AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : પાકિસ્તાનને હરાવી કોલંબોથી અમદાવાદ પહોંચી ટીમ ઈન્ડિયા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેધરલેન્ડ્સ સામે મુકાબલો

કોલંબોમાં રમાયેલી રોમાંચક ટક્કરમાં પાકિસ્તાનને પરાજિત કર્યા બાદ ભારતીય ટીમ સ્વદેશ પરત ફરી છે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ મેન ઇન બ્લૂએ ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત નોંધાવી છે. હવે ટીમનો આગળનો મુકાબલો અમદાવાદમાં નેધરલેન્ડ્સ સામે યોજાનાર છે, જ્યાંથી સુપર-8 માટેની તૈયારીને વધુ મજબૂતી મળશે.

T20 WC Breaking :  પાકિસ્તાનને હરાવી કોલંબોથી અમદાવાદ પહોંચી ટીમ ઈન્ડિયા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેધરલેન્ડ્સ સામે મુકાબલો
Team IndiaImage Credit source: X
| Updated on: Feb 16, 2026 | 9:08 PM
Share

15 ફેબ્રુઆરીએ આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં પોતાની દબદબાભરી હાજરી નોંધાવી હતી. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ખેલાડીઓએ દમદાર પ્રદર્શન કર્યું અને મેચમાં શરૂઆતથી જ પકડ મજબૂત રાખી.

કોલંબોથી અમદાવાદ પહોંચી ટીમ ઈન્ડિયા

મેચ પૂર્ણ થયા બાદ ટીમ સોમવારે સ્વદેશ પરત ફરી અને કોલંબોથી સીધી અમદાવાદ પહોંચી. અમદાવાદ એરપોર્ટ પર ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફને જોવા ચાહકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. સોશિયલ મીડિયા પર ટીમના આગમનના વીડિયો પણ વાયરલ થયા, જેમાં મોટા ભાગના ખેલાડીઓ જોવા મળ્યા હતા.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામે મેચ

હવે ભારતનો આગળનો અને લીગ તબક્કાનો અંતિમ મુકાબલો 18 ફેબ્રુઆરી, બુધવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે નેધરલેન્ડ સામે રમાશે. આ મેચ ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ રહેશે, કારણ કે સુપર-8 પહેલા ટીમ પોતાની જીતની લય જાળવી રાખવા ઈચ્છશે. હોમ ગ્રાઉન્ડ પર રમાતી આ મેચમાં મોટી સંખ્યામાં દર્શકો હાજર રહે તેવી સંભાવના છે.

ટીમ ઈન્ડિયાની જીતની હેટ્રિક

ભારતે ટૂર્નામેન્ટની શરૂઆતથી જ શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ મેચમાં યુએસએને 29 રનથી હરાવ્યા બાદ બીજી મેચમાં નામિબિયા સામે 93 રનથી ભવ્ય જીત મેળવી હતી. પાકિસ્તાન સામેની જીત સાથે ટીમે જીતની હેટ્રિક પૂર્ણ કરી અને ગ્રુપ A માંથી સુપર-8 માટે ક્વોલિફાય થનાર પ્રથમ ટીમ બની હતી.

સુપર-8 માં ટીમો થઈ ક્વોલિફાય

ઉલ્લેખનીય છે કે અન્ય ગ્રુપમાંથી પણ ટીમો સુપર-8માં પ્રવેશ મેળવી રહી છે. ગ્રુપ C માંથી વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ તથા ગ્રુપ D માંથી દક્ષિણ આફ્રિકાએ આગળનું સ્થાન નિશ્ચિત કર્યું છે. હવે નજર ભારતના આગામી મુકાબલા પર રહેશે, જ્યાંથી ટીમ સુપર-8 માટે વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રયત્ન કરશે.

T20 WC Breaking : ઇંગ્લેન્ડ ફરી માંડ-માંડ જીત્યું, ઇટાલીને હરાવતા પરસેવો છૂટી ગયો, સુપર 8 માં ક્વોલિફાય

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">