વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ બેંગલુરુ ટેસ્ટમાં એમએસ ધોનીનો મોટો રેકોર્ડ તોડ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરતાની સાથે જ વિરાટ કોહલીના નામે એક મોટી સિદ્ધિ નોંધાઈ ગઈ. ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમવા મામલે કોહલીએ ધોનીને પાછળ છોડ્યો છે.
ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચો રમવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે, જેમણે પોતાની કારકિર્દીમાં 664 મેચ રમી હતી. તે પછી, એમએસ ધોની 535 મેચ સાથે આ યાદીમાં બીજા સ્થાને હતો. પરંતુ, વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે મેદાનમાં ઉતરતાની સાથે જ ધોનીને ત્રીજા નંબર પર ધકેલી દીધો હતો. ન્યુઝીલેન્ડ સામે બેંગલુરુમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ વિરાટ કોહલીની કારકિર્દીની 536મી આંતરરાષ્ટ્રીય મેચ છે.
સચિન, વિરાટ અને ધોની સિવાય રાહુલ દ્રવિડ એકમાત્ર એવો ભારતીય ખેલાડી છે જેણે ભારત માટે 500 કે તેથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ભારત માટે 504 આંતરરાષ્ટ્રીય મેચ રમીને દ્રવિડ ચોથા સ્થાને છે. ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન રોહિત શર્મા માટે ન્યુઝીલેન્ડ સામેની બેંગલુરુ ટેસ્ટ તેની કારકિર્દીની 486મી આંતરરાષ્ટ્રીય મેચ છે. સૌથી વધુ ઈન્ટરનેશનલ મેચ રમનાર ભારતીય ખેલાડીઓમાં રોહિત શર્મા પાંચમાં સ્થાને છે.
Most matches for India in international cricket .
664 – Sachin Tendulkar
536 – Virat Kohli*
535 – MS Dhoni
504 – Rahul Dravid
486 – Rohit Sharma*#INDvNZ #PAKvENG #PakistanCricket pic.twitter.com/5ARfzIDXZj— kuldeep singh (@kuldeep0745) October 17, 2024
ન્યુઝીલેન્ડ સામે બેંગલુરુ ટેસ્ટમાં સૌથી વધુ મેચ રમવાના મામલે ધોનીને પાછળ છોડનાર વિરાટ કોહલીના પ્રદર્શનની વાત કરીએ તો, તે 9 બોલનો સામનો કર્યા પછી પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. લાંબા સમય બાદ નંબર 3 પર બેટિંગ કરવા આવેલા વિરાટનું ફરી એકવાર ખરાબ પ્રદર્શન રહ્યું હતું.
આ પણ વાંચો: IND Vs NZ: ભારતના 5 બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા નહિ, 46 રનમાં ટીમ ઓલઆઉટ થતાં 37 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો