ભારતીય બોલિંગ શાનદાર લયમાં છે, જેનાથી પ્રભાવિત થઈને, ઈંગ્લેન્ડ (England Cricket Team)ના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મલાન (Dawid Malan) પ્રભાવિત થયો છે. તેણે કહ્યુ હતું કે, શાનદાર નેતૃત્વ સાથે પ્રવાસ પર આવેલી ટીમ કોઈપણ પરિસ્થિતિમાં ટેસ્ટ મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે. પાંચ મેચની શ્રેણીમાં બંને ટીમો આજથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ મેચમાં સામસામે થશે. લોર્ડ્સમાં બીજી ટેસ્ટ 151 રનથી જીત્યા બાદ ભારતે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી.
મલાને મેચ પહેલા મીડિયા સામે કહ્યું, મને લાગે છે કે તેમની (ભારત) ટીમનું નેતૃત્વ અદ્ભુત રીતે કરવામાં આવ્યું છે. મારું માનવું છે કે વિરાટ (Virat Kohli) જે રીતે પોતાનું કામ કરે છે તે રીતે જુસ્સો બતાવે છે. તમે જાણો છો કે તે ઘણા લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે.
તેણે કહ્યું, તેમની પાસે માત્ર બેટિંગમાં જ નહીં પણ બોલિંગમાં પણ ઘણી ઉંડાઈ છે. તેમની પાસે એવા બોલરો છે જે કોઈપણ પરિસ્થિતિમાં ટેસ્ટ ક્રિકેટ જીતી શકે છે. તેમની ટીમમાં ઘણા બધા વિકલ્પો છે અને તે એક જબરદસ્ત સ્પર્ધક છે. આ 33 વર્ષીય ખેલાડીએ 2018 માં બર્મિંગહામમાં ભારત સામે ટેસ્ટ મેચ રમી હતી. તેણે 2017 માં સાઉથ આફ્રિકા સામે ડેબ્યૂ કર્યા બાદ 15 ટેસ્ટમાં 724 રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે 23 ઓગસ્ટે કહ્યું હતું કે, મલાનનું આગમન તેમની ટીમના ટોપ ઓર્ડરને મજબૂત બનાવશે. તેણે આશા દર્શાવી હતી કે પરિણામ સારું રહેશે.
ત્રીજા ક્રમ પર બેટિંગના પડકારો વિશે પૂછતાં તેણે કહ્યું, વાસ્તવમાં તે એવું છે જે મેં મારી ટેસ્ટ કારકિર્દીમાં મોટેભાગે નથી કર્યુ. મેં આમ 25-30 વખત કર્યું હશે. હું જે રીતે જાણીતો છું તે રીતે રમવાનો પ્રયત્ન કરું છું. હું બોલને મોડો રમવાનો પ્રયત્ન કરું છું. હું જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી બોલ છોડવાનો પ્રયત્ન કરું છું અને ખરાબ બોલને ફટકારું છું. મને નથી લાગતું કે આ પોઝિશન પર વધારે કંઇ બદલાશે.
આગળ કહ્યુ, તે મને 30 બોલ સારા ફેંકશે અને તે 30 બોલ પર હું બચી જઉ છુ, ત્યારે મને આશા છે કે ફરી મને 30 ખરાબ બોલ મળશે. હું એમ જ રમીશ જેમ નંબર ચાર પર રમી રહ્યો છું. જ્યાં કરિયરના મોટાભાગના હિસ્સામં રમ્યો છું મને આશા છે કે, હું ત્યા સફળ રહીશ.