્યો

 • 19 Nov 2023 04:03 PM (IST)

  IND vs AUS LIVE Score :97 બોલ પછી પ્રથમ બાઉન્ડ્રી આવી

  97 બોલ પછી પ્રથમ બાઉન્ડ્રી આવી ભારતના ખાતામાં આવી હતી. 97 બોલ સુધી કોઈ બાઉન્ડ્રી ભારતીય ટીમના ખાતામાં આવી ન હતી

 • 19 Nov 2023 04:01 PM (IST)

  IND vs AUS LIVE Score : ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટે 145 રન

  28 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટે 145 રન છે. કોહલી 52 અને કેએલ રાહુલ 36 રને રમી રહ્યા છે.

 • 19 Nov 2023 03:57 PM (IST)

  World Cup 2023 Final, India vs Australia: કે.એલ રાહુલે ચોગ્ગો ફટકાર્યો

  કે.એલ રાહુલે 27મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો છે.

 • 19 Nov 2023 03:55 PM (IST)

  World Cup 2023 Final, India vs Australia: ભારતીય ટીમની રનની ગતિ ધીમી પડી

  રોહિત શર્માના આઉટ થયા બાદ ભારતના રનની ગતિ ધીમી પડી છે. લગભગ 14 ઓવર સુધી કોઈ બાઉન્ડ્રી નથી. 26 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર ત્રણ વિકેટે 135 રન છે.

 • 19 Nov 2023 03:52 PM (IST)

  World Cup 2023 Final, India vs Australia : વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી

  વિરાટ કોહલીએ ફાઇનલમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. વનડેમાં આ તેની 72મી અડધી સદી છે. વિરાટે સતત પાંચમી ઇનિંગમાં 50 કે તેથી વધુ રન બનાવ્યા છે. તેણે 2019 વર્લ્ડ કપમાં પણ આવું કર્યું હતું.

 • 19 Nov 2023 03:51 PM (IST)

  World Cup 2023 Final, India vs Australia: 25 ઓવર પછીનો સ્કોર 3 વિકેટે 131 રન

  131 રનમાં 3 વિકેટ પડી ગયા બાદ કેએલ રાહુલ વિરાટ કોહલી સાથે મળીને ભારતીય ઇનિંગ્સને વેગ આપી રહ્યો છે. 25 ઓવર પછીનો સ્કોર 3 વિકેટે 131 રન છે

 • 19 Nov 2023 03:47 PM (IST)

  World Cup 2023 Final, India vs Australia: વર્લ્ડ કપ ફાઈનલમાં ઈઝરાયેલ-ગાઝા યુદ્ધની એન્ટ્રી

  વર્લ્ડ કપ 2023માં આવું પહેલી વાર થયું હતું. અચાનક ચાલુ મેચમાં પેલેસ્ટાઈનનો સમર્થક ઘૂસી આવ્યો હતો. જે બાદ મેચને રોકવામાં આવી હતી. આ પણ વાંચો : Breaking News : વર્લ્ડ કપ ફાઈનલમાં ઈઝરાયેલ-ગાઝા યુદ્ધની એન્ટ્રી, મેચ અચાનક રોકવી પડી

 • 19 Nov 2023 03:44 PM (IST)

  World Cup 2023 Final, India vs Australia: ભારતીય બેટ્સમેનો લાંબા સમયથી બાઉન્ડ્રી ફટકારી શક્યા નથી

  23 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર ત્રણ વિકેટે 124 રન છે. ભારતીય બેટ્સમેનો લાંબા સમયથી બાઉન્ડ્રી ફટકારી શક્યા નથી. કેએલ રાહુલ 50થી ઓછા સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે. જ્યારે કિંગ કોહલી 48 બોલમાં 45 રન બનાવીને રમતમાં છે.

 • 19 Nov 2023 03:38 PM (IST)

  World Cup 2023 Final, India vs Australia: સ્કોર 10 ઓવરમાં 80, 20 ઓવરમાં 115 રન હતો

  10 ઓવર અને 20 ઓવરની વચ્ચે માત્ર 35 રન જ બન્યા હતા. આ 10 ઓવરમાં કોઈ બાઉન્ડ્રી ફટકારવામાં આવી નથી. કેએલ રાહુલ અને વિરાટ કોહલી વચ્ચે 59 બોલમાં માત્ર 34 રનની ભાગીદારી થઈ હતી. પ્રથમ 10 ઓવર ભારતના નામે હતી અને પછીની 10 ઓવર ઓસ્ટ્રેલિયાના નામે હતી.

 • 19 Nov 2023 03:36 PM (IST)

  World Cup 2023 Final, India vs Australia:ભારતનો સ્કોર ત્રણ વિકેટે 120 રન

  21 ઓવર પછી ભારતનો સ્કોર ત્રણ વિકેટે 120 રન છે. વિરાટ કોહલી 41અને કેએલ રાહુલ 22 રને રમી રહ્યા છે.

 • 19 Nov 2023 03:33 PM (IST)

  World Cup 2023 Final, India vs Australia: ફાઈનલમાં પેલેસ્ટાઈનનો ધ્વજ લઈને વ્યક્તિ વિરાટની નજીક આવ્યો

 • 19 Nov 2023 03:32 PM (IST)

  Australia: કોહલી બીજી અડધી સદી તરફ

  વિરાટ કોહલી માટે અત્યાર સુધીનો વર્લ્ડ કપ 2023 શાનદાર રહ્યો છે. તે એક સિઝનમાં 700 રન બનાવનાર એકમાત્ર ખેલાડી બન્યો છે. હવે ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની જવાબદારી પણ તેના પર છે.

 • 19 Nov 2023 03:28 PM (IST)

  IND vs AUS LIVE Score :રાહુલ-કોહલી જામી ગયા

  કેએલ રાહુલ અને વિરાટ કોહલી ત્રણ વિકેટ પડ્યા બાદ ક્રિઝ પર રોકાયા હતા. બંનેએ ચોથી વિકેટ માટે 31 રનની ભાગીદારી કરી છે. ભારતે 19 ઓવરમાં ત્રણ વિકેટે 113 રન બનાવ્યા છે. કોહલી 38 અને રાહુલ 18 રન બનાવીને અણનમ છે.

 • 19 Nov 2023 03:24 PM (IST)

  IND vs AUS LIVE Score :હાર્દિક પંડયા એરપોર્ટ પહોંચ્યો

  પંડયા બ્રધર્સ એરપોરથી સ્ટેડિયમ રવાના થયા છે.

 • 19 Nov 2023 03:23 PM (IST)

  IND vs AUS LIVE Score : ટીમ ઈન્ડિયાનો સ્કોર 350 સુધી પહોંચવો મુશ્કેલ

  વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા ખૂબ જ ઉદાસ દેખાઈ રહી હતી. જો કે કોહલી હજુ પણ ક્રિઝ પર છે, પરંતુ ભારતે ટૂંક સમયમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હોવાથી સ્કોર 350 સુધી પહોંચવો મુશ્કેલ બનશે. 18 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર ત્રણ વિકેટે 106 રન છે.

 • 19 Nov 2023 03:20 PM (IST)

  IND vs AUS LIVE Score : ચાલુ મેચમાં એક વ્યક્તિએ મેદાનમાં પ્રવેશ કર્યો

  14મી ઓવર દરમિયાન મેચ બંધ થઈ ગઈ કારણ કે એક પ્રદર્શનકારી  મેદાનમાં ઘૂસી ગયો અને વિરાટ કોહલીની નજીક આવ્યો. સિક્યોરિટી ગાર્ડે તેને ફરીથી પકડી લીધો અને મેદાનની બહાર લઈ ગયા.

 • 19 Nov 2023 03:14 PM (IST)

  World Cup 2023 Final, India vs Australia: ભારતનો સ્કોર 100 રનને પાર

  ભારતીય ટીમે 16 ઓવરમાં ત્રણ વિકેટે 101 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 34 અને કેએલ રાહુલ 10 રન બનાવીને અણનમ છે.

 • 19 Nov 2023 03:10 PM (IST)

  IND vs AUS LIVE Score : 15 ઓવરમાં ભારતનો સ્કોર ત્રણ વિકેટે 97 રન

 • 19 Nov 2023 03:09 PM (IST)

  IND vs AUS LIVE Score : કંપનીના વેલ્યુએશનમાં રૂ. 2.2 લાખ કરોડનો વધારો પણ જોવા મળ્યો

  આ વર્લ્ડ કપના બ્રોડકાસ્ટર ડિઝની હોટસ્ટરની પેરેન્ટ કંપનીના શેરમાં વર્લ્ડ કપની શરૂઆતથી લઈને ફાઈનલ મેચ રમાઈ ત્યાં સુધી લગભગ 19 ટકાનો ઉછાળો આવ્યો છે. કંપનીના વેલ્યુએશનમાં રૂ. 2.2 લાખ કરોડનો વધારો પણ જોવા મળ્યો નથી.

