AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS Live Score 1st ODI 2023 : પહેલી વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 9:51 PM
Share

IND vs AUS Live Score 1st ODI 2023 Updates : 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા માટે આ સીરિઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટીમ ઈન્ડિયા આ સીરિઝમાં પોતાની બેન્ચ સ્ટ્રેન્થનું પરીક્ષણ કરવા માંગે છે અને તેથી તેણે પ્રથમ બે મેચમાં પોતાના સિનિયર ખેલાડીઓને આરામ આપ્યો છે.

IND vs AUS Live Score 1st ODI 2023 : પહેલી વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું

ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS ) વચ્ચે આજથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઈ રહી છે અને આ સિરીઝ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિરીઝ 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ODI વર્લ્ડ કપ પહેલા બંને ટીમો માટે પોતાની તૈયારીઓને મજબૂત કરવાની છેલ્લી તક છે. આ કારણથી ટીમ ઈન્ડિયાએ આ સિરીઝમાં પોતાની બેન્ચ સ્ટ્રેન્થ ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવને પ્રથમ બે મેચમાં આરામ આપવામાં આવ્યો છે. કેએલ રાહુલ ટીમનું સુકાન સંભાળશે. ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલ સંપૂર્ણપણે ફિટ ન હોવાને કારણે પ્રથમ વનડેમાં નહીં રમે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Sep 2023 09:50 PM (IST)

    India vs Australia cricket live score : રાહુલે વિજયી સિક્સર ફટકારી

    India vs Australia cricket live score : કેએલ રાહુલની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરિઝની વિજયી શરૂઆત કરી હતી. ભારતે ઓસ્ટ્રેલિયાને પહેલી વનડેમાં 5 વિકેટે હરાવ્યું હતું. ગિલ-ઋતુરાજ-સૂર્યા-રાહુલે ફિફ્ટી ફટકારી હતી. ભારતે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી હતી.

  • 22 Sep 2023 09:36 PM (IST)

    IND vs AUS cricket live score : સૂર્યકુમાર યાદવ આઉટ

    IND vs AUS cricket live score : સૂર્યકુમાર યાદવ ફિફ્ટી ફટકાર્યા બાદ આઉટ થયો હતો. લાંબો શોટ રમવાના ચક્કરમાં કેચ આઉટ થયો હતો.

  • 22 Sep 2023 09:33 PM (IST)

    IND vs AUS live score : સૂર્યાની ફિફ્ટી

    IND vs AUS live score : સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા સામે પહેલી વનડે મેચમાં ફિફ્ટી ફટકારી હતી. એક વર્ષ બાદ સૂર્યાએ ફિફ્ટી ફટકારી હતી. ભારત જીતની નજીક પહોંચ્યું છે.

  • 22 Sep 2023 09:19 PM (IST)

    India vs Australia live score : રાહુલ-સૂર્યાની મજબૂત બેટિંગ

    India vs Australia live score : રાહુલ-સૂર્યાની મજબૂત બેટિંગના આધારે ભારત જીતની તરફ આગળ વધી રહ્યું છે. બંને બેટ્સમેન મક્કમતાથી બેટિંગ કરી રહ્યા છે. રાહુલે 43મી ઓવરની અંતિમ બોલ પર જોરદાર બાઉન્ડ્રી ફટકારી હતી.

  • 22 Sep 2023 09:04 PM (IST)

    IND vs AUS cricket live score : જીત માટે 60 બોલમાં 54 રનની જરૂર

    IND vs AUS cricket live score : ભારતને મેચ જીતવા જીત માટે 60 બોલમાં 54 રનની જરૂર છે. ભારતે 40 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 223 રન બનાવી લીધા છે. હવે અંતિમ 10 ઓવરની મેચ બાકી છે.

  • 22 Sep 2023 08:37 PM (IST)

    IND vs AUS live score : ઈશાન કિશન 18 રન બનાવી આઉટ

    IND vs AUS live score : ઇશાન કિશનના રૂપમાં ભારતને ચોથો ઝટકો લાગ્યો હતો. ઇશાન 18 રન બનાવી આઉટ થયો હતો. રાહુલ હજી ક્રિઝ પર હાજર છે.

  • 22 Sep 2023 07:56 PM (IST)

    India vs Australia cricket live score : શુભમન ગિલ થયો બોલ્ડ

    India vs Australia cricket live score : ખૂબ જ સારી બેટિંગ કરી રહેલ શુભમન ગિલ 74 રન બનાવી આઉટ થયો હતો. એડમ ઝામ્પાએ શુભમન ગિલને બોલ્ડ કર્યો હતો. ભારતે ત્રીજી વિકેટ ગુમાવી હતી. 

  • 22 Sep 2023 07:48 PM (IST)

    India vs Australia match live score : શ્રેયસ અય્યર 3 રન બનાવી આઉટ

    India vs Australia match live score : શ્રેયસ અય્યર ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો અને 3 રન બનાવી આઉટ થઈ ગયો હતો. ગિલ અને શ્રેયસ વચ્ચે મિસ અન્ડર સ્ટેન્ડિંગ થતા શ્રેયસ રનઆઉટ થયો હતો.

  • 22 Sep 2023 07:40 PM (IST)

    India vs Australia live score : ઋતુરાજ 71 રન બનાવી આઉટ

    India vs Australia live score : ઋતુરાજ ગાયકવાડ 71 રન બનાવી આઉટ થયો હતો. શુભમન સાથે 143 રનની પાર્ટનરશિપ તૂટી હતી. એડમ ઝામ્પાએ ઋતુરાજને LBW આઉટ કર્યો હતો. ભારતને પહેલો ઝટકો લાગ્યો હતો. 

  • 22 Sep 2023 07:18 PM (IST)

    IND vs AUS cricket live score : ઋતુરાજ ગાયકવાડની ફિફ્ટી

    IND vs AUS cricket live score : શુભમન ગિલ બાદ ઓપનર ઋતુરાજ ગાયકવાડે પણ ફિફ્ટી ફટકારી હતી. બંનેએ મળીને 100 થી વધુ રનની પાર્ટનરશિપ કરી છે અને ભારતને દમદાર શરૂઆત અપાવી છે.

  • 22 Sep 2023 07:09 PM (IST)

    IND vs AUS live score : ગિલ-ઋતુરાજ વચ્ચે 100 રનની પાર્ટનરશિપ

    IND vs AUS live score : શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડ વચ્ચે પહેલી વિકેટ માટે 100 રનની પાર્ટનરશિપ થઈ છે. બંનેએ ટીમને મજબૂત શરૂઆત અપાવી છે. ગિલે ફિફ્ટી પૂરી કરી લીધી છે જ્યારે ઋતુરાજ ફિફ્ટી તરફ આગળ વધી રહ્યો છે.

  • 22 Sep 2023 07:04 PM (IST)

    India vs Australia cricket live score : ગિલની અર્ધ સદી

    India vs Australia cricket live score : ભારતીય ઓપનર શુભમન ગિલે દમદાર સિક્સર ફટકારી ઓસ્ટ્રેલિયા સામે ફિફ્ટી પૂર્ણ કરી હતી. શુભમન શાનદાર ફોરમમાં દેખાઈ રહ્યો છે.

  • 22 Sep 2023 06:10 PM (IST)

    IND vs AUS cricket live : ગિલ-ઋતુરાજની મક્કમ બેટિંગ

    IND vs AUS cricket live score : ભારતના ઓપનરો શુભમન ગિલ અને ઋતુરાજે ટીમને મક્કમ શરૂઆત અપાવી છે. બંને ક્રિઝ હાજર છે. ગિલે ફટકાબાજી શરૂ કરી છે જ્યારે ઋતુરાજ ધીરજથી આગળ વધી રહ્યો છે.

