GT vs RR, IPL 2022 Final Highlights:ગુજરાત ટાઈટન્સનો વિજય, રાજસ્થાનને 7 વિકેટે હાર આપીને ટ્રોફી પોતાને નામ કરી લીધી
Gujarat Titans vs Rajasthan Royals IPL 2022 Final Match LIVE Score Highlights in Gujarati : ગુજરાત ટાઇટન્સ (GT) રાજસ્થાન રોયલ્સ (RR) ને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને રાજસ્થાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવી 14 વર્ષ બાદ બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL2022) નું ટાઇટલ કોણ જીતશે તેની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. આ ફાઇનલ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાશે. જેમાં આ લીગમાં પ્રથમ વખત ભાગ લેનાર ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને રાજસ્થાન રોયલ્સ (GT vs RR) વચ્ચે રમાશે. જેમાં ગુજરાત ટાઇટન્સ જો જીતશે તો તે પહેલીવાર ટાઇટસ જીતશે. જ્યારે જો રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની ટીમ જીતશે તો તે બીજીવાર ટાઇટલ પર કબજો કરશે. ગુજરાતે પ્રથમ ક્વોલિફાયરમાં રાજસ્થાનને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી અને રાજસ્થાને બીજા ક્વોલિફાયરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવીને 14 વર્ષ બાદ ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ ટીમે 2008 પછી ક્યારેય ફાઈનલ રમી નથી. આવી સ્થિતિમાં બંને ટીમો ખિતાબ જીતવા માટે બેતાબ હશે અને પોતાની પુરી તાકાત લગાવી દેશે.
ગુજરાત vs રાજસ્થાન, IPL 2022 ની ફાઇનલ આજની મેચ ક્યારે અને ક્યાં જોવી
IPL-2022ની ફાઇનલ મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 29 મે, રવિવારના રોજ યોજાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. IPL 2022ની ફાઇનલ મેચનો ટોસ સાંજે 7.30 વાગ્યે યોજાશે, જ્યારે મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની ફાઇનલ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે. રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની IPL ફાઇનલ મેચ Disney+Hotstar પર લાઇવ સ્ટ્રીમિંગ સબ્સ્ક્રિપ્શન સાથે ઑનલાઇન જોઈ શકાય છે. મેચના લાઈવ અપડેટ્સ tv9gujarati.com પર પણ વાંચી શકાશે.
ગુજરાત અને રાજસ્થાનની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટમેન), શુભમન ગિલ, મેથ્યુ વેડ, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, આર સાઇ કિશોર, રાશિદ ખાન, અલઝારી જોસેફ, મોહમ્મદ શમી, યશ દયાલ.
રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઈલેવન: સંજુ સેમસન (કેપ્ટન-વિકેટ), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ઓબેદ મેકકોય, ટ્રેન્ટ બોલ્ટ, કૃષ્ણા.
મેચ સંબંધિત TOPICS
આઈપીએલ મેચ, આઈપીએલ લાઈવ, સ્કોર આઈપીએલ, આઈપીએલ લાઈવ સ્કોર, આઈપીએલ 2022, આઈપીએલ લાઈવ સ્કોર, આઈપીએલ મેચ, આજનો આઈપીએલ મેચ, આઈપીએલ ક્રિકેટ, ક્રિકેટ, આઈપીએલ મેચ લાઈવ, આઈપીએલ મેચ સ્કોર, આઈપીએલ સ્કોર લાઈવ, ક્રિકેટ લાઈવ, આઈપીએલ લાઈવ ક્રિકેટ, આઈપીએલ 2022, આઈપીએલ લાઈવ સ્કોર મેચ, આઈપીએલ 2022 લાઈવ, આઈપીએલ 2022 લાઈવ સ્કોર, આઈપીએલ 2022 લાઈવ, આઈપીએલ 2022 લાઈવ સ્કોર, 2022 આઈપીએલ મેચ , આઈપીએલ 2022, આજે આઈપીએલ 2022 લાઈવ સ્કોર , આઈપીએલ ક્રિકેટ 2022, આજની મેચ આઈપીએલ 2022, આઈપીએલની ફાઈનલ મેચ, ગુજરાત ટાઈટન્સ, રાજસ્થાન રૉયલ્સ, ગુજરાત અને રાજસ્થાન, ગુજરાત અને રાજસ્થાન, ગુજરાત અને રાજસ્થાન રૉયલ્સ, ગુજરાત અને રાજસ્થાન રૉયલ્સ લાઈવ સ્કોર, ગુજરાત અને રાજસ્થાન, આઈપીએલ, ગુજરાત અને રાજસ્થાન આઈપીએલ મેચ, ગુજરાત અને રાજસ્થાન હાઈલાઈટ
LIVE NEWS & UPDATES
-
Gujarat vs Rajasthan LIVE: IPLનો રોમાંચ બે મહિના પછી સમાપ્ત
બે મહિના બાદ IPL-2022 નો રોમાંચ પૂરો થયો છે. દર વર્ષની જેમ આ વખતે પણ આ લીગમાં શાનદાર ક્રિકેટ જોવા મળ્યું. જ્યારે રનનો વરસાદ પડ્યો ત્યારે બોલરોએ પણ પોતાના પ્રદર્શનથી હેડલાઈન્સ બનાવી હતી. 10 ટીમોની આ સિઝન સાહસથી ભરપૂર હતી અને આ સિઝનમાં ડેબ્યૂ કરનાર ગુજરાત છેલ્લી વખત આ ટ્રોફી જીતવામાં સફળ રહ્યું હતું. રનર અપ રાજસ્થાન પાસે 2008 ની સફળતાનું પુનરાવર્તન કરવાની તક હતી પરંતુ સંજુ સેમસનની ટીમ ફાઇનલમાં નિષ્ફળ રહી હતી.
-
Gujarat vs Rajasthan LIVE: ગિલે ટીમ મીટિંગના રહસ્યો ખોલ્યા
ગિલે મેચ બાદ કહ્યું, “સમગ્ર વાતાવરણ ચિલ્ડ હતું. અમારા પર દબાણ ન હતું. મોમેન્ટમ અમારી સાથે હતુ. મીટીંગ લાંબો સમય ચાલતી ન હતી. સૌથી લાંબી બેઠક આઠ મિનિટની હતી.
-
-
Gujarat vs Rajasthan LIVE: કોચ કર્સ્ટન ખુશ
ગેરી કર્સ્ટને કહ્યું, “ખૂબ ખુશ છું. તમે હરાજીમાં સંતુલન અને ઊંડાણ જુઓ છો. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે તમારી પાસે એવા ખેલાડીઓ છે જે વૈવિધ્યસભર છે. અમારી બોલિંગ સમગ્ર સિઝન દરમિયાન મજબૂત રહી છે. સિઝનના અંતમાં અમે વધારાના બોલરો અને વધુ ઉમેરો. વધારાના બેટ્સમેન સાથે ગયા. હાર્દિક એક મહાન કેપ્ટન હતો. તે ખૂબ જ વિનમ્ર રહ્યો અને શીખવા માટે તૈયાર હતો. તેણે શાનદાર બેટિંગ કરી અને જવાબદારી લીધી.”
-
Gujarat vs Rajasthan LIVE: મિલરે બતાવી શાનદાર સિઝન
મેચ બાદ મિલરે કહ્યું, “આ એક અદ્ભુત સફર રહી છે. આ સિઝનમાં એક ટીમ પ્રયાસ છે. હાર્દિકનો સમય સારો થયો છે. ચોક્કસપણે આ મારી સિઝન છે.”