 • 19 Nov 2023 03:06 PM (IST)

  IND vs AUS LIVE Score : 14 ઓવર પછી ભારતનો સ્કોર 94/3 છે

  14 ઓવરમાં ભારતનો સ્કોર ત્રણ વિકેટે 94 રન છે. વિરાટ કોહલી 30 અને કેએલ રાહુલ 7 રન પર રમી રહ્યા છે. કોહલી અને રાહુલ બંને પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા છે.

 • 19 Nov 2023 03:04 PM (IST)

  IND vs AUS LIVE Score : ભારતનો સ્કોર 100 રનને નજીક

  ભારતીય ટીમે 13 ઓવરમાં ત્રણ વિકેટે 92 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 29 અને કેએલ રાહુલ 6 રન બનાવીને અણનમ છે. ભારતીય ચાહકોને બંને ખેલાડીઓ પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા છે.

 • 19 Nov 2023 03:01 PM (IST)

  IND vs AUS LIVE Score : ભારતનો સ્કોર 89/3

  13 ઓવર પછી ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 89 રન છે.

 • 19 Nov 2023 02:54 PM (IST)

  IND vs AUS LIVE Score : ભારતનો સ્કોર 82 / 3

  ભારતે 10 ઓવરમાં બે વિકેટે 80 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 23 અને શ્રેયસ અય્યર ચાર રન બનાવીને અણનમ છે.

 • 19 Nov 2023 02:48 PM (IST)

  IND vs AUS LIVE Score : શ્રેયસ અય્યર પેવેલિયન પરત ફર્યો

  ફાઇનલમાં ભારતને ત્રીજો ઝટકો લાગ્યો, રોહિત શર્મા બાદ શ્રેયસ અય્યર પણ આઉટ શ્રેયસ અય્યરે ફાઈનલ મેચમાં નિરાશ કર્યા છે. શ્રેયસ માત્ર ચાર રન બનાવી શક્યો હતો. શ્રેયસને પેટ કમિન્સ દ્વારા વિકેટ પાછળ જોશ ઈંગ્લિસના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

 • 19 Nov 2023 02:46 PM (IST)

  IND vs AUS LIVE Score : ફાઇનલમાં ભારતને બીજો ઝટકો

  ભારતને બીજો ઝટકો રોહિત શર્માના રૂપમાં લાગ્યો હતો. તે 10મી ઓવરની ચોથી ઓવરમાં આઉટ થયો હતો. તે ગ્લેન મેક્સવેલના બોલ પર ટ્રેવિસ હેડના હાથે કેચ આઉટ થયો હતો. રોહિતના આઉટ થયા બાદ શ્રેયસ અય્યર ક્રિઝ પર આવ્યો હતો.

 • 19 Nov 2023 02:43 PM (IST)

  IND vs AUS LIVE Score : રોહિત શર્માએ સિક્સ ફટકારી

  રોહિત શર્માએ 10મી ઓવરના પહેલા બોલ પર સિક્સ ફટકારી હતી.

 • 19 Nov 2023 02:42 PM (IST)

  IND vs AUS LIVE Score : ભારતનો સ્કોર એક વિકેટે 66 રન

  9 ઓવરમાં ભારતનો સ્કોર એક વિકેટે 66 રન છે. રોહિત શર્મા 37 રને અને વિરાટ કોહલી 23 રને રમી રહ્યા છે. રોહિતે 27 બોલની ઈનિંગમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે વિરાટે 20 બોલનો સામનો કર્યો છે અને ચાર ચોગ્ગા ફટકાર્યા છે.

 • 19 Nov 2023 02:38 PM (IST)

  IND vs AUS LIVE Score :ભારતનો સ્કોર 61 /1

  ભારતીય ઇનિંગ્સની 8 ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ એક વિકેટ પર 61 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ સાતમી ઓવરમાં મિચેલ સ્ટાર્કના સતત ત્રણ બોલ પર ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. રોહિત શર્મા  36 રન અને વિરાટ 21 રન બનાવીને અણનમ છે.

 • 19 Nov 2023 02:37 PM (IST)

  IND vs AUS LIVE Score : વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો

  વિરાટ કોહલીએ 8મી ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

 • 19 Nov 2023 02:35 PM (IST)

  India vs Australia Live Update :વિરાટ કોહલી 16 રન પર અણનમ

  ભારતને પહેલો ફટકો 30 રનના સ્કોર પર લાગ્યો હતો. ટીમ ઈન્ડિયાના 7 ઓવરમાં એક વિકેટે 54 રન છે. રોહિત શર્મા 33 રને અને વિરાટ કોહલી 16 રન પર અણનમ છે.

 • 19 Nov 2023 02:30 PM (IST)

  India vs Australia Live Update : વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો

  વિરાટ કોહલીએ સાતમી ઓવરના પહેલા અને બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ ત્રીજા બોલ પર વધુ એક ચોગ્ગો ફટકાર્યો હતો.

 • 19 Nov 2023 02:28 PM (IST)

  India vs Australia Live Update : ભારતનો સ્કોર 5 ઓવરમાં એક વિકેટે 37 રન

  ભારતનો સ્કોર 5 ઓવરમાં એક વિકેટે 37 રન છે. વિરાટ કોહલી રોહિત શર્માને સપોર્ટ કરવા આવ્યો છે.

 • 19 Nov 2023 02:24 PM (IST)

  India vs Australia Live Update : ભારતીય ટીમને પ્રથમ ઝટકો

  ઓસ્ટ્રેલિયાને શુભમન ગિલની મોટી વિકેટ મળી છે. સ્ટાર્કે ગિલને આઉટ કર્યો છે.

 • 19 Nov 2023 02:17 PM (IST)

  India vs Australia Live Update : ભારતનો સ્કોર 18 રન

  3 ઓવરના અંતે ભારતનો સ્કોર 18 રન છે. રોહિત શર્મા 13 રને અને શુભમન ગિલ 3 રને રમી રહ્યા છે.

 • 19 Nov 2023 02:10 PM (IST)

  India vs Australia Live Update : 2 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 13/0

  રોહિત શર્માએ જોશ હેઝલવુડની ઓવરમાં બે સુંદર ચોગ્ગા ફટકાર્યા હતા.

 • 19 Nov 2023 02:06 PM (IST)

  India vs Australia Live Update : રોહિત શર્માએ ચોગ્ગો ફટકાર્યો

  રોહિત શર્મા બીજી ઓવરના બીજા અને ત્રીજા બોલ  પર ચોગ્ગો ફટકાર્યો

 • 19 Nov 2023 02:05 PM (IST)

  India vs Australia Live Update : ભારતનો સ્કોર 3/0

  મેચ શરુ થઈ ચૂકી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 1 ઓવર બાદ 3/0 છે.

 • 19 Nov 2023 02:01 PM (IST)

  India vs Australia Live Update : મેચ શરુ

  ભારતીય ટીમની બેટિંગ શરૂ થઈ ગઈ છે. શુભમન ગિલ અને રોહિત શર્મા ક્રિઝ પર છે. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક પ્રથમ ઓવર ફેંકી રહ્યો છે.

 • 19 Nov 2023 01:56 PM (IST)

  India vs Australia Live Update : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એર શો

  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એર શોનો અદભુત નજારો,સ્ટેડિયમમાં હાજર ખેલાડીઓ અને દર્શકો એર શોને જોઈને રોમાંચિત થઈ ગયા હતા.

  VIDEO | India vs Australia, World Cup 2023 Final: Indian Air Force performs air show over Narendra Modi Stadium in Ahmedabad, Gujarat.

  (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7)#INDvsAUSfinal #ICCWorldCup2023 pic.twitter.com/OOrzxdvAZ4

  — Press Trust of India (@PTI_News) November 19, 2023

 • 19 Nov 2023 01:40 PM (IST)

  India vs Australia Live Update : બંને ટીમની પ્લેઇંગ-11

  ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

  ઓસ્ટ્રેલિયા: ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ  , પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

 • 19 Nov 2023 01:33 PM (IST)

  India vs Australia Live Update : ઓસ્ટ્રેલિયાએ જીત્યો ટોસ

  ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરશે.

 • 19 Nov 2023 01:28 PM (IST)

  India vs Australia Live Update : ભારતીય ટીમના ખેલાડીઓ તૈયાર

  ભારતીય ટીમના ખેલાડીઓ તૈયાર છે. સ્ટેડિયમમાં ચાહકો મેચ શરુ થવાની રાહ જોઈ રહ્યા છે.

  Stepping into Match Mode!

  Toss coming shortly ⏳

  Follow the match ▶️ https://t.co/uVJ2k8mWSt#TeamIndia | #CWC23 | #MenInBlue | #Final | #INDvAUS pic.twitter.com/zpRCvxu4HQ

  — BCCI (@BCCI) November 19, 2023

 • 19 Nov 2023 01:23 PM (IST)

  India vs Australia Live Update :હજારો દર્શકો હજુ પણ સ્ટેડિયમની બહાર

  સ્ટેડિયમની બહાર હજારો દર્શકો હજુ પણ હાજર છે. ઘણા દર્શકો સ્ટેડિયમની અંદર પહોંચી ગયા છે. પરંતુ હજારો લોકો હજુ પણ બહાર લાઈનમાં ઉભા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.

