IND vs NZ : સરફરાઝ ખાને ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી, 195 બોલમાં 150 રન બનાવી થયો આઉટ

|

Oct 19, 2024 | 3:17 PM

સરફરાઝ ખાને બેંગલુરુમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. સરફરાઝ ખાન 150 રન બનાવીને આઉટ થયો છે. તેણે 195 બોલનો સામનો કર્યો હતો. તેને ટિમ સાઉથીએ આઉટ કર્યો હતો.

IND vs NZ : સરફરાઝ ખાને ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી, 195 બોલમાં 150 રન બનાવી થયો આઉટ
Sarfaraz Khan
Image Credit source: PTI

Follow us on

બેંગલુરુ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 46 રનમાં આઉટ થયા બાદ ભાગ્યે જ કોઈને ટીમ ઈન્ડિયા તરફથી પુનરાગમનની આશા હશે. પરંતુ, હવે સરફરાઝ ખાનની સદીએ આશાની જ્યોત ફરી સળગાવી છે. સરફરાઝે પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ફટકારીને ન્યુઝીલેન્ડની ઊંઘ હરામ કરી દીધી છે.ન્યુઝીલેન્ડે પ્રથમ દાવમાં ભારત સામે 356 રનની લીડ મેળવી હતી. સરફરાઝની સદીને કારણે ટીમ ઈન્ડિયા હવે કિવીઓની તે વિશાળ લીડમાંથી બહાર આવી રહી હોય તેવું લાગી રહ્યું છે.

સરફરાઝ ખાને પ્રથમ ટેસ્ટ સદી ફટકારી

સરફરાઝ ખાને બેંગલુરુ ટેસ્ટમાં 109 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે 13 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી આ સદી ફટકારી હતી. સરફરાઝ ખાનની ટેસ્ટ કારકિર્દીની આ પ્રથમ સદી છે, જેની સ્ક્રિપ્ટ તેણે તેની ચોથી ટેસ્ટ મેચમાં લખી છે. આ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે 3 અડધી સદી હતી.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

 

195 બોલમાં 150 રન બનાવી થયો આઉટ

સરફરાઝ ખાન પ્રથમ દાવમાં શૂન્ય પર આઉટ થયો હતો. પરંતુ, તે બીજી ઈનિંગમાં હીરો સાબિત થઈ રહ્યો છે. હવે ટીમ ઈન્ડિયાની આશા સરફરાઝ પર ટકેલી છે. સરફરાઝને એ પણ ખબર હોવી જોઈએ કે હજુ કામ પૂરું થયું નથી. જો ટીમ ઈન્ડિયાને જીત તરફ લઈ જવી હોય તો તેણે પોતાની પ્રથમ ટેસ્ટ સદી પણ મોટી કરવી પડશે.

 

ઈરાની કપમાં બેવડી સદી ફટકારી હતી

સરફરાઝ આ કરી શકે છે તેમાં કોઈ શંકા નથી. તે બેંગલુરુમાં મોટી ઈનિંગ રમી શકે છે. પરંતુ સદી ફટકાર્યા બાદ વધુ 50 રન ઉમેર્યા બાદ સરફરાઝ 150 રન પૂરા કરી મોટો શોટ ફટકારવા જતાં કેચ આઉટ થયો હતો. તાજેતરમાં તેણે ઈરાની કપમાં બેવડી સદી ફટકારી હતી.

 

સરફરાઝે વિરાટ કોહલી સાથે 136 રન જોડ્યા

સરફરાઝે બેંગલુરુ ટેસ્ટના ચોથા દિવસના પ્રથમ સત્રના પહેલા કલાકમાં પોતાની સદી પૂરી કરી હતી. ત્રીજા દિવસની રમતના અંતે તે 70 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેની સદીની ઈનિંગ દરમિયાન સરફરાઝે વિરાટ કોહલી સાથે ત્રીજી વિકેટ માટે 163 બોલમાં 136 રનની મોટી ભાગીદારી પણ કરી હતી.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનની નવી ટ્રીક, ટીમ ઈન્ડિયાને આપી આ ખાસ ઓફર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 3:16 pm, Sat, 19 October 24

Next Article