  • 22 Sep 2023 05:37 PM (IST)

    IND vs AUS live score : ઓસ્ટ્રેલિયા 276 રનમાં ઓલઆઉટ

    IND vs AUS live score : ઓસ્ટ્રેલિયાની ઈનિંગની અંતિમ બોલ પર એડમ ઝામ્પા રન આઉટ થતાં ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 276 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિન, જાડેજા અને બુમરાહને એક-એક વિકેટ મળી હતી. શાર્દૂલ ઠાકુર વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે સૌથી વધુ 52 રન બનાવ્યા હતા. ભારતને જીતવા 177 રનનો ટાર્ગેટ મળ્યો છે. 

  • 22 Sep 2023 05:26 PM (IST)

    India vs Australia match live score : શમીએ સીન એબોટને કર્યો બોલ્ડ

    India vs Australia match live score : ઓસ્ટ્રેલિયાને નવમો ઝટકો લાગ્યો છે, મોહમ્મદ શમીએ પાંચમી વિકેટ ઝડપી છે. શમીએ એબોટને બોલ્ડ કર્યો હતો.

  • 22 Sep 2023 05:22 PM (IST)

    IND vs AUS cricket live score: શમીએ મેથ્યુ શોર્ટને કર્યો આઉટ

    IND vs AUS cricket live score: મોહમ્મદ શમીએ મેથ્યુ શોર્ટને કેચ આઉટ કરી મેચમાં ચોથી વિકેટ હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ આઠમી વિકેટ ગુમાવી હતી.

  • 22 Sep 2023 05:19 PM (IST)

    IND vs AUS live score : 48 ઓવર બાદ ઓસ્ટ્રેલિયા 253/7

    IND vs AUS live score : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 250ને પાર પહોંચી ગયો છે, જોશ ઈંગ્લિશ 45 રન બનાવી આઉટ હતો, શમીએ 3 વિકેટ લીધી છે.

  • 22 Sep 2023 04:59 PM (IST)

    IND vs AUS Live Score : જોશ ઇંગ્લિસે સિક્સ ફટકારી

    ઓસ્ટ્રેલિયાનો સ્કોર 43.4 ઓવર બાદ પાંચ વિકેટે 224 રન છે. જોશ ઇંગ્લિસ 33 અને માર્કસ સ્ટોઇનિસ 18 રને રમી રહ્યા છે.

  • 22 Sep 2023 04:54 PM (IST)

    IND vs AUS Live Score : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 200 રનને પાર

    ઓસ્ટ્રેલિયાનો સ્કોર પાંચ વિકેટના નુકસાન સાથે 200 રનને પાર કરી ગયો છે. માર્કસ સ્ટોઇનિસ અને કેમેરોન ગ્રીન ક્રિઝ પર છે. બંનેએ સારી ભાગીદારી કરીને પોતાની ટીમનો સ્કોર 200ની પાર પહોંચાડ્યો છે. હવે આ બંને છેલ્લી ઓવરોમાં ઝડપી રન બનાવવાનો પ્રયાસ કરશે. 43 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર પાંચ વિકેટે 214 રન છે.

  • 22 Sep 2023 04:45 PM (IST)

    IND vs AUS Live Score : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 40 ઓવર પછી પાંચ વિકેટે 187 રન

    ઓસ્ટ્રેલિયાને તેનો પાંચમો ફટકો લાગ્યો છે. કેમરૂન ગ્રીન 31 રન બનાવીને રનઆઉટ થયો છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 40 ઓવર પછી પાંચ વિકેટે 187 રન છે.

  • 22 Sep 2023 04:44 PM (IST)

    IND vs AUS Live Score :ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ પેવેલિયન પરત ફરી

    ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ 185 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી ગઈ છે. કેમરૂન ગ્રીન 52 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. જોશ ઈંગ્લીસ સાથેની ગેરસમજને કારણે તે રનઆઉટ થયો હતો. હવે ઈંગ્લેન્ડ સાથે માર્કસ સ્ટોઈનિસ ક્રિઝ પર છે.