 • 19 Nov 2023 01:22 PM (IST)

  India vs Australia Live Update : રોહિત-કોહલીના પોસ્ટર પર દૂધ ચઢાવ્યું

  વર્લ્ડ કપ ફાઈનલ પહેલા ચાહકોએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીના પોસ્ટરો પર દૂધ ચઢાવ્યું છે.અને ટીમની જીત માટે પ્રાર્થના કરી.

 • 19 Nov 2023 01:19 PM (IST)

  India vs Australia Live Update : બંને ટીમોના ખેલાડીએ અમદાવાદની પિચની ચકાસણી કરી

  ફાઇનલ પહેલા, બંને ટીમોએ અમદાવાદની પીચ પર ચકાસણી કરી હતી

  Both teams take a closer look at the Ahmedabad pitch ahead of the #CWC23 Final

  Key battles ➡️ https://t.co/Jto6gs407b pic.twitter.com/igOqORpKGD

  — ICC (@ICC) November 19, 2023

 • 19 Nov 2023 01:17 PM (IST)

  India vs Australia Live Update : ઓસ્ટ્રેલિયાની ટીમ પણ સ્ટેડિયમ પહોંચી

  ઓસ્ટ્રેલિયાની ટીમ પણ મેચ માટે સ્ટેડિયમ પહોંચી ગઈ છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમની નજર વધુ એક ટાઇટલ પર છે. ભારતીય ટીમ તેને આ મેદાન પર રોકવા માંગશે.

 • 19 Nov 2023 01:12 PM (IST)

  India vs Australia Live Update : ભારતીય વાયુસેના એર શો કરશે

  મેચની શરૂઆત  પહેલા ઈન્ડિયન ઍરફોર્સના 10 મિનિટના ઍર શોથી થશે. એ સાથે જ સંગીતકાર પ્રીતમનું લાઈવ પર્ફોમેન્સ થશે

 • 19 Nov 2023 01:06 PM (IST)

  India vs Australia Live Update : થોડી વારમાં ટોસ થશે

  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચમાં ટોસ અડધા કલાક બાદ થશે. આ પછી, બપોરે 2:00 વાગ્યે મેચમાં પ્રથમ બોલ ફેંકવામાં આવશે.

 • 19 Nov 2023 01:02 PM (IST)

  India vs Australia Live Update : ટીમ ઈન્ડિયા વોર્મઅપ માટે મેદાનમાં ઉતરી

  ભારતીય ક્રિકેટ ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચી ચૂકી છે. ટીમ મેદાનમાં વોર્મઅપ કરતી પણ જોવા મળી રહી છે.

 • 19 Nov 2023 01:02 PM (IST)

  India vs Australia Live Update : રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા પણ અમદાવાદ સ્ટેડિયમ પહોંચી

  વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા અને રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા પણ અમદાવાદ સ્ટેડિયમ પહોંચ્યા છે. આ સિવાય બોલિવૂડના ઘણા સ્ટાર્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચીને મેચની મજા માણવાની તૈયારી કરી રહ્યા છે.

  As you step onto the cricket field, my heart swells with pride. May every stroke echo the dreams of a billion hearts. Best of luck, my love. Jai Hind @imjadeja pic.twitter.com/K3Wm4E8gIg

  — Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) November 19, 2023

 • 19 Nov 2023 12:59 PM (IST)

  India vs Australia Live Update : ઓસ્ટ્રેલિયા માટે કપરો પડકાર

  ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે અને તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમમાં એક લાખ 30 લાખ લોકો બેસી શકશે. આમાંના મોટાભાગના ભારતીય ચાહકો હશે અને આવી સ્થિતિમાં કરોડો ભારતીય ચાહકોનો સામનો કરવો ઓસ્ટ્રેલિયા માટે કપરો પડકાર હશે. આ મેદાન પર પાકિસ્તાન અને ભારત વચ્ચે મેચ રમાઈ હતી અને પાકિસ્તાન ભારતીય પ્રશંસકો સામે લાચાર દેખાતું હતું.

 • 19 Nov 2023 12:52 PM (IST)

  India vs Australia Live Update :પીએમ મોદીએ શુભેકામના પાઠવી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ ફાઈનલ માટે શુભેચ્છા પાઠવી છે. તેણે ટ્વિટર પર લખ્યું, “ટીમ ઈન્ડિયાને સર્વશ્રેષ્ઠ. 140 કરોડ ભારતીયો તમને પ્રોત્સાહિત કરી રહ્યા છે.

 • 19 Nov 2023 12:50 PM (IST)

  India vs Australia Live Update :લખનૌ સુપર જાયન્ટ્સે જીત માટેનો ઉત્સાહ વધાર્યો

  IPL ટીમ લખનૌ સુપર જાયન્ટ્સે એક રસપ્રદ વીડિયો શેર કર્યો છે. યુપી અને બિહાર સહિત દેશના ઘણા ભાગોમાં છઠ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. લખનૌ છઠનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે.કેપ્શનમાં લખ્યું, "આજે છઠ છે. આજે તહેવાર પણ ઉજવવામાં આવશે.

 • 19 Nov 2023 12:47 PM (IST)

  India vs Australia live score : ટીમ ઈન્ડિયા સ્ટેડિયમ પહોંચી

  India vs Australia live score : મજબૂત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચી ગઈ છે. જલ્દી તમામ ખેલાડીઓ મેદાનમાં વોર્મ અપ કરતાં નજરે ચઢશે.

 • 19 Nov 2023 12:41 PM (IST)

  IND vs AUS live score : આશા ભોંસલે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા

  IND vs AUS live score : ફાઇનલ મેચ જોવા માટે સંગીત કલાકાર આશા ભોંસલે એરપોર્ટ પહોચ્યા. આજે અમદાવાદમાં સેલિબ્રિટીઓનો જમાવડો. ફાઈનલ મેચ જોવા સ્ટાર ખેલાડીઓ, બૉલીવુડ સ્ટાર સહિત દિગ્ગજો અમદાવાદમાં

 • 19 Nov 2023 12:33 PM (IST)

  India vs Australia Live Update : બપોરે દોઢ કલાકે ફાઇનલ મેચ માટે ટોસ થશે

  • ભારત-પાકિસ્તાન મેચની પીચ પર જ રમાશે ફાઈનલ મેચ
  • પીચનું છેલ્લું નિરીક્ષણ કર્યા બાદ જ બંને ટીમ જાહેર કરશે પ્લેઈંગ ઈલેવન
  • ઓસ્ટ્રેલિયન કેપ્ટને ગઈકાલે પીચ હાર્ડ અને સારી ગણાવી હતી
  • પાકિસ્તાન સામેની પીચ કરતા થોડું વધારે ઘાસ હોવાનું રોહિત જણાવ્યું હતું
  • બીજી ઈનિંગમાં ઝાકળની શક્યતાઓ પણ દર્શાવાઈ રહી છે
 • 19 Nov 2023 12:30 PM (IST)

  India vs Australia Live Update : જાણો શું કહ્યું હાર્દિક પંડ્યાએ

 • 19 Nov 2023 12:29 PM (IST)

  India vs Australia Live Update :પઠાણ બ્રધર્સનો વીડિયો થયો વાયરલ

  ગુજ્જુ પઠાણ બ્રધર્સે ડાન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. ચાહકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે

 • 19 Nov 2023 12:26 PM (IST)

  India vs Australia Live Update : ઓસ્ટ્રેલિયા માટે કપરો પડકાર

  ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે અને તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમમાં એક લાખ 30 લાખ લોકો બેસી શકશે. આમાંના મોટાભાગના ભારતીય ચાહકો હશે અને આવી સ્થિતિમાં કરોડો ભારતીય ચાહકોનો સામનો કરવો ઓસ્ટ્રેલિયા માટે કપરો પડકાર હશે. આ મેદાન પર પાકિસ્તાન અને ભારત વચ્ચે મેચ રમાઈ હતી અને પાકિસ્તાન ભારતીય પ્રશંસકો સામે લાચાર દેખાતું હતું.

 • 19 Nov 2023 12:16 PM (IST)

  India vs Australia Live Update : સચિન તેંડુલકરનો મોટા ફેન સુધીર કુમાર ચૌધરી અમદાવાદ પહોંચ્યો

  ટીમ ઈન્ડિયાના સમર્થક અને સચિન તેંડુલકરના મોટા ફેન સુધીર કુમાર ચૌધરી પણ અમદાવાદમાં ફાઈનલ મેચની રાહ જોઈ રહ્યા છે. સુધીરનું કહેવું છે કે 2011ની જેમ આ વખતે પણ ભારતીય ટીમ ઘરઆંગણે જીતશે.