-
Gujarat vs Rajasthan LIVE: રાશિદનું નિવેદન
ટાઇટલ જીત્યા બાદ રાશિદે કહ્યું, “અમે વિકેટ સાથે ઝડપથી એડજસ્ટ થઈ ગયા. દરેક વ્યક્તિએ જવાબદારી લીધી. વચ્ચેની ઓવરો ખૂબ જ મહત્વપૂર્ણ હતી. ગિલ સાથે અહીં ઉભા રહીને ખૂબ જ ખુશ છું. ખૂબ જ મહેનતુ છોકરો છે. મને લાગે છે કે આ એ બેટ્સમેન છે, જેની સામે મને સમસ્યાઓનો સામનો કરવો પડે છે પરંતુ તે અમારી ટીમમાં છે.આ ખિતાબ મારી કારકિર્દીની સૌથી મોટી ઉપલબ્ધિઓમાંથી એક છે. અહીં આવવા અને જીતવા માટે ઘણી મહેનત કરવી પડે છે.
-
-
Gujarat vs Rajasthan LIVE: ગિલએ દિલ જીતી લીધું
ગુજરાતના આ રન ચેઝમાં ગિલે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેને શરૂઆતમાં જીવતદાન મળ્યું, જેનો જમણા હાથના બેટ્સમેને ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને અણનમ 45 રન બનાવી ટીમને જીત અપાવી. પોતાની ઇનિંગમાં ગિલે 43 બોલનો સામનો કર્યો અને ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા. આ સિક્સર વિનિંગ સિક્સર હતી.
-
IPL 2022 Final : શુભમન ગિલે વિજયી છગ્ગો લગાવતા જ આવો સર્જાયો ખુશીનો માહોલ-Video
.@gujarat_titans – The #TATAIPL 2022 Champions! 👏 👏 🏆 👍
The @hardikpandya7-led unit, in their maiden IPL season, clinch the title on their home ground – the Narendra Modi Stadium, Ahmedabad. 🙌🙌 @GCAMotera
A round of applause for the spirited @rajasthanroyals! 👏 👏 #GTvRR pic.twitter.com/LfIpmP4m2f
— IndianPremierLeague (@IPL) May 29, 2022
-
GT Vs RR IPL 2022 Final Match Report: 19મી ઓવરમાં જ છગ્ગો લગાવી મેળવી જીત
વાંચો-Full Scorecard: GT Vs RR IPL 2022 Final Match Report: ગુજરાત ટાઈટન્સનો વિજય, શુભમન ગિલે અંતમાં છગ્ગો જમાવી ટ્રોફી GT ને નામ કરી લીધી
-
IPL 2022 Final Live Match: ગુજરાત વિજેતા
ગુજરાતે ખિતાબ જીતી લીધો છે.19મી ઓવરના પ્રથમ બોલ પર ગિલે સિક્સર ફટકારીને ટાઈટલ જીત્યું હતું. ગુજરાતને જીતવા માટે 131 રન બનાવવાના હતા, જે તેણે ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધા હતા.
-
IPL 2022 Final Live Match: મિલરની વધુ 2 બાઉન્ડરી
ડેવિડ મિલરે તેના બેટ વડે બાઉન્ડરી સમયાંતરે ફટકારવાનુ જારી રાખ્યુ છે. 17મી ઓવર લઈને આવેલા પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરમાં પણ તેણે ચોથા અને પાંચમા બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. ઓવરમાં 13 રન આવ્યા હતા.
-
IPL 2022 Final Live Match: મિલરે છગ્ગો જમાવ્યો
રવિચંદ્રન અશ્વિન પોતાની બીજી અને ઈનીંગની 16મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર મીડ વિકેટ પર થઈને ડેવિડ મિલરે છ રન માટે ફટકાર્યો હતો. ઓવરમાં 12 રન આવ્યા હતા.
-
IPL 2022 Final Live Match: મિલરની બાઉન્ડરી
મિલરે 15મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. મિલરે મેકકોયની બોલ પર ડ્રાઈવ લગાવી હતી અને સરળતાથી ચાર રન લે છે. મિલરની આગળ નાંખેલા બોલને મિલરે કવર્સ અને મીડ ઓફ વચ્ચેથી ચાર રન માટે મોકલ્યો હતો.
-
IPL Live Final Match 2022: હાર્દિક પંડ્યા આઉટ
14મી ઓવર લઈને યુઝવેન્દ્ર ચહલ આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર ચહલે પંડ્યાને જયસ્વાલના હાથમાં ઝડપાવ્યો હતો. ચહલનો બોલ પંડ્યાના બેટની કિનારી લઈને સ્લિપમાં ગયો જ્યાં યશસ્વી જયસ્વાલે તેનો કેચ પકડ્યો. આ સાથે ચહલે પર્પલ કેપ જીતી લીધી છે. તેણે 34 રન કર્યા હતા.
-
IPL 2022 Final Live Match: અશ્વિન પર હાર્દિકે ચોગ્ગો અને છગ્ગો ફટકાર્યો
અશ્વિન હવે એટેક પર આવ્યો છે. તે 12મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરમાં હાર્દિક પંડ્યાએ એક ચોગ્ગો અને એક છગ્ગો જમાવી દીધો હતો. ઓવરમાં 15 રન આવ્યા હતા. ધીમી રમત સાથે ગુજરાત લક્ષ્યની નજીક જઈ રહ્યુ છે.
-
IPL 2022 Final Match, GT live score: ગુજરાતે 50નો આંક વટાવ્યો
10મી ઓવર લઈને યુઝવેન્દ્ર ચહલ આવ્યો હતો. આ ઓવરમાં તેણે પંડ્યા અને ગિલને પકડી રાખવા માટે પ્રયાસ કર્યો હતો. ઓવરના બીજા બોલ પર ગિલે સિંગલ રન લેતા જ ગુજરાત 50ના સ્કોર પર પહોંચ્યુ હતુ. જે આંક છેક 10મી ઓવરમાં સ્પર્શી શકાયો છે. ઓવરમાં 6 રન આવ્યા હતા.
-
IPL Final 2022 live: શુભમન ગિલનો વધુ ચોગ્ગો
પ્રસિદ્ધ કૃષ્ણાના બોલ પર ગિલે ચોગ્ગો લગાવ્યો હતો. આ ઓવરના ત્રીજા બોલ પર હાર્દિકે પણ બાઉન્ડરી લગાવી હતી. આમ લાંબા સમય બાદ સારી ઓવર ગુજરાત માટે આવી હતી. ઓવરમાં 10 રન આવ્યા હતા.
-
IPL 2022 Match Final live score: હાર્દિક પંડ્યાની બાઉન્ડરી
હાર્દિક પંડ્યાએ 9મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો લગાવ્યો હતો. જે ઓવર પ્રસિદ્ધ કૃષ્ણા લઈને આવ્યો હતો. મીડ ઓફ પર પંડ્યાએ સારો શોટ લગાવ્યો હતો અને ચાર રન મેળવ્યા હતા.
-
IPL 2022 Final Live Match: ગિલ બચી ગયો
શુભમન ગિલ આઉટ થવાથી બચી ગયો. આઠમી ઓવરના પાંચમા બોલ પર ગિલે ચહલને ફટકારવાનો પ્રયાસ કર્યો પરંતુ તે દૂર રહ્યો અને બોલને બેટ પર સારી રીતે લઈ શક્યો નહીં. બોલ હવામાં ગયો. હેટમાયરે પાછળ દોડીને કેચ પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પકડી શક્યો નહોતો.
-
IPL 2022 Final Live Match: મેકકોયની મુશ્કેલ રહી ઓવર
7 ઓવર પૂર્ણ થઈ ચુકી છે. ગુજરાતનો સ્કોર હજુ 35 રન પર પહોંચ્યો છે. 7મી ઓવર ઓબેદ મેકકોય લઈને આવ્યો હતો. ઓવરમાં તેણે ચાર સિંગલ રન આપ્યા હતા. આમ ગુજરાત માટે વધુ એક મુશ્કેલ ઓવર પસાર થઈ હતી.
-
IPL 2022 Final Live Match: શુભમન ગિલે બાઉન્ડરી લગાવી, પાવરપ્લે સમાપ્ત
ગુજરાતની રનની ગતિ ધીમી રહી છે. આ દરમિયાન હવે ગુજરાત તરફથી બાઉન્ડરી આવે તેની પણ રાહ જોવાઈ રહી છે, આ દરમિયાન શુભમન ગિલે ચોગ્ગો ફટકાર્યો હતો. યુઝવનેદ્ર્ ચહલના બોલ પર ચાર રન મેળવ્યા હતા. ઓવરમાં 6 રન આવ્યા હતા.