  • 22 Sep 2023 04:42 PM (IST)

    IND vs AUS Live Score : ઓસ્ટ્રેલિયાને પાંચમો ફટકો, કેમરૂન ગ્રીન રન આઉટ

  • 22 Sep 2023 04:35 PM (IST)

    IND vs AUS Live Score : વરસાદ બંધ થયા બાદ મેચ ફરી શરુ

    મેચ ફરી એકવાર શરૂ થઈ છે અને હવે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને વહેલી તકે ઝટકો આપવાનો પ્રયાસ કરશે. ભારત તરફથી આ મેચમાં અત્યાર સુધીમાં મોહમ્મદ શમીએ 2 વિકેટ, જાડેજા અને અશ્વિને 1-1 વિકેટ લીધી છે.

  • 22 Sep 2023 04:21 PM (IST)

    IND vs AUS Live Score : પિચને કવરથી ઢાંકી દેવામાં આવી

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ રહી છે. વરસાદના કારણે મેચમાં વિક્ષેપ પડ્યો હતો અને રમત હાલ પુરતી અટકાવી દેવામાં આવી હતી. પિચને કવરથી ઢાંકી દેવામાં આવી છે. રમત બંધ થવાના સમયે ઓસ્ટ્રેલિયાએ 35.4 ઓવરમાં ચાર વિકેટે 166 રન બનાવી લીધા હતા. કેમેરોન ગ્રીન 21 રને અને જોશ ત્રણ રને અણનમ છે.

  • 22 Sep 2023 04:10 PM (IST)

    IND vs AUS Live Score : મોહાલીમાં વરસાદે ભારત-ઓસ્ટ્રેલિયા મેચ રોકવામાં આવી

    મોહાલીમાં વરસાદ શરુ થયો છે, ભારત-ઓસ્ટ્રેલિયા મેચ રોકી દેવામાં આવી છે. હાલમાં ઓસ્ટ્રેલિયાએ 35.4 ઓવરમાં 166/4 રન બનાવ્યા છે.

  • 22 Sep 2023 04:02 PM (IST)

    IND vs AUS Live Score : કેએલ રાહુલને શાનદાર સફળતા મળી

    રવિચંદ્રન અશ્વિને ભારતીય ટીમને ચોથી સફળતા અપાવી. લાંબા સમય બાદ ODI રમી રહેલા અશ્વિને મેચમાં પોતાની પ્રથમ વિકેટ લીધી હતી. માર્નસ લાબુશેનને 33મી ઓવરના ચોથા બોલ પર કેએલ રાહુલે સ્ટમ્પ આઉટ કર્યો હતો. રાહુલે વિકેટ પાછળ શાનદાર કીપિંગ કર્યું હતું. તેણે લેબુશેનની સહેજ ભૂલનો ફાયદો ઉઠાવ્યો અને તેને સ્ટમ્પ કરી દીધો. લાબુશેન 49 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. લાબુશેન આઉટ થયા બાદ જોશ ઈંગ્લિશ બેટિંગ કરવા આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 33 ઓવરમાં ચાર વિકેટે 158 રન બનાવ્યા છે. કેમેરોન ગ્રીન 15 રને અને જોશ એક રન પર અણનમ છે.

  • 22 Sep 2023 03:49 PM (IST)

    IND vs AUS Live Score : ઓસ્ટ્રેલિયાએ 150 રન પૂરા કર્યા

    ઓસ્ટ્રેલિયાની ટીમે 150 રન પૂરા કર્યા હતા. તેણે 30મી ઓવરના બીજા બોલ પર 150 રનના આંકને સ્પર્શ કર્યો. કેમેરોન ગ્રીન સાથે માર્નસ લાબુશેન ક્રિઝ પર છે.