 • 19 Nov 2023 12:12 PM (IST)

  India vs Australia Live Update : રણવીર અને દીપિકા ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળ્યા

  દીપિકા અને રણવીરનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જેમાં તે ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળી રહ્યા છે.

  #WATCH | Mumbai: Actors Ranveer Singh and Deepika Padukone leave for Ahmedabad to watch the ICC World Cup final match between India and Australia. pic.twitter.com/0HMRPsxr8V

  — ANI (@ANI) November 19, 2023

 • 19 Nov 2023 12:10 PM (IST)

  India vs Australia Live Update : રણવીર અને દીપિકા મુંબઈથી ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલ મેચ જોવા માટે રવાના થયા

  બોલીવુડ અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણ ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચ જોવા અમદાવાદ પહોંચશે. બંન્ને મુંબઈથી રવાના થઈ ચૂક્યા છે.

 • 19 Nov 2023 12:06 PM (IST)

  ભારત વિ ઓસ્ટ્રેલિયા વિશ્વ કપ LIVE Score: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?

  ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ

 • 19 Nov 2023 12:00 PM (IST)

  India vs Australia Live Update : સૌની નજર સૂર્યકુમાર પર

  ઇંગ્લેન્ડ સામે લખનૌમાં રમાયેલી મેચમાં સૂર્યકુમારે 49 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જો કે, તે પછી તેને ઘણી ઓછી તકો મળી અને તે દરમિયાન તે તેના નામ પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નહીં. આમ છતાં તેનું ફાઇનલમાં રમવું નિશ્ચિત છે. રોહિત શર્મા પ્લેઇંગ-11માં કોઇ ફેરફાર કરે તેવી આશા ઓછી છે.

 • 19 Nov 2023 11:59 AM (IST)

  India vs Australia Live Update :ભારત બોલિંગની સાથે બેટિંગમાં પણ મજબૂત

  ભારતીય ક્રિકેટ ટીમ આ વખતે ઘણી મજબૂત દેખાઈ રહી છે. મજબૂત બેટિંગ લાઇનઅપની સાથે તેની પાસે મજબૂત બોલિંગ આક્રમણ પણ છે. વિરાટ કોહલી આ મેચમાં વિસ્ફોટક બેટિંગ કરી શકે છે. કોહલીની સાથે રોહિત શર્મા પર પણ જવાબદારી રહેશે. ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરે કે બોલિંગ, બંને માટે સંપૂર્ણ તૈયારી છે.

 • 19 Nov 2023 11:55 AM (IST)

  India vs Australia Live Update : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોણ જીતશે મુકાબલો?

 • 19 Nov 2023 11:55 AM (IST)

  ભારત વિ ઓસ્ટ્રેલિયા વિશ્વ કપ LIVE Score: અનુષ્કા શર્મા સ્ટેડિયમ જવા રવાના થઈ

  અભિનેત્રી અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માટે રવાના થઈ હતી.

 • 19 Nov 2023 11:43 AM (IST)

  ભારત વિ ઓસ્ટ્રેલિયા વિશ્વ કપ LIVE Score: સોનિયા ગાંધીએ ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધાર્યો

  કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ એક્સ (પહેલા ટ્વિટર તરીકે ઓળખાતુ) પર એક વીડિયો પોસ્ટ કરીને ટીમ ઈન્ડિયા માટે પ્રોત્સાહક સંદેશ આપ્યો છે. જાણો સોનિયા ગાંધીએ ટીમ ઈન્ડિયાને શું કહ્યું. અહિ ક્લિક કરો

 • 19 Nov 2023 11:41 AM (IST)

  ભારત વિ ઓસ્ટ્રેલિયા વિશ્વ કપ Final 2023 Match LIVE Score and Updates in Gujarati: અમદાવાદમાં રોહિત શર્મા ઈતિહાસ રચશે

  ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અમદાવાદમાં કુલ 6 ODI મેચ રમી છે, જેમાં તેણે 51.16 ની એવરેજ અને 103.02 ની સ્ટ્રાઈક રેટથી તેના બેટ વડે 307 રન બનાવ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ રન બનાવવાના મામલે રોહિત રાહુલ દ્રવિડના 342 રનના રેકોર્ડને તોડવાની નજીક છે. 36 રન બનાવ્યા બાદ 'હિટમેન' આ મેદાન પર ODIમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે. તેણે કુલ 8 મેચમાં 24ની એવરેજથી 192 રન બનાવ્યા છે.

 • 19 Nov 2023 11:40 AM (IST)

  India vs Australia Live Update : ભારતીય ટીમ પણ થોડીવારમાં સ્ટેડિયમ જવા રવાના થશે

  મેચ માટે દર્શકોનો ઉત્સાહ અનેરો છે. સ્ટેડિયમમાં દર્શકો આવવા લાગ્યા છે. ભારતીય ટીમ પણ થોડીવારમાં સ્ટેડિયમ જવા રવાના થશે.

  Matches

  Wins

  Numerous incredible all-round performances

  Recap #TeamIndia's road to the #CWC23 Final #MenInBlue | #INDvAUS | #Final pic.twitter.com/9tVue4mI2G

  — BCCI (@BCCI) November 19, 2023

 • 19 Nov 2023 11:40 AM (IST)

  India vs Australia Live Update :વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ

  ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. તે આઠમી વખત ફાઇનલમાં દેખાશે. તેણે પાંચ વખત આ ખિતાબ જીત્યો છે. ઓસ્ટ્રેલિયા 1987, 1999, 2003, 2007 અને 2015માં વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યું છે. ટીમ ઈન્ડિયા આ વખતે તેને ટાઈટલ જીતવાથી રોકવા પર નજર રાખી રહી છે.

 • 19 Nov 2023 11:40 AM (IST)

  India vs Australia Live Update :વર્લ્ડ કપ 2023ની પ્રાઈઝ મની

  • વિજેતા ટીમ - $4 મિલિયન (33 કરોડ)
  • રનર અપ ટીમ - $2 મિલિયન (16 કરોડ)
  • સેમિફાઈનલ હારેલી ટીમ - $800,000 ડોલર (6 કરોડ)
  • ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયેલી ટીમ - $100,000 ડોલર (83 લાખ)
  • ગ્રુપ સ્ટેજની વિજેતા ટીમ - $40,000 ડોલર (33 લાખ)
 • 19 Nov 2023 11:35 AM (IST)

  India vs Australia Live Update : ગુજરાતના ઈતિહાસમાં આ એક યાદગાર ક્ષણ બની રહેશે : ગુજરાત સીએમ

  ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે અમે વર્લ્ડ કપની ફાઈનલ મેચની યજમાનીને લઈને ઉત્સાહિત છીએ. આ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ જોવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્સલ સહિત અનેક જાણીતી હસ્તીઓ આવી રહી છે. ગુજરાતના ઈતિહાસમાં આ એક યાદગાર ક્ષણ બની રહેશે.

  Gujarat is all set and exceedingly eager to play host to #INDvAUS #WorldcupFinal cricket match, to be held at Ahmedabad’s Narendra Modi stadium, the largest cricket stadium of the world.

  Galaxy of dignitaries including Hon’ble PM of India Shri Narendra Modi and Hon’ble Deputy…

  — Bhupendra Patel (@Bhupendrapbjp) November 18, 2023

 • 19 Nov 2023 11:31 AM (IST)

  India vs Australia Live Update :ODI વર્લ્ડ કપમાં ભારત-ઓસ્ટ્રેલિયાના હેડ ટુ હેડ આંકડા

  • ODI વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી 13 વખત સામ-સામે ટકરાયા
  • ઓસ્ટ્રેલિયાએ 8 મેચ જીતી
  • ભારતે 5 મેચ જીતી
 • 19 Nov 2023 11:30 AM (IST)

  India vs Australia Live Update :ગૂગલે વર્લ્ડ કપ ફાઈનલ માટે ખાસ ડૂડલ બનાવ્યું

  ગૂગલે વર્લ્ડ કપ ફાઈનલ પહેલા ડૂડલ પણ બનાવ્યું છે. મધ્યમાં ટ્રોફી છે અને 'L' ની જગ્યાએ બેટ બનાવવામાં આવ્યું છે.

 • 19 Nov 2023 11:28 AM (IST)

  India vs Australia Live Update : AUS કેપ્ટનના નિવેદન પર ભારતીય ચાહકોની પ્રતિક્રિયા

  View this post on Instagram

  A post shared by TV9 Gujarati (@tv9gujarati)

 • 19 Nov 2023 11:25 AM (IST)

  India vs Australia Live Update : ભારતની જીત માટે ઉજ્જૈન મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી

  ઓસ્ટ્રેલિયા સામેની ICC વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતની જીત માટે ઉજ્જૈન મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી કરવામાં આવી હતી. વિડિઓ જુઓ

 • 19 Nov 2023 11:15 AM (IST)

  India vs Australia Live Update :વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ફાઇનલ મેચ

  આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ છે. 1 લાખ 30 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે ટકરાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. કાંગારૂ ટીમ પાંચ વખત વર્લ્ડ કપ જીતી ચુકી છે.