-
IPL 2022 Final Live score: વેડે આઉટ
મેથ્યુ વેડ બહાર છે. તે પાંચમી ઓવરના ત્રીજા બોલ પર બોલ્ટ દ્વારા આઉટ થયો હતો. બોલ તેના પેડ પર હતો, જે વેડે મિડવિકેટ તરફ રમ્યો હતો અને શોર્ટ મિડવિકેટ પર ઊભેલા રિયાન પરાગે તેનો કેચ લીધો હતો. તે 8 રન નોંધાવીને આઉટ થયો હતો.
-
IPL 2022 Final Live score: વેડે એ જમાવી સિક્સર
વેડેએ ચોથી ઓવરના ચોથા બોલ પર સિક્સર ફટકારી હતી. કૃષ્ણાનો બોલ શોર્ટ હતો, જેના પર વેડે તેને છ રન માટે બેકવર્ડ સ્ક્વેર લેગમાં મોકલ્યો હતો.
-
IPL 2022 Final Match, GT live score: વાઈડમાં ચાર રન
ચોથી ઓવર લઈને આવેલા કૃષ્ણાએ પહેલો બોલ વાઈડ નાખ્યો, જે ચાર રનમાં ગયો અને ગુજરાત માટે પાંચ રન આવ્યા. બોલ લેગ સાઇડ પર શોર્ટ હતો, જેને ડાબા હાથના બેટ્સમેન વેડેએ પુલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ચૂકી ગયો હતો અને બોલ ચાર રન માટે ગયો હતો.
-
IPL 2022 Final Match, GT live score: બોલ્ટની મેડન ઓવર
ત્રીજી ઓવર ફેંકવા આવેલા બોલ્ટે આ ઓવર મેડન ફેંકી હતી. આ ઓવરમાં તેણે ગિલને પરેશાન કરી દીધો અને તેના સ્વિંગને કારણે બેટ્સમેનને રન બનાવવાની તક આપી ન હતી.
-
IPL 2022 Final Live Match: કૃષ્ણાએ સાહાનુ મીડલ સ્ટંપ ઉખાડી ફેંક્યુ
સાહા બીજી ઓવરના ચોથા બોલ પર આઉટ થયો હતો. આ વખતે કૃષ્ણાએ આગળ નાંખ્યો અને જે અંદર આવેલા બોલને સાહાએ ડ્રાઇવ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બીટ થઈ ગયો અને બોલ તેના સ્ટમ્પ ઉખાડતા ગયો. તેમ 5 રન નોંધાવીન આઉટ થયો હતો.
-
IPL 2022 Final Live Match: સાહાની બાઉન્ડરી
પ્રસિદ્ધ કૃષ્ણા બીજી ઓવર લઈને આવ્યો છે. તેણે પ્રથમ બોલ શાર્પ બાઉન્સ ડિલિવર કર્યો હતો. પરંતુ બીજા બોલને રિદ્ધીમાન સાહાએ બાઉન્ડરીની પાર મોકલ્યો હતો. આ બોલ 137 કિમી પ્રતિ કલાકની ઝડપે ડિલિવર કર્યો હતો. જેને શાનદાર શોટ વડે વન બાઉન્સ મીડ વિકેટ પરથી બાઉન્ડરી પર મોકલ્યો હતો.
-
IPL 2022 Final Match, GT live score: ગિલની બાઉન્ડરી
પ્રથમ ઓવરના અંતિમ બોલને શુભમન ગિલે શાનદાર શોટ વડે બાઉન્ડરીની પાર મોકલ્યો હતો. ઈનીંગની આ પ્રથમ બાઉન્ડરી હતી. ઓવરમાં 5 રન આવ્યા હતા.
-
IPL 2022 Final Live score: યુઝવેન્દ્ર ચહલે કેચ ડ્રોપ કર્યો
પ્રથમ ઓવરના ચોથા બોલ પર શુભમન ગિલે આશાન કેચ સ્કેવર લેગમાં યુઝવેન્દ્ર ચહલને આપ્યો હતો. પરંતુ એ કેચ ડ્રોપ કર્યો હતો. ટ્રેન્ટ બોલ્ટથી લઈને તમામ ખેલાડીઓ મોકો ગુમાવતા નારાજ દેખાયા હતા.
-
IPL Final 2022 live: ગુજરાતની બેટીંગ શરુ
ગુજરાત ટાઈટન્સ આસાન સ્કોરનો પિછો કરવા માટે મેદાન પર આવી ચુક્યુ છે. શુભમન ગિલ અને રિદ્ધીમાન સાહા ક્રિઝ પર આવ્યા છે. જ્યારે ટ્રેન્ટ બોલ્ટ રાજસ્થાન તરફથી પ્રથમ ઓવર લઈને આવ્યો છે.
-
GT vs RR, IPL 2022 Final Live Updates: શું રાજસ્થાન મુંબઈના પરાક્રમનું પુનરાવર્તન કરી શકશે?
રાજસ્થાને આ મેચમાં 130 રન બનાવ્યા છે. ટી-20 ની દૃષ્ટિએ આ સ્કોર ઓછો છે પરંતુ આવા સ્કોર પણ બચાવી શકાયો છે. IPLમાં મુંબઈ ઈન્ડિયન્સે 2017 માં રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સ સામે ફાઇનલમાં 129 રનનો સ્કોર બચાવ્યો હતો.
-
IPL Final match LIVE Score: શું રાજસ્થાન મુંબઈના પરાક્રમનું પુનરાવર્તન કરી શકશે?
રાજસ્થાને આ મેચમાં 130 રન બનાવ્યા છે. ટી-20ની દૃષ્ટિએ આ સ્કોર ઓછો છે પરંતુ આવા સ્કોર પણ સાચવવામાં આવ્યા છે. આ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સે 2017માં રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સ સામે ફાઇનલમાં 129 રનનો સ્કોર બચાવ્યો હતો.
-
IPL Final match LIVE Score: વીસમી ઓવર પૂર્ણ
વીસમી ઓવર સમાપ્ત: મોહમ્મદ શમીની ઓવરમાં 7 રન
ટોટલ સ્કોર: 130/9
-
IPL Final match LIVE Score: રિયાન પરાગ આઉટ
રિયાન પરાગ આઉટ. રાજસ્થાને 20મી ઓવરના છેલ્લા બોલે રિયાન પરાગની વિકેટ ગુમાવી હતી. શમીએ તેને બોલ્ડ કર્યો. આ સાથે રાજસ્થાનની ઇનિંગ્સનો અંત આવ્યો હતો. ગુજરાતે તેને નવ વિકેટ ગુમાવીને 130 રનથી આગળ વધવા ન દીધું.
-
IPL Final match LIVE Score: ઓબેડ મૈક્કોય આઉટ
ઓબેડ મૈક્કોય રન આઉટ. મૈક્કોય 20મી ઓવરના ચોથા બોલ પર આઉટ થયો હતો. તે બે રન લેવાના પ્રયાસમાં આઉટ થયો હતો.
-
IPL Final match LIVE Score: રિયાન પરાગે ફટકાર્યો ચોગ્ગો
રિયાન પરાગે મોહમ્મદ શમીની ઓવરમાં ચોગ્ગો ફટકાર્યો
-
IPL Final Match LIVE: ઓગણસમી ઓવર પૂર્ણ
ઓગણસમી ઓવર સમાપ્ત: યશ દયાલની ઓવરમાં 3 રન
ટોટલ સ્કોર: 123/7
-
IPL Final Match LIVE: અઢારમી ઓવર પૂર્ણ
અઢારમી ઓવર સમાપ્ત: સાઈ કિશોરની ઓવરમાં 16 રન અને વિકેટ
ટોટલ સ્કોર: 120/7
-
IPL Final Match LIVE: ઓબેડ મૈક્કોયે ફટકારી સિક્સ
ઓબેડ મૈક્કોયે સિક્સ ફટકારી
-
IPL Final Match LIVE: ટ્રેન્ટ બોલ્ટ આઉટ
ટ્રેન્ટ બોલ્ટ આઉટ. બોલ્ટ 18મી ઓવરના ત્રીજા બોલ પર આઉટ થયો હતો. બોલ્ટે આ બોલ પર મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બાઉન્ડ્રી પાર કરી શક્યો નહીં. રાહુલ તેવટિયાએ લોંગ ઓફ પર તેનો કેચ લીધો હતો.
