AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: ટૂર્નામેન્ટને અધૂરી છોડી ગયેલા RCB ના ક્રિકેટરની પત્નિને તેના પતિ થી દૂર રહેવાતુ નથી! લખ્યુ કંઇક આમ

વિરાટ કોહલી (Virat Kohli) ની ટીમના ખેલાડીએ થોડાક સમય પહેલા જ તેની ગર્લ ફ્રેન્ડ સાથે કર્યા હતા. ત્યાર બાદથી તે ક્રિકેટ ટીમ સાથે પ્રવાસમાં હોઇ ઘર થી દૂર રહ્યો છે. જે દૂરી તેનાથી હવે સહેવાતી નથી.

IPL 2021: ટૂર્નામેન્ટને અધૂરી છોડી ગયેલા RCB ના ક્રિકેટરની પત્નિને તેના પતિ થી દૂર રહેવાતુ નથી! લખ્યુ કંઇક આમ
Adam Zampa-Hattie Leigh Palmer
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 11:14 PM
Share

ઓસ્ટ્રેલિયા (Australia) ની ટીમ છેલ્લા કેટલાક સમયથી સતત પ્રવાસ પર છે. ટીમ તાજેતરમાં બાંગ્લાદેશના પ્રવાસે હતી, જ્યારે એ પહેલા કાંગારુ ટીમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે હતી. કોરોના વચ્ચેના આ પ્રવાસ દરમ્યાન ખેલાડીઓ માટે પરિવારથી દૂર રહેવું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે. કંઇક આવું જ કાંગારુ ટીમના સ્પિન બોલર એડમ ઝમ્પા (Adam Zampa) ને લાગ્યું છે. જેને પોતાની નવી નવેલી દુલ્હનથી દૂર રહેવું મુશ્કેલ લાગવા માંડ્યુ છે.

ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર ​​એડમ ઝમ્પાએ લગભગ બે મહિના પહેલા જ તેની ગર્લફ્રેન્ડ હેટી લેઈ પાલ્મર (Hattie Leigh Palmer) સાથે લગ્ન કર્યા હતા. કોરોનાને કારણે બંનેના લગ્ન અગાઉ બે વખત મુલતવી રાખવામાં આવ્યા હતા. બાદમાં લગ્ન પ્રસંગ પાર પડતા બંનેએ તસવીરો શેર કરીને આ વિશે જણાવ્યું હતું અને ખૂબ ખુશ નજર આવી રહ્યા હતા.

લગ્ન બાદ થી સતત ઓસ્ટ્રેલિયા થી દુર રહ્યો છે

ઝમ્પાના લગ્ન ગત 23 જૂને થયા હતા. જોકે, લગ્ન બાદથી જ ઝમ્પાને પોતાની ટીમ સાથે રહેવાને કારણે તેની પત્નીથી દૂર રહેવું પડ્યું છે. લગ્નના થોડા દિવસો બાદ તે વેસ્ટઈન્ડીઝ ગયો હતો. જ્યાં ઓસ્ટ્રેલિયન ટીમ પાંચ T20 અને ત્રણ વનડે રમી હતી. આ પછી તે બાંગ્લાદેશ ટીમ સાથે પહોંચ્યો હતો. જ્યાં ટીમ પાંચ T20 મેચની શ્રેણી રમાઇ હતી. ઝમ્પાએ આ શ્રેણીઓ દરમ્યાન ખૂબ સારી રમત બતાવી હતી.

ઝમ્પાને પોતાની ટીમનું પ્રતિનિધિત્વ કરવામાં ગર્વ છે, પરંતુ તે તેની પત્નીને પણ ખૂબ જ મિસ કરે છે. તેની પત્નીની પણ આવી જ હાલત છે, જેનાથી તેના પતિથી હવે વધારે અંતર સહી શકાતુ નથી. આવી સ્થિતિમાં ઝમ્પાની પત્નીએ એક તસવીર શેર કરી છે. જેમાં ઓસ્ટ્રેલિયન બોલર એકલો ઉભો છે. તસ્વીરમાં, તેણે એક ભાવનાત્મક સંદેશ પણ લખ્યો હતો. ‘અમે લગ્ન કર્યા ને 68 દિવસ વીતી ચુક્યા છે, પરંતુ પત્ની સાથે માત્ર આઠ જ દિવસ રહ્યા.’ તેની આ ઇન્સ્ટા સ્ટોરી ઝમ્પાએ શેર કરી હતી.

એડમ ઝમ્પા IPL નો હિસ્સો નહી હોય

બેંગ્લોર તરફથી રમનાર ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર ​​એડમ ઝમ્પાને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. કોરોના વાયરસને કારણે IPL 2021 ને અધવચ્ચે અટકાવી દેવામાં આવી હતી. પરંતુ તે પહેલા ઝમ્પા અને ફાસ્ટ બોલર કેન રિચાર્ડસન ટૂર્નામેન્ટની અધવચ્ચે જ છોડી દીધી હતી. ભારતમાં સતત વધી રહેલા કોરોના કેસને કારણે તેઓ સ્વદેશ પરત ફરી ગયા હતા. હવે ઝમ્પા યુએઈ માં બાકીની મેચ રમશે નહીં. તેના સ્થાને શ્રીલંકાના વાનીંદુ હસરંગાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Tokyo Paralympics: જબરદસ્ત આતશબાજી સાથે પેરાલિમ્પિકની શાનદાર શરુઆત થઇ, તસ્વીરોમાં જુઓ રમતોનો રંગારંગ પ્રારંભ

આ પણ વાંચોઃ IND vs ENG: ઇંગ્લેન્ડના આ ખેલાડીના મગજમાંથી હજુ પણ જસપ્રિત બુમરાહનો ડર જતો નથી, કહ્યુ ક્યારેય આવુ નથી જોયુ

g clip-path="url(#clip0_868_265)">