  આવી સ્થિતિમાં આજે ચાહકોને આશા છે કે રોહિત બ્રિગેડ ચોક્કસપણે ઓસ્ટ્રેલિયન ટીમનું ધમંડ તોડશે.

 • 19 Nov 2023 11:10 AM (IST)

  India vs Australia Live Update : કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો વર્લ્ડ કપ ફિવર

 • 19 Nov 2023 11:06 AM (IST)

  India vs Australia Live Update : આપણે ઈતિહાસ રચવાથી માત્ર એક ડગલું દૂર : હાર્દિક પંડ્યા

  સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને હાર્દિક પંડ્યાએ રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમને શુભકામનાઓ આપી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં હાર્દિક પંડ્યા કહી રહ્યો છે કે મને આ ટીમ પર ખૂબ ગર્વ છે. અમારી ટીમે અત્યાર સુધી જે પ્રદર્શન કર્યું છે તે વર્ષોની મહેનતનું પરિણામ છે.

  હાર્દિક પંડ્યા વધુમાં કહે છે કે હવે આપણે ઈતિહાસ રચવાથી માત્ર એક ડગલું દૂર છીએ.આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

  ❤️ pic.twitter.com/wvo9c5MUpn

  — hardik pandya (@hardikpandya7) November 18, 2023

 • 19 Nov 2023 10:58 AM (IST)

  India vs Australia Live Update :સ્ટેડિયમની બહાર ચાહકોની ભીડ

  ફાઇનલ મેચ બપોરે શરૂ થવાની છે, પરંતુ સવારથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ચાહકો એકત્ર થવા લાગ્યા છે. સ્ટેડિયમમાં 1.25 લાખથી વધુ દર્શકો પહોંચે તેવી અપેક્ષા છે.

 • 19 Nov 2023 10:50 AM (IST)

  India vs Australia Live Update : કૈફે વીડિયો શેર કરીને સ્ટેડિયમનો નજારો બતાવ્યો

  ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી મોહમ્મદ કૈફે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો નજારો બતાવ્યો હતો. ભારત-ઓસ્ટ્રેલિયા ફાઇનલ મેચ પહેલા સ્ટેડિયમમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું.

 • 19 Nov 2023 10:48 AM (IST)

  India vs Australia Live Update :સચિને શાનદાર ફોટો શેર કર્યો

  વર્લ્ડ કપ 2023ની ફાઈનલ પહેલા સચિન તેંડુલકરે એક રસપ્રદ ફોટો શેર કર્યો છે. તે ટીમ ઈન્ડિયાની જર્સીના કટઆઉટ પાછળ ઉભો જોવા મળે છે. ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે સચિન અમદાવાદ પહોંચી ગયો છે. સચિન સાથે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ આવવાની સંભાવના છે.

 • 19 Nov 2023 10:45 AM (IST)

  India vs Australia Live Update : મહામુકાબલાને લઇને દેશવાસીઓમાં ભારે ઉત્સાહ

  • ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની જીત માટે દેશભરમાં પૂજા અર્ચના
  • ક્રિકેટ રસીકોએ પૂજાપાઠ સાથે ભગવાનને કરી પ્રાર્થના
  • ઉજ્જૈન મહાકાલમાં ભારતીય ટીમની જીત માટે ભસ્મ આરતી
  • અનેક શહેરોમાં યજ્ઞ-હવનનું પણ આયોજન
 • 19 Nov 2023 10:40 AM (IST)

  IND vs AUS Final Live Score: ભારતીય ટીમ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હાર આપશે : વિવેક ઓબેરોય

  અભિનેતા વિવેક ઓબેરોય પોતાના પુત્ર સાથે અમદાવાદ પહોંચી ગયો છે. એરપોર્ટ પહોંચ્યા બાદ વિવેકે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તેને પૂરી આશા છે કે ભારતીય ટીમ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ટાઈટલ જીતશે.

 • 19 Nov 2023 10:35 AM (IST)

  IND vs AUS Final Live Score:વિરાટે આ વર્લ્ડ કપમાં 3 સદી ફટકારી

  સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વર્તમાન વર્લ્ડ કપમાં વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો છે. તેણે આ વર્લ્ડ કપમાં 10 ઇનિંગ્સમાં 711 રન બનાવ્યા છે. વિરાટે આ વર્લ્ડ કપમાં 3 સદી ફટકારી છે.

 • 19 Nov 2023 10:30 AM (IST)

  India vs Australia Live Update : ઓસ્ટ્રેલિયન કપ્તાન પેટ કમિન્સનું સૌથી મોટું નિવેદન

  • ઓસ્ટ્રેલિયન કપ્તાન પેટ કમિન્સનું સૌથી મોટું નિવેદન
  • સ્ટેડિયમમાં 1 લાખ લોકોમાં સન્નાટો છવાઇ જશેઃ પેટ કમિન્સ
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકો ચૂપ થઇ જશેઃ પેટ કમિન્સ
  • અમને શોર બકોર વચ્ચે ભારતમાં રમવાનો અનુભવઃ પેટ કમિન્સ
  • નિરક્ષણ બાદ પીચ ન બદલાય તે માટે કમિન્સે પાડ્યા હતા ફોટા
 • 19 Nov 2023 10:30 AM (IST)

  IND vs AUS Final Live Score:છેલ્લી 4 વર્લ્ડ કપ ફાઈનલમાં ટોસનો ઈતિહાસ શું રહ્યો છે?

  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા આમને-સામને છે. આજે વર્લ્ડ કપ  ફાઈનલનો દિવસ  છે. અને, સૌથી મોટો પ્રશ્ન એ છે કે ટોસ જીત્યા પછી શું કરવું? જો કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરવી વધુ સારી છે. પરંતુ, છેલ્લા 4 વર્લ્ડ કપ ફાઈનલનો ઈતિહાસ અલગ રહ્યો છે. ત્યાં ટોસ જીતનાર ટીમે પીછો કરવાનું પસંદ કર્યું. તો શું ભારત અને ઑસ્ટ્રેલિયા 5મી વખત ઈતિહાસનું પુનરાવર્તન કરશે કે પછી મોટાભાગે પ્રથમ બેટિંગ કરીને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં જે વલણ રહ્યું છે તે જ હશે.

 • 19 Nov 2023 10:20 AM (IST)

  IND vs AUS Final Live Score:વર્લ્ડ કપ જોવા માટે 100 થી વધુ VVIP આવશે

  વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા માટે 100થી વધુ VVIP અમદાવાદ આવી રહ્યા છે. આ લોકોમાં 8થી વધુ રાજ્યોના સીએમ સામેલ થશે. ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયન પ્રતિનિધિમંડળ પણ મેચ નિહાળશે. સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અને ભૂતપૂર્વ જજ પણ આવશે. સિંગાપોર, અમેરિકા અને યુએઈના રાજદૂતો અમદાવાદ આવશે.

 • 19 Nov 2023 10:15 AM (IST)

  IND vs AUS Final Live Score: વર્લ્ડ કપ જીતીને પુત્ર ઘરે પાછો ફરે - શમીની માતા

  મોહમ્મદ શમીની માતા અંજુમ આરાએ ANI સાથે વાત કરતા કહ્યું કે આખી ભારતીય ક્રિકેટ ટીમ તેના પુત્ર જેવી છે. અને તેઓ ભગવાનને પ્રાર્થના કરશે કે વર્લ્ડકપ જીતીને સૌ ખુશીથી ઘરે આવે.

 • 19 Nov 2023 10:03 AM (IST)

  India vs Australia Live Update : આજે આપણે 100% જીતીશું : અનુપમ ખેર

  આઈસીસી વર્લ્ડ કપ ફાઈનલ પહેલા, ભારતીય અભિનેતા અનુપમ ખેર કહ્યું, "આજે ભારત વિ ઓસ્ટ્રેલિયા ફાઈનલ છે. આજે આપણે 100% જીતીશું."

  #WATCH | Bengaluru, India: Ahead of the ICC World Cup final, Indian actor Anupam Kher says, "Today is India vs Australia final... India's win will be heard in the whole world... We will win 100%." pic.twitter.com/eBAGbt0oPx

  — ANI (@ANI) November 19, 2023

 • 19 Nov 2023 09:58 AM (IST)

  India vs Australia Live Update : ભારત-ઓસ્ટ્રેલિયા ફાઇનલ મેચ પહેલા સટ્ટાબજાર ગરમ

  1. ઓનલાઇન સટ્ટો રમવા માટે દોઢ લાખ નવા ID બન્યાઃ સૂત્ર
  2. ફાઇનલ મેચના ટોસ પર જ રમાશે હજારો કરોડનો સટ્ટોઃ સૂત્ર
  3. સટ્ટાબજારમાં ભારતીય ટીમની જીતનો ભાવ 45થી 48 પૈસાઃ સૂત્ર
  4. ઓસ્ટ્રેલિયાની ટીમની જીતનો ભાવ 1.90થી 2 રૂપિયાઃ સૂત્ર
 • 19 Nov 2023 09:45 AM (IST)

  India vs Australia Live Update :નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ચાહકોનો જમાવડો

 • 19 Nov 2023 09:40 AM (IST)

  India vs Australia Live Update : ક્રિકેટ વર્લ્ડ કપ માટે મુંબઈથી વિશેષ ટ્રેન રવાના થઈ

  ICC ક્રિકેટ વર્લ્ડ કપની ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચ માટે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી સ્પેશિયલ વંદે ભારત ટ્રેન અમદાવાદ માટે રવાના થઈ ચૂકી છે. અમદાવાદમાં યોજાનાર ક્રિકેટ વર્લ્ડ કપ માટે રેલવેએ ખાસ ટ્રેનો દોડાવી છે.