-
IPL Final Match LIVE: ટ્રેન્ટ બોલ્ટે ફટકારી સિક્સ
ટ્રેન્ટ બોલ્ટે સિક્સ ફટકારી
-
IPL Final Match LIVE: સત્તરમી ઓવર પૂર્ણ
સત્તરમી ઓવર સમાપ્ત: લોકી ફર્ગ્યુસનની ઓવરમાં 6 રન
ટોટલ સ્કોર: 104/6
-
IPL Final Match LIVE: સોળમી ઓવર પૂર્ણ
સોળમી ઓવર સમાપ્ત: સાંઈ કિશોરની ઓવરમાં 4 રન અને વિકેટ
ટોટલ સ્કોર: 98/6
-
IPL Final Match LIVE: રવિચંદ્રન અશ્વિન આઉટ
રવિચંદ્રન અશ્વિન આઉટ. તે 16મી ઓવરના પાંચમા બોલ પર આઉટ થયો હતો. અશ્વિને સાઈ કિશોરના બોલને ફટકારવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બોલને સારી રીતે રમી શક્યો નહીં અને બોલ લોંગ ઓન પર ઉભેલા ડેવિડ મિલરના હાથમાં ગયો.
-
IPL Final Match LIVE: પંદરમી ઓવર પૂર્ણ
પંદરમી ઓવર સમાપ્ત: હાર્દિક પંડ્યાની ઓવરમાં 10 રન અને વિકેટ
ટોટલ સ્કોર: 95/5
-
IPL Final Match LIVE: શિમરોન હેટમાયર આઉટ
શિમરોન હેટમાયર આઉટ. પંડ્યાએ ઓવરના છેલ્લા બોલ પર તેની વિકેટ લીધી હતી. આ બોલ લેગ સ્ટમ્પ પર ધીમો હતો. હેટમાયરે તેને લેગ સાઇડ પર રમવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ચૂકી ગયો અને બોલ પંડ્યાના હાથમાં ગયો.પંડ્યાએ ફોલો થ્રૂમાં કેચ પકડવામાં કોઈ ભૂલ કરી ન હતી.
-
IPL Final Match LIVE: શિમરોન હેટમાયરે ફટકાર્યો ચોગ્ગો
હાર્દિક પંડ્યાની ઓવરમાં શિમરોન હેટમાયરે બે ચોગ્ગા ફટકાર્યા.
-
IPL Final Match LIVE: ચૌદમી ઓવર પૂર્ણ
ચૌદમી ઓવર સમાપ્ત: રાશિદ ખાનની ઓવરમાં 2 રન ટોટલ સ્કોર: 84/4
-
IPL Final Match LIVE: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2022ની ફાઈનલ મેચ જોવા માટે પહોંચ્યા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2022ની ફાઈનલ મેચ જોવા માટે પહોંચ્યા.
-
IPL 2022 final Live score: તેરમી ઓવર પૂર્ણ
તેરમી ઓવર સમાપ્ત: હાર્દિક પંડ્યાની ઓવરમાં 3 રન અને વિકેટ ટોટલ સ્કોર: 82/4
-
IPL 2022 final Live score: જોસ બટલર આઉટ
રાજસ્થાનને મોટો ઝટકો લાગ્યો છે. બટલર આઉટ. પંડ્યાએ ઓવરના પહેલા જ બોલ પર તેની વિકેટ લીધી હતી. બટલરે પંડ્યાના ઓફ-સ્ટમ્પની બહાર બોલને રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના બેટની કિનારી લઈને વિકેટકીપર રિદ્ધિમાન સાહાના હાથમાં ગયો.
-
IPL 2022 final Live score: બારમી ઓવર પૂર્ણ
બારમી ઓવર સમાપ્ત: રાશિદ ખાનની ઓવરમાં 4 રન અને વિકેટ ટોટલ સ્કોર: 79/3
-
IPL 2022 final Live score: દેવદત્ત પડિકલ આઉટ
રાશિદ ખાનની ઓવરમાં 10 બોલમાં 2 રન બનાવી દેવદત્ત પડિકલ આઉટ.
-
IPL Final Match 2022 LIVE: જોસ બટલરે વોર્નરને છોડ્યો પાછળ
આ ઇનિંગ દરમિયાન બટલરે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે આઈપીએલ સિઝનમાં સૌથી વધુ રન બનાવવા માટે ડેવિડ વોર્નરને પાછળ છોડી દીધો છે. વોર્નરે 2016માં 848 રન બનાવ્યા હતા. બટલર આનાથી આગળ વધી ગયો છે. તે બીજા નંબર પર આવી ગયો છે. વિરાટ કોહલી નંબર વન પર છે. તેણે 973 રન પોતાના નામે કર્યા હતા. કોહલીએ 2016ની સીઝનમાં જ આટલા રન બનાવ્યા હતા.
-
IPL Final Match 2022 LIVE: અગિયારમી ઓવર પૂર્ણ
અગિયારમી ઓવર સમાપ્ત: હાર્દિક પંડ્યાની ઓવરમાં 4 રન ટોટલ સ્કોર: 75/2
-
Gujarat vs Rajasthan LIVE: દસમી ઓવર પૂર્ણ
દસમી ઓવર સમાપ્ત: મોહમ્મદ શમીની ઓવરમાં 11 રન ટોટલ સ્કોર: 71/2
-
Gujarat vs Rajasthan LIVE: જોસ બટલરે ફટકાર્યો ચોગ્ગો
જોસ બટલરે મોહમ્મદ શમીની ઓવરમાં બે બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા
-
Gujarat vs Rajasthan LIVE: નવમી ઓવર પૂર્ણ
નવમી ઓવર સમાપ્ત: હાર્દિક પંડ્યાની ઓવરમાં 1 રન અને વિકેટ ટોટલ સ્કોર: 60/2
-
Gujarat vs Rajasthan LIVE: સંજુ સેમસન આઉટ
હાર્દિક પંડ્યાની ઓવરમાં સંજુ સેમસન આઉટ થયો. ગુજરાતના કેપ્ટને રાજસ્થાનના કેપ્ટનને આઉટ કર્યો.
-
Gujarat vs Rajasthan LIVE: ફર્ગ્યુસને સૌથી ઝડપી બોલ ફેંક્યો
પાંચમી ઓવરના છેલ્લા બોલે ફર્ગ્યુસને 157.3 પ્રતિ કિલોમીટરની ઝડપે બોલ ફેંક્યો, જે IPLનો સૌથી ઝડપી બોલ છે. તેણે ઉમરાન મલિકને પાછળ છોડી દીધો છે. સનરાઇઝર્સ હૈદરાબાદના મલિકે 157 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો.
