ICC ODI World Cup Schedule: વિશ્વકપ શેડ્યૂલનુ આજે થશે એલાન, ભારત vs પાકિસ્તાન ટક્કર પર રહેશે નજર
World Cup Schedule: વનડે વિશ્વકપને લઈ શેડ્યૂલ એલાન થવાની રાહ જોવાઈ રહી છે. આજે એ ઘડીનો અંત આવનારો છે. BCCI એ કેટલાક દિવસો પહેલા જ ભારતમાં આયોજીત વિશ્વકપને લઈ ડ્રાફ્ટ શેડ્યૂલ ICC અને ટૂર્નામેન્ટમાં હિસ્સો થનારા દેશોને મોકલી આપ્યુ હતુ.
વનડે વિશ્વકપનુ આયોજન ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ભારતમાં કરવામાં આવી રહ્યુ છે. આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આગામી વનડે વિશ્વકપને લઈ શેડ્યૂલ જાહેર થવાની રાહ જોવાઈ રહી છે. દુનિયાભરના ક્રિકેટ રસીયાઓ શેડ્યૂલની રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મંગળવારે શેડ્યૂલનુ એલાન થઈ શકે છે. શેડ્યૂલના એલાન સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર ક્યાં અને ક્યારે થશે એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. દુનિયાભરના ક્રિકેટ રસિયાઓને આ હાઈવોલ્ટેજ મેચની તારીખ જાણવા માટે સૌથી વધારે ઉત્સુકતા હશે.
BCCI દ્વારા ડ્રાફ્ટ શેડ્યૂલ તૈયાર કરવામાં આવ્યુ હતુ. કેટલાક દિવસો અગાઉ જ તેને તૈયાર કરવામાં આવ્યુ હતુ અને વિશ્વકપમાં હિસ્સો લેનારી ટીમના બોર્ડને મોકલી આપવામાં આવ્યુ હતુ. ICC ને પણ ડ્રાફ્ટ શેડ્યૂલ મોકલ્યુ હતુ અને હવે તેની પર અંતિમ મહોર વાગવાની રાહ જોવામાં આવી રહી છે. ICC ની મહોર લાગ્યા બાદ શેડ્યૂલનુ એલાન થઈ જશે.
World Cup Final અમદાવાદમાં રમાશે!
ડ્રાફ્ટ શેડ્યૂલમાં ICC કેટલાક ફેરફાર કરી શકે છે. જોકે આ તમામ ચિત્ર સ્પષ્ટ શેડ્યૂલ જાહેર થવા સાથે થઈ જશે. સંભવિત શેડ્યૂલ મુજબ ટૂર્નામેન્ટની શરુઆત આગામી 5 ઓક્ટોબરથી શરુ થવાની છે. જ્યારે ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાનારી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે બે સેમિફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ અને કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ શકે છે.
ટૂર્નામેન્ટ આડે હવે માત્ર ત્રણેક મહિના જેટલો ટૂંકો સમય જ રહ્યો છે. સામાન્ય રીતે શેડ્યૂલ થોડુ વહેલા જાહેર થતુ હોય છે. પરંતુ કેટલાક ફેરફારો અને પાકિસ્તાનના વાંધાઓને લઈ શેડ્યૂલ જાહેર થવામાં મોડુ થયુ હતુ. આ પહેલા જૂનના પ્રથમ અને બીજા સપ્તાહમાં શેડ્યૂલ જાહેર થવાની સંભાવના જોવામાં આવી રહી હતી.3
ક્યારે થશે ભારત vs પાકિસ્તાન ટક્કર?
વિશ્વકપ માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ ટક્કરને લઈ રાહ સૌથી વધારે જોવામાં આવી રહી છે. આ માટેની સંભવિત તારીખ જાણવા માટે વિશ્વભરના ક્રિકેટ રસિયાઓ રાહ જોઈ રહ્યા છે. જોકે રિપોર્ટ્સ મુજબ 15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોસ્ટેજ ટક્કર થઈ શકે છે. જે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાય એવી સંભાવના છે. જોકે પાકિસ્તાને અમદાવાદમાં રમવાને લઈ વાંધો દર્શાવ્યો હતો. PCB એ આ મેચ ચેન્નાઈ, કોલકાતા અને બેંગ્લુરુમાં રમાય એવી માંગ કરી હતી. જોકે હવે શેડ્યૂલ જાહેર થતા આ પણ સ્પષ્ટ થઈ જશે.
ICC ODI World Cup 2023 Schedule |#IPL #odiworldcup2023 #iccworldcup #cricketnews #cricket pic.twitter.com/PAzMmBn8AU
— SeeCric (@SeeCric) June 14, 2023
ભારતની પ્રથમ મેચ કોની સામે?
ટીમ ઈન્ડિયાનુ વિશ્વકપમાં પોતાનુ અભિયાન ઓસ્ટ્રેલિયા સામે મેચ સાથે શરુ થશે. પ્રથમ મેચ ભારત 8 ઓક્ટોબરે રમશે. સમાચાર એજન્સી મુજબ ડ્રાફ્ટ શેડ્યૂલ મુજબ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે અને ટીમ ઈન્ડિયા અભિયાન શરુ કરશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાંચ ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ શકે છે. ઈંગ્લેન્ડ વર્તમાન વિશ્વ ચેમ્પિયન છે. ભારતીય ટીમ પોતાની લીગ મેચ કોલકાતા, દિલ્હી અને બેંગ્લુરુ સહિતના શહેરોમાં રમશે.