 • 19 Nov 2023 09:35 AM (IST)

  India vs Australia Live Update : વિજેતા ટીમને આટલા રુપિયા મળશે

  આઈસીસીએ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ઈનામી રકમની જાહેરાત કરી દીધી હતી. તેણે ટુર્નામેન્ટ માટે રૂ. 83.29 કરોડ ( મિલિયન અમેરિકી ડોલર)નું બજેટ નક્કી કર્યું હતું. તેમાંથી વિજેતા ટીમને 33.31 કરોડ રૂપિયા (ચાર મિલિયન યુએસ ડોલર) મળશે. સાથે જ ફાઈનલમાં હારનારી ટીમને 16.65 કરોડ રૂપિયા (બે મિલિયન યુએસ ડોલર)થી સંતોષ માનવો પડશે.

 • 19 Nov 2023 09:31 AM (IST)

  IND vs AUS Final Live Score: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અમદાવાદ પહોંચી ગયો

  ફાઈનલની મજા માણવા માટે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અમદાવાદ પહોંચી ગયો છે.

  #WATCH | Former Indian cricketer Sachin Tendulkar arrives at Ahmedabad airport for the World Cup final between India and Australia.#ICCCricketWorldCup pic.twitter.com/wRcwH3gsYT

  — ANI (@ANI) November 19, 2023

 • 19 Nov 2023 09:30 AM (IST)

  India vs Australia Live Update : અમદાવાદના આંગણે સેલિબ્રિટીનો જમાવડો

  1. ફાઇનલ મેચ જોવા અમદાવાદના આંગણે સેલિબ્રિટીનો જમાવડો
  2. મેચ પહેલા એરપોર્ટ પર 50થી વધુ ચાર્ટડ પ્લેનનું આગમન
  3. દર 8 મિનિટે એક ચાર્ટડ પ્લેનની મુવમેન્ટ જોવા મળશે
  4. ચાર્ટડ પ્લેનની મુવમેન્ટને પગલે શિડ્યુલ ફ્લાઇટો મોડી પડી શકે
 • 19 Nov 2023 09:21 AM (IST)

  India vs Australia Live Update : વર્લ્ડકપ ફાઇનલને પગલે રેલવે વિભાગની વિશેષ સેવા

  1. મુંબઇ અને દિલ્લીથી અમદાવાદ વચ્ચે 17 વિશેષ ટ્રેન દોડાવાઇ
  2. ફાઇનલ માટે મુંબઇથી અમદાવાદ માટે 7 વિશેષ ટ્રેન દોડાવાઇ
  3. દિલ્લીથી અમદાવાદ માટે 9 વિશેષ ટ્રેન દોડાવવામાં આવી
 • 19 Nov 2023 09:20 AM (IST)

  India vs Australia Live Update : મેચને પગલે અમદાવાદમાં ‘નો ફ્લાય ઝોન’ની જાહેરાત

  • અમદાવાદઃ ફાઇનલને લઇને શહેર પોલીસનું જાહેરનામુ
  • મેચને પગલે અમદાવાદમાં ‘નો ફ્લાય ઝોન’ની જાહેરાત
  • VIP, VVIP અને મહાનુભવોના જમાવડાને પગલે નિર્ણય
 • 19 Nov 2023 09:20 AM (IST)

  India vs Australia Live Update : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી

  દરેક વ્યક્તિ પોતાની રીતે ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ એક વીડિયો પોસ્ટ કરીને ટીમ ઈન્ડિયાને સંદેશ આપ્યો છે. જાણો સોનિયા ગાંધીએ શું કહ્યું.

 • 19 Nov 2023 09:10 AM (IST)

  India vs Australia Live Update : દર્શકોને સવારે 10.30 વાગ્યાથી સ્ટેડિયમમાં મળશે પ્રવેશ

  બે દાયકા પછી વર્લ્ડકપની ફાઈનલમાં ભારત-ઓસ્ટ્રેલિયા

  1983 અને 2011 પછી ત્રીજીવખત ભારતને જીતવાની તક

  કેપ્ટન રોહિત સહિત ભારતીય ટીમના 10 ખેલાડીઓ પ્રથમ વખત વર્લ્ડકપની ફાઈનલ રમશે

  મોદી, ઓસ્ટ્રેલિયાના ડે.પીએમ, અમિત શાહ રહેશે હાજર

  અભિનેતા રજનીકાંત સહિત ફિલ્મી અને ક્રિકેટ જગતની હસ્તીઓનો જમાવડો

  દર્શકોને સવારે 10.30 વાગ્યાથી સ્ટેડિયમમાં મળશે પ્રવેશ

 • 19 Nov 2023 08:55 AM (IST)

  India vs Australia Live Update : વર્લ્ડ કપ 2023ની ફાઈનલ માટે સુરક્ષા વ્યવસ્થા કેટલી કડક છે?

  વર્લ્ડ કપ 2023ની ફાઈનલ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા માટે 6000થી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 4 સિનિયર IPS, IG, DIG છે. 23 ડીસીપી છે. આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ રેન્કના 3 અધિકારીઓ છે. એનડીઆરએફની એક ટીમ છે. 92 પોલીસ ઈન્સ્પેક્ટર છે.

 • 19 Nov 2023 08:50 AM (IST)

  India vs Australia Live Update : ભારત અને ઓસ્ટ્રેલિયા 20 વર્ષ પછી ફાઈનલ

  ભારત અને ઓસ્ટ્રેલિયા 20 વર્ષ બાદ ODI વર્લ્ડ કપની ફાઇનલમાં આમને-સામને છે. આ પહેલા બંને ટીમો વચ્ચે 2023માં ફાઈનલ રમાઈ હતી જે ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. હવે ટીમ ઈન્ડિયા માટે સ્કોર સેટ કરવાનો સમય આવી ગયો છે. સારી વાત એ છે કે આ વખતે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા કરતા વધુ પ્રભાવશાળી ફોર્મમાં છે. બીજું, તેણે પોતાની ઘરઆંગણાની પરિસ્થિતિમાં ફાઈનલ રમવી પડશે.

  આ વર્લ્ડ કપમાં તે અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. અત્યાર સુધી રમાયેલી તમામ 10 મેચ જીતી છે. અને, હવે જો આપણે 10-0 ને 11-0 માં રૂપાંતરિત કરીશું તો,ઓસ્ટ્રેલિયા દ્વારા બનાવેલી વર્લ્ડ કપ પીચ પર સતત 11 જીતના રેકોર્ડની બરોબરી કરી શકીશું નહીં. ભારતીય ટીમ ત્રીજી વખત ODI વર્લ્ડ ચેમ્પિયન પણ બનશે.

 • 19 Nov 2023 08:40 AM (IST)

  India vs Australia Live Update : બપોરે 1.30 કલાકથી કાર્યક્રમો શરુ થશે

  વર્લ્ડ કપ 2023ની ફાઈનલ દરમિયાન રંગારંગ કાર્યક્રમો થવાના છે. જે બપોરે 1.30 કલાકે શરૂ થશે.

 • 19 Nov 2023 08:30 AM (IST)

  IND vs AUS Final :પ્રીતમનો લાઇવ કોન્સર્ટ

  15 મિનિટની મિડ-ઈનિંગનું પ્રદર્શન. આ દરમિયાન વર્લ્ડ કપ જીતનાર પૂર્વ કેપ્ટનોનું સન્માન કરવામાં આવશે. BCCI આ તમામને ખાસ બ્લેઝર આપીને સન્માનિત કરશે.

  આ સમય દરમિયાન, પ્રીતમનો લાઇવ કોન્સર્ટ હશે, જે 500 થી વધુ ડાન્સર્સ સાથે વર્લ્ડ કપ થીમ સોંગ 'જશ્ન જશ્ન બોલે' પર પરફોર્મ કરશે.

 • 19 Nov 2023 08:25 AM (IST)

  IND vs AUS Final Live Score:લાઇટ અને લેસર શો જોવા મળશે

  બીજી ઇનિંગ્સના ડ્રિંક્સ બ્રેક દરમિયાન લાઇટ અને લેસર શો થશે, જે 90 મિનિટ સુધી ચાલશે.