  • 22 Sep 2023 03:48 PM (IST)

    IND vs AUS Live Score : લાબુશેનની શાનદાર બેટિંગ

    31 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર ત્રણ વિકેટે 155 રન છે. માર્નસ લાબુશેન 33 રને અને કેમેરોન ગ્રીન 13 રને રમી રહ્યા છે.

  • 22 Sep 2023 03:25 PM (IST)

    IND vs AUS Live Score : લાબુશેન અને ગ્રીન ક્રિઝ પર છે

    ઓસ્ટ્રેલિયન ટીમ માટે કેમેરોન ગ્રીન અને માર્નસ લાબુશેન હાલમાં ક્રિઝ પર છે.

  • 22 Sep 2023 03:18 PM (IST)

    IND vs AUS Live Score : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 125/3

    હવે કેમેરોન ગ્રીન માર્નસ લાબુશેન સાથે ક્રીઝ પર છે. 25 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 125/3 છે.

  • 22 Sep 2023 03:07 PM (IST)

    IND vs AUS Live Score : ઓસ્ટ્રેલિયાની ત્રીજી વિકેટ પડી

    સ્ટીવ સ્મિથ (41) પર મોહમ્મદ શમીની બોલિંગમાં આઉટ થયો હતો. આ મેચમાં શમીની અત્યાર સુધીની બીજી વિકેટ છે.

  • 22 Sep 2023 03:06 PM (IST)

    IND vs AUS Live Score : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 100 રનને પાર

    ઓસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટના નુકસાન સાથે 100 રનને પાર કરી ગયો છે. સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેન ક્રિઝ પર છે. વોર્નરના આઉટ થયા બાદ બંને સારી બેટિંગ કરી રહ્યા છે અને ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સને આગળ લઈ રહ્યા છે. 20 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 107/2 છે.

  • 22 Sep 2023 02:53 PM (IST)

    IND vs AUS Live Score : ડેવિડ વોર્નર અડધી સદી ફટકારીને આઉટ થયો

    ઓસ્ટ્રેલિયાની બીજી વિકેટ 98 રનના સ્કોર પર પડી હતી. ડેવિડ વોર્નર 53 બોલમાં 52 રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ તેને શુભમન ગિલના હાથે કેચ કરાવ્યો હતો. વોર્નરે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. હવે સ્ટીવ સ્મિથ સાથે માર્નસ લાબુશેન ક્રિઝ પર છે.

  • 22 Sep 2023 02:47 PM (IST)

    IND vs AUS Live Score : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 16 ઓવર પછી 82/1 છે

  • 22 Sep 2023 02:38 PM (IST)

    IND vs AUS Live Score : વોર્નર-સ્મિથ વચ્ચે અડધી સદીની ભાગીદારી

    ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ છે. આ બંનેએ ભારતીય બોલરો સામે ઘણો સંઘર્ષ કર્યો છે, પરંતુ પોતાની વિકેટ બચાવી છે અને અડધી સદીની ભાગીદારી કરી છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 15 ઓવર પછી 73/1 છે.

  • 22 Sep 2023 02:36 PM (IST)

    IND vs AUS Live Score : ડેવિડ વોર્નરે ચોગ્ગો ફ ટકાર્યો

    ડેવિડ વોર્નરે 15મી ઓવરના શાર્દુલ ઠાકુરના પહેલા અને બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 22 Sep 2023 02:26 PM (IST)

    IND vs AUS Live Score : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 50 રનને પાર

    ઓસ્ટ્રેલિયા 12 ઓવરમાં 51/1ના સ્કોર પર છે.

  • 22 Sep 2023 02:18 PM (IST)

    IND vs AUS Live Score : પાવરપ્લેમાં ઓસ્ટ્રેલિયાએ 42 રન બનાવ્યા

    ઓસ્ટ્રેલિયન ટીમે પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને 42 રન બનાવી લીધા છે. સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર ક્રિઝ પર છે. બંને વચ્ચે સારી ભાગીદારી રહી છે.

