T20 World Cup: પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની ટક્કર, જીત નહીં મળી તો સફર થશે સમાપ્ત !

|

Oct 05, 2024 | 6:34 PM

મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા તેની બીજી મેચ પાકિસ્તાન સામે રમશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. સેમીફાઈનલની રેસમાં રહેવા માટે ભારતીય ટીમે કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે.

T20 World Cup: પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની ટક્કર, જીત નહીં મળી તો સફર થશે સમાપ્ત !
India vs Paksitan
Image Credit source: ICC/ICC via Getty Images

Follow us on

મહિલા T20 વર્લ્ડ કપ 2024 ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પહેલી જ મેચમાં ન્યુઝીલેન્ડના હાથે 58 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ટીમ ઈન્ડિયા માટે હવે સેમીફાઈનલનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે. ટીમ ઈન્ડિયા હવે પોતાની બીજી મેચ પાકિસ્તાન સામે રમશે. આ મેચ ભારતીય ટીમ માટે ‘કરો યા મરો’થી ઓછી નથી. ભારતીય ટીમે સેમીફાઈનલમાં પહોંચવા માટે તેની બાકીની ત્રણ મેચ જીતવી પડશે. જો કે પાકિસ્તાન સામે ભારતીય ટીમના આંકડા ઘણા પ્રભાવશાળી છે.

પાકિસ્તાનને કોઈપણ ભોગે હરાવવું પડશે

ભારતનો નેટ રન રેટ સારો નથી અને હવે તેણે પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામેની મેચો કોઈપણ ભોગે જીતવી પડશે. જો ભારતીય ટીમ આમ કરવામાં સફળ નહીં થાય તો તેમની આશાઓને મોટો ફટકો પડી શકે છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે પોતાના અભિયાનને પાટા પર લાવવાની નજરે જોશે. બંને ટીમો વચ્ચેની આ મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ હારી ગઈ હતી.

પાકિસ્તાન સામે ભારતના આંકડા

આંકડાઓ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે ભારતીય ટીમ પાકિસ્તાનની ટીમ પર પ્રભુત્વ જમાવી રહી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 15 T20 મેચ રમાઈ છે, જેમાંથી ભારતીય ટીમે 12 મેચ જીતી છે અને પાકિસ્તાની ટીમ માત્ર 3 મેચ જીતવામાં સફળ રહી છે. બંને ટીમો મહિલા T20 વર્લ્ડ કપમાં કુલ 7 વખત આમને-સામને આવી ચુકી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 5 વખત હરાવ્યું છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમને માત્ર બે વખત જ જીત મળી છે. આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચે રમાનારી આ મેચમાં ભારતીય ટીમનો દબદબો રહેવાની શક્યતા છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

બંને દેશની ટીમો:

ભારત:

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ, યાસ્તિકા ભાટિયા, પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, સજના સજીવન.

પાકિસ્તાનઃ

ફાતિમા સના (કેપ્ટન), આલિયા રિયાઝ, ડાયના બેગ, ગુલ ફિરોઝ, ઈરમ જાવેદ, મુનીબા અલી, નશરા સુંધુ, નિદા દાર, ઓમાયમા સોહેલ, સદાફ શમાસ, સાદિયા ઈકબાલ, સિદરા અમીન, સૈયદા અરુબ શાહ, તસ્મિયા રુબાબ, તુબા હસન.

આ પણ વાંચો: IPL 2025: રાઈટ ટુ મેચ કાર્ડના નવા નિયમોને લઈ હોબાળો, ઘણી ટીમોએ BCCIને કરી ફરિયાદ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:31 pm, Sat, 5 October 24

Next Article