 • 19 Nov 2023 08:20 AM (IST)

  IND vs AUS Final Live Score:રાત્રિના આકાશમાં સ્ટંટ બાજી જોવા મળશે

  ફાઈનલમાં જીતનારી ટીમને વર્લ્ડ કપની ટ્રોફી આપવામાં આવશે. આ સમય દરમિયાન પહેલીવાર 1200 ડ્રોન ખુલ્લા રાત્રિના આકાશમાં સ્ટંટ કરતા જોવા મળશે.

 • 19 Nov 2023 08:05 AM (IST)

  IND vs AUS, ICC ODI WC 2023 Final Live Score:આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ

  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ODI વર્લ્ડ કપની પીચ પર બંને ટીમોની આ 14મી ટક્કર છે. આ પહેલા રમાયેલી 13 મેચોમાંથી ભારતે 5માં જ્યારે ઓસ્ટ્રેલિયાએ 8માં જીત મેળવી છે.

 • 18 Nov 2023 11:51 PM (IST)

  India vs Australia Live Update : વર્લ્ડ કપ ફાઈનલ પહેલા પઠાણ બ્રધર્સનો વીડિયો થયો વાયરલ

  ગુજ્જુ પઠાણ બ્રધર્સે ડાન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. વર્લ્ડ કપ ફાઈનલ પહેલા પઠાણ બ્રધર્સના આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ પસંદ કરી રહ્યા છે.

  View this post on Instagram

  A post shared by Yusuf Pathan (@yusuf_pathan)

 • 18 Nov 2023 11:25 PM (IST)

  India vs Australia Live Update : શું ભારત ઈતિહાસનું પુનરાવર્તન કરી શકશે?

  જો ભારત વર્લ્ડ કપ ફાઈનલ જીતશે, તો તે ટોચના છ (પ્લેઇંગ-11) બેટ્સમેનોમાં ડાબા હાથના બેટ્સમેન વિના વર્લ્ડ કપ જીતવાની તેની સિદ્ધિનું પુનરાવર્તન કરશે. તેણે 1983માં પણ આવું જ કર્યું હતુ.

 • 18 Nov 2023 11:10 PM (IST)

  India vs Australia Live Update : BCCI પ્રમુખ રોજર બિન્નીએ ફાઈનલ પહેલા શું કહ્યું?

  બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્નીએ કહ્યું, 'ભારતે અત્યાર સુધી સારું ક્રિકેટ રમ્યું છે. અમે અત્યાર સુધીની તમામ મેચો જીતી છે, જે વર્લ્ડ કપ ક્રિકેટમાં એક રેકોર્ડ છે. મને લાગે છે કે ભારત સારું રમ્યું અને તે એક સારી મેચ હશે. તમે ઓસ્ટ્રેલિયાને હળવાશથી ન લઈ શકો. તેણે પાંચ વખત વર્લ્ડ કપ જીત્યો છે. આવી સ્થિતિમાં ભારત આવતીકાલે ટોપ પર રહેશે તેવી આશા છે.

   

 • 18 Nov 2023 10:52 PM (IST)

  India vs Australia Live Update : વારાણસીમાં વિજયની વિશેષ આરતી કરવામાં આવી

  ICC વર્લ્ડ કપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની જીત માટે વારાણસીમાં ખાસ આરતી કરવામાં આવી છે.

 • 18 Nov 2023 10:25 PM (IST)

  India vs Australia Live: સોનિયા ગાંધીએ ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી

  કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ વર્લ્ડ કપ ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવતા કહ્યું, 'ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ, આ વર્લ્ડ કપ દરમિયાન તમારી રમત અને ટીમ વર્ક માટે સૌથી પહેલા તમને ખૂબ ખૂબ અભિનંદન. તમે સમગ્ર દેશને સતત ખુશી અને ગર્વની ક્ષણો આપી છે. આ વર્લ્ડ કપની ફાઇનલ મેચ સુધીના તમારા પ્રવાસમાં મોટા સંદેશા છે. તે સંદેશ એકતા, પરિશ્રમ અને સંકલ્પનો છે. હું ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને તેમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન આપવા માંગુ છું. આજે મને છેલ્લા બે પ્રસંગો યાદ છે જ્યારે ભારતે વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. પહેલા 1983માં અને પછી 2011માં. તે બંને પ્રસંગોએ દેશ આદર અને આનંદથી ભરાઈ ગયો હતો. હવે ફરી એ તક આવી છે. ક્રિકેટે હંમેશા આપણા દેશને એક કરવાનું કામ કર્યું છે. હવે, જ્યારે તમે ફાઇનલ મેચ માટે તૈયાર છો, ત્યારે આખો દેશ તમારી સાથે ઊભો છે અને તમારી સફળતા માટે શુભેચ્છા પાઠવી રહ્યો છે. તમને મારી હાર્દિક શુભેચ્છાઓ. તમારામાં વિશ્વ ચેમ્પિયન બનવાના તમામ ગુણો છે. મને પૂરો વિશ્વાસ છે કે ટીમ ઈન્ડિયા જીતશે.

 • 18 Nov 2023 09:27 PM (IST)

  IND vs AUS LIVE Updates: વર્લ્ડ કપમાં પાછળથી બેટિંગ કરનાર ટીમને ફાયદો મળ્યો

  અમદાવાદના આ મેદાન પર અત્યાર સુધીમાં કુલ 4 મેચ રમાઈ છે, જેમાં માત્ર ત્રણ વખત છેલ્લી બેટિંગ કરનારી ટીમ જ મેચ જીતી શકી છે. આ મેદાન પર વર્લ્ડ કપની પ્રથમ મેચ પણ રમાઈ હતી, જેમાં ન્યૂઝીલેન્ડની ટીમે ઈંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા 283 રનના લક્ષ્યને માત્ર 36.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો અને મેચ 9 વિકેટે જીતી લીધી હતી. આ સિવાય ભારતે પાકિસ્તાન સામે 193 રનનો ટાર્ગેટ પણ 20મી ઓવરમાં જ પાર કરી લીધો હતો. આનો અર્થ એ થયો કે ટોસ જીત્યા બાદ નિર્ણય લેવામાં ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા બંને માટે ઘણી દુવિધા હશે.

 • 18 Nov 2023 08:31 PM (IST)

  IND vs AUS Final LIVE UPDATES : કેવી હશે અમદાવાદની પીચ?

  હકીકતમાં, 17 નવેમ્બર, શુક્રવારના રોજ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કોચ રાહુલ દ્રવિડ સાથે ખૂબ જ ગંભીરતાથી પીચનું નિરીક્ષણ કર્યું અને લાંબા સમય સુધી એકબીજાની વચ્ચે ચર્ચા પણ કરી. જોકે, ફાઈનલ મેચ જૂની પીચ પર રમાશે કે નવી પીચ પર તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. જોકે, ક્રિકેટ નિષ્ણાતોના મતે અમદાવાદની પીચ કાળી માટીની છે, જે સામાન્ય રીતે ધીમી હોય છે.

  જો કે, પીટીઆઈના અહેવાલ મુજબ, ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પીચ ક્યુરેટરે કહ્યું છે કે આ પીચ પર સતત હાર્ડ હિટિંગ કરી શકાતી નથી, તેથી જો ટીમ પ્રથમ બેટિંગ કરતી વખતે 315 રન બનાવે છે, તો તેનો બચાવ થઈ શકે છે. કદાચ, કારણ કે પીછો કરશે. સરળ નથી.

 • 18 Nov 2023 06:38 PM (IST)

  IND vs AUS LIVE Updates: સાંજે 5:30 વાગ્યે વિશ્વ ચેમ્પિયનની એન્ટ્રી

  મેચના પ્રથમ દાવના અંત પછીના અંતરાલમાં અત્યાર સુધી વર્લ્ડ કપ જીતી ચૂકેલા કેપ્ટનોનું સ્વાગત કરવામાં આવશે. ICCએ 1975 થી 2019 સુધીના તમામ વિશ્વ વિજેતા કેપ્ટનોને આમંત્રણ આપ્યું છે. બીસીસીઆઈ આ તમામ કેપ્ટનોનું સન્માન કરશે. ભારતના કપિલ દેવ અને મહેન્દ્ર સિંહ ધોની ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝ માટે બે વખત ખિતાબ જીતનાર ક્લાઈવ લોઈડ, ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ, સ્ટીવ વો, એલન બર્ડ, માઈકલ ક્લાર્ક, શ્રીલંકાના અર્જુન રણતુંગા, પાકિસ્તાનના ઈમરાન ખાન અને ઈંગ્લેન્ડના ઈયોન મોર્ગનના નામ સામેલ છે. નો સમાવેશ થાય છે. તે તમામને આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. આ કાર્યક્રમ 15 મિનિટનો હશે.