-
Gujarat vs Rajasthan LIVE: આઠમી ઓવર પૂર્ણ
આઠમી ઓવર સમાપ્ત: રાશિદ ખાનની ઓવરમાં 5 રન ટોટલ સ્કોર: 59/1
-
Gujarat vs Rajasthan LIVE: સાતમી ઓવર પૂર્ણ
સાતમી ઓવર સમાપ્ત: લોકી ફર્ગ્યુસનની ઓવરમાં 10 રન ટોટલ સ્કોર: 54/1
-
Gujarat vs Rajasthan LIVE: જોસ બટલરે ફટકાર્યો ચોગ્ગો
જોસ બટલરે લોકી ફર્ગ્યુસનની ઓવરમાં બે બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા
-
Gujarat vs Rajasthan LIVE:છઠ્ઠી ઓવર પૂર્ણ
છઠ્ઠી ઓવર સમાપ્ત: રાશિદ ખાનની ઓવરમાં 7 રન ટોટલ સ્કોર: 44/1
-
Gujarat vs Rajasthan LIVE: સંજુ સેમસને ફટકાર્યો ચોગ્ગો
સંજુ સેમસને રાશિદ ખાનની ઓવરમાં પ્રથમ બોલે ચોગ્ગો ફટકાર્યો
-
Gujarat vs Rajasthan LIVE: પાંચમી ઓવર પૂર્ણ
પાંચમી ઓવર સમાપ્ત: લોકી ફર્ગ્યુસનની ઓવરમાં 6 રન ટોટલ સ્કોર: 37/1
-
Gujarat vs Rajasthan LIVE: સંજુ સેમસને ફટકાર્યો ચોગ્ગો
સંજુ સેમસને લોકી ફર્ગ્યુસનની ઓવરમાં ચોગ્ગો ફટકાર્યો. સંજુ ચોગ્ગા સાથે ખાતું ખોલે છે. પાંચમી ઓવરમાં લોકી ફર્ગ્યુસનના બીજા બોલને મિડ-ઓન પર સંજુએ ચાર રન આપીને પોતાનું ખાતું ખોલાવ્યું હતું.
-
Gujarat vs Rajasthan LIVE: ચોથી ઓવર પૂર્ણ
ચોથી ઓવર સમાપ્ત: યશ દયાલની ઓવરમાં 10 રન અને વિકેટ ટોટલ સ્કોર: 31/1
-
Gujarat vs Rajasthan LIVE: યશસ્વી જયસ્વાલ આઉટ
યશ દયાલની ઓવરમાં યશસ્વી જયસ્વાલ આઉટ
-
Gujarat vs Rajasthan LIVE: યશસ્વી જયસ્વાલે ફટકારી સિક્સ
યશસ્વી જયસ્વાલે યશ દયાલની ઓવરમાં સિક્સ ફટકારી
-
Gujarat vs Rajasthan LIVE: ત્રીજી ઓવર પૂર્ણ
ત્રીજી ઓવર સમાપ્ત: મોહમ્મદ શમીની ઓવરમાં 14 રન
-
Gujarat vs Rajasthan LIVE: યશસ્વી જયસ્વાલે ફટકારી સિક્સ
યશસ્વી જયસ્વાલે મોહમ્મદ શમીની ઓવરમાં સિક્સ ફટકારી
-
Gujarat vs Rajasthan LIVE: યશસ્વી જયસ્વાલે ફટકાર્યો ચોગ્ગો
યશસ્વી જયસ્વાલે મોહમ્મદ શમીની ઓવરમાં ચોગ્ગો ફટકાર્યો
-
Gujarat vs Rajasthan LIVE: બીજી ઓવર પૂર્ણ
બીજી ઓવર સમાપ્ત: યશ દયાલની ઓવરમાં 5 રન
-
Gujarat vs Rajasthan LIVE: જોસ બટલરે ફટકાર્યો ચોગ્ગો
યશ દયાલની ઓવરમાં જોસ બટલરે ચોગ્ગો ફટકાર્યો
-
Gujarat vs Rajasthan LIVE: પ્રથમ ઓવર પૂર્ણ
પ્રથમ ઓવર સમાપ્ત: મોહમ્મદ શમીની ઓવરમાં 2 રન
-
Gujarat vs Rajasthan LIVE: ટાઈટલ માટેની લડાઈ શરૂ
ગુજરાત અને રાજસ્થાનની ટાઈટલ માટેની લડાઈ શરૂ થઈ ગઈ છે. રાજસ્થાન તરફથી ઇનિંગ્સની શરૂઆતની જવાબદારી યશસ્વી જયસ્વાલ અને જોસ બટલર પર છે. તેની સામે ગુજરાતનો મોહમ્મદ શમી છે.
-
Gujarat vs Rajasthan LIVE: મેદાનમાં રાષ્ટ્રગીત ગવાયું
ટુંક સમયમાં જ મેચ શરૂ થવા જઈ રહી છે. હાલમાં બંને ટીમો રાષ્ટ્રગીતમાં ભાગ લઈ રહી છે.
-
Gujarat vs Rajasthan LIVE: ગુજરાતની પ્લેઈંગ-11
ગુજરાત ટાઇટન્સ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, મેથ્યુ વેડ, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, આર સાઈ કિશોર, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ, મોહમ્મદ શમી
Final.Gujarat Titans XI: S Gill, W Saha (wk), M Wade, H Pandya (c), D Miller, R Tewatia, R Khan, L Ferguson, M Shami, Y Dayal, S Kishore. https://t.co/8QjB0b5UX7 #Final #TATAIPL #IPL2022
— IndianPremierLeague (@IPL) May 29, 2022
-
Gujarat vs Rajasthan LIVE: રાજસ્થાનની પ્લેઈંગ-11
રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (કેપ્ટન-વિકેટકીપર), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, ઓબેડ મૈક્કોય
Final.Rajasthan Royals XI: J Buttler, Y Jaiswal, D Padikkal, S Samson (c/wk), R Parag, S Hetmyer, R Ashwin, O Mccoy, T Boult, P Krishna, Y Chahal. https://t.co/8QjB0b5UX7 #Final #TATAIPL #IPL2022
— IndianPremierLeague (@IPL) May 29, 2022
-
Gujarat vs Rajasthan LIVE: રાજસ્થાને ટોસ જીત્યો
ફાઈનલમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. સંજુએ પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. ગુજરાતે પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. અલઝારી જોસેફની જગ્યાએ લોકી ફર્ગ્યુસન
@rajasthanroyals ટોસ જીતી બેટીંગ કરવાનો લીધો નિર્ણય, @gujarat_titans ની બોલિંગ pic.twitter.com/SJj1YBpZzi
— Tv9 Gujarati (@tv9gujarati) May 29, 2022
🚨 Toss Update 🚨@IamSanjuSamson has won the toss & @rajasthanroyals have elected to bat against the @hardikpandya7-led @gujarat_titans in the summit clash.
Follow The Final ▶️ https://t.co/8QjB0b5UX7 #TATAIPL | #GTvRR pic.twitter.com/AGlMfspRWd
— IndianPremierLeague (@IPL) May 29, 2022
-
Gujarat vs Rajasthan LIVE: રાજસ્થાનના જૂના ધુરંધર
રાજસ્થાનના જૂના ધુરંધર સાથે મળીને. રાજસ્થાને 2008માં પ્રથમ આઈપીએલ જીતી હતી તે ટીમના સ્ટાર્સ પણ જોવા મળશે. ફ્રેન્ચાઇઝીએ તેમને બોલાવ્યા છે.
Class of 2008 – getting behind the Class of 2022. 💪💗#RoyalsFamily | #IPLFinal | #HallaBol pic.twitter.com/x01H4AsuEx
— Rajasthan Royals (@rajasthanroyals) May 29, 2022
-
Gujarat vs Rajasthan LIVE: પિચ રિપોર્ટ
સુનીલ ગાવસ્કરે પીચ રિપોર્ટમાં કહ્યું, “પીચ પર નજર કરીએ તો ઘાસ ઘણું ઓછું છે. શુક્રવારની મેચમાં ઘાસ વધુ હતું. આવી સ્થિતિમાં ફાસ્ટ બોલરોને જે મદદ આપવામાં આવી હતી તે નહીં મળે. તે એક ઉચ્ચ સ્કોરિંગ મેચ હશે. સ્કોર 180 થી ઉપર હોવો જોઈએ.”
-
Gujarat vs Rajasthan LIVE: રાશિદ અને બટલરની જંગ
આ મેચમાં રાશિદ ખાન અને જોસ બટલર વચ્ચેનો જંગ જોવા જેવો રહેશે. બટલર આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં નંબર વન પર છે પરંતુ રાશિદ ખાનની સામે તેનું બેટ વધુ ચાલ્યું નથી.