  • 22 Sep 2023 02:14 PM (IST)

    IND vs AUS Live Score : શ્રેયસે વોર્નરને જીવનદાન મળ્યું

    શ્રેયસ અય્યરે 14 રનના સ્કોર પર ડેવિડ વોર્નરને જીવનદાન આપ્યું હતું. શ્રેયસે શાર્દુલના બોલ પર મિડ-ઓફ પર આસાન કેચ છોડ્યો હતો. શ્રેયસની આ ભૂલ ટીમ ઈન્ડિયાને ભારે પડી શકે છે.

  • 22 Sep 2023 02:08 PM (IST)

    IND vs AUS Live Score : વોર્નર-સ્મિથે ઇનિંગ સંભાળી

    ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથે મળીને ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સને સંભાળી છે. ભારતીય ફાસ્ટ બોલરો શાનદાર ફોર્મમાં છે અને તે બંનેને સતત પરેશાન કરી રહ્યા છે, પરંતુ બંને અનુભવી બેટ્સમેન ક્રિઝ પર  છે.

  • 22 Sep 2023 02:07 PM (IST)

    IND vs AUS Live Score : સ્ટીવ સ્મિથે ચોગ્ગો ફટકાર્યો

  • 22 Sep 2023 02:05 PM (IST)

    IND vs AUS Live Score : ઓસ્ટ્રેલિયાનો સ્કોર: 27/1 (7 ઓવર)

    ઓસ્ટ્રેલિયાનો સ્કોર: 27/1 (7 ઓવર)

    ડેવિડ વોર્નર: 6

    સ્ટીવ સ્મિથ: 13

  • 22 Sep 2023 01:59 PM (IST)

    IND vs AUS Live Score : 6 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 26/1

    6 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 26/1 છે, વોર્નર (6) અને સ્ટીવ સ્મિથ (12) રન બનાવી રહ્યા છે.

  • 22 Sep 2023 01:56 PM (IST)

    IND vs AUS Live Score : બુમરાહે તેની બંને ઓવર મેડન નાંખી

  • 22 Sep 2023 01:54 PM (IST)

    IND vs AUS Live Score : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 19/1

    5 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 19/1 છે. સ્મિથ 18 બોલમાં 10 અને ડેવિડ વોર્નર 8 બોલમાં 1 રન બનાવી રમી રહ્યા છે.

  • 22 Sep 2023 01:52 PM (IST)

    IND vs AUS Live Score : આ રીતે શમીએ ઉડાવી દીધા મિશેલ માર્શના હોશ, જુઓ વીડિયો

  • 22 Sep 2023 01:48 PM (IST)

    IND vs AUS Live Score : ત્રણ ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર એક વિકેટે નવ રન

  • 22 Sep 2023 01:39 PM (IST)

    IND vs AUS Live Score : ઓસ્ટ્રેલિયાનો સ્કોર 5/1

    ઓસ્ટ્રેલિયન ટીમની પ્રથમ વિકેટ ચાર રનના સ્કોર પર પડી હતી. મિચેલ માર્શ ચાર બોલમાં ચાર રન બનાવીને આઉટ થયો હતો. મોહમ્મદ શમીએ તેને સ્લિપમાં શુભમન ગિલના હાથે કેચ કરાવ્યો હતો.

  • 22 Sep 2023 01:34 PM (IST)

    IND vs AUS Live Score : મોહમ્મદ શમીએ પ્રથમ ઓવરમાં જ સફળતા અપાવી

    મેચ શરૂ થઈ ગઈ છે. મિચેલ માર્શ અને ડેવિડ વોર્નરની જોડી ઓસ્ટ્રેલિયા માટે ઇનિંગ્સની શરૂઆત કરવા આવી હતી, જ્યારે મોહમ્મદ શમી ભારત માટે પ્રથમ ઓવર લઈને આવ્યો હતો. મોહમ્મદ શમીએ પ્રથમ ઓવરમાં જ ભારતને સફળતા અપાવી હતી. મિશેલ માર્શને આઉટ કર્યો હતો.

