AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT vs RR Prediction Playing XI IPL 2022 Final: ફાઈનલના જંગમાં ઉતરશે આ ખેલાડીઓ, જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

Gujarat Titans vs Rajasthan Royals, Playing XI: ગુજરાત ટાઇટન્સની (Gujarat Titans) ટીમ પ્રથમ વખત લીગમાં ભાગ લઇ રહી છે અને પ્રથમ સિઝનમાં જ ફાઇનલમાં પહોંચી છે.

GT vs RR Prediction Playing XI IPL 2022 Final: ફાઈનલના જંગમાં ઉતરશે આ ખેલાડીઓ, જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
Gujarat titans Image Credit source: BCCI
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 6:30 PM
Share

IPL 2022ની (IPL 2022) ફાઈનલ મેચ રવિવારે ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ શાનદાર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહી હતી. તેણે 14માંથી 10 મેચ જીતી હતી. આ સાથે જ રાજસ્થાન રોયલ્સની (Rajasthan Royals) ટીમ 14માંથી 9 મેચ જીતીને બીજા સ્થાને રહી હતી. પ્રથમ ક્વોલિફાયરમાં આ બંને ટીમો આમને-સામને આવી હતી, પરંતુ વિજય ગુજરાતના હાથમાં આવ્યો હતો અને તેઓ પ્રથમ સિઝનમાં જ ફાઈનલમાં પહોંચવામાં સફળ રહ્યા હતા.

હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાતે રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે હરાવ્યું હતું. ગુજરાતની ટીમે રાજસ્થાનના 189 રનના ટાર્ગેટને 19.3 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. ગુજરાત તરફથી ડેવિડ મિલરે સૌથી વધુ રન બનાવ્યા હતા. તે 38 બોલમાં 68 રન બનાવીને અણનમ રહ્યો હતો.

રાજસ્થાન રોયલ્સ ટીમમાં કોઈ ફેરફાર નહીં કરે

રાજસ્થાન રોયલ્સે શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના બીજા ક્વોલિફાયરમાં ઓપનર જોસ બટલર (અણનમ 106)ની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને સાત વિકેટે હરાવ્યું અને ફાઈનલમાં પ્રવેશ કર્યો. મેચમાં ફરી એકવાર બટલરનું બેટ ચાલ્યું, જેણે સદી ફટકારી. બોલરોની વાત કરીએ તો પ્રસિદ્ધ કૃષ્ણા અને ઓબેડ મૈકોય શાનદાર પ્રદર્શન કર્યું. પ્રથમ ક્વોલિફાયરમાં હાર છતાં રાજસ્થાને બીજા ક્વોલિફાયરમાં ટીમમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. આવી સ્થિતિમાં જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત નથી તો પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફારની આશા નથી.

ગુજરાત વિનિંગ કોમ્બિનેશન ચાલુ રાખશે

ગુજરાત ટાઈટન્સ વિશે વાત કરીએ તો તે પણ તેની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરશે નહીં. ક્વોલિફાયરમાં ટીમને જીતાડનાર કોમ્બિનેશન ફરી એકવાર તેની સાથે જશે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાતે રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે હરાવ્યું હતું. ગુજરાતની ટીમે રાજસ્થાનના 189 રનના ટાર્ગેટને 19.3 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. ગુજરાત તરફથી ડેવિડ મિલરે સૌથી વધુ રન બનાવ્યા હતા. તે 38 બોલમાં 68 રન બનાવીને અણનમ રહ્યો હતો.

બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (કેપ્ટન-વિકેટકીપર), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, ઓબેડ મૈકોય

ગુજરાત ટાઇટન્સ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, મેથ્યુ વેડ, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, આર સાઈ કિશોર, અલઝારી જોસેફ, યશ દયાલ, મોહમ્મદ શમી

g clip-path="url(#clip0_868_265)">