-
Gujarat vs Rajasthan LIVE: એ.આર.રહેમાનનું પરફોર્મન્સ પુરૂ
આર.આર.રહેમાનનું પરફોર્મન્સ પૂરું થઈ ગયું છે. રહેમાને તેના ઘણા ગીતો ગાયા જેમાં ‘મા તુઝે સલામ’, ‘જય હો’નો સમાવેશ થાય છે.
Rahman bhai and team, Jai ho! 🇮🇳
Jalsa padi gayi tamara performance thi.🎶#GTvRR | #AavaDe | #IPLFinal
— Gujarat Titans (@gujarat_titans) May 29, 2022
-
Gujarat vs Rajasthan LIVE: રણવીરે ફરી કરી એન્ટ્રી
ફરી એકવાર રણવીર સિંહે મેદાન પર એન્ટ્રી મારી છે. હવે તે બાકીના ગાયકો સાથે સ્ટેજ પર છે. મેદાન પર આવતી વખતે તેણે રવિચંદ્રન અશ્વિન સાથે હાથ મિલાવ્યા હતા.
Jai Ho! 👏 👏@arrahman & Co. are joined by @RanveerOfficial on stage! 👍 👍#TATAIPL | #GTvRR pic.twitter.com/GkOKOIiggG
— IndianPremierLeague (@IPL) May 29, 2022
-
Gujarat vs Rajasthan LIVE: અક્ષય કુમારે કાર્યક્રમમાં આપી હાજરી
રણવીર પછી એર.આર રહેમાનનો શોની શરૂઆત કરી. મોદી સ્ટેડિયમ વંદે માતરમ- મા તુજે સલામથી ગુંજી ઉઠ્યું. અક્ષય કુમારે કાર્યક્રમમાં હાજરી આપી.
-
Gujarat vs Rajasthan LIVE: એઆર રહેમાને સ્ટેજ પર આપ્યું પર્ફોમન્સ
રણવીર પછી એઆર રહેમાને પર્ફોમન્સ આપ્યું છે. તે તેના ગીતો ગાઈને માહોલ બનાવી રહ્યો છે. તેમની સાથે મોહિત ચૌહાણ, બેની દયાલ, નીતિ મોહન અને અન્ય ગાયકો છે.
-
Gujarat vs Rajasthan LIVE: મેદાન પર બંને ટીમોના કેપ્ટન
બે ફાઇનલિસ્ટ ટીમો ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને સંજુ સેમસન સ્ટેજ પર આવ્યા છે અને ટ્રોફી પાસે ઉભા છે. તેમની સાથે BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ અને બ્રિજેશ પટેલ પણ છે.
-
Gujarat vs Rajasthan LIVE: રણવીર સિંહની એન્ટ્રી
રણવીર સિંહ મેદાનમાં ઉતર્યો છે. તેણે આઈપીએલના ધ્વજ સાથે પોતાના પર્ફોમન્સની શરૂઆત કરી છે.
-
Gujarat vs Rajasthan LIVE: બંન્ને ટીમ ફાઈનલ રમવા માટે તૈયાર છે
Hello from the Narendra Modi Stadium, Ahmedabad for the #TATAIPL 2022 Final. 🏟️ 👋
A cracking contest awaits as the @hardikpandya7-led @gujarat_titans square off against @rajasthanroyals, led by @IamSanjuSamson in the summit clash. 👏 👏 #GTvRR
ARE YOU READY❓ pic.twitter.com/SJqcUBuq31
— IndianPremierLeague (@IPL) May 29, 2022
-
Gujarat vs Rajasthan LIVE: રહેમાન અને રણવીર કપૂર પરફોમન્સ આપશે
સમાપન સમારોહ શરૂ થઈ ગયો છે. તેમાં ફેમસ મ્યુઝિક ડાયરેક્ટર એ આર રહેમાન અને એક્ટર રણવીર કપૂર પરફોમન્સ આપશે.
The Stage Is Set 🏟️ 👏
How excited are you for the #TATAIPL 2022 Final? 🤔 🤔 #GTvRR | @GCAMotera pic.twitter.com/xI1u0UmQ2W
— IndianPremierLeague (@IPL) May 29, 2022
-
Gujarat vs Rajasthan LIVE: IPL 2022 ક્લોઝિંગ સેરેમની શરુ
ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની આ ફાઈનલ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ – નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે અને આ સ્ટેડિયમમાં દર્શકોની ભીડ છે અને દરેક જગ્યાએ દર્શકોની ભીડ જોવા મળી રહી છે. IPL 2022 ક્લોઝિંગ સેરેમની શરુ થઈ ગઈ છે
-
Gujarat vs Rajasthan LIVE: મેચ થોડી વારમાં શરુ થશે
આઈપીએલ 2022ની ફાઈનલ મેચ અન્ય મેચોની સરખામણીએ અડધો કલાક મોડી શરૂ થશે. આ મેચ 7:30 ના બદલે 8:00 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ 7:30 વાગ્યે થશે. મેચ પહેલા સમાપન સમારોહનું આયોજન કરવામાં આવશે.
-
Gujarat vs Rajasthan LIVE: અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાર્કિંગ માટે ખાસ વ્યવસ્થા
-
Gujarat vs Rajasthan LIVE: ફાઈનલ મેચમાં આમિર ખાન કોમેન્ટ્રી કરશે
તમને જણાવી દઈએ કે, આ વખતે આઈપીએલ આમિર ફેન્સ માટે પણ ખૂબ જ ખાસ છે. વાસ્તવમાં, આમિર ખાનની ફિલ્મનું ટ્રેલર IPL ફાઈનલના દિવસે રિલીઝ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં આ ફિલ્મને લઈને ચાહકોમાં વધુ ઉત્તેજના છે. અભિનેતા આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL2022)ની ફાઈનલ મેચમાં બંને ઈનિંગ્સમાં 9મી અને 15મી ઓવરમાં કોમેન્ટ્રી કરવા માટે તૈયાર છે. જ્યાં તે તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું બહુપ્રતિક્ષિત ટ્રેલર પ્રથમ ઈનિંગ્સના બીજા સ્ટ્રેજિક ટાઈમ આઈટમાં રિલીઝ કરશે.
-
Gujarat vs Rajasthan LIVE: છેલ્લે સમાપન સમારોહ 2018માં યોજાયો હતો
વર્ષ 2018માં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં છેલ્લી વખત સમાપન સમારોહ યોજાયો હતો. 2019માં પુલવામા હુમલા અને 2020-2021માં કોરોના રોગચાળાને કારણે ઈવેન્ટ સ્થગિત કરવામાં આવી હતી. IPL 2022 ના સમાપન સમારોહમાં ભારતની આઝાદીના 75 વર્ષની સ્મૃતિમાં ટીમ ઈન્ડિયાની 75 વર્ષની સફરનું પ્રદર્શન કરવામાં આવશે.
-
Gujarat vs Rajasthan LIVE: આંકડામાં ગુજરાતનું પલડું ભારે
IPL 2022માં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે બે મેચ રમાઈ છે. ગુજરાતે બંને મેચ જીતી છે. ટુર્નામેન્ટની 24મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. જીટીએ આ મેચ 37 રનથી જીતી હતી, જ્યારે ક્વોલિફાયર 1માં જ્યારે બંને ટીમો સામસામે હતી, ત્યારે ગુજરાતે મેચ જીતી હતી અને આરઆરને 7 વિકેટથી હરાવ્યું હતું.
-
Gujarat vs Rajasthan LIVE: ગુજરાત ટાઇટન્સની ટીમ તૈયાર છે
It all boils down to this in our #SeasonOfFirsts 🔥
Just a few hours away from playing at home, and here’s what the Titans feel about this massive occasion! 💪@atherenergy #AavaDe #IPLFinal pic.twitter.com/2ThJe7Jx0Z
— Gujarat Titans (@gujarat_titans) May 29, 2022
-
Gujarat vs Rajasthan LIVE: રાજસ્થાન-ગુજરાતની ફાઈનલ પહેલા જાણો શું છે ટીમની ‘નંબર ગેમ
-
Gujarat vs Rajasthan LIVE: IPL 2022 ની ફાઈનલ મેચમાં કઇ ટીમનો થશે વિજય?
