IND vs ENG: KL Rahulએ બીહાઈન્ડ ધ સીન તસ્વીર શેર કરી, થઈ રહી છે વાયરલ

|

Jul 30, 2021 | 5:54 PM

તસ્વીરમાં કેએલ રાહુલ, વિરાટ કોહલી (Virat Kohli), ઉમેશ યાદવ, ઈશાંત શર્મા અને મયંક અગ્રવાલ જોવા મળે છે. જેમાં તેઓ 90ના દશકના ડ્રેસિંગમાં જોવા મળે છે.

IND vs ENG: KL Rahulએ બીહાઈન્ડ ધ સીન તસ્વીર શેર કરી, થઈ રહી છે વાયરલ
Indian Cricketer

Follow us on

ભારતીય ટીમ (Team India) હાલમાં ઈંગ્લેન્ડમાં અભ્યાસ સેશનમાંથી પસાર થઈ રહી છે. ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી આગામી સપ્તાહથી રમાનારી છે. જેને લઈને બંને દેશોની ટીમો હાલમાં અભ્યાસ કરી રહી છે. જોકે આ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓ 3 સપ્તાહની રજાઓને ગાળી ચુક્યા છે. આ રજાઓને તેઓએ ઈંગ્લેન્ડમાં મન ભરીને માણી છે તો વળી આ આનંદની પળોને કેમેરામાં કંડારવાનું પણ ચુક્યા નથી.

 

#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?

તેઓની તસ્વીરો પણ શાનદાર છે તો વળી તેઓના તસ્વીરકારો પણ અન્ય કોઈ નહીં તેઓની પત્નીઓ પણ રહી છે. તસ્વીરોને જોઈને એવુ પણ ચોક્કસ કહી શકાય કે ક્રિકેટમાં મેદાન મારનારા આ ખેલાડીઓ મોડલીંગમાં પણ કમ નથી. કે.એલ.રાહુલે (KL Rahul) પોતાના સોશિયલ મીડિયા દ્વારા શેર કરી આવી જ શાનદાર તસ્વીરો વાયરલ થવા લાગી છે. જે જોઈને તેઓના ફેન પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

જે તસ્વીરમાં કેએલ રાહુલ, વિરાટ કોહલી (Virat Kohli), ઉમેશ યાદવ, ઈશાંત શર્મા અને મયંક અગ્રવાલ જોવા મળે છે. જેમાં તેઓ 90ના દશકના ડ્રેસિંગમાં જોવા મળે છે. તેઓએ એક એવા શાનદાર હિસ્સો ધરાવતા સ્થળે તસ્વીર લીધી છે. રાહુલે 90 દશકના બોય બેન્ડની તસ્વીર ઉપરાંત બીહાઈન્ડ ધ સીનની બીજી એક તસ્વીર શેર કરી છે.

 

 

બીજી તસ્વીરમાં અનુષ્કા શર્મા, પ્રતિમા સિંહ અને અથિયા શેટ્ટી તેમજ તાન્યા વાધવા જોવા મળી રહ્યા છે. ઈશાંત શર્માની પત્ની બાસ્કેટ બોલ ખેલાડી પ્રતિમા સિંહે પણ રજાઓને ખૂબ માણી છે અને તેની તસ્વીરો પણ તેઓએ અગાઉ શેર કરી છે. વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માની પણ તસ્વીરો રજાઓ દરમ્યાન અગાઉ જોવા મળી ચુકી છે.

આ પણ વાંચોઃ Tokyo Olympics: બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુની રોમાંચક જીત, જાપાનની યામાગુચીને હરાવી સેમિફાઈનલમાં

આ પણ વાંચોઃ જાણો શા માટે 2021માં થનારા ઓલિમ્પિકને Tokyo Olympics 2020 કહેવાય છે ?

Next Article