AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે મને એ 2 પ્રસંગો યાદ આવે છે, સોનિયા ગાંધીએ ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધાર્યો

ભારતની જીત માટે દેશભરમાં પ્રાર્થના-દુઆ કરવામાં આવી રહી છે. નેતા હોય કે એક્ટર્સ, દરેક જણ પોતાની રીતે ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ એક વીડિયો સંદેશ જાહેર કરીને ટીમ ઈન્ડિયાને પ્રોત્સાહક સંદેશ પાઠવ્યો છે.

આજે મને એ 2 પ્રસંગો યાદ આવે છે, સોનિયા ગાંધીએ ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધાર્યો
Rohit Sharma, Virat Kohli, Sonia Gandhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2023 | 11:34 AM
Share

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાને ચારેબાજુથી શુભકામનાઓ મળી રહી છે. દરેક વ્યક્તિ પોતાની રીતે ટીમ ઈન્ડિયાને વિશ્વકપ જીતવા માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ એક્સ (પહેલા ટ્વિટર તરીકે ઓળખાતુ) પર એક વીડિયો પોસ્ટ કરીને ટીમ ઈન્ડિયા માટે પ્રોત્સાહક સંદેશ આપ્યો છે. જાણો સોનિયા ગાંધીએ ટીમ ઈન્ડિયાને શું કહ્યું.

આખરે આજે એ દિવસ આવી ગયો છે, જેની ક્રિકેટ પ્રેમીઓ લગભગ એક મહિનાથી રાહ જોઈ રહ્યા હતા. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ટીમનો મુકાબલો ઓસ્ટ્રેલિયાની ટીમ સામે થશે. વિશ્વ કપની ફાઈનલ મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. ભારતની જીત માટે દેશભરમાં પ્રાર્થના-દુઆ કરવામાં આવી રહી છે. નેતા હોય કે એક્ટર્સ, દરેક જણ પોતાની રીતે ટીમ ઈન્ડિયાને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ એક વીડિયો સંદેશ જાહેર કરીને ટીમ ઈન્ડિયાને પ્રોત્સાહક સંદેશ પાઠવ્યો છે.

કોંગ્રેસે X (અગાઉના ટ્વિટર) પર સોનિયા ગાંધીનો વીડિયો સંદેશ પોસ્ટ કર્યો છે. સોનિયા ગાંધીએ કહ્યું, “હું ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને, ક્રિકેટ વિશ્વ કપમાં તમારી રમત અને ટીમ વર્ક માટે અભિનંદન આપું છું. તમે સમગ્ર દેશને સતત ખુશી અને ગર્વની ક્ષણો આપી છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચ સુધીની તમારી સફર એકતા, મહેનત અને સંકલ્પનો સંદેશ આપે છે. આ શાનદાર પ્રદર્શન માટે ટીમ ઈન્ડિયાને મારા અભિનંદન.

1983 અને 2011માં આખો દેશ ખુશીથી ઝુમી ઉઠ્યો – સોનિયા

સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું, “આજે હું વર્ષ 1983 અને 2011ના એ બે પ્રસંગોને યાદ કરી રહી છું, જ્યારે ભારતે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો અને આખો દેશભરમાં આનંદથી વ્યાપી ગયો હતો. આ તક આજે ફરી આવી છે. ક્રિકેટ એક એવી રમત છે જેણે હંમેશા દેશને જોડવાનું કામ કર્યું છે. આજે ફાઇનલ મેચ છે અને આખો દેશ તમારી સાથે છે. ટીમ ઈન્ડિયાની સફળતા માટે દરેક જણ ઈચ્છી રહ્યા છે. ટીમમાં બે વાર વિશ્વ ચેમ્પિયન બન્યા તે સમય જેવા જરૂરી તમામ ગુણો છે. આજે ફક્ત ટીમ ઈન્ડિયા જ જીતશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">