IPL 2022 ની ફાઈનલ મેચ મેચ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે, કઇ ટીમનો થશે વિજય?#IPLFinal #GTvsRR #RRvGT #GujaratTitans #RajasthanRoyals #NarendraModiStadium #IPL2022Final #IPL2022 #Ahmedabad #Gujarat #TV9News
— Tv9 Gujarati (@tv9gujarati) May 29, 2022
-
Gujarat vs Rajasthan LIVE: અમદાવાદમાં IPL 2022નો મહામુકાબલો
-
GT vs RR, IPL 2022 Final: વિરાટના રેકોર્ડ પર બટલરની નજર
રાજસ્થાનને ફાઇનલમાં બટલર પાસેથી ઘણી આશાઓ હશે અને જ્યારે બટલરની નજર વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવા પર હશે. બટલરે બીજા ક્વોલિફાયરમાં આરસીબી સામે સિઝનની ચોથી સદી ફટકારી હતી. તે હવે એક સિઝનમાં સૌથી વધુ સદી ફટકારવાની નજીક છે.
-
Gujarat vs Rajasthan LIVE:જીતનારી ટીમ થઇ જશે માલામાલ
GT vs RR, IPL 2022 Final: જીતનારી ટીમ થઇ જશે માલામાલ, ફાઈનલ હારવા પર 7 કરોડ રૂપિયાનુ થશે નુકશાન?
-
Gujarat vs Rajasthan LIVE: રણવીર સિંહ સમાપન સમારોહની તૈયારી કરી રહ્યો છે
Capacity Crowd ?
…. Just bring it! ✊🏽⚡️⚡️⚡️
Tune in to watch me live performing at the Closing ceremony of Tata IPL Final 2022 on Star Sports & Disney+Hotstar today at 6.25 pm.#TATAIPL #TATAIPLFINAL @IPL pic.twitter.com/CX3nxXHk3f
— Ranveer Singh (@RanveerOfficial) May 29, 2022
-
જાણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ખાસિયત જ્યાં રમાશે ફાઈનલ મેચ
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાશે IPL 2022ની હાઈ વોલ્ટેજ ફાઈનલ, ફીચર્સ જાણીને તમને પણ થશે ગર્વ
-
IPL 2022 ફાઈનલ પહેલા જાણો કોના પર કેટલા રૂપિયાનો વરસાદ થશે
IPL 2022 ની ફાઈનલ બાદ ટીમો પર ઈનામોનો વરસાદ થશે. IPL ની ચેમ્પિયન ટીમને 20 કરોડ રૂપિયા મળશે. જ્યારે રનર્સ અપને 13 કરોડ રૂપિયા મળશે. તો ત્રીજા ક્રમે રહેલી બેંગ્લોરની ટીમને 7 કરોડ રૂપિયા મળશે. તો ચોથા ક્રમે રહેલી લખનૌની ટીમને 6.5 કરોડ રૂપિયા મળશે.
-
રાજસ્થાન રોયલ્સ દ્વારા મોટી પહેલ!
IPL 2022 ની ફાઇનલ મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાવા જઇ રહી છે. અહેવાલો પ્રમાણે આ IPL ફાઈનલ પહેલા, રાજસ્થાન તેની IPL 2008 ની વિજેતા ટીમના સભ્યોનું સન્માન કરશે.
-
ફાઈનલ પહેલા ગુજરાત અને રાજસ્થાન રિપોર્ટ કાર્ડ
IPL 2022 ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ ફરી એકવાર આમને-સામને છે. આ ખિતાબની લડાઈ પહેલા બંને ટીમો 2 વખત ટકરાયા છે અને બંને વખતે ગુજરાત જીત્યું છે. ગુજરાતે પ્રથમ મેચ 37 રને જીતી હતી. બીજી મેચ 7 વિકેટે જીતી હતી. હવે ત્રીજી લડાઈ બંને ટીમો વચ્ચે ફાઈનલના રૂપમાં છે. રાજસ્થાન માટે હિસાબ ચુકતો કરવાની સારી તક છે.
-
IPL 2022 Final ના મુખ્ય મહેમાન
અમદાવાદમાં રમાનારી IPL 2022 ની ફાઈનલ મેચ જોવા માટે ગૃહમંત્રી અમિત શાહ સ્ટેડિયમ પહોંચ્યાના સમાચાર છે. એવી પણ શક્યતા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ IPL ફાઈનલ જોવા આવી શકે છે. આ સમાચાર બાદ સ્ટેડિયમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. રાત્રે 8 વાગ્યાથી ફાઇનલ મેચ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રમાશે.
-
રાજસ્થાને ફાઈનલ માટે પ્રેરણા લીધી
રાજસ્થાન રોયલ્સે ફાઈનલ પહેલા પ્રેરણા તરીકે તેમના સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. આ તસવીર વર્ષ 2008 ની છે. જ્યારે રાજસ્થાનની ટીમ પહેલીવાર IPL ચેમ્પિયન બની હતી.
Is #SundayMotivation a thing yet? 🙏 pic.twitter.com/l7zVpHfIfE
— Rajasthan Royals (@rajasthanroyals) May 29, 2022
-
GT vs RR, IPL 2022 Final Live Updates: ગુજરાત-રાજસ્થાન વચ્ચે આજે ફાઈનલનો જંગ
જોવાઈ રહેલી રાહ હવે પૂરી થવાની છે. IPL 2022 ની સફર સમાપ્ત થઇ જવાની છે. પરંતુ તે સમાપ્ત થાય તે પહેલા રોમાંચ તેની ચરમસીમાએ પહોંચવાનો છે. અરે, ભાઈ આજે જે ફાઇનલ છે. આજે એટલે કે સુપર સન્ડેના જંગથી નક્કી થવાનું છે કે આ વખતે IPL ટ્રોફી ડેબ્યુ કરનાર ગુજરાત કે પછી બીજી વાર રાજસ્થાનના હાથોમાં જશે.
-
GT vs RR, IPL 2022 Final Live Updates: ફાઈનલ ક્યારે અને ક્યાં રમાશે? શું છે ટોસનો સીન?
IPL 2022 ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાત્રે 8 વાગ્યાથી રમાશે. એટલે કે તેની ટોસ સાંજે 7.30 કલાકે યોજાશે. અત્યાર સુધી ટોસ સાંજે 7 વાગ્યે થતો હતો અને મેચો 7:30 વાગ્યે શરૂ થતી હતી. પરંતુ, સમાપન સમારોહ પણ સાંજે 6 વાગ્યાથી શરૂ થવાનો હોવાથી ફાઈનલ રાત્રે 8 વાગ્યાથી રમાશે.
