T20 WC Breaking News : મુસ્લિમ ઓલરાઉન્ડરે કહ્યું- અભિષેક શર્મા કે ઈશાન કિશાન નહીં, ભારતનો આ ખેલાડી પાકિસ્તાન માટે સૌથી મોટો ખતરો
ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં ટી20 વર્લ્ડ કપ મેચોમાં પાકિસ્તાન સામે સ્પષ્ટપણે પ્રભુત્વ મેળવ્યું છે. ટુર્નામેન્ટમાં બંને ટીમો આઠ વખત એકબીજા સામે ટકરાઈ છે, જેમાંથી ભારતે સાત મેચમાં જીત મેળવી છે. જ્યારે પાકિસ્તાને માત્ર એક જ મેચમા જીત મેળવી છે.

આજે રવિવારની જાહેર રજાના દિવસે શ્રીલંકાના કોંલબોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બન્ને દેશના ક્રિકેટ રસિકો માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનતી હોય છે. આજે ટી20 ક્રિકેટ વિશ્વકપની ગ્રુપ મેચ માટે જાણીતા મુસ્લિમ ઓલરાઉન્ડર ક્રિકેટરે, ભારતના ઓપનર અભિષેક શર્મા કે ઈશાન કિશાન નહીં પરતું અન્ય જ ખેલાડીને પાકિસ્તાન માટે મોટો ખતરો ગણાવ્યો છે.
મોઈન અલીની પાકિસ્તાનને ચેતવણી
મિસ્ટર ક્રિકેટ UAE પોડકાસ્ટ પર બોલતા, ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલ રાઉન્ડર મોઈન અલી એ કહ્યું કે, બધા અભિષેક શર્મા અને ઈશાન કિશાનને પાકિસ્તાન માટે મોટો ખતરો માને છે પરંતુ મારી દ્રષ્ટિએ, ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવ, ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને સ્પિનર કુલદીપ યાદવ પાકિસ્તાન માટે મોટો ખતરો સાબિત થશે. સૂર્યકુમાર એવો બેટ્સમેન છે જેનો પાકિસ્તાનને સૌથી વધુ ડર હોવો જોઈએ, કારણ કે તે થોડી ઓવરમાં મેચની રૂખ પલટી નાખે છે. તેમણે ઉમેર્યું કે, બોલિંગના દૃષ્ટિકોણથી, બુમરાહની ઝડપી ગતિ સાથે ચોકસાઈ અને કુલદીપ યાદવની કોઈપણ પરિસ્થિતિમાં વિકેટ લેવાની ક્ષમતા સાથે, તેમને વિરોધી ટીમ માટે ખતરનાક ખેલાડી બનાવે છે.
“જો તમે ભારત તરફ નજર કરો તો, સૂર્યકુમાર યાદવ એવો બેટ્સમેન છે જેના વિશે પાકિસ્તાનને સૌથી વધુ ચિંતા થવી જોઈએ. તે ખૂબ જ ઝડપથી રમતનું આખેઆખુ પાસુ જ પલટી શકે છે. અને બોલિંગના દૃષ્ટિકોણથી, તે જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવ હોવા જોઈએ, તે કોઈપણ પરિસ્થિતિમાં મેચ વિજેતા છે,” મોઈને કહ્યું.
કોલંબોની પીચ અંગે શું કહ્યું મોઈન અલીએ
કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમના સ્થળ વિશે વાત કરતા, મોઈને ઉલ્લેખ કર્યો કે, ત્યાંની પીચ સામાન્ય રીતે સ્પિન બોલરોને વધુ મદદ કરે છે. “સામાન્ય રીતે, પ્રેમદાસાની પીચ ટર્ન આપે છે. તે એવી સપાટી છે, જ્યાં સ્પિનરોને ફાસ્ટરો કરતા વધુ મદદ મળી શકે છે, પરંતુ મને લાગે છે કે આ મેચ માટે સારી વિકેટ તૈયાર કરવામાં આવશે. જેથી બંને ટીમો પોતાનો કુદરતી રમત રમી શકે અને તે યોગ્ય સ્પર્ધા બની શકે,”
ભારત વિરુદ્ધ પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપ હેડ-ટુ-હેડ
ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં ટી20 વર્લ્ડ કપ મેચોમાં પાકિસ્તાન સામે સ્પષ્ટપણે પ્રભુત્વ મેળવ્યું છે. ટુર્નામેન્ટમાં બંને ટીમો આઠ વખત એકબીજા સામે ટકરાઈ છે, જેમાંથી ભારતે સાત મેચમાં જીત મેળવી છે. જ્યારે પાકિસ્તાને માત્ર એક જ મેચમા જીત મેળવી છે.
પાકિસ્તાનનો એકમાત્ર વિજય 2021માં દુબઈમાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં થયો હતો. તે ઉપરાંત, ભારત દર વખતે ટોચ પર રહ્યું છે, જેમાં 2007ની ફાઇનલ અને 2024ના વર્લ્ડકપ દરમિયાન ન્યૂયોર્કમાં રમાયેલી તણાવપૂર્ણ, ઓછા સ્કોરવાળી મેચનો પણ સમાવેશ થાય છે.
ક્રિકેટ જગતના મહાકુંભ સમાન ટી20 વર્લ્ડ કપ 2026ને લગતા તમામ નાના મોટા મહત્વના સમાચાર જણવા માટે તમે અહીં માત્ર એક ક્લિક કરો.