  • 22 Sep 2023 01:31 PM (IST)

    IND vs AUS Live Score : ટીમ ઈન્ડિયાએ શેર કર્યો મજેદાર Video

  • 22 Sep 2023 01:17 PM (IST)

    IND vs AUS Live Score : ઓસ્ટ્રેલિયા સામે ભારતનો રેકોર્ડ સારો નથી

    વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમનો રેકોર્ડ સારો નથી.

  • 22 Sep 2023 01:09 PM (IST)

    IND vs AUS Live Score : ટીમ ઈન્ડિયામાં પાંચ ફેરફાર

    ભારતે ઓસ્ટ્રેલિયા સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચમાં લોકેશ રાહુલ ભારતની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ મેચમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવને આરામ આપવામાં આવ્યો છે. રાહુલે કહ્યું કે આ મેદાનમાં લક્ષ્યનો પીછો કરવો સરળ છે. આ કારણોસર તેણે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

  • 22 Sep 2023 01:06 PM (IST)

    IND vs AUS Live Score : કેએલ રાહુલ કેપ્ટનશીપ કરશે

    ભારતે પ્રથમ બે વનડે માટે રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવને આરામ આપ્યો છે. રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલ ટીમની કમાન સંભાળશે.

  • 22 Sep 2023 01:04 PM (IST)

    IND vs AUS Live Score : ભારતે ટોસ જીત્યો, ઓસ્ટ્રેલિયા પ્રથમ બેટિંગ કરશે

    ભારતીય કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

  • 22 Sep 2023 01:02 PM (IST)

    IND vs AUS Live Score : થોડી જ વારમાં શરુ થશે મેચ

  • 22 Sep 2023 12:55 PM (IST)

    IND vs AUS Live Score : ઓસ્ટ્રેલિયા સામેની ODI મેચ પહેલા અશ્વિને કહ્યું કે ‘ક્રિકેટ મારા દિલની ખૂબ નજીક છે

    રવિચંદ્રન અશ્વિનને મોહાલીમાં યોજાનારી ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડે મેચમાં તક મળી શકે છે. મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પણ તેના આગમન પર ખુશી વ્યક્ત કરી છે. અશ્વિને કહ્યું કે ટીમ મેનેજમેન્ટે હંમેશા તેને તેની જગ્યા વિશે જણાવ્યું છે. વિડિઓ જુઓ

  • 22 Sep 2023 12:50 PM (IST)

    IND vs AUS Live Score : મોહાલી વનડે માટે ટીમ ઈન્ડિયા તૈયાર છે

  • 22 Sep 2023 12:35 PM (IST)

    IND vs AUS Live Score : ભારત ત્રણેય ફોર્મેટમાં નંબર 1 બની શકે છે

    આ મેચ જીતીને ભારતીય ટીમ ICC ODI રેન્કિંગમાં પણ ટોપ પર પહોંચી શકે છે. ટેસ્ટ અને ટી20માં ટીમ ઈન્ડિયા પહેલાથી જ ટોપ પર છે. આવી સ્થિતિમાં ભારત પાસે આજે ત્રણેય ફોર્મેટમાં નંબર 1 ટીમ બનવાની તક છે. ભારત હાલમાં ODI રેન્કિંગમાં બીજા સ્થાને છે. પાકિસ્તાન પહેલા અને ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમે છે. જોકે, પ્રથમ ત્રણ ટીમો વચ્ચે પોઈન્ટનો તફાવત ઘણો ઓછો છે.

  • 22 Sep 2023 12:30 PM (IST)

    IND vs AUS Live Score : ભારત અને ઓસ્ટ્રેલિયા ODI હેડ ટુ હેડ

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 146 વન-ડે મેચ રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયાનો હાથ ઉપર છે. ઓસ્ટ્રેલિયન ટીમે અત્યાર સુધી 82 મેચ જીતી છે. જ્યારે ભારતે 54 મેચો પોતાના નામે કરી છે. બંને વચ્ચે કુલ 10 મેચ અનિર્ણિત રહી છે.