-
GT vs RR, IPL 2022 Final Live Updates: હાર્દિક અને IPL ફાઈનલનું કિસ્મત કનેક્શન
હાર્દિક અને IPL ફાઈનલનું કિસ્મત કનેક્શન#HardikPandya #GujaratTitans #GTvsRR #TataIPL2022 #TataIPLFinal pic.twitter.com/Z8nHVDDEzX
— Tv9 Gujarati (@tv9gujarati) May 28, 2022
-
GT vs RR, IPL 2022 Final Live Updates: વિજેતા ટીમ પર થશે પૈસાનો વરસાદ
#IPL2022 વિજેતા ટીમ પર થશે પૈસાનો વરસાદ#TataIPL2022 #IPLfinal #GTvsRR #Cricket pic.twitter.com/pn4KsRxGKz
— Tv9 Gujarati (@tv9gujarati) May 28, 2022
-
GT vs RR, IPL 2022 Final Live Updates: રાશિદ ખાન ફિનિશરની ભૂમિકામાં પણ જોવા મળ્યો
આ પણ વાંચોઃIPL 2022: રાશિદ ખાન શાનદાર સ્પિનર જ નહી પણ ફિનિશરની ભૂમિકામાં પણ જોવા મળ્યો, કોની મદદથી સિઝનમાં મચાવી ધમાલ જાણો
-
GT vs RR, IPL 2022 Final Live Updates: ફાઈનલમાં રાજસ્થાને 4 વર્ષનો સિલસિલો તોડવો પડશે
-
GT vs RR, IPL 2022 Final Live Updates: બે વર્ષ બાદ ભારતમાં રમાશે IPL ની ફાઈનલ મેચ
આ પણ વાંચો : બે વર્ષ બાદ ભારતમાં રમાશે ફાઈનલ મેચ, લાઈવ મેચ જોવી છે? જાણો કેવી રીતે ટિકિટ બુક કરી શકાય
-
GT vs RR, IPL 2022 Final Live Updates: ફાઈનલ પહેલા હાર્દિકનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ
ફાઈનલ શરૂ થવામાં 24 કલાક બાકી છે અને પહેલીવાર કેપ્ટનશીપ કરી રહેલા હાર્દિક પંડ્યા માટે આ ખૂબ જ ખાસ છે, કારણ કે આ ટૂર્નામેન્ટ પહેલા તેની ફિટનેસ અને તેના પ્રદર્શન પર અનેક સવાલો ઉઠી રહ્યા હતા અને હવે ટીમ ફાઇનલમાં પહોંચી છે. તેણે પોતે પણ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં ફાઈનલ પહેલા તેણે ટીમની આ સિઝન, તેના પ્રદર્શન અને ટીકાકારો વિશે વાત કરી છે. તમે પણ સાંભળો-
The best way to answer is not answer… And we agree with the captain! 🙌
Listen in to this special pre-finale chat, ▶️ exclusively on our website: https://t.co/4CsfLkiRmk@hardikpandya7#SeasonOfFirsts #AavaDe pic.twitter.com/GQSJ50Kmhb
— Gujarat Titans (@gujarat_titans) May 28, 2022
-
IPL 2022 Final: ફાઈનલના જંગમાં ઉતરશે આ ખેલાડીઓ, જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
આ પણ વાંચો : GT vs RR Prediction Playing XI IPL 2022 Final: ફાઈનલના જંગમાં ઉતરશે આ ખેલાડીઓ, જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
-
સંજુ સેમસને બટલરનો ઈન્ટરવ્યુ લીધો
Incredible ton 👌 Enjoying the captaincy 👍 Winning the title for the ‘first Royal’ Shane Warne 🙏
Centurion @josbuttler chats with skipper @IamSanjuSamson as @rajasthanroyals march into the final. 👏 👏 – By @28anand
Full interview 🔽 #TATAIPL | #RRvRCBhttps://t.co/BxwglKxY8b pic.twitter.com/fDBa8si3pL
— IndianPremierLeague (@IPL) May 28, 2022
-
IPLને મળશે નવો ચેમ્પિયન
આ પણ વાંચો : GT vs RR IPL 2022 Final Match Preview: દિલ પણ તૂટશે અને રેકોર્ડ પણ બનશે અને IPLને પણ મળશે નવો ચેમ્પિયન
-
ગુજરાત ટાઇટન્સે યાદ કરી પોતાની સફર
લીગમાં પહેલીવાર રમી રહેલ ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓએ પોતાની સફરને યાદ કરી…
The sweet memories of this #SeasonOfFirsts will keep coming back long after the final tomorrow 💙
Let’s see which is that one memory most special to our Titans! 🤩@Amul_Coop#AavaDe #PaidPartnership pic.twitter.com/MR81OsPiUl
— Gujarat Titans (@gujarat_titans) May 28, 2022
-
જોસ ધ બોસ…!
IPL ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સે તેના સ્ટાર ખેલાડી જોસ બટલરનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેના કેપ્શનમાં તેણે લખ્યું છે: લાઇક ધ બોસ, લાઇક ધ બીસ્ટ. તમને જણાવી દઈએ કે બટલર આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.
Like a boss, like a beast. 🔥😍#RoyalsFamily | #HallaBol pic.twitter.com/iNaLu7LgOm
— Rajasthan Royals (@rajasthanroyals) May 28, 2022
-
સમાપન સમારોહમાં લોન્ચ થશે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ નું ટ્રેલર
IPL 2022 ના સમાપન સમારોહ દરમિયાન પ્રથમ વખત કોઈ ફિલ્મનું ટ્રેલર ટીવી પર લોન્ચ કરવામાં આવશે.
That moment when Kareena Kapoor Khan saves the day for #AamirKhan! 😉
Seems like @IrfanPathan & @harbhajan_singh will have to wait till May 29. 😝#Byjus #CricketLIVE I May 29, 6 PM onwards I Star Sports & Disney+Hotstar I @AKPPL_Official pic.twitter.com/NK1DmzzDWt
— Star Sports (@StarSportsIndia) May 28, 2022
-
IPL ફાઇનલ પહેલા જ થશે સમાપન સમારોહ
29 મે ની સાંજે જ્યારે IPL 2022 ની ફાઇનલ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ (GT vs RR) વચ્ચે રમાશે. તે પહેલાં આ લીગનો સમાપન સમારોહ યોજાશે. જે સાંજે 6.25 વાગ્યે શરૂ થશે. સમાપન સમારોહ 45 મિનિટ ચાલશે. આ ઈવેન્ટ પુરી થયા બાદ આઈપીએલ 2022 ની ફાઈનલ મેચ રમાશે. એઆર રહેમાન, રણવીર સિંહ જેવી બોલિવૂડ હસ્તીઓ સમાપન સમારોહમાં હાજરી આપશે.
-
રાજસ્થાન રોયલ્સ ટીમનું હોટલમાં થયું શાનદાર સ્વાગત
રાજસ્થાન રોયલ્સ (RR) ફાઈનલની ટીકિટ કાપ્યા બાદ જ્યારે તેની ટીમ હોટલ પહોંચી તો ત્યાં તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમનું રાજસ્થાના સંગીત સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખેલાડીઓ ખૂબ જ ખુશ દેખાતા હતા.
— Rajasthan Royals (@rajasthanroyals) May 27, 2022
-
રાજસ્થાન રોયલ્સ ટીમનું હોટલમાં થયું શાનદાર સ્વાગત
રાજસ્થાન રોયલ્સ (RR) ફાઈનલની ટીકિટ કાપ્યા બાદ જ્યારે તેની ટીમ હોટલ પહોંચી તો ત્યાં તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમનું રાજસ્થાના સંગીત સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખેલાડીઓ ખૂબ જ ખુશ દેખાતા હતા.
-
ગુજરાત ટાઇટન્સના સપોર્ટમાં છે આ ભારતની મહિલા ક્રિકેટર
ભારતની મહિલા ક્રિકેટ ટીમની વિકેટ કીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયા IPL ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરી રહી છે. તેણે ટ્વીટ કરીને ગુજરાત ટાઇટન્સ અને હાર્દિક પંડ્યાને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.
Wishing @gujarat_titans and @hardikpandya7 all the luck in the ipl finals 2022🤞🤌🏻 #AavaDe pic.twitter.com/0SOlpNEJGV
— Yastika Bhatia (@YastikaBhatia) May 27, 2022
-
29 મે ના દિવસે કોણ ઇતિહાસ રચશે…?
29 મે 2022 ની સાંજ ખૂબ જ રોમાંચક રહેવાની છે. કારણ કે આઈપીએલ ફાઈનલની સાંજ હશે. ગુજરાત ટાઇટન્સ કે રાજસ્થાન રોયલ્સમાં કઈ ટીમ ટાઈટલ જીતશે, આ પ્રશ્નનો જવાબ રાતે મળશે. આઈપીએલમાં નવો ચેમ્પિયન મળશે કે જૂનો તે પણ નક્કી થઇ જશે. પરંતુ આ બધા પ્રશ્નો વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે ક્રિકેટ ખૂબ જ જોરદાર અને ધમાકેદાર રહેશે.
This tweet needs no caption! 😉 pic.twitter.com/ZK62Yu5eiE
— Gujarat Titans (@gujarat_titans) May 27, 2022
Published On - May 29,2022 9:10 AM