 • 18 Nov 2023 06:29 PM (IST)

  IND vs AUS LIVE Updates: વર્લ્ડ કપ ટ્રોફીની ખાસિયત

  • વર્તમાન ટ્રોફી 1999ની સિઝનમાં રજૂ કરવામાં આવી હતી અને તેને સૌપ્રથમ સ્ટીવ વોની ઓસ્ટ્રેલિયાએ ઉપાડી હતી. રસપ્રદ વાત એ છે કે, 1975 અને 1996 વચ્ચે ODI વર્લ્ડ કપની 6 આવૃત્તિઓમાં ચાર અલગ-અલગ ટ્રોફીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
  • વર્લ્ડ કપની ટ્રોફી લંડનમાં ગેરાર્ડ એન્ડ કંપનીના પોલ માર્સડેન દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી.
  • વર્તમાન ICC ODI વર્લ્ડ કપ ટ્રોફી 65 સેન્ટિમીટર ઉંચી છે.
  • વનડે વર્લ્ડ કપ ટ્રોફીનું વજન 11 કિલો છે.
  • જ્યારે કોઈ ટીમ વર્લ્ડ કપ જીતે છે, ત્યારે તેને મૂળ ટ્રોફી અથવા પ્રતિકૃતિ ટ્રોફી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ વિજેતા ટીમને દરેક એડિશનમાં પ્રતિકૃતિ ટ્રોફી આપવામાં આવે છે
 • 18 Nov 2023 05:59 PM (IST)

  World cup 2023 LIVE Updates: રોહિત શર્માની પ્રેસ કોન્ફરન્સ

  પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ કહ્યું કે જ્યારથી તે કેપ્ટન બન્યો છે ત્યારથી તેણે દરેક ફોર્મેટ માટે ખેલાડીઓની ઓળખ કરવાનું શરૂ કર્યું છે અને દરેકને સ્પષ્ટ ભૂમિકાઓ આપી છે. આ કારણે વસ્તુઓ સરળ બની અને તેની ટીમ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી. તેણે કહ્યું, "આ દિવસ માટે અમે જે પણ તૈયારી કરી છે તે ત્યારથી થઈ છે જ્યારે હું કેપ્ટન બન્યો છું. પહેલા T20 વર્લ્ડ કપ હતો, પછી ચેમ્પિયન્સ ટ્રોફી હતી. અમારે ખેલાડીઓની ઓળખ કરવાની હતી. તે બે પ્રક્રિયા હતી. અઢી વર્ષ. અમે કેટલાક ખેલાડીઓને ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને તેઓને તેમની ભૂમિકા જણાવવામાં આવી હતી. અત્યાર સુધી તે ભૂમિકાએ મહત્વની ભૂમિકા ભજવી છે. જો તમામ છોકરાઓ જે રમી રહ્યા છે તે સ્પષ્ટ હશે તો વાત સરળ બની જશે. અમે કોને રમીશું. સ્પષ્ટ વિચારધારા સાથે? તે બધું સ્પષ્ટ હતું કે છોકરો ઓપનિંગ કરશે, બેટિંગ કરશે કે ફિલ્ડ કરશે. અત્યાર સુધી વર્લ્ડ કપ અમારા માટે સારો રહ્યો છે, અમે આશા રાખીએ છીએ કે આવતીકાલે પણ તે જ હશે.

 • 18 Nov 2023 05:46 PM (IST)

  IND vs AUS Live: કમિન્સની પ્રેસ કોન્ફરન્સ

  ફાઈનલ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે તેની પાસે રોહિત શર્મા અને વિરાટ કોહલીને આઉટ કરવાની ખાસ યોજના છે. જોકે તેણે કબૂલ્યું હતું કે તેણે શમીથી દૂર રહેવું પડશે.કમિન્સે કહ્યું, “પીચ ખૂબ જ સારી લાગે છે, તેનો ઉપયોગ ટૂર્નામેન્ટમાં પહેલા પણ કરવામાં આવ્યો છે. મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડે ફાઇનલમાં સારું પ્રદર્શન કરવું જોઈએ." ભારતીય ટીમને અમદાવાદમાં જબરદસ્ત સમર્થન મળે છે અને આ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચમાં જોવા મળ્યું હતું. કમિન્સે આ વિશે કહ્યું, "ભારત ખૂબ જ સારી ટીમ છે. ભીડ દેખીતી રીતે જ એકતરફી (ભારતના સમર્થનમાં) હશે."

 • 18 Nov 2023 04:49 PM (IST)

  IND vs AUS Live Updates: ICCએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની તસવીરો શેર કરી

  ICCએ તાજેતરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં સ્ટેડિયમની તૈયારી દર્શાવવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે ઘણી તૈયારીઓ કરી લીધી છે.

 • 18 Nov 2023 04:39 PM (IST)

  IND vs AUS Live Updates: પેટ કમિન્સ મેદાન પર પહોંચ્યા અને પીચ તપાસી

  ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઈનલ મેચ પહેલા પિચ તપાસવા પહોંચ્યા હતા. તેણે સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. પેટ કમિન્સે ગ્રાઉન્ડ સ્ટાફ સાથે પણ વાત કરી અને માહિતી લીધી.

 • 18 Nov 2023 04:30 PM (IST)

  IND vs AUS Live Updates: મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એર શો યોજાશે

  ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલ મેચ પહેલા અમદાવાદમાં એર શોનું આયોજન કરવામાં આવશે. આ ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવશે. આ પછી આદિત્ય ગઢવી પ્રથમ દાવના ડ્રિંક્સ બ્રેક દરમિયાન પરફોર્મ કરશે. પ્રીતમ, જોનીતા ગાંધી, નકાશ અઝીઝ, અમિત મિશ્રા, આકાસા સિંહ અને તુષાર જોશી ઇનિંગ બ્રેક દરમિયાન પરફોર્મ કરશે.

 • 18 Nov 2023 04:27 PM (IST)

  IND vs AUS Live Updates: 19 નવેમ્બરે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો જંગ

  રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાશે. આ મેચ માટે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ જશે. સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શકો માટે બેઠક વ્યવસ્થા છે. ભારતે આ વર્લ્ડ કપમાં સેમિફાઇનલ પહેલા 9 મેચ રમી હતી અને તે તમામમાં જીત મેળવી હતી. તેણે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવીને સેમીફાઈનલમાં પહોંચી હતી. હવે બંને વચ્ચે જોરદાર સ્પર્ધા થશે.

  ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનની આગાહી : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

  ઓસ્ટ્રેલિયન ટીમની પ્લેઈંગ ઈલેવનની આગાહી : ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ, માર્નસ લેબુશેન, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા.

Published On - Nov 18,2023 4:25 PM

Follow Us:
હર્ષ સંઘવીએ અમદાવાદથી રાજકોટ ટ્રેન- બસની મુસાફરી કરી સૌને ચોંકાવ્યા
હર્ષ સંઘવીએ અમદાવાદથી રાજકોટ ટ્રેન- બસની મુસાફરી કરી સૌને ચોંકાવ્યા
ધોરાજી યાર્ડમાં શાકભાજીની મબલખ આવક પરંતુ ભાવ તળિયે જતા ખેડૂતોને નુકસાન
ધોરાજી યાર્ડમાં શાકભાજીની મબલખ આવક પરંતુ ભાવ તળિયે જતા ખેડૂતોને નુકસાન
અમરેલીમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન મહેશ કસવાળાએ અધિકારીઓનો લીધો ઉધડો
અમરેલીમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન મહેશ કસવાળાએ અધિકારીઓનો લીધો ઉધડો
નકલી પીએ બની ફરતા શખ્સ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ
નકલી પીએ બની ફરતા શખ્સ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ
મહારાષ્ટ્ર: પુણેની એક ફેક્ટરીમાં બ્લાસ્ટથી 6 લોકોના મોત
મહારાષ્ટ્ર: પુણેની એક ફેક્ટરીમાં બ્લાસ્ટથી 6 લોકોના મોત
હવે સિંહના ભાવનગર બાજુ વધ્યા આંટાફેરા- વીડિયો
હવે સિંહના ભાવનગર બાજુ વધ્યા આંટાફેરા- વીડિયો
અમદાવાદની એકલવ્ય સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓને ન્યૂડ વીડિયો બતાવ્યા
અમદાવાદની એકલવ્ય સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓને ન્યૂડ વીડિયો બતાવ્યા
અમદાવાદમાં કયા રસ્તા છે અકસ્માત માટે કુખ્યાત? જાણો
અમદાવાદમાં કયા રસ્તા છે અકસ્માત માટે કુખ્યાત? જાણો
સંસદની સદસ્યતા જવા પર બોલ્યા મોઈત્રા- 'કોઈ પુરાવા વિના મળી સજા'
સંસદની સદસ્યતા જવા પર બોલ્યા મોઈત્રા- 'કોઈ પુરાવા વિના મળી સજા'
ભાભરમાં મહિલાની પૈસા ભરેલ થેલી ચીલઝડપ કરતા યુવકને લોકોએ ઝડપી લીધો
ભાભરમાં મહિલાની પૈસા ભરેલ થેલી ચીલઝડપ કરતા યુવકને લોકોએ ઝડપી લીધો
g clip-path="url(#clip0_868_265)">