  • 22 Sep 2023 12:25 PM (IST)

    IND vs AUS Live Score : રવિચંદ્રન અશ્વિનને મળશે તક?

    આ સિરીઝ માટે રવિચંદ્રન અશ્વિનની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તે 19 મહિના બાદ વનડે ટીમમાં પરત ફર્યો છે. ઈજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને તેને ટીમમાં જગ્યા મળી છે. આ સિરીઝમાં અશ્વિન રમશે તે નિશ્ચિત માનવામાં આવે છે. જો પટેલ સ્વસ્થ નહીં થાય તો અશ્વિન પણ વર્લ્ડ કપ રમી શકે છે.

  • 22 Sep 2023 12:20 PM (IST)

    IND vs AUS Live Score : વર્લ્ડકપની છેલ્લી મેચ રાજકોટમાં રમાશે

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વન ડે મેચની સિરીઝ 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. જેની પ્રથમ મેચ 22 તારીખે મોહાલી, બીજી મેચ 24 તારીખે ઇન્દોર અને ત્રીજી અને છેલ્લી મેચ 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે. રાજકોટમાં રમાનારી વન ડે ભારતીય ટીમની વર્લ્ડ કપ પહેલાની છેલ્લી વન ડે હશે. આ મેચ બાદ ભારતીય ટીમ સીધી વર્લ્ડકપ રમવા માટે જશે. જેથી વર્લ્ડકપની તૈયારીની દૃષ્ટિએ આ સિરીઝ અને રાજકોટ ખાતેની છેલ્લી મેચ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વની રહેવાની છે.

  • 22 Sep 2023 12:15 PM (IST)

    IND vs AUS Live Score : પ્રથમ વનડેમાં કેવું રહેશે વાતાવરણ

    મોહાલીમાં તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસથી 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોઈ શકે છે, જ્યારે ભેજ લગભગ 77-87 ટકા રહેવાની ધારણા છે. 50-50 ઓવરની જંગ દરમિયાન પવનની ઝડપ 10 કિમી/કલાકની આસપાસ રહેશે.

  • 22 Sep 2023 12:10 PM (IST)

    IND vs AUS Live Score :આવી હોય શકે છે બંને ટીમો

    ભારત: કેએલ રાહુલ (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, સિરાજ, પ્રખ્યાત કૃષ્ણ.

    ઓસ્ટ્રેલિયાઃ પેટ કમિન્સ (કેપ્ટન), એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, એડમ ઝમ્પા, માર્કસ સ્ટેઈનિસ, મિશેલ સ્ટાર્ક, સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર, જોશ હેઝલવુડ, સ્પેન્સર જોનસન, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા મેટ શોર્ટ.

  • 22 Sep 2023 12:05 PM (IST)

    IND vs AUS Live Score : ઇતિહાસ બદલાશે

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ મોહાલીમાં રમાવાની છે અને આ મેદાન પર ભારતે 1996 બાદ ઓસ્ટ્રેલિયા સામે એકપણ વનડે મેચ જીતી નથી. એટલે કે ટીમ ઈન્ડિયા 27 વર્ષથી અહીં ઓસ્ટ્રેલિયા સામે વનડે મેચ જીતી શકી નથી. હવે રાહુલની ટીમ પાસે આ દુષ્કાળને ખતમ કરવાની તક છે.

  • 22 Sep 2023 11:57 AM (IST)

    IND vs AUS Live Score : મહત્વપૂર્ણ સિરીઝની શરૂઆત

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. ભારતમાં 5 ઓક્ટોબરથી રમાનાર ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ સિરીઝ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Published On - Sep 22,2023 11:56 AM

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">